વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 170 ) ભારતના ૬૪મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને હાર્દિક અભિનંદન.

happy-independence-day-now-india-turns-for-progress

તારીખ 15 મી ઓગષ્ટ  ૧૯૪૭ ના દિવસે ભારત અંગ્રેજોના શાશનમાંથી મુક્તિ પામીને એક સ્વતંત્ર દેશ બન્યો એ પછી તારીખ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦નો દિવસ પણ ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થ માં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો એટલે આ દિવસને ગણતંત્ર દિવસ પણ કહેવામાં આવે છે .

રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર ભગતસિંહ અને નેતાજી સુભાષચન્દ્ર  બોઝ જેવાં અનેક સ્વાતંત્ર્ય વીરો નું સ્વપ્ન ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સંપૂર્ણ થયું જ્યારે વીશાળ વસ્તી ધરાવતા ભારત દેશ માટે બધારણનો અમલ શરુ થયો .

એટલા માટે જ ૨૬ મી જાન્યુઆરી ને દેશના રાષ્ટીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે . ત્યારથી આ દિવસને  ભારત ના “પ્રજાસત્તાક દિવસ” અથવા “ગણતંત્ર દિવસ”(Republik Day ) તરીકે માનભેર અને ધામધુમથી દેશ અને વિદેશોમાં ઉજવાય છે.

આ દિવસને ૧.૨ બિલિયનની વસ્તી ધરાવતા અને ૨૦થી વધુ ભાષા બોલતા મહાન રાષ્ટ્ર ભારત દેશમાં રાજધાની દિલ્હી તથા એના દરેક રાજ્યોમાં ધ્વજ વંદન અને અવનવા કાર્યક્રમો સાથે  પ્રજાસત્તાક દિન ઊત્સાહથી ઉજવવામાં આવે છે,.રાજધાની  નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિના દેશને સંબોધનથી ઉજવણીનો આરંભ  થાય છે. સ્વાતંત્ર્ય માટે જાન આપનાર શહિદોને શ્રધ્ધાંજલી અપાય છે .યુદ્ધ મોરચે વીરતા દેખાડનાર સશસ્ત્ર બળોના જવાનોને ઇનામ તથા પદકો આપવામાં આવે છે .

વિનોદ વિહારના આપ સૌ વાચકોને ભારતના ૬૪મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક અભિનંદન.

વિનોદ પટેલ

_________________________________________________________________

Mr. & Mrs. Rameshbhai Patel
Mr. & Mrs. Rameshbhai Patel

 

પ્રજાસત્તાક દિવસ ઉપર કવિ શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’નું સુંદર ગીત અને વિડીયો .

કરોના,કેલીફોર્નીયા નિવાસી મારા સહૃદયી મિત્ર અને કવિ શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’એ પ્રજાસત્તાક દિન ઉપર એક સુંદર ગીત. ‘જયહિન્દ જયઘોષ તિરંગા’ અને આ ગીતનો યુ-ટ્યુબ વિડીયોની લિંક મને ઈ-મેલથી મોકલી આપી છે .

આ ગીત અને વિડીયોને એમના અને શ્રી દિલીપભાઈ ગજ્જર જેમણે આ ગીતને સરસ વિડીયોમાં

ઢાળ્યું છે, એમના આભાર સાથે નીચે મુકું છું.

શ્રી રમેશભાઈ પટેલના આ રાષ્ટ્રભક્તિના ગીતના વિડીયોની રચનામાં  શ્રી દિલીપભાઈ એ એમની

 કળા પ્રીતિના દર્શન કરાવ્યાં છે અને ગીતના શબ્દોને સંગીત અને સૂરોમાં મઢીને શ્રી રમેશભાઈના

 ગીતને દીપાવ્યું છે, જે અભિનંદનીય છે .

 
કવિ શ્રી રમેશ પટેલ “આકાશ દીપ “ રચિત ગીત  ‘જયહિન્દ જયઘોષ તિરંગા”….

સંગીત અને કમ્પોઝ : નારાયણ ખરે , સ્વર : દિલીપ ગજજર અને રોશની શેલત

 

 

 

જયહિન્દ જયઘોષ ત્રિરંગા….રમેશ પટેલ(આકાશદીપ)

શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,…૨
તારી શાન ત્રિરંગા.. કોરસ …
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ -…… તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

વિશ્વ ધરોહર ભૂમિ અમનની, કેસરીયાળી ક્યારી………….૨
ભારતની એ અમર સંસ્કૃતિ,……૨ ઝૂમે હરિયાળી પ્યારી….કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા……

લાલ કિલ્લાએ શોભે કેવો, અમર યશ સહભાગી…………૨
સુજલા સુફલા ધરા મંગલા,…..૨ ધન્ય અમે બડભાગી…. કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા…….

નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં…૨
નહીં ભૂલીએ બલિદાનો વીરા,..૨ અમર જ્યોત અજવાળાં…કોરસ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું, તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

 

( કવિ શ્રી રમેશભાઈના બ્લોગની લિંક અને એમનો પરિચય અહીં વાંચો)

_____________________________________________________________

જે ગીત સાંભળીને ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આંખો અશ્રુભીની બનેલી એ રાષ્ટ્ર ભક્તિનું ગીત ભારતના પ્રજાસતાક દિન નિમિત્તે સ્વર કિન્નરી લતા મંગેશકરના સુરીલા સ્વરે નીચેના યુ-ટ્યુબ વિડીયોમાં માણો .

અય્ મેરે વતનકે લોગો ,જરા આંખમેં ભરકે પાની – લતા મંગેશકર –વિડીયો  

INDIAN -All religions

14 responses to “( 170 ) ભારતના ૬૪મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને હાર્દિક અભિનંદન.

 1. godadiyochoro January 28, 2013 at 8:54 AM

  આદરનિય વદિલ શ્રી વિનોદ્કાકા

  શ્રી રમેશભાઇનિ કલ્મે શૌર્ય્ર રસ ટ્પ્કે

  દેશ ભાવનાનિ સરસ રજુઆત

  સુનદર મનોભાવ રજુ કર્યો

 2. પરાર્થે સમર્પણ January 28, 2013 at 8:36 AM

  આદરણીય વડિલ વિનોદકાકા

  પ્રજાસત્તાક દિન વધામણી

 3. Ramesh Kshatriya January 27, 2013 at 6:12 PM

  wish yu happy republican day and yu are deserve for congrtulation 4 loading excellant vedio containg worthful words which are close to heart of all true Indian-Mr.Ramesh Patel too deserve 4 congretulation 4 this. I salute to both of yu.

 4. Dilip Gajjar January 27, 2013 at 10:39 AM

  શ્રી વિનોદભાઈ આપે સુંદર પોસ્ટ રજુ કરી પ્રજાસતાક દિન ના ગીતો રજુ કરી ને ..રમેશભાઈના શબ્દ વતન ભાવના સાથે એકરૂપ થઇ ગુંજી રહ્યા છે અને ખુબ આનદ થયો આપે અહી શેર કર્યું માટે મેં ફેસબુક પર શેર કર્યું ..બ્લોગ પર રી પોસ્ટ કરતા ન ફાવ્યું ..આજ ગીત રજુ કરવું હતું ..

 5. Hemant Bhavsar January 26, 2013 at 11:14 PM

  Hemant Bhavsar

  Happy Independence day to all of you , though leaving far away from our mother land , our heart and soul will remain focus on India and the land who provide us shelter which is for me Canada . Thanks again for the poem and Video . Incredible job is handle by Vindodbhai ……Hemant Bhavsar ( Winnipeg, Canada )

 6. chandrakant January 26, 2013 at 2:11 PM

  Jay hind jay jay Triranga…..

  Thanks for your touching words …shri Vinodbhai.

  Ashok patel (Chandrakant)

 7. DR. CHANDRAVADAN MISTRY January 26, 2013 at 8:39 AM

  વિનોદ વિહારના આપ સૌ વાચકોને ભારતના ૬૪મા પ્રજાસત્તાક દિન નિમિત્તે હાર્દિક અભિનંદન.

  વિનોદ પટેલ
  કવિ શ્રી રમેશ પટેલ “આકાશ દીપ “ રચિત ગીત ‘જયહિન્દ જયઘોષ તિરંગા”….

  સંગીત અને કમ્પોઝ : નારાયણ ખરે , સ્વર : દિલીપ ગજજર અને રોશની શેલત
  Nice Post !
  Happy Republic Day..Long Live India..our Bharat !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  See you all on Chandrapukar

 8. Ramesh Patel January 26, 2013 at 6:52 AM

  Jay hind jay jay Triranga…..

  Thanks for your touching words …shri Vinodbhai.

  Ramesh Patel(Aakashdeep)

 9. Vipul Desai January 26, 2013 at 6:27 AM

  ઘણું જ સુંદર લખાણ અને સુંદર ગીત સાથેનો વિડીયો. મઝા આવી ગઈ.

 10. chaman January 26, 2013 at 5:51 AM

  Dear Vinodbhai,
  Thanks for sharing.Enjoyed it very much-words of the poem, singers, music and the background scenery.Please convey my congratulations and regards to Rameshbhai Patel “akaashdeep”.
  Chiman Patel “CHAMAN”

  WordPress.com

  Vinod R. Patel posted: “તારીખ 15 મી જાન્યુઆરી ૧૯૪૭ ના દિવસે ભારત અંગ્રેજોના શાશનમાંથી મુક્તિ પામીને એક સ્વતંત્ર દેશ બન્યો એ પછી તારીખ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦નો દિવસ પણ ભારતના ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થ માં એક ‘”

  • mafatbhai patel August 13, 2016 at 3:38 PM

   “તારીખ 15 મી જાન્યુઆરી ૧૯૪૭ ના દિવસે ભારત અંગ્રેજોના શાશનમાંથી મુક્તિ પામીને એક સ્વતંત્ર દેશ બન્યો એના બદલે તારીખ ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે……. હોવું જોઈએ.

 11. ગોવીંદ મારુ January 26, 2013 at 5:13 AM

  ગણતંત્રદીનની હાર્દીક શુભેચ્છાઓ…

 12. pragnaju January 26, 2013 at 5:12 AM

  ખૂબ સુંદર સંકલન
  અમારા પણ સૌ ને હાર્દિક અભિનંદન

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: