વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 3, 2013

( 178 ) એક નાના અબુધ પ્રાણીના પ્રેમનું અદભૂત દર્શન ( એક સત્ય બોધ કથા )

Lizard

Lizard

“> જાપાનમાં રહેતા એક ગૃહસ્થની નજરે જોએલી એક સત્યકથા નીચે આપી છે .એ વાંચીને તમે અવાચક અને વિચારતા ન થાઓ તો જ નવાઈ ! 

એક જાપાનીઝ ભાઈએ એક વર્ષ પહેલાં ખરીદેલા એના રહેઠાણના ઘરના એક ભાગમાં જાતે જ થોડા ફેરફાર કરવા માટે એક દીવાલ તોડવાનું ચાલુ કર્યું. 

એ એક જાણીતી વાત છે કે જાપાનમાં વારંવાર થતા ધરતીકંપને લીધે મકાનોની લાકડાની બે દીવાલો વચ્ચે થોડી જગા રાખવામાં આવતી હોય છે . 

આ જાપાનીઝ જ્યારે લાકડાની આ દીવાલ તોડવાનું કામ કરતા હતા ત્યારે દીવાલના અંદરના ભાગમાં એમણે એક મોટી ગરોળી (Lizard ) ને ફસાએલી જોઈ.એક વર્ષ પહેલાં એમનું આ ઘર જ્યારે બનતું હશે ત્યારે બહારથી દીવાલોમાં જે ખીલીઓ મારવામાં આવી હશે એમાંની એક ખીલી દીવાલની અંદરના ભાગે અકસ્માતે આ ગરોળીના એક પગની મધ્યમાં લાગી ગઈ હશે .આને લીધે એ ત્યાંથી જરા પણ ચાલી કે ખસી શકે એમ ન હતી .એ ગરોળી એક વર્ષ પછી પણ હજુ જીવિત હતી . 

આ ભાઈએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે પહેલાં તો એને આ નાના પ્રાણી ઉપર દયા આવી . એની સાથે એને મનમાં એક આશ્ચર્ય પણ થયું કે એક વર્ષ પહેલાં જ્યારે આ ઘર બાંધવામાં આવેલું એ વખતે આ ખીલી મારવામાં આવેલી તો આ ગરોળી એક વર્ષ સુધી બે દીવાલો વચ્ચે ખોરાક વિના જીવી કેવી રીતે ! એના માટે આ એક કોયડો બની ગયો કે આ ગરોળીના પગમાં ખીલીને લીધે એ જરા પણ ટ્સ કે મસ્ ન થઇ શકે એવી સ્થિતમાં એ જીવી કેવી રીતે ?     

આ જાપાનીઝ ભાઈએ દીવાલ તોડવાનું કામ થંભાવી દીધું. ત્યારબાદ એ આ ગરોળીનું નિરીક્ષણ કરવા લાગ્યો કે એ શું ખાય છે અને ખોરાક ક્યાંથી મેળવે છે . 

એ જ્યારે આ નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં એણે જે જોયું એથી એના આશ્ચર્યનો પાર ન રહ્યો .એણે જોયું કે કોણ જાણે ક્યાંથી એક બીજી ગરોળી એના મોંઢામાં ખોરાક લઈને આ ફસાયેલી ગરોળીની નજીક આવી રહી હતી .એ ગરોળી એના આ દુખી પ્રિય પાત્રના મુખમાં ખોરાક મુકીને ત્યાંથી સરકી ગઈ .જાપાનીઝ્ને  તુર્ત જ સમજાઈ ગયું કે ખીલીમાં ફસાઈ ગયેલી ગરોળીને એક બીજી ગરોળી ખોરાક લાવી એને ખવડાવીને એક વર્ષથી જીવાડી રહી હતી . એક મૂઢ પ્રાણીએ એના પ્રિય પાર્ટનરના જીવન માટેની આશા જીવંત રાખી હતી .મુશ્કેલીમાં પણ એનો ત્યાગ કર્યો ન હતો .  

આ એક નાનો અમથો અબુધ જીવ મનુષ્ય જાત માટે કેવો મહાન સંદેશ આપી જાય છે ! ભગવાને દરેક જીવમાં પ્રેમ અને ત્યાગની લાગણી મૂકી હોય છે એનો આ બે ગરોળીઓની સાચી પ્રેમકથા એક પુરાવો છે .જીવ જીવમાં શિવ હોય હોય છે એ દરેકે સમજવું જોઈએ.આપણે સૌ બુદ્ધિશાળી કહેવાતા માનવો આ નાના મૂઢ અને અબુધ પ્રાણીઓ જેવો પ્રેમ અને અરસપર મદદની ભાવના બતાવી જાણીએ તો કેવું સારું !  

(મૂળ અંગ્રેજી ઉપરથી અનુવાદ)        —– વિનોદ આર. પટેલ

 

Kindness -Mark Twain Quote

( 177 ) આચાર્ય નરેન્દ્રદેવ અને ભારતના રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ

રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ ‘ચોરી’ કરતા અટકી જાય તો…

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

આચાર્ય નરેન્દ્રદેવ કાશી હિન્દુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા ત્યારે યુનિવર્સિટી તરફથી તેમને કાર આપવામાં આવી હતી. આચાર્ય નરેન્દ્રદેવ સિદ્ધાંતવાદી વ્યક્તિ હતા. તેઓ માનતા હતા કે તેમને યુનિવર્સિટીના કામ માટે જ કાર આપવામાં આવી છે. એટલે તેઓ યુનિવિર્સિટીના કામે નીકળે ત્યારે જ કારનો ઉપયોગ કરતા. તેમના કુટુંબના સભ્યોને પણ તેઓ કાર વાપરવા આપતા નહીં. તેમના પત્ની કે બાળકોને ક્યારેય ક્યાંય જવા આવવાનું થાય તો તેઓ સરકારી બસ કે રિક્ષામાં જ પ્રવાસ કરતાં હતાં. યુનિવર્સિટીની કાર વાપરવાની તેમને છૂટ નહોતી.

 

એક વાર આચાર્ય નરેન્દ્રદેવના ઘરે મહેમાન આવ્યા. આચાર્યએ મહેમાનોની આગતાસ્વાગતા કરી પણ પછી જ્યારે મહેમાનોએ જવાની તૈયારી કરવા માંડી ત્યારે આચાર્ય નરેન્દ્રદેવ એમને વળાવવા ઊભા થયા.

 

એ વખતે આચાર્યના પત્નીએ આચાર્યને રસોડામાં બોલાવ્યા અને કહ્યું કે, “આપણે ભલે યુનિવર્સિટીની કારનો ઉપયોગ કરતા નથી પણ મહેમાનોને કારમાં જ મોકલવા જોઈએ. બહાર કાર ઊભી છે અને મહેમાનોને આપણે રિક્ષામાં જવા દઈશું તો એમને બહુ ખરાબ લાગશે.

 

આચાર્ય નરેન્દ્રદેવ મૂંઝવણમાં મુકાઈ ગયા. તેઓ પોતાના સિદ્ધાંતનો ભંગ કરવા માગતા નહોતા. જોકે તેમણે કંઇક વિચારીને પત્નીને કહ્યું કે, “તારી ઈચ્છા પ્રમાણે જ હું કરીશ. મહેમાનો કારમાં જ જશે.

 

આચાર્યએ પોતાના ડ્રાઈવરને બોલાવ્યો અને કહ્યું કે, “મહેમાનોને કારમાં બેસાડીને એમના ઘરે મૂકી આવ.

 

ડ્રાઈવરને પણ આશ્ર્ચર્ય થયું. જોકે બીજી ક્ષણે આચાર્યએ ડ્રાઈવરના હાથમાં પૈસા આપ્યા અને કહ્યું કે, આ પૈસાથી કારમાં પેટ્રોલ પુરાવી લેજે.

 

આચાર્ય નરેન્દ્રદેવના પત્ની પતિની સામે જોઈ રહ્યા. આચાર્યએ પત્નીને કહ્યું, “મહેમાનોને મૂકવા જવા એ આપણું અંગત કામ છે એના માટે હું યુનિવર્સિટીની કારનું પેટ્રોલ બાળી શકું નહીં. હું એ રીતે યુનિવર્સિટીની કારનો ઉપયોગ કરું તો મેં યુનિવર્સિટીના પૈસાની મેં ચોરી કરી ગણાય.

 

આચાર્ય નરેન્દ્રદેવ પરથી આપણા રાજકારણીઓ અને સરકારી તથા જાહેર સંસ્થાઓના અધિકારીઓ પ્રેરણા લે તો આપણા દેશની દશા બદલાઈ જાય. કમભાગ્યે આપણા દેશમાં, આચાર્ય નરેન્દ્રદેવની વ્યાખ્યા પ્રમાણે મોટે ભાગે ચોરી કરનારાઓ જ જાહેરજીવનમાં જોવા મળે છે.

 

સૌજન્ય- મુંબઈ સમાચાર

 

 

 

 

 

__________________________________________________________

Acharya-Narendra-Deo-

Know about Acharya Narendra Deo on Wikipedia on this link ….

http://en.wikipedia.org/wiki/Narendra_Deva