તારીખ 15 મી ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસે ભારત અંગ્રેજોના શાશનમાંથી મુક્તિ પામીને એક સ્વતંત્ર દેશ બન્યો એ પછી તારીખ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦નો દિવસ પણ ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થ માં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો એટલે આ દિવસને ગણતંત્ર દિવસ પણ કહેવામાં આવે છે .
રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર ભગતસિંહ અને નેતાજી સુભાષચન્દ્ર બોઝ જેવાં અનેક સ્વાતંત્ર્ય વીરો નું સ્વપ્ન ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સંપૂર્ણ થયું જ્યારે વીશાળ વસ્તી ધરાવતા ભારત દેશ માટે બધારણનો અમલ શરુ થયો .
એટલા માટે જ ૨૬ મી જાન્યુઆરી ને દેશના રાષ્ટીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે . ત્યારથી આ દિવસને ભારત ના “પ્રજાસત્તાક દિવસ” અથવા “ગણતંત્ર દિવસ”(Republik Day ) તરીકે માનભેર અને ધામધુમથી દેશ અને વિદેશોમાં ઉજવાય છે.
આ દિવસને ૧.૨ બિલિયનની વસ્તી ધરાવતા અને ૨૦થી વધુ ભાષા બોલતા મહાન રાષ્ટ્ર ભારત દેશમાં રાજધાની દિલ્હી તથા એના દરેક રાજ્યોમાં ધ્વજ વંદન અને અવનવા કાર્યક્રમો સાથે પ્રજાસત્તાક દિન ઊત્સાહથી ઉજવવામાં આવે છે,.રાજધાની નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના દેશને સંબોધનથી ઉજવણીનો આરંભ થાય છે. સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી અપાય છે .યુદ્ધ મોરચે વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને ઇનામ તથા પદકો આપવામાં આવે છે .
પ્રજાસત્તાક દિવસ ઉપર કવિ શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’નું સુંદર ગીત અને વિડીયો .
કરોના,કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી મિત્ર અને કવિ શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’એ પ્રજાસત્તાક દિન ઉપર એક સુંદર ગીત. ‘જયહિન્દ જયઘોષ તિરંગા’ અને આ ગીતનો યુ-ટ્યુબ વિડીયોની લિંક મને ઈ-મેલથી મોકલી આપી છે .
આ ગીત અને વિડીયોને એમના અને શ્રી દિલીપભાઈ ગજ્જર જેમણે આ ગીતને સરસ વિડીયોમાં
ઢાળ્યું છે, એમના આભાર સાથે નીચે મુકું છું.
શ્રી રમેશભાઈ પટેલના આ રાષ્ટ્રભક્તિના ગીતના વિડીયોની રચનામાં શ્રી દિલીપભાઈ એ એમની
કળા પ્રીતિના દર્શન કરાવ્યાં છે અને ગીતના શબ્દોને સંગીત અને સૂરોમાં મઢીને શ્રી રમેશભાઈના
વાચકોના પ્રતિભાવ