વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 4, 2013

(179 ) એક નવા સેલ્સમેનની રમુજી કથા (હાસ્ય યાત્રા-ભાગ – 9)

( Courtesy- Google images)

( Courtesy- Google images)

 
એક વેક્યુમ કલીનરનો સેલ્સમેન નવી જોબ લઈને ખુબ ઉત્સાહથી નવા ઓર્ડર મેળવવા બહાર
 
નીકળી પડ્યો .
 
એક ઘરના કમ્પાઉન્ડમાં દાખલ થઈને બારણે ટકોરા મારીને-નોક કરીને બારણું ખુલવાની રાહ જોતો ઉભો રહ્યો .
 
ઘર માલિક ગૃહિણીએ  બારણું ખોલ્યું .
 
આ સ્ત્રી કૈક બોલે એ પહેલાં જ આ ઉત્સાહી સેલ્સમેને ઘરમાં દાખલ થઈને એની સાથે એક
 
પ્લાસ્ટીકની  બેગમાં  લાવેલો બધો કચરો અને ગાયનું છાણ લીવીંગ રૂમની કાર્પેટ ઉપર
 
ઠાલવી દઈને આ ગૃહિણીને ઉદ્દેશીને બોલ્યો :
 
“મેડમ, મારું આ વેક્યુમ ક્લીનર એટલું બધું પાવરફૂલ છે કે એનાથી થોડી મિનિટોમાં જ
 
આ કચરો  તમને સાફ કરી બતાવીશ .જો હું એ સાફ ન કરી શકું તો એ બધો કચરો હું ખાઈ
 
જવા પણ તૈયાર છું ,એટલો બધો મને આ મારા આ વેક્યુમ ક્લીનરમાં વિશ્વાસ છે .”
 
ગૃહિણી બોલી :” સારું ,મને એ કહો કે તમે આ કચરો એકલો ખાશો કે એની સાથે ખાવા હું તમને
 
ચીલી સોસ  કે કેચ અપ આપું ?” 
 
સેલ્સમેન :” કેમ બેન એમ કહો છો ?”
 
ગૃહિણી :”કેમકે આજે સવારથી જ આ ઘરમાં લાઈટ ગુલ થઇ ગઈ છે .”
 
મોરલ – તમે જીવનમાં કોઇપણ પ્રોજેક્ટમાં કુદી પડો અને કોઇપણ જાતની ક્મીટમેન્ટ કરો એ
 
પહેલાં એ પ્રોજેક્ટની બધી જ વિગતો ભેગી કરી એના ઉપર વિચાર કરી પછી જ આગળ વધો .
 
(મૂળ અંગ્રેજી ઉપરથી અનુવાદ )                      વિનોદ પટેલ ,સાન ડિયેગો