વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 185 ) આ, મ્હેંક્યા, વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ …. શ્રી રમેશભાઈ પટેલ (આકાશ દીપ)

તારીખ ૧૫ મી ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ  વસંત પંચમી છે .

આ દિવસને  એક મહોત્સવ તરીકે ઉજવાય છે.વસંત ઋતુ આવતાં  જ પ્રકૃતિમાં અવનવા ફેરફારો થાય છે .જાણે નવેસરથી યૌવન આવ્યું ન હોય તેમ પ્રકૃતિમાં થનગનાટ વ્યાપી જાય છે .વગડામાં કોયલના ટહુકાઓ સંભળાય છે .દરેકના જીવનમાં વસંતના આગમન સાથે નવો ઉત્સાહ અને રસિકતાનો સંચાર થતાં આખુંએ વાતાવરણ સુમધુર થઈ જાય છે.

વસંત પંચમીના આગમનનું બયાન અનેક કવિઓના કાવ્યોમાં સચવાયું છે .

મારા કવિ મિત્ર ,આકાશદીપ બ્લોગના શ્રી રમેશભાઈ પટેલએ વસંત પંચમી વિષે એક સુંદર લોકગીતની

રચના કરી છે એને નીચે રજુ કરેલ છે .

 વસંતનાં વધામણાં-ફોટો સૌજન્ય શ્રી દિલીપ ગજ્જર ,લેસ્ટર ગુર્જરી

વસંતનાં વધામણાં-ફોટો સૌજન્ય શ્રી દિલીપ ગજ્જર ,લેસ્ટર ગુર્જરી

આ , મ્હેંક્યા, વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ
 આ, મ્હેંદી, મૂકી હાથ કેસહિયર શું કરીએ
 
ઝરણાં, તોડી, નીકળ્યાં પહાડ,ને વાગી , વાંસલડી રે વાટ
 આ ફૂલે મઢ્યા ગાલ,કે ..સહિયર શું કરીએ
 
આ, આભે, ખીલ્યો મારો ચાંદ, ફાગે, ફાગણ છેડે મીઠી યાદ
 આ, કોટે, વળગ્યાં કોઈના વહાલ.કે સહિયર શું કરીએ
 
આ રમ્યા યૌવનના ઉભરાટ,બોલી કોયલ જઈને ઊંચે ડાળ
 રંગે ખૂલ્યાં પ્રેમનાં દ્વાર.કે સહિયર શું કરીએ
 
રમેશ પટેલ ‘આકાશદીપ’

શ્રી રમેશભાઈના મિત્ર લેસ્ટર ગુર્જરીના બ્લોગર યુ કે.નિવાસી શ્રી દિલીપ ગજ્જરને આ લોકગીત ગમી જતાં એમણે આ લોકગીતને મિત્રભાવે એમના બ્લોગમાં ઓડિયોમાં મઢીને  આ ગીતને દિપાવ્યું છે .

કવિ શ્રી રમેશભાઈના આ ગીતને દિલીપભાઈએ તૈયાર કરેલ ઓડિયોમાં રોશનીબેન શેલતના મધુરા સ્વરમાં અને નારાયણ ખરેના સગીત સાથે માણવા માટે શ્રી દિલીપભાઈ ગજ્જરના બ્લોગની આ લિંક ઉપર ક્લિક કરવા વિનંતી છે .

આશા છે આપને વસંતના આગમન પ્રસંગે આ ગીતને માણીને વસંતને  વધાવવાનું જરૂર ગમશે.

આપનો પ્રતિભાવ જણાવશો એવી આશા છે .

 

વિનોદ પટેલ 

_______________________________________________________

 

મારા કવિ મિત્ર ,આકાશદીપ બ્લોગના શ્રી રમેશભાઈ પટેલએ વસંત પંચમી વિષે જે બીજાં બે કાવ્યો એમના બ્લોગમાં પોસ્ટ કર્યા છે એ વાંચવા અહીં. ક્લિક કરો .

______________________________________________

 

વાસંતી મૈત્રીનો ત્રિવેણી સંગમ

ચિત્રમાં -ડાબેથી શ્રી રમેશભાઈ, વિનોદભાઈ અને શ્રી ગોવિંદભાઈ

ચિત્રમાં -ડાબેથી શ્રી રમેશભાઈ, વિનોદભાઈ અને શ્રી ગોવિંદભાઈ

 

શ્રી રમેશભાઈ પટેલ (આકાશ દીપ) નો પરિચય અને મિત્ર મિલન અંગે 

વિનોદ વિહારની આ લિંક ઉપર જઈને વાંચો .

6 responses to “( 185 ) આ, મ્હેંક્યા, વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ …. શ્રી રમેશભાઈ પટેલ (આકાશ દીપ)

 1. Pingback: વસંત પંચમી…રમેશ પટેલ(આકાશદીપ) « આકાશદીપ

 2. ગોદડિયો ચોરો… ફેબ્રુવારી 16, 2013 પર 1:16 પી એમ(PM)

  શિશિર ગયો ને વસંતનાં થયાં છે વધામણાં

  બાળ ગોવિંદ ગાય વડિલોના નામનાં ગાણાં

  કાયમ વરસાવ્યો છે આશિર્વાદ આપે મુજ પર

  વંદન છે ગોવિંદનાં વિનોદ રમેશ કેરાં નામ પર

  વસંતનાં વહાલ ભર્યાં વધામણાં

  Like

 3. Vinod R. Patel ફેબ્રુવારી 16, 2013 પર 2:01 પી એમ(PM)

  વસંત પંચમી ઉપર આપણા જાણીતા અને માનીતા કવિ સ્વ .ઉમાશંકર જોશીનું એક

  મજાનું કાવ્ય છે , જે આ પોસ્ટની પૂર્તિ કરે એવું છે .પ્રસ્તુત છે આ કાવ્ય :

  કોકિલ, પંચમ બોલ બોલો
  . કે પંચમી આવી વસંતની.

  દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !

  ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,

  લાગ્યો જ્યાં એક વાયુઝોલો –

  કે પંચમી આવી વસંતની.

  મંજરી, મત્ત થઈ ડોલો
  કે પંચમી આવી વસંતની.

  આંબે આંબે હસે રસની કટોરીઓ,

  ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.

  આછો મકરંદ મંદ ઢોળો
  કે પંચમી આવી વસંતની.

  આતમ, અંતરપટ ખોલો

  કે પંચમી આવી વસંતની.

  ચેતના આ આવી ખખડાવે છે બારણાં,

  હેતે વધાવી એને લો રે ઓવારણાં.

  ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !

  કે પંચમી આવી વસંતની.

  -ઉમાશંકર જોશી

  Like

 4. aataawaani ફેબ્રુવારી 16, 2013 પર 4:08 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ  પ્રેમને બધું પોતાનું આગવું છે એ વાળમાં બાંધેલ નથી 

    Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  ________________________________

  Like

 5. pragnaju ફેબ્રુવારી 17, 2013 પર 2:01 એ એમ (AM)

  ઝરણાં, તોડી, નીકળ્યાં પહાડ,ને વાગી , વાંસલડી રે વાટ
  આ ફૂલે મઢ્યા ગાલ,કે ..સહિયર શું કરીએ
  સરસ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: