વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(180 ) અમદાવાદ- સાબરમતી રીવર ફ્રન્ટની કાયાપલટ અને ગુજરાતના શહેરીકરણ અંગે શ્રી નરેન્દ્ર મોદીનો એમના બ્લોગમાં સરસ લેખ

Narendra Modi

અમદાવાદની મુલાકાત લેનાર સૌ કોઈ એક મતે અભિપ્રાય આપે છે કે થોડા કેટલાંક વરસો દરમ્યાન એની જે કાયાપલટ થઇ છે એ આશ્ચર્ય જનક છે .

હું અમદાવાદનો વતની છું એટલે જાણું છું કે સાબરમતી નદીની રેતમાં પહેલાં સર્કસનો પડાવ નંખાતો હતો. એના તટ ઉપર ભરાતી રવિવારની ગુજરીની અવારનવાર મુલાકાત લીધી છે અને ખાસ કરીને પુસ્તકો સસ્તા દરે ખરીદી પુસ્તક સંચયનો શોખ પુરો કરી ઘરમાં નાનું પુસ્તકાલય ઉભું કર્યાનું યાદ આવે છે . એનાથી થોડે દુર નદીના કિનારે શાહપુર સુધી ઝુંપડપટ્ટીની ગંદકી નજરે જોયેલી છે .

આજે આ બધી ભૂતકાળની વાત થઇ ગઈ છે .એના બદલે આજે સાબરમતીના બે કાંઠે પાણીમાં લોકો બોટિંગ કરે છે અને એના  નયનરમ્ય  બે કાંઠા ઉપર સહેલાણીયો મોજથી હરે ફરે છે .

એવી જ રીતે કાંકરિયા લેક વિસ્તાર પણ આજે નવો દેહ ધારણ કરી અનેક મુલાકાતીઓને આકર્ષી રહ્યો છે .

અમદાવાદમાં થયેલ આ અનોખા ફેરફાર માટે સતત ચોથી વાર ચૂંટાઈને વિક્રમ સર્જનાર ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીને દાદ દેવી ઘટે છે .

Face lift of Ahmedabad Sabarmati River Front

Face lift of Ahmedabad Sabarmati River Front

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના શહેરીકરણ – અર્બનાનાઇઝેશન વિષય ઉપર એક સરસ લેખ એમના બ્લોગમાં લખ્યો છે એ દરેક ગુજરાતીએ વાંચવા જેવો છે .

આ લેખની શરૂઆતમાં શ્રી મોદી આ પ્રમાણે જણાવે છે ……

પ્રિય મિત્રો,

થોડા સપ્તાહ પૂર્વે હું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદઘાટન માટે ગયો હતો. અદભુત સાબરમતી નદીના કિનારે અમે સાંસ્કૃતિક વૈવિધ્યતાનો અનુભવ કર્યો અને વિવિધ દેશોના સ્પર્ધકોને આવકાર્યા હતા. જોકે, થોડા વર્ષો પહેલા આ ચિત્ર કંઈક અલગ હતું. રિવરફ્રન્ટની મારી મુલાકાતથી હું જુની યાદોમાં સરી પડ્યો. જે સમયે સાબરમતી નદીના પટમાં પાણી સિવાય બધું હતું. અહીં યુવાનો ક્રિકેટ રમતાં અને સર્કસ યોજાતાં હતા.

છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન સાબરમતી નદી અને તેની આસપાસના વિસ્તારોમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. આજે નદી બારેમાસ પાણીથી છલોછલ રહે છે અને તેની આસપાસ સર્જાતા મનોરંજક જીવંત માહોલના કારણે લોકો આ વિસ્તાર તરફ ખેંચાઈ આવે છે. ………..

………………..

અર્બનાનાઇઝેશન – આત્મા ગામની, સુવિધા શહેરની

અમે શહેરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ ત્યાં અટકીશું નહીં. નાના નગરો અને ગામડાઓમાં સારું માળખું અને સેવાઓ પુરી પાડવાની પણ જરૂર સર્જાઇ છે. અર્બનાનાઇઝેશનના અમારા મંત્રથી ગામડાની અનોખી સાંસ્કૃતિક ઓળખ જળવાઇ રહેશે અને તેની સાથે-સાથે શહેર જેવી સુવિધાઓ પણ તેમને મળી રહેશે (આત્મા ગામની, સુવિધા શહેરની) !

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આ શહેરીકરણ અને અર્બનાનાઇઝેશન વિષય ઉપરનો આખો લેખ એમના બ્લોગની નીચેની લિંક ઉપર વાંચો .   

 

ગુજરાતમાં શહેરીકરણના પડકારોને અવસરમાં પરીવર્તિત કરવાનો સંસ્થાગત અભિગમ — નરેન્દ્ર મોદી

______________________________________________________________________________

અમદાવાદમાં સાબરમતી નદીના કિનારાના અદભૂત ફેરફારને નીચેના વિડીયોમાં નજરે નિહાળો .

Sabarmati Riverfront Ahmedabad 2012

નીચેના વિડીયોમાં આ સાબરમતી રીવર ફ્રન્ટને જનતા માટે ખુલ્લો મુકવાના સમારંભમાં શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ પ્રવચનમાં એમની વક્તૃત્વ કળાનાં દર્શન થાય છે અને એ લોકપ્રિય મુખ્ય પ્રધાન કેમ છે એની પ્રતીતિ થાય છે .

Shri Narendra Modi dedicated to the people a walkway and rides at Sabarmati

5 responses to “(180 ) અમદાવાદ- સાબરમતી રીવર ફ્રન્ટની કાયાપલટ અને ગુજરાતના શહેરીકરણ અંગે શ્રી નરેન્દ્ર મોદીનો એમના બ્લોગમાં સરસ લેખ

 1. pragnaju ફેબ્રુવારી 6, 2013 પર 9:24 એ એમ (AM)

  ખૂબ સરસ સંકલન
  આનંદ

  Like

 2. Ramesh Patel ફેબ્રુવારી 6, 2013 પર 12:59 પી એમ(PM)

  ખૂબ જ સુંદર અને ગૌરવ વધારતું સંકલન.

  આદરણીયશ્રી વિનોદભાઈ ..સુંદર નઝરાણું વતન પ્રેમનું.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. ગોદડિયો ચોરો… ફેબ્રુવારી 6, 2013 પર 5:30 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

  સાબરમતીન રિવર્ફ્રન્ટ્નુ સુન્દર ચિત્રિકરણ કરી આપે લેખમા ગરવા

  ગુજરાતની ગરિમાને આબેહુબ ગુંથી છે.

  Like

 4. હિમ્મતલાલ ફેબ્રુવારી 7, 2013 પર 1:52 એ એમ (AM)

  બહુજ સુંદર વાત કહી શ્રી વિનોદભાઈ તમારો આભાર

  Like

 5. chandrakant ફેબ્રુવારી 7, 2013 પર 3:42 એ એમ (AM)

  ખૂબ જ સુંદર અને ગૌરવ વધારતું સંકલન.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: