
Shri Sureshbhai Jani
ગુજરાતી બ્લોગ જગતમાં શ્રી સુરેશભાઈ જાનીને ન જાણતા હોય એવું ભાગ્યે જ કોઈ મળી આવે ! મારા માટે તો તેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી એક સહૃદયી મિત્ર ,ફિલસૂફ અને ભોમિયા ( Friend, Philosopher and Guide ) બની ગયા છે . એમના બ્લોગોમાંથી પ્રેરણા લઈને જ મેં મારો આ વિનોદ વિહાર બ્લોગ શરુ કરેલો. બ્લોગની શરૂઆતથી માંડી આજદિન સુધી તેઓએ મને સુંદર માર્ગદર્શન આપ્યું છે.એમની સાથેનો ઈ-મેલ સંપર્ક હંમેશાં આનંદ દાયક અને ઉપયોગી બની રહે છે .
મારી જેમ શ્રી સુરેશભાઈ અન્ય બ્લોગરોને પણ હંમેશાં એમના બ્લોગિંગ ક્ષેત્રના બહોળા અનુભવોનો લાભ આપતા જ રહે છે .
શ્રી સુરેશભાઈનો ટૂંક પરિચય
શ્રી સુરેશભાઈ સને ૨૦૦૦ થી અમેરિકામાં મેન્સફીલ્ડ, ટેક્સાસ, ખાતે એમના પરિવાર જનો સાથે નિવાસ કરે છે .
અમેરિકા આવ્યા પછી નિવૃતિની પ્રવૃત્તિ તરીકે આ બધા આઠ બ્લોગો નું સંચાલન કરીને ગુજરાતી ભાષાની અસ્મિતા માટેનું અભિનંદનીય કાર્ય કરી રહ્યા છે .
સ્પીક-બીન્દાસ – શ્રી.દેવાંગ વિભાકર સાથેના એમના અંગ્રેજી ભાષાના ઈન્ટરવ્યુમાંથી એમનો વિગતવાર પરિચય મળી રહેશે .
પાછલી ઉંમરે અમેરિકામાં પ્રવૃતિમય જીવન કેવી રીતે જીવી શકાય એ માટે શ્રી સુરેશભાઈ બધા સીનીયરો માટે એક ઉદાહરણ રૂપ છે .
_________________________________________________
શ્રી સુરેશભાઈ જાનીનું પ્રેરક સાહિત્ય સર્જન – “બની આઝાદ” લેખ શ્રેણી
સુરેશભાઈએ અત્યાર સુધીમાં ઘણા લેખો ,ત્રણ ઈ-બુકો ,અવલોકન લેખો ,પરિચય લેખો ,કાવ્યો વી. લખ્યાં છે . એમના બ્લોગોની મુલાકાત લેવાથી એ જોઈ શકાય છે .તેઓ એક ચિંતકની ચીત-વૃતિ ધરાવે છે એ એમના વિશાળ વાચન અને અનુભવ આધારિત લેખોમાંથી જણાઈ આવે છે .
અમેરિકા આવ્યા બાદ જીવન જીવવાની કળા માટેના એમના અનુભવ આધારિત વિચારો રજુ કરતા જે લેખો એમણે લખેલા એ બધા લેખો સરળતાથી વાચકને વાંચવા મળી શકે એ આશયથી એમણે તાંજેતરમાં એક નવું પાનું શરુ કર્યું છે .
“બની આઝાદ -શ્રેણીનો પ્રથમ લેખ નીચે મુક્યો છે . આ ચિંતન લેખ તમને જરૂર ગમશે .
‘
બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
– રજની ‘પાલનપુરી’
અભિગમ બદલવાથી સમય આધીન થાય.’
આ ખાલી વાત કે મનનો તુક્કો નથી.
