આજનો સુવિચાર
- H. Jackson Brown, Jr."Find a job you like and you add five days to every week."
- George Washington"Happiness and moral duty are inseparably connected."
- Lucius Annaeus Seneca"Wherever there is a human being, there is an opportunity for a kindness."
જનની – જનકને પ્રણામ

વિનોદ વિહારની શરૂઆત સપ્ટેમ્બર, 2011થી મુલાકાતીઓની સંખ્યા-આપ આયે , બહાર આઈ ..
- 1,340,853 મુલાકાતીઓ
નવી વાચન પ્રસાદી ..
- વિનોદભાઈના જન્મદિવસે…. જાન્યુઆરી 15, 2022
- ચહેરો – વલીભાઈ મુસા ડિસેમ્બર 25, 2020
- સ્વ. વિનોદ પટેલ – મળવા જેવા માણસ ડિસેમ્બર 22, 2020
- જીવન દીપ બૂઝાઈ ગયો ડિસેમ્બર 21, 2020
- ગુજરાત નો 60 મો સ્થાપના દિવસ. જય જય ગરવી ગુજરાત મે 1, 2020
- સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગો……૧ એપ્રિલ 28, 2020
- Old age . .. Enjoy Gunvant shah article માર્ચ 24, 2020
- 1337 – મહિલા દિન \ નારી શક્તિ અભિવાદન દિન ….. માર્ચ 9, 2020
વાચકોના પ્રતિભાવ
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
અનામિક પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
nabhakashdeep પર વિનોદભાઈના જન્મદિવસે…. | |
નિલેશભાઈ પટેલ પર (63) ગુરુ પૂર્ણિમા અને ગુરુ… | |
Free Hindi Ebooks પર ( 922 ) ચાર બોધ કથાઓ … | |
ShabbirAhmed Ibrahim પર ચહેરો – વલીભાઈ મુસા |
વિભાગો
Join 376 other subscribers
પ્રકીર્ણ
પૃષ્ઠો
Join 376 other subscribers
મહિનાવાર પોસ્ટ સંગ્રહ
Join 376 other subscribers
અછાંદસ કાવ્ય અપંગનાં ઓજસ અમેરિકા કાવ્ય/ગઝલ ચિંતન લેખ ચિંતન લેખો નરેન્દ્ર મોદી નિબંધ પી.કે.દાવડા પી . કે . દાવડા પ્રકીર્ણ પ્રાસંગિક નિબંધ બોધ કથાઓ મારા લેખો કાવ્યો વાર્તાઓ મારા લેખો વાર્તાઓ કાવ્યો મિત્ર પરિચય રાજકારણ રી-બ્લોગ રીબ્લોગ વાર્તા વિડીયો વિનોદ પટેલ વિશેષ વ્યક્તિ વૃધ્ધા વસ્થાની વાતો વ્યક્તિ સંકલન સત્ય ઘટના સમાચાર સર્જક હાસ્ય યાત્રા
Join 376 other subscribers
અહંકાર નરકનું દ્વાર છે. ઘમંડ, અભિમાન , તોછડાઇ, ઉધ્ધતાઇ, ગર્વ અને પોતાની મોટાઇ બતાવવાની મનોવૃત્તિ અહંકાર જગાડે છે અને મનુષ્યનું પતન નોંતરે છે. સંત કોન્ફયુશિયસ જણાવે છે કે “તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે.
કીયા કરાયા સબ ગયા, જબ આયા અહંકાર,
કોટ કરમ લાગે રહેં, એક અહંકાર કી લાર.
જ્યારે મનુષ્યને અહંકારનો ભાવ ઉભો થાય છે, ત્યારે તેના જીવનમાં કરેલાં બધાં જ શુભ કાર્યોનું પુણ્ય નાશ પામે છે. અરે એક જ અહંકારની આગ એટલે ગર્વવાળું ક્રોધભર્યું વર્તન, તેને કરોડો કર્મોના ભાગ્યની લંગાર સાથે જોડી દે છે. અહન્તા ન આનીયે, જો હરિ સિંહાસન દે,
જો દીલ રાખે દીનતા, સાંઈ અપના કરલે.
જો ભગવાન તને રાજાધિરાજનું સિંહાસન આપે, તો પણ તું તારા મનમાં અહંભાવ લાવીશ નહીં. જો તું તારા મનમાં નમ્રતા ધારણ કરી સમભાવ રાખી વર્તશે તો સાંઈ એટલે પરમાત્મા તને પોતાનો કરી લેશે.
લઘુતામેં પ્રભુતાઈ હય, પ્રભુતાઈસે પ્રભુ દૂર,
કીડી જો મિસરી ચુંગે, હાથી શિર ડારે ધૂર.
નમ્રતામાં પરમાત્મા વસેલો છે, પણ જ્યારે મનમાં અહંભાવ ભરી મોટાઈ ઘુસી જશે, તો પરમાત્માથી દૂર ચાલી જઈશ. જેમ નમ્ર બિચારી કીડી ધુળમાંથી ખાંડ વીણી શકે છે, એટલે નમ્ર થયેલું મન જ્ઞાનની ઝીણી વાત સમજી શકે છે. અને મોટો હાથી ખાંડ તો નહીં પકડી શકે પણ ફક્ત ધૂળ ઉડાડશે એટલે હાથી જેવા અહંકારી મનુષ્યને જ્ઞાનની ઝીણી વાત કદી પણ સમજાશે નહીં.
બડી બીપત બડાઈ હય, નાના કરમ સે દૂર,
તારે સબ ન્યારે રહે, ગ્રહે ચંદ્ર ઓર સૂર.
પોતાની બડાઈનું પ્રદર્શન કરવાથી બહુ જ મોટી વિપત્તિ નોતરીયે છીયે. અને નમ્રતાથી વર્તે તે પાપ કર્મથી દૂર રહે છે. જેમ સુરજ અને ચંદ્રને ગ્રહણ નડે છે, પણ તારા જે ઘણા જ નાના લાગે છે, તે તો ન્યારા જ રહે છે, તેઓને ગ્રહણ નડતું નથી.
કબીર ગર્વ ન કીજીયે, રંક ન હસીયે કોય,
અજહુ નાવ સાગરમેં હય, ના જાનુ ક્યા હોય.
કબીરજી કહે! તું ગર્વ એટલે અહંકાર કરીશ નહીં. અને ગરીબના જીવન અને વર્તનને હસવામાં કાઢીશ નહીં. હજુ તારા પોતાના જીવનનું નાવ આ સંસારના સાગર વચ્ચે છે. ખબર નથી કાલે શું થાય?
ઉંચા પાની ના ટીકે, નીચે હી ઠહરાય,
નીચા હોય સો ભર પીયે, ઉંચા પ્યાસા જાય.
જેમ ઉંચી જગ્યાએ પાણી રહેતું નથી, તે નીચે વહી જઈને જ ઠરશે. તેમ મોટાઈ કરવી તે નીચે પડવા માટે છે. જેમ નીચો વળી તે નદી કે વાવમાંથી પાણી કાઢશે, તે જ પાણી પીશે, ઉંચો રહી ઉભો ઉભો પાણીની ઈચ્છા રાખશે તે તરસ્યો રહેશે. અર્થાત્ નમ્રતામાં સુખ છે.
ઉચ્ચ કુલ જન્મે કહાં, દેહી ધરે અસ્થૂલ,
પાર બ્રહ્મકો ના ચઢે, બાંસ બહીના ફૂલ.
તું અહંકાર કરે છે કે તેં ઉંચા કુળમાં જન્મ લીધો છે. પણ તેં જે દેહ ધરેલો છે તે તો અસ્થિર છે, તો એ કઈ જાતનું ઉંચું કુળ કહેવાય. એ તો ફુલ વગરનો વાંસ છે, જે ભગવાનને ચઢાવી શકાતા નથી. તેના જેવી તારી દશા છે.
ઉંચા કુલ કડા કીજીયે, જો કરણી ઉંચ ન હોય,
કનક કલેશમેં મન ભરા, સંતો નિંદીયા સોય.
જેનું મન કનક મેળવવાના કલેશમાં ભરાઈ રહેતું હોય, સાથે સંતોની નિંદા કરતો હોય, એમ જેની કરણી જ નીચી હોય છે. તેવા અહંકારી ઉંચા કુળમાં જન્મેલાને શું કરવાના હતા. તેવાઓ કડાઈમાં ચુલે ચઢાવવા જેવાઉંચા દેખ ન ઉંચા દેખ ન રાચીયે, ઉંચા પેડ ખજુર,
પંખી ન બેઠે છાંયડે, ફલ લાગો પન દૂર.
અહંકારી માણસની ઉંચી જાતની મોટાઈ જોઈ રાચવું નહીં એટલે તેની તરફેણ કરી ફુલાવું નહીં. જેમ ઉંચા ખજુરના ઝાડને છાંયડે કોઈ પ્રાણી કે પંખી બેસી શકે નહીં તેમ જ તેનાં ફળ પણ ઉંચે દૂર લાગે છે.
ઉંચે કુલ કે કારને, બાંશ બડ્યો અહંકાર,
રામ ભજન હિરદે નહી, જાલ્યો સબ પરિવાર.
પોતાને ઉંચા કુળનો માની તેનો અહંકાર કરનારાને પરમાત્મા પ્રત્યે તેના હ્રદયમાં જરા પણ ભક્તિ નહીં હોતાં તે ઉંચા વધેલા વાંસ જેવા છે. જેઓ એક બીજા સાથે ઘર્સણ કરી, અગ્નિ ઉત્પન્ન કરી આખા વાંસના જંગલને સળગાવી મુકે છે, તેમ તેવા અહંકારીઓ તેના આખા કુળને ઉજાળી મુકે છે.
કબીર! તહાં ન જાઈયે, જહાં કુલકો હેત,
સાધુપનો જાને નહી, નામ બાપકો લેત.
કબીરજી કહે! તેવા માણસ નજીક ફરકતો નહી જે પોતાના કુળના વડવાઓની મોટાઈ હાંકતો હોય. તેવાને શુદ્ધ બુદ્ધિ વાળા સાધુઓના સાધુપણાની થોડી પણ ખબર નથી હોતી.
સમગ્ર વિશ્વમાં તમાકુ-સિગારેટના વ્યસનથી સંખ્યાબંધ લોકો મોતના મુખમાં ધકેલાય રહ્યા છે અને કરોડો લોકો ધુમ્રપાનના સેવનથી વિવિધ કેન્સરથી પીડાઇ રહ્યા છે. ડબલ્યુ.એચ.ઓ.ના સર્વે પ્રમાણે તમાકુના સેવનથી વિશ્વમાં વર્ષેં ૩૦ લાખ અને રોજિંદા ૮,૪૦૦ વ્યક્તિ જ્યારે ભારતમાં વર્ષે ૭.૩૦ લાખ અને રોજિંદા ૨૦૦૦ વ્યક્તિ મોતના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે.
LikeLike
Dear Vinodbhai ,
This is so true , Ego is the path of failure ; there are so many
intelligent personality destroyed their life due to this dangerous habit ;
which develops wrong attitude ; walking and talking become rude ultimate to
the failure . Thank you .
Hemant Bhavsar
( Winnipeg , Canada )
LikeLike
Dear Vinodbhai sachu 6
LikeLike
અહંકાર કાઢવો એટલો સહેલો નથી.
સ્વાનુભવની આ વાર્તા તો લખી હતી…
http://gadyasoor.wordpress.com/2007/12/18/99_marks/
પણ અફસોસ સાથે કબૂલાત . હજી એ અહંકાર ફુંફાડા માંડ્યા જ કરે છે.
LikeLike
ખરી વાત છે વિનોદ ભાઈ અહંકાર છોડી દેવો દોહ્લો છે . જહાં તક હો “આતા “તું દિલમે રાખ આલા ખયાલો કો હસદ મગરૂરી દિલમેસે નિકાલ દેનેકે કાબિલ હૈ હસદ = ઈર્ષા મગરૂરી =અભિમાન
Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta jal jaega sona firbhi kaalaa ho nahi sakta Teachers open door, But you must enter by yourself.
________________________________
LikeLike