શુક્રવાર, તારીખ ૮,માર્ચ ,૨૦૧૩ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે .
આંતરરાષ્ટ્રીય ફલકમાં મહિલાઓના પ્રશ્નો પ્રત્યે લોકજાગૃતિ લાવવા અને મહિલાઓના જરૂરી ઉત્કર્ષ માટે
લોકોને કટીબદ્ધ કરવાના ઉદ્દેશ્યથી સયુંક્ત રાષ્ટ્રસંઘ, (યુનો) દ્વારા સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૮મી માર્ચના
દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે.
વિશ્વની અડધી જન સંખ્યા મહિલાઓ છે .સામાજિક ,રાજકીય ,ઔદ્યોગિક ,શિક્ષણ અને અન્ય ક્ષેત્રે આજે મહિલાઓ અગત્યની ભૂમિકા ભજવી રહી છે .વિજ્ઞાન, ટેકનોલોજી, સંગીત ,કળા અને સાહિત્ય એમ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પહેલાં કરતાં વધુ આગળ આવી રહી છે .અવકાશ સંશોધન અને રમતગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવી છે .
આમ હોવાં છતાં નારીના ઉત્કર્ષ માટે હજુ ઘણું કરવાનું બાકી છે .આ એકવીસમી સદીમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રીઓનો સાક્ષરતાનો દર પુરુષો કરતાં ઘણો નીચો છે . કૌટુંબિક ત્રાસનો ભોગ મહિલાઓ આજે અમેરિકામાં પણ બની રહી છે . નોકરીઓમાં વેતનમાં સ્ત્રીઓને પુરુષો સામે અન્યાય કરવામાં આવતો હોય છે .
હજુ ગઈ કાલે જ અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામાએ કાંગ્રેસે પસાર કરેલ અમેરિકામાં સ્ત્રીઓ ઉપર ગુજારાતા કૌટુંબીક ત્રાસ અટકાવવાના કાયદા ઉપર એકત્રિત થયેલ મહિલાઓના વીશાળ જૂથ સમક્ષ સહી કરી હતી કાયદો અમલી બનાવ્યો છે .આ શું બતાવે છે ? એ કે જગતમાં સુપર પાવર ગણાતા અમેરિકામાં પણ સ્ત્રીઓ સામાજિક રીતે સંપૂર્ણ રીતે સહીસલામત નથી અને પુરુષો તરફથી ત્રાસ અને અન્યાયનો આજે ૨૧મી સદીમાં પણ ભોગ બની રહી છે .
International Womens Day પ્રસંગે અમેરિકામાં મહિલા શક્તિમાં થયેલ ઉત્કર્ષનો સાલ વાર ઇતિહાસ અને અમેરિકાની કેટલીક ક્રાંતિકારી આગેવાન મહિલાઓનો પરિચય કરાવતો નીચેનો માહિતીપૂર્ણ વિડીયો માણો
ભારતમાં અને ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે મહિલાઓ પોતાનું કાઠું બતાવી રહી છે .ભારતની પાર્લામેન્ટના સ્પીકર મહિલા છે .ગુજરાતના ગવર્નર મહિલા છે .ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ ના મુખ્ય મંત્રી નું સ્થાન મહિલાઓ શોભાવી રહી છે . લોક સભા અને ધારાસભામાં મહિલાઓની સંખ્યા વધતી જાય છે .
આમ હોવાં છતાં સામાજિક રીતે ભારતમાં મહિલાઓ હજુ પણ સલામત નથી એ દિલ્હી રેપ કેસ જેવ અનેક બનાવો પુરવાર કરે છે .સ્ત્રી ભ્રુણ હત્યાના કમનશીબ બનાવો પણ વધી રહ્યા છે .મહિલા સશક્તિકરણ માટે હજુ ઘણું કરવાનું બાકી છે .
વિશ્વ મહિલા દિન’ની ભારતમાં વિવિધ ઠેકાણે અલગ અલગ રીતે ઊજવણી કરવામાં આવી એમાં જે દેખાવો થયા એનું આ ચિત્ર સ્ત્રીઓના પ્રશ્નો તરફ અંગુલી નિર્દેશક કરે છે .
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે ગાંધીનગર ખાતે ગુજરાતના 11 જેટલા મહિલા ધારાસભ્યોએ વિધાનસભા ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી મોદીએ મહિલા શક્તિને બિરદાવીને આ મહિલા ધારાસભ્યોને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવીને ગુજરાતની વિકાસ યાત્રામાં મહિલાઓને મોટી સંખ્યામાં શામેલ કરવાનું સુચન પણ કર્યું હતું. આ ઉપરાંત મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને અન્ય મહિલા ધારાસભ્યોએ પણ સભાગૃહમાં મહિલા દિવસનો ઉલ્લેખ કર્યો હતો.
વાચકોના પ્રતિભાવ