વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(196) વસવાટ વિદેશે: સંપેતરાઓથી સાવધાન! Vijay Shah

Hand cuffed man with police
પ્રાર્થના સમાજ પાસેની એક ચાલમાં ભૂપેન્દ્ર અને રાધા રહે. તેમની એકની એક દીકરી ભૂમિને રંગેચંગે પરણાવીને સાસરે વળાવી. યોગ કંઇક એવા ગોઠવાયા જમાઇ કૃતેશને ઈન્ટરનેશનલ કંપનીએ કેલિફોર્નિયા મોકલ્યા. કોબોલ પ્રોગ્રામરની ૨૦૦૦ની સાલમાં મોટી બોલબાલા હતી. તેથી ૨ વર્ષ માટે કૃતેશ અમેરિકા આવ્યા.

ભૂમિ સાથે તેનો બે વર્ષનો અમિત પણ હતો. ભારતીય ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ રાવ તેનો ડોક્ટર હતો. તેથી ધીમે ધીમે વાતો થતી અને આમેય ભોળા માણસોને મન સૌ તેમના જેવા જ ભોળા લાગે. પાછા જવાના દિવસો નજીક આવતા હતા અને ડો. રાવે એક વખત ભૂપેન્દ્રને કહ્યું, ‘જતાં પહેલાં ફરવા અને અમેરિકા જોવા તારા સગાંવહાલાંને બોલાવતો ખરો? ભૂમિનાં પપ્પા અને મમ્મીની તબિયત તો સારી છે અને ન્યૂયોર્ક દીકરીનું ઘર છે તો ભલેને આવે અને અમેરિકા તો જુએ. ડોલરનો હિસાબ મૂકી જોયો અને ભૂમિને ખુશ કરવાનો આ એક મોકો છે તેમ સમજતાં ભૂપેન્દ્રએ વાત મૂકી..” પપ્પા- મમ્મીને બોલાવીયે તો?”

ભૂમિ આશ્ચર્યચકિત તો થઇ અને પૂછ્યું, “આપણી પાસે એટલા પૈસા છે?”

“બોનસ આવે છે ને.. ધાર્યા કરતાં વધુ આવવાનું છે.. અને આપણે વળી ક્યારે પાછા આવવાના?”

દોઢ વર્ષથી અમેરિકામાં પૈસા બચાવીને જીવતાં એના જીવને આનંદ આનંદ થઇ ગયો..

” આપકી મમ્મી હમારે લિયે દવાઇઓં કા એક ડીબ્બા લા પાએંગે? યહાં કીસી બચ્ચેકો કેન્સર હુઆ હૈ ઓર ઉનકે લીયે મંગવાના હૈ..”

ટિકિટો લેવાઇ ગઈ અને ફોન ઉપર સૂચનાઓ અપાઇ. ભૂપેન્દ્ર દીકરીને ખર્ચો થઈ જશે કરીને હા-ના કરતા હતા. તેને સૌથી વધારે ત્રાસ હતો સંપેતરાઓનો…અને પહેલી વખતે તમે અમેરિકા જવાના એટલે જેમ વાત ખબર પડી તેમ દૂર દૂરથી ઓળખાણો કાઢી લોકો સંપેતરાઓ આપવા પહોંચી ગયા.

આ બાજુ ડો. રાવ ભૂમિને કહે..” આપકી મમ્મી હમારે લિયે દવાઇઓં કા એક ડીબ્બા લા પાએંગે? યહાં કીસી બચ્ચેકો કેન્સર હુઆ હૈ ઓર ઉનકે લીયે મંગવાના હૈ..”

“ડોક્ટર સાહબ કોઇ અચ્છે કામ કે લીયે હમ આપકો તો ના નહીં કહે સકતે ના?”

થેંક્યુ..આપકે ઘર વો ડબ્બા પહુંચ જાયેગા..ઓર યહાં મેં એરપોર્ટ સે લે લુંગા.. ઔર આપકે પાપા- મમ્મી સે આશીર્વાદ ભી લે લુંગા…

એવું માની લેવાનું જ નહીં કે ટૂંકા પરિચયે કોઇક ચેરિટી અને એવા ભાવાત્મક કારણો સાથે કંઇ પણ આપે તો તેનો તે હેતુ સાચો જ હોય… કારણ કે ત્યાં છટકબારી હોય જ અને પગતળે રેલો આવે ત્યારે તે ફરી જ જાય..પછી તે દેશનો હોય કે વિદેશનો…!!!

નિર્ધારિત દિવસે ફ્લાઈટ તો આવી ગઇ પણ પપ્પા- મમ્મી ન નીકળ્યાં ત્યારે ભૂમિ ઊંચી- નીંચી થઇ ગઈ. ફ્લાઈટના લિસ્ટમાં નામ હતું..એરપોર્ટ ઉપર તપાસ કરતાં બે કલાકે ખબર પડી કે ભૂપેન્દ્ર અને રાધાને પોલીસે પકડ્યાં હતાં..આક્ષેપ હતો ડ્રગ્સની હેરાફેરીનો…ડો. રાવને ખબર પડી તો તે તો બદલાઇ જ ગયા…કેવી દવા અને કેવી વાત?

કૃતેશ અને ભૂમિ અજાણી ધરતી ઉપર કેટલુંય કર્યું…આખરે ૨૦૦૦૦ ડોલરના જામીન ઉપર ૪ દિવસે તેમને છોડ્યાં..રાધા તો ભાંગી જ ગઇ હતી.. બહાર નીકળતાં દવા કૂતરાઓ સૂંઘી ચૂક્યા હતા. જેલમાં ભૂપેન્દ્રને પડેલો માર અને રાધા સાથે થયેલાં દુર્વ્યવહારની એટલી બધી ખરાબ અસર થઇ કે હબકમાં ને હબકમાં તેમણે દેહ છોડી દીધો.

એક સાવ સાદો નિયમ..કોઇ સંપેતરું લેવું નહીં અને લીધું તો ચકાસી લેવું કે તે જે કહે છે તેજ છે ને? હીરા, દાગીના અને માદક દ્રવ્યો છેલ્લીઘડીએ જ આપવામાં આવે..હવે તો બેગમાં જગ્યા જ નથી કહી જોખમ ન લેવું અને એવું માની લેવાનું જ નહીં કે ટૂંકા પરિચયે કોઇક ચેરિટી અને એવા ભાવાત્મક કારણો સાથે કંઇ પણ આપે તો તેનો તે હેતુ સાચો જ હોય… કારણ કે ત્યાં છટકબારી હોય જ અને પગતળે રેલો આવે ત્યારે તે ફરી જ જાય..પછી તે દેશનો હોય કે વિદેશનો…!!!

Vijay Shah

Vijay Shah

(વિજય શાહ 1964થી લેખનપ્રવૃત્તિ સાથે સંકળાયેલાં છે. તેઓ અમેરિકાનાં હ્યુસ્ટન ખાતે ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાની પ્રવૃત્તિઓ દ્વારા વિદેશમાં રહીને પણ માતૃભાષાનાં સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી અદા કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમના 4 કાવ્યસંગ્રહો, 4 નવલકથાઓ, 2 નિવૃત્તિ વિષયક નિબંધસંગ્રહો અને 16 જેટલી સહિયારી નવલકથાઓ પ્રગટ થયાં છે.)

Vijay Shah’s blog.

વિજયનું ચિંતન જગત
http://www.vijaydshah.com/

આભાર – શ્રી વિજયભાઈ શાહ

સૌજન્ય –globalgujaratnews.com

( આ લિંક ઉપર વિજયભાઈના આવા બીજા “વસવાટ વિદેશે ” શ્રેણીના લેખો વાંચો .)

3 responses to “(196) વસવાટ વિદેશે: સંપેતરાઓથી સાવધાન! Vijay Shah

 1. pragnaju માર્ચ 5, 2013 પર 11:40 એ એમ (AM)

  કડવી પણ સાચી વાત
  અમારા પાડોશી ભજન ગાતા
  જિંદગી સંપેતરું,
  માલિકી ક્યાંથી કરું ?

  આવતા જો હો તમે,
  જીવ રસ્તે પાથરું.

  આંસુઓના જળ મહીં,
  મૂર્તિ તારી કોતરું.

  મૃત્યુ જેવા મૃત્યુને,
  લગ્ન માફક નોતરું.

  કાલ તો ઊડી જશે,
  જીવ તો છે ફોતરું.

  Like

 2. ગોદડિયો ચોરો… માર્ચ 5, 2013 પર 4:12 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  જીવનમા યાદ રાખિ મનમાં ગુંથી લેવા જેવી વાત

  “વિશ્વાસે વહાણ ચાલે છે આ દુનિયામાં

  વિશ્વાસે કંઇક્ને લુંટાવ્યા છે આ દુનિયામાં”

  સરસ લેખ અને સંકલન

  Like

 3. aataawaani માર્ચ 7, 2013 પર 1:38 એ એમ (AM)

  પ્રિય વિનોદભાઈ અને ભાઈ વિજયશાહ  તમારા બંનેનો ઘણો આભાર .હું પણ  સમ્પેત્રામાં  ફસાઈ જવાનો હતો। પણ ભોળાના ભગવાન છે . એ ન્યાએ   મને ભગવાને બચાવી લીધેલો .   Ataai ~sacha hai dost hagiz juta ho nahi sakta   jal jaega sona firbhi kaalaa ho nahi sakta                Teachers open door, But you must enter by yourself.

  ________________________________

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: