વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: ફેબ્રુવારી 2013

( 193 ) બેકટેરીઆ- મદદગાર મિત્ર કે દગાબાજ દુશ્મન?

bacteria and child

ફિટનેસ – મુકુંદ મહેતા 

 જગતના માસ્ટર તરીકે આ બેક્ટેરીઆ છે. માનવી નહી. તમે માનો કે ના માનો વૈજ્ઞાનિકોએ ઝીણવટ ભરી તપાસ કરીને શોધી કાઢ્યું છે કે એક ગ્રામ જેટલી માટીમાં ૪૦ કરોડ બેક્ટેરીઆ છે અને પાણીના એક ટીપામાં ૧ કરોડ જેટલા બેક્ટેરીઆ છે  

અભણ હોય કે ભણેલા જેને મેડીકલ સાયન્સનું જ્ઞાાન ના હોય તેવા ૧૦૦ માંથી ૯૦ ટકાને ”બેક્ટેરીઆ” એટલે ચેપી રોગના જંતુ અને જો આ ચેપી રોગના જંતુ શરીરમાં કોઇપણ રસ્તે (આંખ-નાક-કાનમાં- મળદ્વાર-મૂત્રદ્વાર કે ચામડીનાં લાખો છીદ્રોમાંથી) હવા-પાણી કે ખોરાકને રસ્તે જાય તો શરીરનું આવી બન્યું. દગાબાજ દુશ્મનની માફક છાનામાના છુપાઇને ને છુપા રસ્તે દાખલ થઇ શરીરમાં ખળભળાટ મચાવી મૂકે-તાવ લાવે, શરદી લાવે, ઉધરસ લાવે- સોજા ને ગુમડા લાવે. કાંઇક ને કાંઇક લાવે અને તમે હેરાનપરેશાન થઇ જાઓ, બસ બેક્ટેરીઆ માટે ફક્ત આવો જ ખ્યાલ છે. આજે મારે તમને સમજાવવાનું છે કે સાવ આવું નથી.

આખી દુનિયામાં હવા-પાણી-જમીન-વનસ્પતિમાં અને પશુ-પંખી અને માનવીના શરીરમાં પાંચ નોનીલીઅન (૧૦ટ૧૦૩૦) એટલે કે ૫૦૦૦ અબજ જેટલા બેક્ટરીઆ છે. આમાંથી ફક્ત ૨૦ ટકા જેટલા દુશ્મન છે.  સારા મિત્ર બેક્ટેરીઆ અને ખરાબ (દુશ્મન) બેક્ટેરીઆમાં ફરક શો ?  સારા બેક્ટેરીઆ શરીરના દરેક અંગોમાં ખાસ કરીને ચામડીમાં તમારા પાચન તંત્રના વિભાગમાં ખૂબ પ્રમાણમાં હોય છે. શરીરમાં રહે અને શરીરને નુકશાન ના કરે અને તબિયત સારી રાખવામાં ખૂબ મદદ કરે તે બધા જ બેક્ટેરીઆ (૮૦ ટકા) તે સારા (મિત્ર) બેક્ટેરીઆ અને જેનું ઉદ્ભવસ્થાન શરીરની બહાર હોય એટલે કે બીજા પશુ-પક્ષી-ઝાડપાન-પાણી-માનવીમાં હોય અને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે શરીરમાં દાખલ થાય અને શરીરને બિમાર પાડે. ૨૦ ટકા દગાબાજ દુશ્મન જેવા બેક્ટરીઆના ફક્ત નામ જાણી લો- ૧. કોલેરા ૨. સિફીલીસ (ગુપ્તાંગનો રોગ) ૩. એન્થ્રેક્ષ ૪. લેપ્રસી (કોઢ) ૫. પ્લેગ ૬. ક્ષય. આ બધાની જો સમયસર સારવાર ન લેવાય તો માનવીનું મૃત્યુ પણ થાય એટલા ભયાનક બેક્ટેરીઆ છે. તમારી જીવન શૈલી યોગ્ય હોય અને કસરત અને ખોરાકનું ધ્યાન રાખીને જો તમે રોગ પ્રતિકારક શક્તિ સારી રાખી હોય તો આ દુશ્મન બેક્ટેરીઆ હેરાન નહી કરે. મુખ્ય ફરક મિત્ર બેક્ટેરીઆ શરીરમાં હોય, દુશ્મન બેક્ટેરીઆ બહારથી દાખલ થાય.  

બેક્ટેરીઆ એટલે શું ?  માનવી ગમે તેટલો ફાંકો રાખતો હોય કે દુનિયામાં તેનું જ રાજ ચાલે છે અને તે જ જગતનો માલિક છે. તો તે વાત ભૂલી જજો. ભલે માનવી જગતના દરેક ખંડ અને ઉપખંડમાં પહોચ્યો હોય. ભલે માનવીએ વાતાવરણમાં ફેરફાર કર્યા હોય અને છેક ‘આઉટરસ્પેસ’ માં પણ પહોચ્યા હોય પણ જેની ઉત્પત્તિ ચાર અબજ વર્ષ પહેલા આ જગત પર પહેલી જીવિત વસ્તુ તરીકે થઇ તે બેક્ટેરીઆ ‘એક જ કોષ’વાળા નરી આંખે દેખાર નહી તેવા ‘જીવ’ છે. તેના આકાર જૂદા જૂદા પ્રકારના છે. (ચિની પ્રમાણ) ગોળ, લંબગોળ, લાંબી કડી જેમ જોડાએલા ગુ્રપમાં, વળાંકવાળી અને જુદા જુદા ‘સ્પાઇરલ’જેવી અને કોલમ જેવા આકારના હોય છે. જર્મન વૈજ્ઞાાનિક (જેણે ટી.બી.ના જંતુની શોધ કરેલી-કોશ બેસીલાઇ) રોબર્ટ કોશના કહેવા પ્રમાણે માનવીના શરીરમાં તેના વજનના ૧૦ ટકા જેટલા વજન જેટલા બેક્ટેરીઆ છે.

માનવી ભલે રોજ નહાયધુએ, ટોયલેટ-બાથરૃમ જાય. શરીરને બહારથીને અંદરથી ચોખ્ખું રાખવા ગમે તેટલા પ્રયત્ન કરે પણ શરીરના એકેએક ભાગ દરેક અવયવની બહાર અને અંદર એક એક જગાએ કરોડો બેક્ટેરીઆથી ભરેલો છે પણ આગળ જણાવ્યું તે પ્રમાણે જગતમાં એકે એક માનવી-સજીવ સૃષ્ટિ (પશુ-પંખી) ની અંદર અને બહાર રહેલા બધા જ બેક્ટેરીઆમાંથી ૨૦ ટકા જ શરીરને નુકશાન કરનારા છે. બાકીના બધા જ માનવીના મિત્રો છે. જગતના માસ્ટર તરીકે આ બેક્ટેરીઆ છે. માનવી નહી. તમે માનો કે ના માનો વૈજ્ઞાાનિકોએ ઝીણવટ ભરી તપાસ કરીને શોધી કાઢ્યું છે કે એક ગ્રામ જેટલી માટીમાં ૪૦ કરોડ બેક્ટેરીઆઇ છે અને પાણીના એક ટીપામાં ૧ કરોડ જેટલા બેક્ટેરીઆ છે. તમારા શરીરનાં નાનામોટા અંગના કુલ કોષ કરતાં તમારા શરીરમાં ૧૦ ગણા બેક્ટેરીઆ છે.મોટાભાગના બેક્ટેરીઆ ચામડીમાં, આંખ, કાન, નાક, ગળામાં અને સૌથી વધારે સંખ્યામાં તમારી ડાયજેસ્ટીવ સિસ્ટમ- મોં, ગળુ, દાંત, અન્નનળી, હોજરી, નાના અને મોટા આતરડા, મળાશય મળદ્વાર, મુત્રદ્વારમાં રહેલા છે. બેક્ટેરીયામાં ન્યુક્લીઅસ નથી. ખરેખર તો બેક્ટેરીયા વિષે ‘સંશોધન થયુ તે ૧૯૮૦ના વર્ષથી થયું.’

વૈજ્ઞાાનિકોને જગતની સજીવ સૃષ્ટીના આદ્યકોષ બેક્ટેરીયા જેના ભાગ-પેટાભાગ થી સંખ્યા વધારે છે તેને વિષે હજી ઘણું જાણવાનું બાકી છે.  સારા બેક્ટેરીઆ કયા ?  શરીરને અનેક રીતે ઉપયોગી અને મદદગાર બેક્ટેરીયા તે સારા. સંશોધકો બેક્ટેરીઆની પાછળ પડી ગયા છે એમ કહું તો ચાલે. સારા બેક્ટેરીઆ એટલે કે મિત્ર બેક્ટેરીઆ શરીરને મદદ કરવાનું કેટલું અદ્ભૂત કામ કરે છે, તેની વિગત જાણો તો તમે આશ્ચર્ય પામશો. પરમેશ્વરે માનવીને સાજોસમો રાખવા કેટલું ધ્યાન રાખ્યું છે તેનો ખ્યાલ આવશે.  ૧. વિટામિન કે-૨ બેક્ટેરીઆ બનાવે છે.  ખોરાકમાંથી આપણને ઘણા બધા વિટામિન અને મિનરલ મળે છે.પણ વિટામિન કે નો એક વિભાગ વિટામિન કે-૨ આપણને કોઇપણ પ્રકારના ખોરાક (વેજીટેરીઅના-નોન વેજીટેરીઅન) માંથી નથી મળતો. માનવીના શરીરમાં આંતરડામાં રહેલા બેક્ટેરીઆ ખાસ કરીને આ વિટામિન કે-૨ બનાવે છે. જો મિત્ર બેક્ટેરીઆ આ ખાસ પ્રકારનું વિટામિન કે-૨ના બનાવતા હોત તો લોહી જામવાની ક્રિયા શક્ય ના બને અને હાડકા પોલા થવાની ક્રિયા (આસ્ટીઓ પોરોસીસ) થાય. આ માટે જ જન્મજાત બાળકોને વિટામિન કે-૨ આપવામાં આવે છે. નહી તો બાળક જન્મીને તરત વિટામિન કે ની ઉણપથી થતા બ્લીડીંગ થી મૃત્યુ પામે અને તે ઉપરાંત તેના હાડકાનું ઘડતર બરાબર થાય નહી.

આ બેક્ટેરીઆનું ખાસ નામ ‘માઇક્રોબીઓમ’પાડેલું છે.  ૨. પેટ (હોજરી ને આંતરડાં) માં રહેલા બેક્ટેરીઆની કમાલ જુઓ.  ૧. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ૨. પાચકરસો (એન્ઝાઇમ) બનાવે છે. ૩. કેટલાક લોકોના શરીરમાં લેક્ટેઝ નામના એન્ઝાઇમની ખામી હોય છે. આ એન્ઝાઇમ ના હોય તો દૂધનું પાચન ના થાય આ ખામી પણ આ બક્ટેરીઆ (લેક્ટોબેસીલસ બલ્ગેટીક્સ) થી મટી જાય છે. ૪. જે લોકોને ઝાડા થઇ ગયા હોય તે પણ આ બેક્ટેરીઆ થી મટી જાય છે. ૫. આ સિવાય આ બેક્ટેરીઆ આંતરડાનું કેન્સર થતું અટકાવે છે. ઉપરાંત હોજરી અને આંતરડામાં ચાંદા થતાં અટકાવે છે. કદાચ આ કારણસર બલ્ગેરીઆમાં દહી-છાશ-યોગર્ટ વગેરે વધારે લેવાય છે.

આ બધામાં આગળ જણાવ્યા તે બેક્ટેરીઆ વધારે છે. માટે બલ્ગેરીઆમાં લોકો લાંબુ જીવે છે. આપણા દેશમાં પણ જમ્યા પછી છાશ પીવાનો રિવાજ હતો તેનું કારણ આ જ હશે આજથી આ પ્રકારના બેક્ટેરીયા જેમાં વધારે છે તે દહી-છાશ-યોગર્ટ અને હમણાં બજારમાં તૈયાર મળે છે તે ”પ્રોલાઇફ લસ્સી” અને ‘પ્રોલાઇફ યોગર્ટ’મળે છે તે લેવાનું શરૃ કરો.  ૩. તમારા પરસેવા (બગલ અને ગુપ્તાંગો) માં પણ બેક્ટેરીઆ છે  વ્યક્તિ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે તેના શરીરના ઉપર જણાવેલા ભાગમાંથી પરસેવો નીકળે તેમાંથી પ્રત્યેક વ્યક્તિને અલગ અલગ પ્રકારની સુગંધ (વાસ) નીકળે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે પુરૃષ અને સ્ત્રીને એકબીજા પ્રત્યે આકર્ષવા માટે આ સુગંધ જરૃરી છે. જો બેક્ટેરીઆ નો આ પ્રભાવ ના હોત તો શુ થાત ? કલ્પના કરો.  ૪. બેક્ટેરીઆ સોનું-તાંબુ વગેરે ધાતુ બનાવે છે.  ઝરણા પર્વતમાંથી નીકળે ત્યારે તેની સાથે ઘણા પ્રકારના મિનટલ્સ પણ હોય. આ પાણીમાં રહેલા બેક્ટેરીઆ સોના અને તાંબાના ઝીણા કણોને એકઠા કરી નાના નાના ધાતુના ગટ્વા બનાવે છે. નવાઇ લાગે છે ને ? હવે આ પ્રોસેસ ધાતુની ખાણમાં પણ શરૃ કરવામાં આવ્યો છે.  ૫. બેક્ટેરીઆ વરસાદ પાડે છે (આબોહવાનો કંટ્રોલ કરે છે)  વરસાદનાં ટીપા આકાશમાં ઝીણી બરફની ગોળીઓ તરીકે શરૃ થાય છે. આ બરફની ઝીણી ગોળીઓ બનવામાં પણ કાયમ ખાસ પ્રકારના બેક્ટેરીઆ છે. આખી દુનિયાના વૈજ્ઞાાનિકોએ પોતાના દેશમાં પડતા વરસાદના ટીપાનું લેબોરેટરીમાં તપાસ કરીને નક્કી કર્યું છે કે જો ઉપરનાં હવામાનમાં આ ખાસ પ્રકારના બેક્ટેરીઆ ના હોય તો જે આખા જગતને આનંદ આપે છે અને વનસ્પતિ ઉગાડવામાં મદદ કરનાર વરસાદ ના પડે  ૬. સારા બેક્ટેરીયા પથ્થરને પણ કોતરી નાખે છે  કેમોલીથોટ્રાંફ નામના બેક્ટેરીઆ એવા પ્રકારના રાસાયણીક પદાર્થો બહાર પાડે છે. જે પથ્થરને પણ ઓગાળી નાખે. ખડકોને કોતરી ગુફા બનાવનારા પણ આ બેક્ટેરીઆ છે.  ૭. સારા બેક્ટેરીઆ નાઇટ્રોજન બનાવે છે  જો સારા બેક્ટેરીઆ ના હોત તો આખી દુનિયામાં સૌથી અગત્યની રાસાયણીક ક્રિયા હવામાંથી નાઇટ્રોજન ખેચી લેવાની ક્રિયા કેવી રીતે થાત ? અને તો પછી વનસ્પતિને પોષણ આપનાર સજીવ ખાતર કેવી રીતે બની શક્ત ? ખરી વાતને !  ૮. દરિયામાં તેલ ઢોળાયું હોય તો તેની દરિયાઇજીવ પર અસર થતી રોકે છે  કોઇવાર તેલવાહક જહાજમાં નુકસાનથી-અકસ્માતથી તેનું તેલ દરિઆમાં ઢોળાયું હોય ત્યારે પણ ખાસ પ્રકારના બેક્ટેરીઆ એ તેલના સ્વરૃપમાં ફેરફાર કરીને દરીઆઇ જીવને મરતાં બચાવે છે.  ૯. ગટરનું પાણી ચોકખું કરવા (સુએઝ ટ્રીટમેન્ટ)માં મદદ કરે  નવાઇ લાગે પણ ગટરમાંથી નીકળતા પાણીમાં અબજો બેક્ટેરીઆ હોય છે. તે પાણીને સાફ કરવાની ક્રિયામાં પણ મદદ કરે છે.  ૧૦. સારા બેક્ટેરીઆ ખરાબ બેક્ટેરીઆનો નાશ કરે છે  દવાની ફેક્ટરીમાં બનતી દવાઓમાં બેક્ટેરીઆમાંથી જ એન્ટી બાયોટીક દવાઓ બનાવવામાં આવે છે. તે શરીરમાં દાખલ થએલા દુશ્મન બેક્ટેરીઆનો નાશ કરે છે.  

બેક્ટેરીઆની શક્તિનું માપ પણ જાણીલો  

૧. વૈજ્ઞાાનિકોએ એક નાની ડબીમાં બેક્ટેરીઆ ભરીને પૃથ્વીથી ૬૦૦ કિલોમીટર દૂર અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મદદથી મોકલ્યું. ૫૦૦ દિવસ પછી જ્યારે ડબી પાછી લાવીને તપાસ કરી તો સખત આઇ.વી.રેડ્ડીએશન શુન્યાવકાશ અને પૃથ્વીથી દૂર સાઉથ ઇગ્લેન્ડના પથ્થરોમાંથી મળેલા અને અવકાશમાં મોકલેલા આ બેક્ટેરીઆ નાશ પામ્યા નહોતા.  ૨. ૧૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમી બેક્ટરીઆ સહન કરી શકે છે. દરીઆની તળેટીના ખડકોમાં ૧ કિલો.મી. નીચે રાખેલા બેક્ટેરીઆ છ માસ પછી પણ તેવા ને તેવા હતા.  બેક્ટેરીઆના પ્રકાર  ૧. એટોબીક બેક્ટેરીઆ જેને વૃધ્ધિ માટે ઓક્સીજન જોઇએ.  

૨. એનેટોબીક બેક્ટેરીઆ જેની વૃધ્ધિ માટે ઓક્સીજનની જરૃર ના પડે.  

૩. કોમન સેલ બેક્ટેરીઆ. મોટે ભાગે આ પ્રકારના બેક્ટેરીઆ ચામડી ઉપર રહે છે. તે અને માનવી એકબીજા ઉપર આધાર રાખતા નથી. સ્વતંત્ર હોય છે.  

૪. ‘સિમ્બાયોન્ટસ’ નામના બેક્ટેરીઆ જીવવા માટે માનવી ઉપર આધાર રાખે છે અને ખરાબ બેક્ટેરીઆથી માનવીનું રક્ષણ કરે છે.  

૫. દુનિયાભરના અસંખ્ય માનવી-પશુ-પક્ષી-ઘાસ-પાંદડાનો બધો જ કચરો હોય તેને ‘રીસાયકલ’ કરી તેમાંથી નાઇટ્રોજન બનાવી ખાતર તરીકે ઉપયોગ કરવાનું કામ કરનારા બેક્ટેરીઆ સર્વશ્રેષ્ઠ છે.  

છેલ્લે બેક્ટેરીઆ માટે એટલું જ જણાવવાનું કોઇપણ પ્રકારના બેક્ટેરીઅલા ઇન્ફેક્શનથી તમારા શરીરનો બચાવ કરવો હોય તો નિયમિત કસરત કરો. માનસિક ટેન્શન ઓછું રાખો. આ ઉપરાંત જાણી જોઇ શરીરમાં બેક્ટેરીઆ ના જાય એ પણ ધ્યાન રાખો. બેક્ટેરીઆથી પણ અતિ સુક્ષ્મ જંતુ જેને ‘વાયરસ’ કહેવાય અને તે બેક્ટેરીઆથી પણ ખતરનાક ગણાય છે તેની વાત ફરી કોઇ વાર કરીશું.  

સૌજન્ય- ગુજરાત સમાચાર ,રવિ પુર્તિ 

 

 

 

 

Bacterial_infections

( 192 ) જીવનમાં ઉપયોગી થાય એવાં પ્રેરક અંગ્રેજી સુવાક્યો — Wonderful Quotes.

Live a life that maatters

દરરોજ ઈ-મેલમાં નેટ મિત્રો તરફથી ઘણી સુંદર માહિતી, વાર્તા ,પ્રેરક લેખો,

કાવ્યો ,કલા ચિત્રો ,વિડીયો ,પ્રેરક સુવાક્યો વી. મળ્યા કરે છે .

એમાંથી કેટલાંક એટલાં સુંદર હોય છે કે વાંચતા જ ગમી જાય અને અન્ય મિત્રોમાં

ફોરવર્ડ કરવાનું મન  થાય .

આવી એક ઈ-મેલ Mr.SIVA RMH TRICHY  તરફથી પ્રાપ્ત થઇ જેમાં એમણે

અંગ્રેજીમાં કેટલાંક ચૂંટેલાં સુંદર મનને ગમી જાય એવાં સુવાક્યો મોકલ્યાં છે .

આ બધાં જ સુવાક્યો ઘણાં જ પ્રેરક છે જે આપણી જિંદગીને સારી રીતે જીવવા માટે

કામ લાગે એવાં હોઈ વિનોદ વિહારના વાચકોને ગમતાનો કરીએ ગુલાલ એ ન્યાયે 

નેટ મિત્રના આભાર સાથે આજની આ પોસ્ટમાં મુક્યા છે .આશા છે આપને પણ એ

વાંચવા અને વિચારવાં  ગમશે .

 

વિનોદ પટેલ  

_____________________________________________________________

Life’s teachings… really beautiful and a must read for all of us

 

TAKE TIME AND READ-THINK-THEN READ AGAIN.

 

Wonderful Quotes.

__________________________

NEVER share your secrets with ANYONE This can be self-destructive.

NEVER tell your problems to ANYONE

20% don’t care, and 80% are glad that you have them !!

Life is similar to Boxing game…

Defeat is NOT declared when you fall down;

It is declared when you refuse to Get Up!

Sometimes WRONG persons teach RIGHT LESSONS

Everything is valuable only at 2 times:

1. Before getting it; and

2. After losing it!!!

Two things bring happiness success in life:

1. The way you MANAGE when you have nothing, and

2. The way you BEHAVE when you have everything!

 

Two places are MOST VALUABLE in the world:

1. The NICEST place is to be in someone’s Thoughts, and

2. The SAFEST place is to be in someone’s Prayers.

One of the greatest victories you can gain over someone is to beat

him at politeness.

Keep your face to the Sun, And you will not see the shadow!

A Deaf child says: For all of you, I am deaf; But for me,

all of you are dumb

Moral: Life differs in each perspective.

Live the way you want to.

Attitude at its best: My BACK is not a VOICE MAIL…

Kindly say it to my FACE.

Ego is the only requirement to destroy any relationship.

Be a bigger person; skip the E, and let it go…!

One good thing about Egoists: They don’t talk about other people!

Do you know why God didn’t give us the gift to read others minds?

So that, We could have the chance to TRUST,

And privilege to be TRUSTED!

As long as we don’t forgive people who have hurt us,

They occupy a RENT-FREE SPACE IN OUR MIND

We have solutions to all the problems, When they are not ours !!!

I asked God: If everything is already written in Destiny,

then WHY should I pray? God smiled and said:

I have also written- CONDITIONS APPLY!!!

Empty pockets teach millions of things in life

But full pockets spoil us in million ways!!!

Getting angry is punishing yourself for the mistakes of others!

Trust is like a STICKER. Once it is removed, it may stick again,

But NOT as strong as it holds when you first applied it..!

Always take care of relations.

Everything about the future is uncertain, But one thing is sure:

God has already arranged all our tomorrows

We just have to TRUST HIM

TODAY !!!

NEVER win people with Arguments, rather defeat with your Smile!

Because people who always wish to Argue with you,

cannot bear your Silence !!!

The search for happiness is one of the main source of unhappiness.

Diplomacy is an art of telling people to go to hell in such a way that

they tend to ask you for directions..!!!

If a drop of water falls on a Lake, its identity is lost;

If it falls on Lotus leaf, it shines like a Pearl.

Drop is the same; but the company matters.

Our HOPES should be like Hair Nails. No matter how many times

they get cut, But they never stop growing.

If you walk the way guided by humans, you will find hopeless end;

if you walk the  way guided by God, you will find endless hope.

Memories are always special Sometimes we laugh by remembering

the days we cried; And we cry by remembering the days we

laughed!!! That’s Life!

Sea is common for all Some take pearls, Some take fishes, Some

come out just with just wet legs! World is common to all;

what we get, is whet we try for!

Life is very complicated When you have standards, people call it

ATTITUDE; When you are simple, people try to CHEAT you;

When you cheat others, people call you SMART!

To smile without condition, To walk without intention,

To give without reason, To care without expectation,

Are the beauties of any

Relation!

All communication problems are because We don’t listen to

understand; We listen to reply!!!

‘There are many languages on earth, Smile speaks them all.

Keep Smiling…

 

 

 

SMILE ..does not mean

What will matter

( 191 ) આંખનું ઓપરેશન (હાસ્ય લેખ) ……. લેખક- શ્રી સુરેશભાઈ જાની

આ અગાઉની પોસ્ટ ( 190 )” શ્રી સુરેશભાઈ જાની અને એમનું પ્રેરક સાહિત્ય“માં આપણે એમની “બની આઝાદ “લેખ શ્રેણી મારફતે સુરેશભાઈને આપણે એક અંતરમનના યાત્રી -ચિંતક તરીકે નિહાળ્યા.

હાસ્ય દરબાર બ્લોગમાંથી શ્રી સુરેશભાઈ જાનીનો એક હાસ્ય લેખ અને કાવ્યસુર બ્લોગમાંથી એક કાવ્ય અને એક હાઈકુ આજની પોસ્ટમાં મુકવામાં આવ્યાં છે .

આ હાસ્ય લેખ ,કાવ્ય અને હાઈકુ   એમનો એક હાસ્ય લેખક અને  કવિ તરીકે વધુ પરિચય કરાવશે .

શ્રી સુરેશભાઈ, એ.ઈ.સી.ના સાબરમતી પાવર હાઉસ અમદાવાદમાંથી જનરલ મેનેજર તરીકે નીવૃત્ત થઈને અમેરિકા આવ્યા છે .

આમ એક એન્જીનીયર હોવા છતાં એમનો ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો લગાવ આશ્ચર્ય જનક છે .

આશા છે આજની પોસ્ટમાં મુકેલ સુરેશભાઈનો હાસ્ય લેખ અને કાવ્યો આપને માણવાં ગમશે .

વિનોદ પટેલ

____________________________________________

Eye Operation

આંખનું ઓપરેશન 

આંખનું ઓપરેશન કરાવવાની જરુર ઉભી થઈ. જીંદગીનું પહેલ વહેલું ઓપરેશન. ગભરાટ તો પાર વગરનો. મીત્રોના અભીપ્રાય લીધા. જેમણે ઓપરેશન કરાવ્યું હોય તેવા સંબંધીઓ અથવા મીત્રોના સંબંધીઓ કે મીત્રોને રુબરુ મળી આવ્યો. ત્રણ ડોક્ટરોના અભીપ્રાય પણ લીધા. અને છેવટે હૃદય પર પથ્થર મુકીને ઓપરેશન કરાવવું એમ નક્કી કર્યું.

નક્કી કરેલો દીવસ આવી ગયો. પણ એ દીવસે સખત ઠંડી પડી. રસ્તાઓ બરફથી છવાઈ ગયા. તાપમાન 20 ડીગ્રી ફે. થઈ ગયું . અને ઓપરેશન મુલતવી રાખવું પડ્યું. હૈયામાં તો જે ટાઢક થઈ છે! ભલું થજો , એ આર્કટીક પવનનું !

પણ એ રાહત કેટલા દી? ફરી પાછી નવી મુદત નજીક આવતી ગઈ. અને ફરી રાબેતા મુજબ ગભરાટ વધતો ગયો. અને છેવટે એ સપ્પરમો દીવસ આવીને ઉભો જ રહ્યો.

અને ખળભળાટવાળું મન વીચારે ચઢ્યું.
….

હું ઓપરેશન થીયેટરમાંથી, ડાબી આંખ પર પાટો બાંધેલો, સોળમી સદીના ચાંચીયા જેવો દેખાતો હોઈશ. ખીન્ન વદને બહાર આવીશ. એક બાજુએ મારો ડાબો હાથ એ રુપાળી નર્સે અને બીજી બાજુએ જમણો હાથ મારા દીકરાએ ઝાલ્યો હશે. બહાર વેઈટીંગ રુમમાં મીત્રો, સંબંધીઓનું ટોળું મ્લાન વદને, શું થયું તે જાણવા આતુર હશે.

મને ખાટલામાં સુવાડશે. ખુણામાં ફળોના કરંડીયા ક્યારનાય આવીને પડ્યા હશે. એમની બાજુમાં રસ કાઢવાનુ નવું નક્કોર મશીન ઝગારા મારતું હશે. બાજુના ટેબલ પર તાજા ફુલોનો ગુલદસ્તો વાતાવરણને મહેંકાવતો હશે.

મારો દીકરો બધાંને શું થયું તેનો વીગતવાર રીપોર્ટ આપતો હશે. કેટલા દીવસે પાટો ખુલશે તે જાહેર થશે. ‘ આમ તો ઓપરેશન બહુ સરસ થયું છે; ડોક્ટર બહુ સારો હતો ; નર્સ તો તેનાથી પણ વધારે સારી હતી (અલબત્ત!)’ – એવી હૈયાધારણો બાદ, છવાઈ રહેલી શાંતી ભેદાઈ હશે. અને દબાવી રાખેલી અભીવ્યક્તીઓ ધીમે ધીમે, ઉઘડતી કળીઓની જેમ ખીલી ઉઠશે. ઉભરતા ગણગણાટનો રવ ધીમે ધીમે , કોલાહલની માત્રામાં પહોંચી જશે.

‘ ખાવા પીવામાં બરાબર સાચવજો . ‘

’ અઠવાડીયું ઈન્ટરનેટને આરામ આપવાનો છે.’

‘ ખબરદાર લખાપટ્ટી કરી છે તો.’ ( અલબત્ત શ્રીમતીજી ઉવાચ જ હોય ને?!)

‘તળેલું બીલકુલ બંધ હોં !’ ( દીકરી સ્તો!)

‘રેટીના પર કેટલું લોહી ગંઠાયેલું મળ્યું? હવે ફરી ન જામે એ માટે બી.પી. નીયમનમાં રાખજો; નહીં તો ….. ભાઈની જેમ પુરો અંધાપો હા! ‘ ( મીત્રના મીત્રના મીત્રના ડોક્ટર તરફથી મળેલી ચીમકી!)

આમ વચનબાણોનો માર ખમતાં ખમતાં, એક દર્દભર્યો ઉંહકારો. ધીમા સાદે આર્તનાદ….

મોસંબીનો રસ!

અને ત્રણ જણાનું સફાળા પ્રવૃત્તીશીલ થવું.
…..

અરેરે! મુઈ આ રેટીના લેસર સર્જરી!

અરેરે !! આમાંનું કાંઈ નહીં. સમ ખાવા પુરતું પણ કશુંય નહીં.

અને મેં વેઠેલી વેદના વીનાની વ્યથા તો મારે જ એકલતામાં વાગોળ્યા કરવાની ને? એક પછી એક બોમ્બ ફુટતા હોય (અલબત્ત, નીરવ શાંતી સાથે!) એવા અસંખ્ય લેસર ઝબકારા. આંખ આંધળી થઈ જાય એટલો, પરમ સત્ય જેટલો ઝળહળાટ. આંખોના પોપચાં ઢાળી પણ ન દેવાય એ માટે બાંધેલી જડબે સલાક ક્લીપ. આ હંધુંય મારે જ યાદ કર્યા કરવાનું ને? કોને સમજાય એ અકળ વ્યથા?

કોઈ ઉંહકારો ય નહીં. લોહીનું એક ટીપું પણ પડ્યું હોય તો પાટો હોય ને? અરે! કોઈ ઈન્જેક્શન પણ નહીં. દસ મીનીટ પણ ઓપરેશન ન ચાલ્યું. ડોક્ટરને રડમસ અવાજે પુછ્યું , ”હવે શું સંભાળ રાખવાની? આંખ ક્યારે ખોલવાની?”

અને એ જોગમાયાએ પોતાની કાબેલીયતમાં મગરુર અવાજે, વીજયી સ્વરે, અકલ્પનીય જવાબ આપ્યો ,

”જે કરવું હોય તે કરાય.”

અને આપણી તો

આશ નીરાશ ભયી!

બહાર નીકળ્યો તીં, પડી જતો હોઉં તેવી કલ્પના કરી; પણ પગેય મુઆ ના લડખડાયા. આંખે થોડી ઝાંખ જેવું લાગ્યું એટલે ગોગલ્સ ચઢાવી આંખ મીંચી દીધી. કારમાં સીટ ઢાળી, સુઈ જવા પ્રયત્ન કર્યો; પણ પાંચેક મીનીટ માંડ થઈ હશે અને આકસ્મીક આંખ ખુલી ગઈ.

અને માળું બધુંય બરાબર દેખાણું હોં! અને એ સાથે જીવનના એકમાત્ર એ ઓપરેશનનો રુવાબ ગયો; ખબર કાઢવા આવનારનાં એ ટોળાં ગયાં; એ ફળોના કરંડીયા ગયા, એ ગુલદસ્તો ગયો; એ રંગ ગયો; એ રાગ ગયો; એ સપ્સેન્સ ગયો; એ કલ્પનાની લીજ્જત ગઈ. એ લ્હાવો ગયો.

હત્તારીની! ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર !

(સૌજન્ય : હાસ્ય દરબાર બ્લોગ -ફેબ્રુઆરી ૨૫,૨૦૦૯ )

_________________________

 

સુરેશભાઈની કાવ્ય પ્રસાદી ( એમનાં બ્લોગ કાવ્યસુર માંથી સાભાર)

(સ્વ. બાલાશંકર કંથારીયા માફ કરે. તેમનો જમાનો તો સ્વર્ગસ્થ બની ગયો.

હવે એકવીસમી સદીનું ‘ગુજારે જે શીરે તારે’ વાંચો..)

—————————————–

મફતમાં જે મળ્યું

મફતમાં જે મળ્યું તેને સ્વીકારી લે અરે! માનવ

 મળ્યું કે ના ફરી મળશે, તરત ખીસ્સું ભરી લેજે.

‘દુનીયાની જુઠી વાણી ખરું છે સત્ય.’ માની લે

 કરોડો માછલાં ધોવાયાં, સાચું બોલવા માટે..

ફરી આવી તકો ના સાંપડે  તુજને, ગ્રહી લેજે

 ઘડી આવી મહામુલી, લગીરે રાહ ના જોજે.

જગતના આ પ્રપંચોમાં, નથી સ્વાશ્રય તણો મહીમા,

 બીજાનાં સો  પરાક્રમને સુખે તું પોતીકાં ગણજે.

પ્રભુની એ કૃપા માની, મફતને મસ્તકે ધરજે

 ‘કદી વહેંચી ન ખાવું. ‘  તે મહા નીર્ણય કરી લેજે.

ડુબે ના કોઈ’દી તું, સમંદર સો તરી જાશે

 બીજાનાં ટાંટીયા ખેંચી, સવાયો શેર તું થાજે.

હજારો હોડીઓ હાજર, હરખની તું હવા ખાજે

 હલેસાં મારવાની વાતને તું મુર્ખતા ગણજે.

હવે રાજા થયો તું તો, મુછોને તાવ તું દેજે

 સવારથના મહા આનંદનો, માથે મુગટ ધરજે.

– સુરેશ જાની (1- સપ્ટેમ્બર – 2009 )

_______________________

ધ્યાન હાઈકુ

વિચાર, કામ

નહીં હર્ષ શોકેય.

આતમ દીવો ઝગે.

————————

સુરેશભાઈનાં અન્ય સ્વ.રચિત કાવ્યો એમના બ્લોગ કાવ્ય સુરની આ લિંક ઉપર  વાંચી શકાશે

 

 

 

 

 

Happiness is somthing........

( 190 ) શ્રી સુરેશભાઈ જાની અને એમનું પ્રેરક સાહિત્ય

Shri Sureshbhai Jani

Shri Sureshbhai Jani

ગુજરાતી બ્લોગ જગતમાં શ્રી સુરેશભાઈ જાનીને ન જાણતા હોય એવું ભાગ્યે જ કોઈ મળી આવે ! મારા માટે તો તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી એક સહૃદયી મિત્ર ,ફિલસૂફ અને ભોમિયા ( Friend, Philosopher and Guide ) બની ગયા છે . એમના બ્લોગોમાંથી પ્રેરણા લઈને જ મેં મારો આ વિનોદ વિહાર બ્લોગ શરુ કરેલો. બ્લોગની શરૂઆતથી માંડી આજદિન સુધી તેઓએ મને સુંદર માર્ગદર્શન આપ્યું છે.એમની સાથેનો ઈ-મેલ સંપર્ક હંમેશાં આનંદ દાયક અને ઉપયોગી બની રહે છે .

મારી જેમ શ્રી સુરેશભાઈ અન્ય બ્લોગરોને પણ હંમેશાં એમના બ્લોગિંગ ક્ષેત્રના બહોળા અનુભવોનો લાભ આપતા જ રહે છે .

શ્રી સુરેશભાઈનો ટૂંક પરિચય

શ્રી સુરેશભાઈ સને ૨૦૦૦ થી અમેરિકામાં  મેન્સફીલ્ડ, ટેક્સાસ, ખાતે એમના પરિવાર જનો સાથે નિવાસ કરે છે .

અમેરિકા આવ્યા પછી નિવૃતિની પ્રવૃત્તિ તરીકે આ બધા આઠ બ્લોગો નું સંચાલન કરીને ગુજરાતી ભાષાની અસ્મિતા માટેનું અભિનંદનીય કાર્ય કરી રહ્યા છે .

સ્પીક-બીન્દાસ શ્રી.દેવાંગ વિભાકર સાથેના  એમના અંગ્રેજી ભાષાના ઈન્ટરવ્યુમાંથી એમનો વિગતવાર પરિચય મળી રહેશે .

પાછલી ઉંમરે અમેરિકામાં પ્રવૃતિમય જીવન કેવી રીતે જીવી શકાય એ માટે શ્રી સુરેશભાઈ બધા સીનીયરો માટે એક ઉદાહરણ રૂપ છે .

_________________________________________________

શ્રી સુરેશભાઈ જાનીનું પ્રેરક સાહિત્ય સર્જન “બની આઝાદ” લેખ શ્રેણી

સુરેશભાઈએ અત્યાર સુધીમાં ઘણા લેખો ,ત્રણ ઈ-બુકો ,અવલોકન લેખો ,પરિચય લેખો ,કાવ્યો વી. લખ્યાં છે . એમના બ્લોગોની મુલાકાત લેવાથી એ જોઈ શકાય છે .તેઓ એક ચિંતકની ચીત-વૃતિ ધરાવે છે એ એમના વિશાળ વાચન અને અનુભવ આધારિત  લેખોમાંથી જણાઈ આવે છે .

અમેરિકા આવ્યા બાદ જીવન જીવવાની કળા માટેના એમના અનુભવ આધારિત  વિચારો રજુ કરતા જે લેખો એમણે લખેલા એ બધા લેખો સરળતાથી વાચકને વાંચવા મળી શકે એ આશયથી એમણે તાંજેતરમાં એક  નવું પાનું શરુ કર્યું છે .

“બની આઝાદ -શ્રેણીનો પ્રથમ લેખ નીચે મુક્યો છે . આ ચિંતન લેખ તમને જરૂર ગમશે .

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
– રજની ‘પાલનપુરી’

અભિગમ બદલવાથી સમય આધીન થાય.

આ ખાલી વાત કે મનનો તુક્કો નથી.

સાવ સામાન્ય રીતે જીવનની શરૂઆત કરનાર અને ખાસ બુદ્ધિ કે સાધન સમ્પત્તિ ન ધરાવતા હોય તેવી, વ્યક્તિઓ યુગપુરૂષ જેવું જીવન જીવી ગયાના અસંખ્ય દાખલા આપણી નજર સમક્ષ મોજૂદ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને ગાંધીજી આ બે જ વ્યક્તિઓનાં જીવન જુઓ, અને આપણને ખાતરી થશે કે તેઓ આઝાદ થઇ ગયેલ વ્યક્તિઓ હતા. આપણે તેવી ઊંચાઈઓ હાંસલ કરવા જરૂરી તાકાત ધરાવી શકીએ તેમ છે.

આ તો બહુ મોટી વાત થઇ;
અને આપણે કરી શકીએ તેવી વાત.
કોઇની મદદની,
જન્મજાત ક્ષમતાની કે
સમ્પત્તિની જરુર જ નહીં.

પણ આપણે તે કેમ કરી શકતા નથી? આ તો એવી વાત થઇ કે, આપણી પાસે હથિયાર છે, અને આપણે તે વાપરી શકતા નથી. કેટલી મોટી વિડંબણા! કેટલી અસહાયતા!

જો આપણે આ બાબતને ગંભીરતાથી લેવા માંગતા હોઇએ, અને આઝાદ થવાનો સંકલ્પ કરવા માંગતા હોઇએ તો, પહેલાં આ અસહાયતાનાં કારણો અને પરિબળો સમજવાં જોઇએ.

આપણને શાસ્ત્રોમાં ષડ્‍રિપુઓ વિશે કહેવામાં આવ્યું છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર.મારા મતે આ બધા દુશ્મનો એક જ અસહાયતામાંથી જન્મતા, મનના વિકાર છે. એક જ મૂળભુત અસહાયતા આપણને આ વિષચક્રમાં ફસાવા મજબૂર કરે છે. આપણે મનના આ વિકારોના પ્રવાહમાં તણાઇ જઇએ છીએ -સાવ વિવશ થઇને, એક તરણાંની જેમ, લાકડાના એક નિર્જીવ ઠુંઠાની જેમ. આ છ રિપુઓ તો પ્રવાહ છે, વહેણ છે – માનવજીવનના અવિભાજ્ય ભાગ છે. તે બધા પ્રવાહ પાછળના પરિબળને કારણે પેદા થતાં વમળ માત્ર છે.

કયું છે આ પરિબળ? કયો છે આ પ્રચંડ તાકાતવાળો જળરાશીનો ધોધ – જે જીવનને છિન્ન ભિન્ન વમળોમાં પલટી નાંખે છે? – જેમાં તણાયા સિવાય આપણે કશું જ કરવા સમર્થ નથી? કઇ છે આપણી એ મૂળભુત નબળાઇ; જેના કારણે સર્જાતા વમળોમાંથી ઉત્પન્ન થયેલા, પેલા છ યે દુશ્મનો અટ્ટહાસ્ય કરતા આપણી વિડંબના કરે છે? આપણી જીવન જીવવાની આઝાદીને, મુક્ત ગગનમાં મ્હાલવાની આપણી તાકાતને ધરાશાયી કરી નાંખી છે?

એ છે: જીવનની મુળભુત, જીવનના પાયામાં રહેલી, જગત પર પહેલા શ્વાસ લીધાની સાથે જ આપણી સાથે જડાયેલી, જીજીવિષા- જીવતા રહેવાનો મરણિયો પ્રયાસ. આપણી, આપણા પોતાના હોવાપણા પાસેની એક માત્ર અપેક્ષા :

મારે જીવતા રહેવું છે.મારે મરવું નથી.

અપેક્ષાનું આ પ્રથમ ચરણ; પહેલા શ્વાસ સાથે જડાયેલી એ ચીસ, એ રૂદન – એ જ છે આપણી બધી અસહાયતાનું મુળ.

અપેક્ષા
પ્રયત્ન
સફળતા
મદ
લોભ
કામના

નવી અપેક્ષા

અને વળી………

અપેક્ષા
પ્રયત્ન
અસફળતા
ક્રોધ
હતાશા

બીજું કોઈ આગળ નીકળી ગયાનો ઓથાર

ઇર્ષ્યા
વેર લેવાની ભાવના

બસ! બધાં જ વિષચક્રો ફરી શરુ. વધારે પ્રબળ વિષચક્રો. એજ પ્રવાહમાં વહેવાનું, ફંગોળાવાનું – કદીક પ્રવાહની ઉપરની સપાટી પર આવીને તર્યાનો આનંદ માણવાનો; અને ફરી પાછા અંદર ડુબકી અને ગુંગળામણ – એ જ વિવશતા, એજ પાછી જન્મચીસ – નવા સ્વરૂપે –

મારે જીવવું છે.
મારે મરવું નથી.

આ છે આપણું જીવન.
અપેક્ષા અપેક્ષા અપેક્ષા…. કદી ન સંતોષાય એવી ભૂખ અને તરસ.. ઝાંઝવે ઝાંઝવાં..એ જ ગુલામી એ જ બંધન એ જ જન્મભરની કેદ.

આકાશ તો મળ્યું, પણ ઊડી નથી શકાતું.
પિંજરને તોડવામાં પાંખો કપાઇ ગઇ છે.

– શોભિત દેસાઇ

આઝાદ થવું છે ને? જોનાથન લીવીન્ગ્સ્ટન સીગલની જેમ મુક્ત ગગનમાં ઊડવું છે ને? આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ તત્વને પામવું છે ને ?

તો આ અપેક્ષાની ચુંગાલમાંથી છુટવું પડશે.

——————

આ શ્રેણીના આગળના આવા બીજા પ્રેરક લેખો વાંચવા માટે  અહીં ક્લિક કરવા વિનંતી

Past,middle,future

(189 ) Ten (10 ) Principles for Peace of Mind

 

Life is long and full of challenges. Most of those challenges are internal, and depends on how WE choose to accept and interpet them. Our lives can go on very different paths, depending on what we do and how we look at what happens to us along the way. Here are 10 points of advice that if followed, will guarantee a better life, one that brings with it true peace of mind.

 
 
1. Do Not Interfere In Others’ Business Unless Asked.
 
Most of us create our own problems by interfering too often in others’affairs. We do so because somehow we have convinced ourselves that our way is the best way, our logic is the perfect logic and those who do not conform to our thinking must be criticized and steered to the right direction, our direction.  No two human beings can think or act inexactly the same way. Mind your own business and you will keep your peace.
 
2. Forgive And Forget.
 
This is the most powerful aid to peace of mind. We often develop ill feelings inside our heart for the person who insults us or harms us. We nurture grievances. This in turn results in loss of sleep, development of stomach ulcers, and high blood pressure. This insult or injury was done once, but nourishing of grievance goes on forever by constantly remembering it. Get over this bad habit. Life is too short to waste on such trifles. Forgive, forget, and march on. Love flourishes with giving and forgiving.
 
 
3. Do Not Crave Recognition.
 
This world is full of selfish people. They seldom praise anybody without selfish motives. They may praise you today because you are in power, but no sooner than you are powerless, they will forget your achievement and will start finding faults in you. Their recognition is not worth the aggravation. Do your duties ethically and sincerely.
 
 
4. Do Not succumb to envy and jealousy.
 
We all have experienced how envy can disturb our peace of mind. You know that you work harder than your colleagues in the office, but sometimes they get promotions; you do not. You started a business several years ago, but you are not as successful as your neighbor whose business is only one year old. There are several examples like these in everyday life. Should you envy?
 
No. Remember everybody’s life is shaped by his/her destiny, which has now become his/her reality. Nothing will be gained by blaming others for your misfortune. Jealousy will not get you anywhere, it will only take away your peace of mind.
 
 
5. Change Yourself According To The Environment.
 
If you try to change the environment single-handedly, chances are you will fail. Instead, change yourself to suit your environment. As you do this, even the environment, which has been unfriendly to you, will mysteriously change and seem more congenial and harmonious with your goals.
 
 
6. Endure What Cannot Be Cured.
 
This is the best way to turn a disadvantage into an advantage. Every day we face numerous inconveniences, ailments, irritations, and accidents that are beyond our control. If we cannot control them or change them, we must learn to put up with these things. We must learn to endure them cheerfully. Believe in yourself and you will gain in terms of patience, inner strength and will power.
 
 
7. Do Not Bite Off More Than You Can Chew.
 
This maxim needs to be remembered constantly. We often tend to take more responsibilities than we are capable of carrying out. This is done to satisfy our ego. Know your limitations. Why take on additional loads that may create more worries? You cannot gain peace of mind by expanding your external activities. Reduce your material engagements and spend time in prayer, introspection and meditation. This will reduce those thoughts in your mind that make you restless. An uncluttered mind will produce greater feelings of peace.
 
8. Meditate Regularly.
 
Meditation calms the mind and gets rid of disturbing thoughts. This is the highest state of peace of mind. Try and experience it yourself. If you meditate earnestly for half an hour everyday, your mind will tend to become peaceful during the remaining twenty three and a half hours. Your mind will not be as easily disturbed as it was before. You would benefit by gradually increasing the period of daily meditation. You may think that this will interfere with your daily work. On the contrary, this will increase your efficiency and you will be able to produce better results in less time.
 
 
9. Never Leave The Mind Vacant.
 
An empty mind is the devil’s workshop. All evil a_ctions start in the vacant mind. Keep your mind occupied in something positive, something worthwhile. Actively follow a hobby. Do something that holds your interest. You must decide what you value more: money or peace of mind. Your hobby, like social work or charity work, may not always earn you more money, but you will have a sense of fulfillment and achievement.
 
 
10. Do Not Procrastinate And Never Regret.
 
Do not waste time in protracted wondering ”Should I or shouldn’t I?” Days, weeks, months, and years may be wasted in that futile mental debating. You can never plan enough because you can never anticipate all future happenings. Value your time and do the things that need to be done. It does not matter if you fail the first time. You can learn from your mistakes and succeed the next time. Sitting back and worrying will lead to nothing. Learn from your mistakes, but do not brood over the past.
 
DO NOT REGRET. Whatever happened was destined to happen only that way. Why cry over spilled milk?
 
(Source- Unknown )

________________________________________________________________________________

(Thanks – Shri Padmakantbhai Khambhati, Houston – From his E-mail )
 

306300_4436947364557_1072317018_n

( 188 ) દિકરાથી દાઝેલી છતાં સદા એનું શુભ ઈચ્છતી એક માતાની કથા

Old Indian lady

‘બા તમને કેટલી વખત કીધું પણ તમો તો સમજતા જ નથી.મારા મિત્રની હાજરીમાં પણ ઠો..ઠો કર્યા કરો છો. ઉધરસ આવે તો બીજા રૂમમાં જતા શું જોર પડે છે ? મારું ખરાબ લાગે એ તમને ગમે છે?

‘મે પણ મમ્મીને કેટલી વખત ટોક્યા હશે પણ એમને શિખામણની કોઈ અસર થતીજ નથી.’ ઉમેશ અને પુર્વી બન્નેએ એકી સાથે મારા પર પ્રહાર શરુ કર્યા.

‘મને કોઈ શોખ નથી થતો કે તમારા મિત્રની હાજરીમાં ઉધરસ ખાઉં. ઉધરસ મટતી નથી.ઘરગથ્થુ કેટલા ઉપાય કર્યા છતાં પણ ઉધરસ ઓછી થતી નથી. ડૉકટર પાસે મને લઈ જવા તમારી પાસે સમય અને પૈસા બન્ને નથી. મે તમને બધું આપી દીધું એ ભુલ મને આજ સમજાણી.

દિકરો જન્મ્યા બાદ છ મહિનામા ઉમેશના પપ્પા આ દુનિયા માંથી જતા રહ્યાં ૨૪ વર્ષની નાની વયે વિધવા બની. હું એક પ્રાથમિક સ્કુલમાં શિક્ષિકા હતી. બહું પગાર પણ નહોતો. બીજા લગ્ન કરીશ તો મારા પુત્રને સ્ટેપ ફાધર, પિતાનો પ્રેમ આપી શકશે કે કેમ? એ પ્રશ્નમાં મે નક્કી કર્યું કે હું ઉમેશની મા અને પિતા બની બન્નેનો પ્રેમ આપીશ.ઉમેશના સારા ભાવિ માટે મારા ત્યાગની જરૂર છે.

સર્વિસ સાથો સાથ ટ્યુશન કરી મારા એકના એક સંતાન માટે ભગીરથ કાર્ય સાથે અનેક વિટંબણા, મુશ્કેલીઓનો સામનો કરી ઉમેશને મિકેનિકલ એન્જીનયર બનાવ્યો, તેની પસંગીની છોકરી ઉર્મી સાથે લગ્ન કરાવ્યા. લગ્નબાદ એજ પુત્ર એકાએક બદલાઈ ગયો. શું મે આપેલા સંસ્કારો, શિક્ષણ અને સારી તાલીમ એકાએક બાસ્પીભવન કેમ થઈ ગયા! આ નવા યુગની હવામાં એવીતો શું તાકાત છે કે મેં આપેલ પ્રેમના વૃક્ષને ઉખેડી ફંગોળી દીધું ?..આવા વિચારો અવાર નવાર મારા મનમાં આવી જતા…હશે…ચાલ્યા કરે…મનને મનાવી લેતી..

૫૮ વર્ષે નિવૃત થઈ. નિવૃતી એટલે.જિંદગીભર કરેલા પરિશ્રમને વિશ્રામ! યુવાનીમાં વાવેલા બીજમાંથી થયેલ વૃક્ષની છાયા તળે શિતળતા! પણ મને ના તો વિશ્રામ, ના તો કોઈ શિતળતા મળી..વહું ને મે દીકરી તરિકે માની પણ ઉર્મીએ મને કદી મા તરિકે ના સ્વિકારી..ના તો દિકરાએ મા ની ગોદની લાજ રાખી..મારી પાછલી જિંદગી એક સહરાના રણ જેવી બની ગઈ! કંટાળી ગઈ!’

‘ઉષાબેન..આ જાહેરાત જોઈ ? અમેરિકાથી એક ડૉ.કપલને બેબીસિટર અને ગુજરાતી રસોઈ કરી શકે તેવા બેનની જરૂરત છે. મારી બહેનપણી લત્તાએ કહ્યું. ‘નર્ક જેવી જિંદગી જીવવા કરતા આ તક તારા માટે ઘણી સારી છે.’

‘પણ લત્તા, તેના માટે પાસપોર્ટ પણ જોઈએ.’ ‘તેની તું ચિંતા નકર.તારા બનેવી ને ઘણી લાગવગ છે. વાંધો નહી આવે..’

હું અને લત્તા બન્ને અમેરિકાથી આવેલ મિસ્ટર,અને મિસિસ વ્યાસને મળ્યા.બધું સેટ થઈ ગયું. બન્ને ડૉકટર હતાં.પાંચ વર્ષનો બાબો હતો..લત્તાએ મને ઘણીંજ હેલ્પ કરી.ત્રણજ મહિનામાં મારે અમેરિકા જવાનું થયું..ઉમેશને એકદમ આશ્રર્ય થયું પણ શૉક નહી.. પતિ-પત્નિએ ‘હાશ’ની લાગણી અનુભવી…ચાલો લપ ગઈ!

‘પારકા’ ને ‘ પોતાના’ની ખરી વ્યાખ્યા શું ? મારે માટે પોતાના હતા એ પારકા બની ગયા અને જેને લોકો પારકા ગણે છે તે મારા પોતાના બની ગયા.જે ફેમિલીએ રહેવા ,ખાવા પીવા ઉપરાંત મહિને પગાર અને અઠવાડિએ એક વખત રજા.આવી મજા મને આ સંસ્કારી ફેમિલીમાં મળી. આજ કાલ કરતાં અમેરિકામાં ૧૨ વર્ષ થઈ ગયાં.’વ્યાસ’ ફેમિલીની એક મેમ્બર તરિકે રહી. નહી કે નોકરાણી તરીકે,ઘરમાં સૌ મને ‘બા”ના નામથીજ સંબોધે. સુધાબેન અને સતીષભાઈ મને મા તરીકે ગણતા એમનો પુત્ર મનન મને દાદી તરીકે જે સન્માન આપે છે એના આનંદ અને ઉલ્લાસથી મારો દુ;ખ ભર્યો ભુતકાળ ભુલી ગઈ છું. હું ૭૦ની થઈ.

સુધાબેને જ્યારે નવી મર્સિડીઝ કાર લીધી ત્યારે એમની લેક્સસ મને ભેટમાં આપેલી. હું રવિવારે મારી બેનપણી, કે કોઈ કાર્યક્રમમાં, મુવી જોવા મારી કાર ડ્ર્રાઈવ કરીને જાઉં છુ.નિયમિત યોગા, કસરત,હેલ્થી ડાયેટ અને ઘરના ડોકટરની સલાહ સુચન , જેથી હેલ્થ પણ ઘણી સારી છે. કોઈ પણ શારિરિક પ્રોબ્લેમ નથી. ઘરમાં મારો પોતાનો રૂમ છે. મનન ને એક સારી યુનિવસિટીમાં એડમિશ પણ મળી ગયું છે. આજ મારો સુખી પરિવાર છે!

“બા” તમારો પત્ર ઈન્ડિયાથી આવ્યો છે’ સુધાબેને મને પત્ર હાથમાં આપતાં કહ્યું. પત્ર ઉમેશનો હતો. ખોલ્યો.

‘બા,

તમો તો અમેરિકા ગયા પછી કદી અમારી સંભાળ કે અમારા પર ધ્યાનજ નથી આપ્યું. ક્યાંથી આપો! તમે તો અમેરિકામાં ખાઈપી જલશા કરતા હશો. આવી સ્વર્ગ જેવી જિંદગી જીવતા હોય ત્યાં અમો તમને યાદ ક્યાંથી આવીએ !

અમો અત્યારે બહુંજ મુશ્કેલીમાં છીએ..ઉર્મિને બ્રેસ્ટ કેન્સર થયું છે. મારી જોબ છુટી ગઈ છે.. દીકરી ટીના કોલેજમાં આવી છે.. ઘર ગીરવે મુક્યું છે.તમને દયા આવે તો થોડા પૈસાની મદદ કરજે.. મોકલીશને..અમારા પર દયા આવશે ને?

લિ.ઉમેશ

હજું એ જ જુસ્સો..એ જ ગુસ્સો..બાવળ સુકાઈ જાય પણ એમના કાંટા તો એમના એમજ રહે! મનમાં તો થઈ ગયું કે ચાલ આ પત્ર ગારબેજમાં નાંખી દઉં. ઉમેશના પત્રમાં કોઈ પસ્તાવો કે કોઈ મદદ માટે વિનંતી તો છે નહી. તો હું શા માટે મદદ કરુ ?એને મારી કશી દયા આવી હતી ? પણ અંતે હ્ર્દયમાં બેઠેલી મમતા બોલી ઉઠી! ‘મા ની મમતામાં કદી પણ સંતાનો માટે ઓછી થઈ નથી, થવાની નથી.કોઈ પણ પરિસ્થિતિમાંએમાં કદી ઓટ આવી નથી, આવવાની નથી . મા માટે કદી પણ પ્રેમના ધોધમાં પૂર્ણ વિરામ આવતું જ નથી..તેનો પ્રેમ સદેવ અવિરત છે..આ જગતમાં અવિરતજ રહેશે. મારામાં ઘડીભર આવેલ નેગેટીવ વિચારો.અદ્ર્શ્ય થઈ ગયા.. દિકરાને પત્ર લખ્યો..

‘મારા વ્હાલા દિકરા ઉમેશ,

તારી કપરી પરિસ્થિતિને લીધે મારા પર ઠાલવેલ ઉભરો વાંચી તારા પ્રત્યે મને કોઈ દ્વેશ કે ગુસ્સો નહી પણ લાગણી અને પ્રેમ ઉદભવ્યો છે.દયા ઉદભવી છે. એક માનવતા ઊભરી આવી છે..તારી કપરી પરિસ્થિતિમાં મા પ્રત્યે જે શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ તે તું ના કરી શક્યો એજ તારી મજબુરી છે.એક માનવતા ખાતર મારી બચતમાંથી હું તને બે લાખ રુપિયાનો ચેક આસાથે રવાના કરું છુ તેમાંથી તારી બિમાર પત્નિનો ઈલાજ ,બાકીના પૈસામાંથી ઘર-ગુજરાન ચલાવજે.

ઈશ્વર પાસે હું એટલીજ પ્રાર્થના કરું છું કે તને સદબુધ્ધી સાથે પરિસ્થિતિ સામે સામનો કરવાની હિંમત બક્ષે. સાથો સાથ એક નમ્ર વિનંતી જ્યારે તારી પરિસ્થિતિ સુધરે ત્યારે મારા બે લાખ, કોઈ દિકરાથી ઠુકરાયેલા,દુઃખી થયેલા મા-બાપ જે વૃદ્ધાસ્થામમાં રહે છે તેમાં તું આપી દેજે ,આ મારી વિનંતી ધ્યાનમાં રાખી મારા ધાવણની લાજ રાખજે.

સદા સુખી રહે એજ આશિષ.

લિ. દિકરાથી દાઝેલી છતાં સદેવ શુભ ઈચ્છતી મા.

______________________________________________________________

આભાર- શ્રી મનસુખલાલ ગાંધી ( એમના ઈ-મેલમાંથી )

 

 

Amitabh Bachchan in Film Bagban

Amitabh Bachchan in Film Bagban