વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 12, 2013

(202 ) સૌનો માનીતો વિકલાંગ બાળ હાસ્ય કલાકાર જય છનીયારા — એક અદભૂત વ્યક્તિત્વ

આજે આ પોસ્ટ દ્વારા એક એવા બાળકનો પરિચય તમોને કરાવવો છે જેની સાથે “સેરેબલ પેલ્સી ” ના રોગમાં કુદરતે એનાં અંગોની શક્તિઓને હણી લઈને નાનપણથી જ એના જીવન સાથે ક્રૂર રમત ખેલી છે .

 
આ કમનશીબ બાળકનું નામ જય છ્નીયારા ( Jay Chhaniyara ) છે. જે ઉંમર નિર્દોષ બાળકો માટે  ઉત્સાહભેર દોડવા, અવનવી રમતો રમવાની હોય એ ઉંમરે એના બે પગે, જમણી આંખે ૧૧ ઓપરેશન કરવામાં આવ્યાં છે .
 
આમ છતાં એ  હિમ્મત  હાર્યો નથી .
 
આજે એની ૧૭ વર્ષની ઉંમરે જય એક જાણીતો અને સૌનો માનીતો મિમિક્રી-હાસ્ય કલાકાર બન્યો છે. સચિન તેન્દુલકર ,શાહરુખખાન ,સલમાનખાન જેવાં મોટાં માથાંઓએ એને મળીને ખુશી વ્યક્ત કરી છે .
 
એક હાસ્ય કલાકાર  તરીકેની કારકીદીમાં સક્ષમ માણસોને પાછળ પાડી દઈને  આજે જય એના ગરીબ કુટુંબને હાસ્યના પ્રોગ્રામો દ્વારા આર્થિક મદદ પહોંચાડનાર એક અગત્યનો સક્રિય સભ્ય બન્યો છે .
 
અન્ય વિકલાંગોને માટે ઉદાહરણ પુરું પાડનાર આ જય વિષે વધુ વિગતવાર માહિતી શ્રી દેવાંગભાઈ વિભાકરના બ્લોગ સ્પીક બિન્દાસ બ્લોગ ઉપર એમણે લીધેલ ભાઈ જય છનીયારા સાથેના ઇન્ટરવ્યુંના ત્રણ વિડીયો નિહાળીને  અને એમણે આપેલ અન્ય માહિતી નીચેની લિંક ઉપર વાંચીને મેળવો અને જયમાં પડેલ અદભૂત સ્પીરીટની જાતે પ્રતીતિ કરો .
 
 

<img src="https://vinodvihar75.files.wordpress.com/2013/03/jay-chhaniyara-with-devang-vibhakar.jpg?w=300" alt="Jay Chhaniyara-with-Devang Vibhakar

jay-chhaniyara-with-devang-vibhakar(Courtesy- devaang vibhakar )

____________________________________________________________

સ્ટાર નેટવર્ક ના લાફ્ટર ચેલેંજ ટી.વી. પ્રોગ્રામમાં ઝળકેલ જય છનીયારા
સ્ટાર નેટવર્ક ના લાફ્ટર ચેલેંજ ટી.વી. પ્રોગ્રામમાં વ્હીલ ચેરમાં બેસીને વિકલાંગ કહેવાતા આ જયે જે જુસ્સાથી હાસ્ય-જોક્સ રજુ કરી બધાને હસાવ્યા હતા એ પ્રોગ્રામને નીચેના વિડીયોમાં જોઈને તમે ખુશ થઇ જશો. આવી શારીરિક પરિસ્થિતિમાં પણ એનામાં પડેલ રમુજ વૃતિ ઉપર તમે પણ વારી જશો.
Jay Chhaniyara – Laughter Challenge Progrraama

સ્પીક બિન્દાસમા એક વિડીયોમાં ભાઈ જય છનીયારાએ અન્ય વિકલાંગ બાળકો માટે એમનો સ્વ-રચિત હિન્દીમાં કાવ્ય સંદેશ રજુ કર્યો છે એ મને ખુબ જ ગમી ગયો .
આ ગીત ભાઈ જયની આંતરિક બુલન્દીની સાચી પહેચાન કરાવે છે .
ખુદાસે તુમ મત માંગો દોસ્તો
ખુદ હી કો ઇતના બુલંદ કરો
ખુદ હી મેં તુમ સુરજ હો દોસ્તો
અંધેરે સે કભી તુમ મત ડરો
ઇસ દુનિયાકે લીયે હો તુમ સબકી આશાયે
જબ તલક તુમ હો યહાં….
હસ્તે હુએ જીઓ ઔર હસ્તે હુએ મરો .

જય નામને સાર્થક કરનાર ભાઈ જય છનીયારાની જવાંમર્દીને સલામ

.