વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: માર્ચ 25, 2013

(209 ) રંગ અને ઉમંગનો તહેવાર એટલે હોળી

This slideshow requires JavaScript.

આજ આવી છે રંગીલી હોળી….રમેશ પટેલ(આકાશદીપ)

હૈયાને રંગમાં ઝબોળી

આવી છે રંગીલી હોળી

છે કુદરત ખુશહાલ,

સંગ નાચ મસ્તીનો વ્હાલ

શોભે તિલક આ ભાલ,

લાવો હાથમાં ગુલાલ

ઉમંગે ખેલે ભેરૂઓની ટોળી

આજ આવી છે રંગીલી હોળી

ફાગણના રંગ ફાગ,

મધુ કોયલના રાગ

છોડી વેરની આગ,

ખેલો લઈને ગુલાલ

રંગભરી રમે નવોઢા ભોળી

આજ આવી છે રંગીલી હોળી

ઢોલ વાગ્યા હોળીના,

લઈ કેસરિયા વ્હાલ

વ્રજમાં નાચે રે કાન,

ભેટો લઈને ગુલાલ

લાવો ધાણી ખજૂરની ઝોળી

આજ આવી છે રંગીલી હોળી

રમેશ પટેલ

( આકાશ દીપ )

___________________________________________

હોળીનો પર્વનો ઇતિહાસ અને અન્ય માહિતી માટે વિનોદ વિહારની ગયા વર્ષની હોળી
પર્વની ની આ પોસ્ટ વાંચો .
આ પોસ્ટમાં પણ મારા મિત્ર શ્રી રમેશ પટેલની એક બીજી સુંદર હોળી અંગેની કાવ્ય
રચના પણ માણો .

______________________________________

ફિલ્મ સિલસિલામાં આપણા પ્રિય હિન્દી ફિલ્મ કલાકારો અમિતાભ બચ્ચન , રાખી ,જ્યાં ભાદુરી અને રાજીવકુમારને હોળીના રંગમાં રંગાઈને હોળી ગીત ” રંગ બરસે , ભીગી ચુનરિયા “ગાતાં અને ઝૂમતાં આ વિડીયોમાં નિહાળો .
Rang Barse – Full Holi Song – Film Silsila

<span style=";"

સૌ વાચક મિત્રોને હોળી પર્વ મુબારક . અભિનંદન .
વિનોદ પટેલ

2 Pea cock-Vasant