સાવ સામાન્ય રીતે જીવનની શરૂઆત કરનાર અને ખાસ બુદ્ધિ કે સાધન સમ્પત્તિ ન ધરાવતા હોય તેવી, વ્યક્તિઓ યુગપુરૂષ જેવું જીવન જીવી ગયાના અસંખ્ય દાખલા આપણી નજર સમક્ષ મોજૂદ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને ગાંધીજી આ બે જ વ્યક્તિઓનાં જીવન જુઓ, અને આપણને ખાતરી થશે કે તેઓ આઝાદ થઇ ગયેલ વ્યક્તિઓ હતા. આપણે તેવી ઊંચાઈઓ હાંસલ કરવા જરૂરી તાકાત ધરાવી શકીએ તેમ છે.
આ તો બહુ મોટી વાત થઇ;
અને આપણે કરી શકીએ તેવી વાત.
કોઇની મદદની,
જન્મજાત ક્ષમતાની કે
સમ્પત્તિની જરુર જ નહીં.
પણ આપણે તે કેમ કરી શકતા નથી? આ તો એવી વાત થઇ કે, આપણી પાસે હથિયાર છે, અને આપણે તે વાપરી શકતા નથી. કેટલી મોટી વિડંબણા! કેટલી અસહાયતા!
જો આપણે આ બાબતને ગંભીરતાથી લેવા માંગતા હોઇએ, અને આઝાદ થવાનો સંકલ્પ કરવા માંગતા હોઇએ તો, પહેલાં આ અસહાયતાનાં કારણો અને પરિબળો સમજવાં જોઇએ.
આપણને શાસ્ત્રોમાં ષડ્રિપુઓ વિશે કહેવામાં આવ્યું છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર.મારા મતે આ બધા દુશ્મનો એક જ અસહાયતામાંથી જન્મતા, મનના વિકાર છે. એક જ મૂળભુત અસહાયતા આપણને આ વિષચક્રમાં ફસાવા મજબૂર કરે છે. આપણે મનના આ વિકારોના પ્રવાહમાં તણાઇ જઇએ છીએ -સાવ વિવશ થઇને, એક તરણાંની જેમ, લાકડાના એક નિર્જીવ ઠુંઠાની જેમ. આ છ રિપુઓ તો પ્રવાહ છે, વહેણ છે – માનવજીવનના અવિભાજ્ય ભાગ છે. તે બધા પ્રવાહ પાછળના પરિબળને કારણે પેદા થતાં વમળ માત્ર છે.
કયું છે આ પરિબળ? કયો છે આ પ્રચંડ તાકાતવાળો જળરાશીનો ધોધ – જે જીવનને છિન્ન ભિન્ન વમળોમાં પલટી નાંખે છે? – જેમાં તણાયા સિવાય આપણે કશું જ કરવા સમર્થ નથી? કઇ છે આપણી એ મૂળભુત નબળાઇ; જેના કારણે સર્જાતા વમળોમાંથી ઉત્પન્ન થયેલા, પેલા છ યે દુશ્મનો અટ્ટહાસ્ય કરતા આપણી વિડંબના કરે છે? આપણી જીવન જીવવાની આઝાદીને, મુક્ત ગગનમાં મ્હાલવાની આપણી તાકાતને ધરાશાયી કરી નાંખી છે?
એ છે: જીવનની મુળભુત, જીવનના પાયામાં રહેલી, જગત પર પહેલા શ્વાસ લીધાની સાથે જ આપણી સાથે જડાયેલી, જીજીવિષા- જીવતા રહેવાનો મરણિયો પ્રયાસ. આપણી, આપણા પોતાના હોવાપણા પાસેની એક માત્ર અપેક્ષા :
‘મારે જીવતા રહેવું છે.મારે મરવું નથી.’
અપેક્ષાનું આ પ્રથમ ચરણ; પહેલા શ્વાસ સાથે જડાયેલી એ ચીસ, એ રૂદન – એ જ છે આપણી બધી અસહાયતાનું મુળ.
અપેક્ષા
પ્રયત્ન
સફળતા
મદ
લોભ
કામના
–
નવી અપેક્ષા
અને વળી………
અપેક્ષા
પ્રયત્ન
અસફળતા
ક્રોધ
હતાશા
બીજું કોઈ આગળ નીકળી ગયાનો ઓથાર
ઇર્ષ્યા
વેર લેવાની ભાવના
બસ! બધાં જ વિષચક્રો ફરી શરુ. વધારે પ્રબળ વિષચક્રો. એજ પ્રવાહમાં વહેવાનું, ફંગોળાવાનું – કદીક પ્રવાહની ઉપરની સપાટી પર આવીને તર્યાનો આનંદ માણવાનો; અને ફરી પાછા અંદર ડુબકી અને ગુંગળામણ – એ જ વિવશતા, એજ પાછી જન્મચીસ – નવા સ્વરૂપે –
‘મારે જીવવું છે.
મારે મરવું નથી. ‘
આ છે આપણું જીવન.
અપેક્ષા – અપેક્ષા – અપેક્ષા…. કદી ન સંતોષાય એવી ભૂખ અને તરસ.. ઝાંઝવે ઝાંઝવાં..એ જ ગુલામી – એ જ બંધન – એ જ જન્મભરની કેદ.
” આકાશ તો મળ્યું, પણ ઊડી નથી શકાતું.
પિંજરને તોડવામાં પાંખો કપાઇ ગઇ છે.”
– શોભિત દેસાઇ
આઝાદ થવું છે ને? જોનાથન લીવીન્ગ્સ્ટન સીગલની જેમ મુક્ત ગગનમાં ઊડવું છે ને? આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ તત્વને પામવું છે ને ?
તો આ અપેક્ષાની ચુંગાલમાંથી છુટવું પડશે.
——————
આ શ્રેણીના આગળના આવા બીજા પ્રેરક લેખો વાંચવા માટે અહીં ક્લિક કરવા વિનંતી

Like this:
Like Loading...
Related
Dear Bhai Suresh Jani ,
Happy that we are from Amadavad of 1959 Secondary School and 1960 Gujarat College – contact and reconnected in 2000 (Due to your Daughter and our friend’s Son …Now your Son in Law!)
You are a Blogger and our best Bud.
Love to family
Geeta and Rajendra M. Trivedi
http://www.bpaindia.org
LikeLike
Reblogged this on તુલસીદલ and commented:
Bhai Suresh,
Keep putting your thoughts and what you liked, Learn for generations to come.
Love
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
LikeLike
ખૂબ લાભ્યા અને અનેક સહૃદયી મિત્રોની ભેટ ધરી..શ્રી. સુરેશભાઈએ
સહૃદયી , વ્યક્તિત્ત્વ અનેરું
દીઠો સવાયો , ઓળખનારો
ખીલ્યા અમે તવ ઓવારે
ધન્ય! સુરેશભાઈનો સથવારો
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
સુંદર સંકલન લેખ
પણ ન જાણે કેમ હજુ કાંઇક ખુટતું લાગે છે !
અમને ગર્વ છે કે અમારા બ્લોગ નીરવ રવેના સહતંત્રી છે
તેઓ કેટલા સવાલ કરે ત્યારે મનમા ગૂંજે
વો બાત ક્યું પૂછતે હો જો બતાનેકે કાબિલ નહીં હૈ !
એકવાર તેમના આધ્યાત્મિક પુસ્તકની પ્રસ્તાવના લખવાનો આદેશ થયો !
મને થયું યે મુહ ઔર દાલ મસૂરકી…!
મનમા આવતું ગયું અને લખતા-ટાઇપ કરતા ગયા
ફરી ઊઘરાણી આવી અને
જૈસીકી તૈસી ધર દીની પ્રસ્તાવના
તેમણે તેવી જ છાપી અને મને
મારા પાગલપણામા અમથા અમથા ર.પા યાદ આવ્યા !
હું અંગુઠા જેવડી ને
મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા કરું ને અમથા રાખુ વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખુ અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ,
હરી પર અમથું અમથું હેત.
‘અમથું અમથું બધુ થતું તે તને ગમે કે નઈં?’
એમ હરીએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજુ પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરી પર અમથું અમથું હેત.
અને બીજી ફરમાશ વલીભાઇનાહાઈકુની પ્રસ્તાવના…!
તેમણે પણ મઠાર્યાવગર છાપી !
અને ત્રણ ઇ પત્રો આવ્યા કે
તેઓ હાઇકુની ગાઇડ તરીકે આ રાખશે
મનમા કહ્યું તમારા જોખમે…!
અને તેમણે જુ ભાઇની કરેલી ઓળખાણે
નૅટ ગુર્જરીનું પ્રમુખસ્થાન માતે પૂછાયું!
શબદ-અરથ, નભ-વીજળી, મુરલી-ફૂંક તણો સૌ ખેલ
મધમાખી થા મધુરસ લેવા, સાચો ઇ જ ઉકેલ
પવન-આગ, શું પવન-ગતિ, શું પવન-ગંધ સં-બંધીએ…
– ભૈ ચાલ, આપણે રમત જુદેરી રમીએ
રાજીનામુ તૈયાર રાખી નોકરી કરે તેમ…
તેમની સૌથી ગમતી વાતના પ્રતિભાવ શોધું છું
અલખ ધૂન સાંભળતાં ઉડે અવકાશે,
વટલ્યો વેરાગી, બંધાણો પ્રેમ પાશે ;
થઇ ગ્યો શું બાગી ! આ બાવો બંજરમાં
– પ્રેમ ધૂન વાગી…
તાંતણેથી બાંધ્યો આ કોણે તંતરમાં ?
ઇંટ દીધી મૂકી શું ઊંઘી ચણતરમાં ?
પ્રભુજીને ક્યે ન આવું તારા ગણતરમાં
ઘણી વાર મનમા આવે તે લખવાની ટેવ છે
અને લખવામા કાબુ રહેતો નથ
તો અસ્તુ
LikeLike
અત્યારે મનમા જે આવતુ ગયું તેવું લખ્યું
હવે મન સાથે ચિતને ઢંઢોળીએ…ખાસ કરીને તેમના આ વિચાર માટે
“આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ તત્વને પામવું છે ને ?
તો આ અપેક્ષાની ચુંગાલમાંથી છુટવું પડશે.”
યાદ આવે
…ષણ ક્ષણ મરતી રહી અપેક્ષા………
જન્મ સાથે જન્મી જીવનની અપેક્ષા,
પછી ક્ષણ ક્ષણ મરતી રહી અપેક્ષા.
એક પૂનમે ચાંદનીમાં નાહી અપેક્ષા,
પછી બની અમાસી અંધારુ અપેક્ષા.
એક સુંવાળા સ્પર્શે ઉદ્ભભવી અપેક્ષા,
પછી વિરહે વલખાતી રહી અપેક્ષા.
એક મુલાકાતે યાદગાર બની અપેક્ષા,
પછી માત્ર યાદોમાં રહી ગઈ અપેક્ષા.
એક મળેલા ફૂલે મહેકી ઉઠી અપેક્ષા,
પછી કાંટા બની ડંખતી રહી અપેક્ષા.
તારા માટે ક્ષણજીવી હતી અપેક્ષા,
મારા માટે સંજીવની હતી અપેક્ષા.
આ અપેક્ષા ચુંગાલ છે અને તેમાંથી છૂટવા વિષે વિચારીએ.જેને કોઈ અપેક્ષા નથી એની જિંદગીમાં કંઈક ખૂટતું હોય છે. માણસ અપેક્ષાઓ સાથે જ જીવે છે અને અપેક્ષાઓ પૂરી કરવા માટે જ મહેનત કરતો રહે છે આ અપેક્ષાનું મૂળ આનંદ જ છે અને આ આનંદને પરમાનંદની અપેક્ષામા પરિવર્તન કરવુ આવશ્યક છે.
આનંદ, ચૈતન્ય, સત્ય અને પરમ તત્વને પામવાની પણ અપેક્ષા રાખવી તે જરુરી છે જ પણ તે પહેલા તેને પાત્ર થવું પડે.આપણા વર્તમાન અને ભવિષ્યના કર્મો શુધ્ધ રહે અને સંચિત કર્મો જે સંસ્કારમા પડ્યા છે તેને શુધ્ધ કરવા સાધનાની જરુર રહે.ત્યાર બાદ ઘણા સંતો કહે પછી પરમ તત્વના અણસારને સાનંદાશ્ચર્ય સાથે પામીએ.અહીં કર્મોની શારીરિક ભૂમિકા કરતા માનસિક( મન,બુધ્ધિ,ચિત અને અહંકાર એમ ચારેય ભૂમિકાએ) શુધ્ધ હોય તે જરુરી જ નહીં પણ પરમ આવશ્યક છે.
આ તાર્કીક નથી પણ અનુભવ જન્ય વાત છે તેથી આમાં બુધ્ધિ કરતા મહાભાવની જરુર રહે..છતા તાર્કીકનો આગ્રહ જ હોય તો કાંઇક આ રીતે સમજાય -લીંબીક સીસ્ટીંમ થી પીનીઅલમા જવાની વાત છે
અસ્તુ
LikeLike
આદરણીય વડીલ શ્રી વિનોદકાકા
ભાવ સભર જીવન કળાનો સહેલાણી એટલે ” સુરેશભાઇ જાની”
“નથી કોઇ ઇચ્છા કે અપેક્ષા બસ મુજ મોજમા રહું છું
જરુર હોય મદદની બ્લોગર મિત્રને ખોજમા રહું છું”
આદરણિય વડીલ સુરેશ કાકાની ઓળખ આથી બીજી કોઇ ના હોઇ શકે
LikeLike
શ્રી સુરેશભાઈ જાની અને એમનું પ્રેરક સાહીત્ય : સુરેશભાઈ વીશેને આ માહીતી એક જગ્યાએ વાંચવા મળી.
LikeLike
मेरा ब्लॉग सुरेशही चलाता है हरदम
मेरी कला तो ना चले बगैर उसके दम
LikeLike
સૌ મિત્રોનો આભાર. અહંને પુષ્ટ કરવા લલચાવ્યો માટે નાભાર !
————-
‘બની આઝાદ’ માત્ર વાંચવા માટે નથી. એને જીવનમાં ઉતારશો તો અંધારામાં આથડતા આ જણને સહયાત્રીઓનું બળ મળી રહેશે.
LikeLike
Pingback: ( 191 ) આંખનું ઓપરેશન (હાસ્ય લેખ) ……. લેખક- શ્રી સુરેશભાઈ જાની | વિનોદ વિહાર
Sureshbhai Jani….Knew him 1st time from Vijaybhai Shah..then knew him more as I visited his Blog..then the Email/Phone contacts….eventually meeting him personally at the Temple in California..and meeting again at the Dallas Airport.
Why ?
May be by the Destiny or God intended ?
If Sureshbhai stayed in India will I have known him ? May be not !
But he came to U.S.A..Even then knowing him may have been impossible…but God inspired, he was hooked to Blogging & even became an Expert to assist others….This “new life” of Sureshbhai has been must be considered as an “outlet” to reveal himself to others( which includes me).
The closeness between ME & HIM allows me to say SJ Surji Etc..and he says CM.
May Sureshbhai remain in good health…and may he continue to do what he loves & desires !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting all to my Blog !
LikeLike
Pingback: અનામિક