વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 178 ) એક નાના અબુધ પ્રાણીના પ્રેમનું અદભૂત દર્શન ( એક સત્ય બોધ કથા )

Lizard

Lizard

“> જાપાનમાં રહેતા એક ગૃહસ્થની નજરે જોએલી એક સત્યકથા નીચે આપી છે .એ વાંચીને તમે અવાચક અને વિચારતા ન થાઓ તો જ નવાઈ ! 

એક જાપાનીઝ ભાઈએ એક વર્ષ પહેલાં ખરીદેલા એના રહેઠાણના ઘરના એક ભાગમાં જાતે જ થોડા ફેરફાર કરવા માટે એક દીવાલ તોડવાનું ચાલુ કર્યું. 

એ એક જાણીતી વાત છે કે જાપાનમાં વારંવાર થતા ધરતીકંપને લીધે મકાનોની લાકડાની બે દીવાલો વચ્ચે થોડી જગા રાખવામાં આવતી હોય છે . 

આ જાપાનીઝ જ્યારે લાકડાની આ દીવાલ તોડવાનું કામ કરતા હતા ત્યારે દીવાલના અંદરના ભાગમાં એમણે એક મોટી ગરોળી (Lizard ) ને ફસાએલી જોઈ.એક વર્ષ પહેલાં એમનું આ ઘર જ્યારે બનતું હશે ત્યારે બહારથી દીવાલોમાં જે ખીલીઓ મારવામાં આવી હશે એમાંની એક ખીલી દીવાલની અંદરના ભાગે અકસ્માતે આ ગરોળીના એક પગની મધ્યમાં લાગી ગઈ હશે .આને લીધે એ ત્યાંથી જરા પણ ચાલી કે ખસી શકે એમ ન હતી .એ ગરોળી એક વર્ષ પછી પણ હજુ જીવિત હતી . 

આ ભાઈએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે પહેલાં તો એને આ નાના પ્રાણી ઉપર દયા આવી . એની સાથે એને મનમાં એક આશ્ચર્ય પણ થયું કે એક વર્ષ પહેલાં જ્યારે આ ઘર બાંધવામાં આવેલું એ વખતે આ ખીલી મારવામાં આવેલી તો આ ગરોળી એક વર્ષ સુધી બે દીવાલો વચ્ચે ખોરાક વિના જીવી કેવી રીતે ! એના માટે આ એક કોયડો બની ગયો કે આ ગરોળીના પગમાં ખીલીને લીધે એ જરા પણ ટ્સ કે મસ્ ન થઇ શકે એવી સ્થિતમાં એ જીવી કેવી રીતે ?     

આ જાપાનીઝ ભાઈએ દીવાલ તોડવાનું કામ થંભાવી દીધું. ત્યારબાદ એ આ ગરોળીનું નિરીક્ષણ કરવા લાગ્યો કે એ શું ખાય છે અને ખોરાક ક્યાંથી મેળવે છે . 

એ જ્યારે આ નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં એણે જે જોયું એથી એના આશ્ચર્યનો પાર ન રહ્યો .એણે જોયું કે કોણ જાણે ક્યાંથી એક બીજી ગરોળી એના મોંઢામાં ખોરાક લઈને આ ફસાયેલી ગરોળીની નજીક આવી રહી હતી .એ ગરોળી એના આ દુખી પ્રિય પાત્રના મુખમાં ખોરાક મુકીને ત્યાંથી સરકી ગઈ .જાપાનીઝ્ને  તુર્ત જ સમજાઈ ગયું કે ખીલીમાં ફસાઈ ગયેલી ગરોળીને એક બીજી ગરોળી ખોરાક લાવી એને ખવડાવીને એક વર્ષથી જીવાડી રહી હતી . એક મૂઢ પ્રાણીએ એના પ્રિય પાર્ટનરના જીવન માટેની આશા જીવંત રાખી હતી .મુશ્કેલીમાં પણ એનો ત્યાગ કર્યો ન હતો .  

આ એક નાનો અમથો અબુધ જીવ મનુષ્ય જાત માટે કેવો મહાન સંદેશ આપી જાય છે ! ભગવાને દરેક જીવમાં પ્રેમ અને ત્યાગની લાગણી મૂકી હોય છે એનો આ બે ગરોળીઓની સાચી પ્રેમકથા એક પુરાવો છે .જીવ જીવમાં શિવ હોય હોય છે એ દરેકે સમજવું જોઈએ.આપણે સૌ બુદ્ધિશાળી કહેવાતા માનવો આ નાના મૂઢ અને અબુધ પ્રાણીઓ જેવો પ્રેમ અને અરસપર મદદની ભાવના બતાવી જાણીએ તો કેવું સારું !  

(મૂળ અંગ્રેજી ઉપરથી અનુવાદ)        —– વિનોદ આર. પટેલ

 

Kindness -Mark Twain Quote

9 responses to “( 178 ) એક નાના અબુધ પ્રાણીના પ્રેમનું અદભૂત દર્શન ( એક સત્ય બોધ કથા )

  1. DR. CHANDRAVADAN MISTRY ફેબ્રુવારી 7, 2013 પર 2:10 એ એમ (AM)

    એ જ્યારે આ નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં એણે જે જોયું એથી એના આશ્ચર્યનો પાર ન રહ્યો .એણે જોયું કે કોણ જાણે ક્યાંથી એક બીજી ગરોળી એના મોંઢામાં ખોરાક લઈને આ ફસાયેલી ગરોળીની નજીક આવી રહી હતી .એ ગરોળી એના આ દુખી પ્રિય પાત્રના મુખમાં ખોરાક મુકીને ત્યાંથી સરકી ગઈ .જાપાનીઝ્ને તુર્ત જ સમજાઈ ગયું કે ખીલીમાં ફસાઈ ગયેલી ગરોળીને એક બીજી ગરોળી ખોરાક લાવી એને ખવડાવીને એક વર્ષથી જીવાડી રહી હતી . એક મૂઢ પ્રાણીએ એના પ્રિય પાર્ટનરના જીવન માટેની આશા જીવંત રાખી હતી .મુશ્કેલીમાં પણ એનો ત્યાગ કર્યો ન હતો .
    Vinodbhai,
    Really touching Story !
    From English..this is very nice translation to Gujarati ..Abhinandan !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you ALL on Chandrapukar.

  2. સુરેશ ફેબ્રુવારી 5, 2013 પર 10:12 એ એમ (AM)

    પહેલાં આ વાત વાંચી હતી. પણ ગુજરાતીમાં વાંચવાની મજા ઓર છે.

  3. Manubhai Shah ફેબ્રુવારી 5, 2013 પર 4:08 એ એમ (AM)

    It is very nice story.
    We are very selfish.

  4. pragnaju ફેબ્રુવારી 5, 2013 પર 2:53 એ એમ (AM)

    પ્રેરણા દાયી સુંદર વાત

  5. હિમ્મતલાલ ફેબ્રુવારી 5, 2013 પર 2:03 એ એમ (AM)

    ચિત્તા વરુ વાઘ ખાનગી વાતો ભેગા થઇ કરી રહ્યા છે
    મનુષ્યો આપણા કરતા વધારે ક્રૂર થઇ ગયા છે

  6. nabhakashdeep ફેબ્રુવારી 4, 2013 પર 5:23 પી એમ(PM)

    કુદરતની આ લીલાઓ , પ્રાણી જગતની સમજ અને કરુણાને ઉજાગર કરેછે.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: