વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: ફેબ્રુવારી 14, 2013

( 184 ) ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય. –સંત કબીર

>તારીખ 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ.

પ્રેમનું આદાન પ્રદાન કરવાનો દિવસ .

આ અઢી અક્ષરના શબ્દ પ્રેમ ઉપર અનેક લેખકો અને કવિઓએ ઘણું લખ્યું છે અને લખાતું રહેશે .

પ્રેમ અંગે સંત કબીરે એના નીચેના દોહાઓમાં થોડા જ શબ્દોમાં બહું જ ગહન વાત કહી દીધી છે !

પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય

ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.

પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય

રાજા-પરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય.

આજના આ માહોલમાં, આ દિવસને અનુરૂપ જાણીતા લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો એક સુંદર લેખ “પ્રેમ માટે કોઈ નિયમ ન બનાવો ” અને કવિ ઉમાશંકરનાં બે કાવ્યો “કોઈ જોડે, કોઈ તોડે પ્રીતડી ” અને ” અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ “રણકાર.કોમના આભાર સાથે આજની પોસ્ટમાં મુક્યાં છે એ આપને જરૂર ગમશે .

 

Happy Vallentines Day

વિનોદ પટેલ

 

__________________________________________________________________

Image

પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો લેખક- શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

સંબંધો નિયમ મુજબ ચાલતા નથી .સબંધો સાર્થક કરવાનું કોઈ ચોક્કસ સુત્ર નથી.સંબંધોનું ગણિત જુદું છે ………(આ આખો લેખ નીચે ક્લિક કરીને વાંચો )

પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો – લેખક-કૃષ્ણકાન્ત ઉનડકટ

________________________________

 

૧ .કોઈ જોડે, કોઈ તોડે પ્રીતડી – કવિ ઉમાશંકર જોશી

કોઈ જોડે, કોઈ તોડે પ્રીતડી

કોઈ જોડે કોઈ તોડે .

કોઈ ગુમાને ઉર-અરમાને અમથું મુખડું મોડે ,

કોઈ આંખને અણસારે ઉલટથી સામું દોડે ,

પ્રીતડી કોઈ જોડે ,કોઈ તોડે.

કોઈ ગભરુ ,પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે ,

કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કેડે કોડે ,

પ્રીતડી કોઈ જોડે ,કોઈ તોડે.

કોઈ અભાગી અધરે લગી હૃદય કટોરી ફોડે,

કોઈ રસિયા હૈયાં ખાતર થઇ મુકે જીવતર હોડે ,

પ્રીતડી કોઈ જોડે ,કોઈ તોડે.

કોઈ જોડે, કોઈ તોડે પ્રીતડી

કોઈ જોડે, કોઈ તોડે .

કવિશ્રી ઉમાશંકરનું આ ભાવવાહી કાવ્ય રચનાને રણકાર.કોમ ની આ લિંક ઉપર આ લિંક ઉપર

ગાર્ગી વોરાના મધુરા સ્વરે અને શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં ઓડિયોમાં સંભાળવાનો

આનંદ મેળવો .

 

 

૨. અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમ લિપિ – કવિ. ઉમાશંકર જોશી

Two Birds -Animation

અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ !

દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી !

તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફૂરે ,

કોમળ અક્ષરોમાં લખેલી :

વાડીએ,ઝાડીએ,ખેતરે,કોતરે

વાદળી પિચ્છમાં આળખેલી.

સ્વ.કવિ શ્રી ઉમાશંકરનું આ આખું સુંદર કાવ્ય રણકાર.કોમની આ લિંક http://rankaar.com/blog/archives/2392 ઉપર

વાંચો અને ગાર્ગી વોરાના સુરીલા સ્વરમાં સ્વરકાર અમર ભટ્ટના સંગીતના સાથમાં સાંભળો અને માણો .

___________________________________________________________

દરિયામાં રહેતી શાર્ક માછલી પણ માનવી પ્રત્યે આભાર અને પ્રેમની લાગણી કેવી રીતે બતાવે

છે એની સાચી પ્રેમ કથા નીચે વાંચો .

Love Story -of a fish -Amazing