વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 184 ) ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય. –સંત કબીર

>તારીખ 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ.

પ્રેમનું આદાન પ્રદાન કરવાનો દિવસ .

આ અઢી અક્ષરના શબ્દ પ્રેમ ઉપર અનેક લેખકો અને કવિઓએ ઘણું લખ્યું છે અને લખાતું રહેશે .

પ્રેમ અંગે સંત કબીરે એના નીચેના દોહાઓમાં થોડા જ શબ્દોમાં બહું જ ગહન વાત કહી દીધી છે !

પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા ન કોય

ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.

પ્રેમ ન બાડી ઉપજે , પ્રેમ ન હાટ બિકાય

રાજા-પરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય.

આજના આ માહોલમાં, આ દિવસને અનુરૂપ જાણીતા લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો એક સુંદર લેખ “પ્રેમ માટે કોઈ નિયમ ન બનાવો ” અને કવિ ઉમાશંકરનાં બે કાવ્યો “કોઈ જોડે, કોઈ તોડે પ્રીતડી ” અને ” અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ “રણકાર.કોમના આભાર સાથે આજની પોસ્ટમાં મુક્યાં છે એ આપને જરૂર ગમશે .

 

Happy Vallentines Day

વિનોદ પટેલ

 

__________________________________________________________________

Image

પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો લેખક- શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

સંબંધો નિયમ મુજબ ચાલતા નથી .સબંધો સાર્થક કરવાનું કોઈ ચોક્કસ સુત્ર નથી.સંબંધોનું ગણિત જુદું છે ………(આ આખો લેખ નીચે ક્લિક કરીને વાંચો )

પ્રેમ માટે કોઈ નિયમો ન બનાવો – લેખક-કૃષ્ણકાન્ત ઉનડકટ

________________________________

 

૧ .કોઈ જોડે, કોઈ તોડે પ્રીતડી – કવિ ઉમાશંકર જોશી

કોઈ જોડે, કોઈ તોડે પ્રીતડી

કોઈ જોડે કોઈ તોડે .

કોઈ ગુમાને ઉર-અરમાને અમથું મુખડું મોડે ,

કોઈ આંખને અણસારે ઉલટથી સામું દોડે ,

પ્રીતડી કોઈ જોડે ,કોઈ તોડે.

કોઈ ગભરુ ,પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે ,

કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કેડે કોડે ,

પ્રીતડી કોઈ જોડે ,કોઈ તોડે.

કોઈ અભાગી અધરે લગી હૃદય કટોરી ફોડે,

કોઈ રસિયા હૈયાં ખાતર થઇ મુકે જીવતર હોડે ,

પ્રીતડી કોઈ જોડે ,કોઈ તોડે.

કોઈ જોડે, કોઈ તોડે પ્રીતડી

કોઈ જોડે, કોઈ તોડે .

કવિશ્રી ઉમાશંકરનું આ ભાવવાહી કાવ્ય રચનાને રણકાર.કોમ ની આ લિંક ઉપર આ લિંક ઉપર

ગાર્ગી વોરાના મધુરા સ્વરે અને શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં ઓડિયોમાં સંભાળવાનો

આનંદ મેળવો .

 

 

૨. અહો ! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમ લિપિ – કવિ. ઉમાશંકર જોશી

Two Birds -Animation

અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ !

દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી !

તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફૂરે ,

કોમળ અક્ષરોમાં લખેલી :

વાડીએ,ઝાડીએ,ખેતરે,કોતરે

વાદળી પિચ્છમાં આળખેલી.

સ્વ.કવિ શ્રી ઉમાશંકરનું આ આખું સુંદર કાવ્ય રણકાર.કોમની આ લિંક http://rankaar.com/blog/archives/2392 ઉપર

વાંચો અને ગાર્ગી વોરાના સુરીલા સ્વરમાં સ્વરકાર અમર ભટ્ટના સંગીતના સાથમાં સાંભળો અને માણો .

___________________________________________________________

દરિયામાં રહેતી શાર્ક માછલી પણ માનવી પ્રત્યે આભાર અને પ્રેમની લાગણી કેવી રીતે બતાવે

છે એની સાચી પ્રેમ કથા નીચે વાંચો .

Love Story -of a fish -Amazing

8 responses to “( 184 ) ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય. –સંત કબીર

  1. aataawaani ફેબ્રુવારી 15, 2013 પર 12:35 એ એમ (AM)

    પ્રિય વિનોદ ભાઈ સરસ સામગ્રી પીરસી

    વ્યાસ પણ લખી નાં શક્યો ,પ્રેમ હુંદા પુરાણ
    ઈ લોયુંનાં લખાણ કોક ભેદી લખી ગયા ભૂધરા

    Like

  2. pragnaju ફેબ્રુવારી 15, 2013 પર 3:34 એ એમ (AM)

    ખૂબ સુંદર વૅલેન્ટાઇન ડે સંકલન
    પરમતેજ સ્વરૂપ અને ભક્તો પર અનુગ્રહ કરવાના હેતુસર શરીરને ધારણ કરો છો. તમે સર્વસ્વરૂપા, સર્વેશ્વરી, સર્વાધાર અને … શક્તિમાન અને શક્તિ યુગલની ઉપાસના કરે છે.

    પ્રેમસ્વરુપા, ભગવતી જ ભગવાનને સરળતાપૂર્વક મેળવી આપે છે.

    Like

  3. Vipul Desai ફેબ્રુવારી 15, 2013 પર 6:01 એ એમ (AM)

    તમે કોઈપણ વિષયમાં ખુબ જ ઊંડા જઈને, તેનો તલસ્પર્શી અભ્યાસ કરીને એક સુંદર લેખ આપો છો. મઝા આવી ગઇ.

    Like

  4. nabhakashdeep ફેબ્રુવારી 15, 2013 પર 7:34 એ એમ (AM)

    આદરણીયશ્રી વિનોદભાઈ

    આપે સુંદર કાવ્ય પુષ્પોથી મનને પ્રેમથી ભરી દીધું, આવું જ મનભરી વાંચવું હતું ને આપે સુંદર રીતે સંકલનથી પ્રસાદી રુપે ધર્યું.

    મજા આવી ખૂબખૂબ આભાર

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  5. પરાર્થે સમર્પણ ફેબ્રુવારી 15, 2013 પર 2:05 પી એમ(PM)

    આદરણીય વડિલ શ્રી વિનોદ કાકા,

    વેલેન્ટાઇન દિને કાવ્ય પુષ્પ માલા દ્સથે સુંદર ચિત્રો દ્વારા આપ શ્રીએ

    સમગ્ર બ્લોગ જગતને ” વિનોદ વિહાર” કરાવી દિધો.

    ધ્ન્યવાદ..નમસ્કાર

    Like

  6. chandrakant ફેબ્રુવારી 17, 2013 પર 6:21 પી એમ(PM)

    ખૂબ સુંદર વૅલેન્ટાઇન ડે સંકલન

    Like

  7. Pingback: (396)વેલેન્ટાઈન્સ-ડે – સબ સે ઉંચી પ્રેમ સગાઇ ( પ્રેમ વિષે વિચાર વિમર્શ ) | વિનોદ વિહાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: