વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(194 ) સાન ડિયેગોની હોમલેસ આર્ટીસ્ટ બાલિકા ઇનોસંટે ઇઝુકાર ( Inocente Izucar ) અને ઓસ્કાર એવોર્ડ

Inocente Izucar (center)with filmmakers Sean Fine and Andrea Nix Fine at Oscars Ceremony on 24th Feb.2013

Inocente Izucar (center)with filmmakers Sean Fine and Andrea Nix Fine at Oscars Ceremony on 24th Feb.2013

Inocente Izucar

Inocente Izucar


તારીખ ૨૪મી ફેબ્રુઆરી,૨૦૧૩ના રોજ લોસ એન્જેલસમાં ઓસ્કાર એવોર્ડના રંગોરંગ કાર્યક્રમમાં હોલીવુડના ફિલ્મી જગતના ટોચના કલાકારો અવનવા પોશાકો પરિધાન કરીને લાલ જાજમ ઉપર ગર્વથી મ્હાલી રહ્યા હતાં એમાં એવોર્ડ માટે નોમિનેટ થયેલ એક ડોક્યુમેન્ટરી ફિલ્મના પાત્ર સાન ડીયેગોની એક ૧૮ વર્ષની આર્ટીસ્ટ હોમલેસ બાલિકા ઇનોસંટે ઇઝુકાર – Inocente Izucar સૌનું ધ્યાન ખેંચતી હતી .

આ ડોક્યુમેન્ટરી ફિલ્મને જ્યારે ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત થયાની જાહેરાત થઇ અને આ ફિલ્મના ડિરેક્ટરો સીન ફાઈન અને એના પત્ની એન્ડ્રિયા ફાઈન સાથે ઇનોસંટે પણ  એવોર્ડ ગ્રહણ કરવા સ્ટેજ ઉપર હાજર થઇ ત્યારે એના માનવામાં આવતું ન હતું  કે એના જીવનમાં આ દિવસ જોવાનો કદી આવી શકશે .

એક સમયે સાન ડીયેગોની ગલીઓમાં એક જગાએથી બીજી જગાએ ફરતી દિશા વિહીન બાલિકાના કઠીનાઈ ભર્યા જીવનની એ દિવસથી દશા અને દિશા બદલાઈ ગઈ . એના જીવનને એક નવો આયામ પ્રાપ્ત થયો .

ઇનોસંટે ઇઝુકારની જીવન કહાણી ખુબ રસપ્રદ છે એટલી જ એના જેવાં અનેક  બેઘર બાળકો માટે પ્રેરક  છે .

ઇનોસંટે ઇઝુકાર અમેરિકામાં ગેર કાયદેસર દાખલ થયેલ લેટિનો મા-બાપની પુત્રી છે . અમેરિકામાં આવ્યા  બાદ થોડા વર્ષોમાં એના પિતાને માતાને મારઝૂડ અને ત્રાસ આપવા માટે પોલીસે ધરપકડ કરીને ડીપોર્ટ  કર્યા .આ પછી એની માતા અને બાળકોની કઠિનાઈ શરુ થઇ .આખું કુટુંબ બેઘર બની ગયું . એના પિતા હદપાર થયા પછી  ઇનોસંટે ૯ વર્ષ સુધી સાન ડિયેગોની ગલીઓમાં અને એક સ્કુલમાંથી બીજી સ્કુલમાં ફરતી રહી .

 ઇનોસંટેની માતા એના પતિની ગેર હાજરીમાં કુટુંબ નિર્વાહ કરવાની રોજ બરોજની મુશ્કેલ જિંદગીથી કંટાળી જતાં એણે બાળકો સાથે સાન ડીયેગોના  કોરોનાડો પુલ ઉપરથી સહ કુટુંબ પડતું મૂકી આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. ઇનોસંટેએ માતાને એમ કરતાં વારી . એ દિવસથી એણે મનમાં નક્કી કર્યું કે મારે કઈક મારા કુટુંબ માટે કરવું જોઈએ.

એના સ્વપ્નને સાકાર કરવા માટે સાન ડીયેગોની  એના જેવાં બેઘર બાળકોને માટે કામ કરતી નોં-પ્રોફિટ સંસ્થા ARTS Center અને એના સંચાલક D’Arrigo  એ એનામાં પડેલી કલાકારની દ્રષ્ટિને ખીલવવામાં ખુબ મદદ કરી.  ઇનોસંટે ૧૨ વર્ષની હતી ત્યારથી હોમલેસ બાળકોના ઉત્થાન માટે કામ કરતી આ સંસ્થામાં જતી હતી . ત્યાં રહીને રચેલ એની આગવી રંગીન કળા કૃતિઓ  તરફ લોકોનું ધ્યાન ખેંચાવા લાગ્યું .

એ જાણીને નવાઈ લાગે એવું છે કે અમેરિકામાં આજે દર ૪૫ બાળકોએ એક બાળક હોમલેસ સ્થિતિમાં જીવે છે .અમેરિકાના ભગ્ન થતાં કુટુંબ જીવનનું આ એક મોટું કલંક છે .આવાં પ્રેમ વિહોણા બાળકો ડ્રગ અને ગુનેગારીના રવાડે ચડી જાય છે .

આ એવોર્ડ વિજેતા ડોક્યુમેન્ટરી ફિલ્મ   ઇનોસંટેના નિર્માતા Sean Fine અને એનાંપત્ની Andrea Nix Fineઆવાં યતીમ બાળકો ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માંગતા હતાં . આર્ટસ સેન્ટર મારફતે એમણે ઇનોસંટેની પસંદગી કરીને એની જીવન કથા અને એની કળા ઉપર ફિલ્મ બનાવી અને એ એવોર્ડ જીતી ગઈ .

આ  ફિલ્મ અને એમાં રજુ થયેલ   ઇનોસંટેની કહાણી અમેરિકાનાં અનેક બેઘર અને યતીમ બાળકોમાં પડેલી સુસુપ્ત શક્તિઓને નવો રાહ આપી એમને નવા જીવન તરફ દોરવા પ્રેરણાદાયી બનશે એમાં શંકા નથી .

આ એવોર્ડ પછી  ઇનોસંટેનું જીવન હવે ઉન્નતિની રાહે ચાલી રહ્યું છે .એની કલાકૃતિઓ ચપોચપ વેચાવા લાગી છે .એક વખત સાન ડીયેગોની ગલીઓમાં હેતુ વિહીન રખડતી એક હોમલેસ અને અનજાન બાલાએ આજે હોલીવુડના ટોચના કલાકારો જ નહી પણ આખા વિશ્વનું પણ ધ્યાન ખેંચ્યું છે .

સાન ડિયેગોમાં એની કલાકૃતિઓની આવકમાંથી એણે પોતાનું એપાર્ટમેન્ટ ખરીદી લીધું છે . એની દુખી માતા અને ભાઈ -બહેનોને અમેરિકામાં કાયદેસર કાયમી રહેવાના વિઝા પણ મળી ગયા છે .

આ ઓસ્કાર એવોર્ડ જીતવા બદલ ઇનોસંટે , ડોક્યુમેન્ટરી ફિલ્મના નિર્માતા અને ઇનોસંટેને સાચી રાહે દોરવામાં મદદગાર આર્ટસ સેન્ટરના સંચાલકને ખુબ ખુબ અભિનંદન .

નીચે જે બે વિડીયો મુક્યા છે એમાં  ઇનોસંટેના મુખે એની જીવન કથા અને ચિત્રો નિહાળો .

વિનોદ પટેલ

____________________________________________________________________________________
“Inocente”: A film sheds light on a homeless artist’s story

San Diego teenage artist Inocente Izucar wins Oscar for Best Documentary

KLICK THIS LINK AND WATCH VIDEO

https://www.youtube.com/watch?v=VeqwH3wcvDI&feature=player_detailpage

________________________________________________________________

Inocente-Izucar-with her art work - image-google

Inocente-Izucar-with her art work – image-google

 

 

 ઇનોસંટેના વધુ ફોટાઓ અને એની સુંદર કલાકૃતિઓ નીચેની લિંક ઉપર નિહાળો.

Inocente Izucar and her Artwork

 

 

 

 

 

8 responses to “(194 ) સાન ડિયેગોની હોમલેસ આર્ટીસ્ટ બાલિકા ઇનોસંટે ઇઝુકાર ( Inocente Izucar ) અને ઓસ્કાર એવોર્ડ

 1. pragnaju માર્ચ 2, 2013 પર 10:33 એ એમ (AM)

  ખૂબ જ આનંદદાયક પ્રેરણાદાયી માહિતી

  Like

 2. Ramesh Patel માર્ચ 2, 2013 પર 11:54 એ એમ (AM)

  આદરણીયશ્રી વિનોદભાઈ …. સોના જેવી કિંમતી વાત , આપે બ્લોગ પોષ્ટમાં વહેંચી.સુંદર કાર્યને સુંદર માહિતી.

  આવો ખજાનો છલકાવતા રહેજો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. હિમ્મતલાલ માર્ચ 2, 2013 પર 12:36 પી એમ(PM)

  બહુ સરસ પ્રેરણા દાયી વાત લખી વિનોદ ભાઈ ભગવાન કોઈના માટે કયાની ક્યા ડાળ નમાવી દ્યે છે . કલ્પી ન શકાય એવી વાત છે . તમારો આભાર આવી વાતો લખવા બદ્સલ મને ખુબ ગમી

  Like

 4. સુરેશ જાની માર્ચ 3, 2013 પર 12:54 એ એમ (AM)

  બહુ જ પ્રેરણાદાયક સત્યકથા

  Like

 5. Vipul Desai માર્ચ 3, 2013 પર 8:37 એ એમ (AM)

  આ છોકરીની વાર્તા સ્લમ ડોગ મીલીઓનરને મળતી આવે છે. મુખ્ય કારણ અમેરિકામાં પ્રવેશતા ગેરકાયદેસરના વસાહતીઓ છે. ઇનોસેન્ટ તો નશીબદાર છોકરી કહેવાય બાકી વિનોદભાઈએ કહ્યું તેમ અમેરિકામાં ૨ % બાળકો હોમલેસ છે જે એક અતિઆધુનિક ગણાતા દેશને માટે કાળા ધબ્બો છે.વિપુલ એમ દેસાઈ
  http://suratiundhiyu.wordpress.com/

  Like

 6. pravinshastri માર્ચ 3, 2013 પર 10:39 એ એમ (AM)

  ઑસ્કાર એવૉર્ડ્માંની જાણવા જેવી વાત. મારા શરૂઆતના દીવસોમાં મોડે સુધી જાગીને એવૉર્ડ શો જોતો હતો. પછી રસ ઓછો થઈ ગયો. જો તમે આ પોસ્ટ મુકી ન હોત તો આવી જાણવા જેવી સરસ વાતથી વંચિત રહ્યો હોત.
  ધન્યવાદ.
  પ્રવીણ શાસ્ત્રી.
  http://pravinshastri.wordpress.com

  Like

 7. chandravadan માર્ચ 5, 2013 પર 2:05 એ એમ (AM)

  Very inspirational Story !
  Nothing is impossible in this World…..What is NOT imaginable to be possible becomes a REALITY.
  Dr, Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 8. ગોદડિયો ચોરો… માર્ચ 5, 2013 પર 4:07 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  સુંદર અને સચોટ માહિતી સભર લેખ

  સરસ લેખ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: