વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

(181) અમદાવાદની અંધ મહિલાઓના સુગંધિત જ્વેલરી બનાવવાના પ્રોજેક્ટની પ્રેરક કથા

A crafts woman at work making scented jewellary

A crafts woman at work making scented jewellary

ફેસ બુક ઉપર મારા મિત્ર શ્રી મુર્તઝા પટેલે પોસ્ટ કરેલ અમદાવાદ અંધજન મંડળની અંધ બહેનો દ્વારા બનાવાતી સુંગંધિત દાગીના (સેન્ટેડ જ્વેલરી) ની વાત મને ખુબ ગમી ગઈ . આજની પોસ્ટમાં એને એમના આભાર સાથે મૂકી છે .

આશા છે આપને આ અંધ બેનોની કલાકારી અને એની પાછળ લંડનથી આવેલ એક વિદેશી મહિલા ‘જોન ફ્રેઝર’ પ્રેરિત આ નુતન પ્રોજેક્ટની કથા જરૂર ગમશે .—–વિનોદ પટેલ

__________________________________________________________

Scented jewellary designed by the blind crafts women

Scented jewellary designed by the blind crafts women

થોડાં વર્ષ પહેલા ‘જોન ફ્રેઝર’ NID(National Institute of Design) માં ડિઝાઈનિંગના માસ્ટર કોર્સ માટે લંડનથી અમદાવાદ આવી.

ફરતા-ફરતા તે એકવાર અંધજન મંડળની મુલાકાત લઇ આવી ને બસ….તે દિવસે તેને એક આઈડિયા સૂઝ્યો.   તેના બે કેમ્પસ સાથી દોસ્તોની મદદથી તેણે શાળાના એક વિભાગ ‘અંધ કન્યા પ્રકાશ ગૃહ’ની બહેનો અને દિકરીઓને મદદરૂપ થાય એ નિયતથી તથા બીજી બિન-સરકારી ઓર્ગેનાઈઝેશન્સ મદદથી એક મજાનો પ્રોજેક્ટ શરુ કર્યો.  

સુગંધિત દાગીના (સેન્ટેડ જ્વેલરી) બનાવવાનો. પ્રકાશ-ગૃહની એ બહેનોની બિડ્સ ઓળખવાની, તેને બરોબર વર્ગીકૃત કરવાની, એ મોતીડાંને પછી અત્તરમાં પલાળવાની, દોરીમાં પરોવવાની અને તેમાંથી નાનકડી બ્રેસલેટ કે નેકલેસ બનાવવાની આ આખી મોટી પ્રોસેસ જાણવા જેવી છે.   જોન આ સેન્ટેડ દાગીનાઓને પરદેશમાં પણ નિકાસ કરે છે, અને તેનાથી મળતી કમાણીનો વધુ હિસ્સો એ બહેનોને જ પરત કરે છે.

આ વેબસાઈટની (અથવા તો પ્રત્યક્ષ સાઈટ પર જઈને) મુલાકાત લ્યો ત્યારે આપણી આંખોની ‘સાઈટ’ આવા મજજેના દ્રશ્યો જોઈ શકવા સમર્થ છે, એમ જાણી ખુદમાં રહેલા ખુદાનો શુક્ર કરજો બોસ!

કેમ કે…લગભગ ૧૧ વર્ષ અગાઉ અંધજન મંડળમાં આવા કૂલ દ્રશ્યો જોયા પછી મને પણ આંસૂ આવ્યા છે…ખુશીના જ સ્તો!  

અંધ ને દ્રષ્ટિ- હિન વચ્ચે ફર્ક છે,  માત્ર નજરનો.

આ આખી વાત ફોટાઓ સાથે અંગ્રેજીમાં નીચેની વેબ સાઈટ ઉપર ક્લિક કરીને વાંચો .

 http://jonfraser.co.uk/Made-in-the-Dark

–શ્રી મુર્તઝા પટેલ

 

____________________________________

Helen-Keller-Quotes

3 responses to “(181) અમદાવાદની અંધ મહિલાઓના સુગંધિત જ્વેલરી બનાવવાના પ્રોજેક્ટની પ્રેરક કથા

  1. પરાર્થે સમર્પણ ફેબ્રુવારી 11, 2013 પર 1:22 પી એમ(PM)

    આદરણીય વડીલ શ્રી વિનોદકાકા,

    માનવતાને ઉજાસ બક્ષતી સરાહનીય પ્રવ્રુતી માટે અભિનંદન

  2. Ramesh Patel ફેબ્રુવારી 8, 2013 પર 12:58 પી એમ(PM)

    ઉત્તમતા અને સૌજન્યતા સદાય અંધજન દ્વારા લહેરાતી દેખાય છે…તકલિફો વચ્ચે પણ.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: