વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 11, 2013

( 183 ) ઈન્ટરનેટ – સોસીયલ મીડિયા ઉપર થોડી રમુજ (હાસ્ય યાત્રા ભાગ-૧૦)

આ ૨૧મી સદી એ ઈન્ટરનેટ-કમ્પ્યુટર અને  ફેસબુક ,સેલ ફોન ,ટ્વીટર જેવાં સોસીયલ મીડિયા ઉપકરણો માટેની સદી છે . એને લીધે દુનિયાના દેશો વચ્ચેનાં અંતર કપાઈ ગયાં છે અને વિશ્વ એક ગામ બની ગયું છે .Smile-Quote

આગળની કેટલીક પોસ્ટમાં ઘણા ગંભીર વિષય ઉપર અને ચિંતન લેખો પછી આજની પોસ્ટમાં ઈન્ટરનેટ –સોસીયલ મીડિયા ઉપર થોડી રમુજ માણીને હળવા થઈએ . 

ઈન્ટરનેટ અને સોસીયલ મીડિયા ઉપર ઈન્ટરનેટમાંથી જ પ્રાપ્ત કેટલીક હાસ્ય સામગ્રી એકઠી કરીને આજની પોસ્ટમાં નીચે મૂકી છે.મને આશા છે આપને એ માણવી  ગમશે . 

વિનોદ પટેલ


_____________________________________________________________________

‘ફેસબૂક’. શું છે ?…….

……..એવી મેન્ટલ હોસ્પિટલનું નામ એટલે ‘ફેસબૂક’. જ્યાં હું, તું, આપ કે તમે સૌ એના દર્દીઓ છીએ . 

• જ્યાં લોકો નવરાશની પળે પોતાની જાત સાથે વાત કરવાનું શરુ કરે…

• જ્યાં બેસી એ કાલ્પનિક જગ્યાઓ વિશે વિચારે અને લીટાં દોરે…

• જ્યાં કારણ વિના અસ્તિત્વ ટકાવવા દીવાલો પર લખતા રહેવું પડે…

• જ્યાં ખોવાયેલા દોસ્તોને મળવાને બદલે જે નથી મળ્યાં એવા દોસ્તોને પામવા બાઘા મારતા રહે…

• જ્યાં ખાનગીમાં બનેલી વર્ચ્યુઅલ વાનગીઓને જાહેરમાં આરોગવી પડે…

• જ્યાં કેસિનોની રમત રમવામાં એક પૈસાની પણ કમાણી ન થાય…

• જ્યાં ડાહ્યા બની ગાંડા બનવાનો ડોળ કરવો પડે…

• જ્યાં ‘પોક’ મુકીને રડવા કરતા કોઈકને વિના કારણે ‘પોક’ કરવું પડે,

• જ્યાં નકલી પ્રાણીઓ, પશુઓ અને માનવોના ઝૂંડનું ઝૂ બનતું જાય…

• જ્યાં બસ પ્રદર્શન માટે શરીર ખુલે ને મન ખીલે…

• જ્યાં કોઈ મુકવા ન આવે પણ જાતે જવાનું મન વારંવાર થાય…
 

આભાર…શ્રી મુર્તઝા પટેલ (ફેસ-બુક મિત્ર)


___________________________________

facebook-Cartoon

સેલફોનમાં બીજા ભિખારી સાથે વાત કરતો ભારતનો એક ભિખારી

Cartoon-Begger

 ફેસ બુક અને ભિખારી 

કારમાં બેઠેલી મેડમને ભિખારી : ‘બહેનજી, ભગવાન કે નામ પે કુછ દે દો?’ 

મેડમ : ‘મેં તને ક્યાંક જોયો છે! 

ભિખારી : ‘યસ મેડમ, ફેસબુક પર આપણે ફ્રેન્ડઝ છીએ!’


_________________

 

બકોર પટેલના કુટુંબીજનોની ઓળખ 

એકવાર બકોર પટેલનો એક જુનો મિત્ર મિસ્ટર મહેતા એમને મળવા પહેલીવાર એમના ઘેર ગયો. 

થોડી વાતચીત પછી આવેલ મિત્રે બકોર પટેલને એમનાં કુટુંબી જનોની ઓળખાણ કરાવવાનું કહ્યું . 

બકોર પટેલે એમનાં પત્ની, પુત્ર અને પુત્રીની આ રીતે ઓળખાણ કરાવી. 

“ જો મહેતા, આ મારાં પત્ની ગુગલબેન .તમે એને એક સવાલ પૂછો તો તમને દશ કરતાં યે વધારે જવાબ આપી દેશે.” 

આ મારો દીકરો ફેસબુકકુમાર છે. ઘરની દરેક ઝીણી ઝીણી વાતોની  ખબર આખા મહોલ્લાને પહોંચાડે છે. 

અને આ છે મારી દીકરી ટ્વીટરકુમારી .આખો મહોલ્લો એને રાત અને દિવસ ફોલો કરતો જ હોય છે.! 

(મૂળ અંગ્રેજી ઉપરથી અનુવાદ )            વિનોદ પટેલ

__________________________

એપલના સ્ટોરમાંથી એક ફેમીલી બહાર આવે છે….

છોકરાના હાથમાં આઈ પેડછે..

છોકરીના હાથમાં આઈ પોડછે

મમ્મીના હાથમાં આઈ ફોનછે

અને પપ્પાના હાથમાં એક પાટિયું છે,

જેના ઉપર લખ્યું છે: આઈ પેઈડ’…!!!!

 _______________________________________

Dad’s New iPad – 

ફાધર્સ ડે ઉપર એક પુત્રીએ એકલા રહેતા એના વૃદ્ધ પિતાને પ્રેમથી એક નવું આઈ પેડ ભેટમાં લાવી આપ્યું .

એક દિવસ આ પુત્રી એના પિતાને મળવા ગઈ અને કિચનમાં વાતો કરતાં કરતાં પૂછ્યું :”ડેડી ,તમને મેં આઈ

પેડ આપ્યું હતું એ તમને વાપરતાં બરાબર ફાવી ગયું ને ?”

આ વૃદ્ધ પિતા આઈ પેડ નો કેવો ઉપયોગ કરતા હતા એ તમે નીચેના વિડીયોમાં જોશો તો તમને

પણ એ પુત્રી જેવું જ આશ્ચર્ય થશે અને વધારામાં હસવું પણ આવશે .

૩૩ સેકન્ડના આ વિડીયોમાં પિતા-પુત્રીનો જે સંવાદ થાય છે એ જર્મન ભાષામાં છે પણ એનો

ભાવાર્થ સમજવો અઘરો નથી . 

So papa, how do you like the iPad we got you? – 

 

<