વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(209 ) રંગ અને ઉમંગનો તહેવાર એટલે હોળી

This slideshow requires JavaScript.

આજ આવી છે રંગીલી હોળી….રમેશ પટેલ(આકાશદીપ)

હૈયાને રંગમાં ઝબોળી

આવી છે રંગીલી હોળી

છે કુદરત ખુશહાલ,

સંગ નાચ મસ્તીનો વ્હાલ

શોભે તિલક આ ભાલ,

લાવો હાથમાં ગુલાલ

ઉમંગે ખેલે ભેરૂઓની ટોળી

આજ આવી છે રંગીલી હોળી

ફાગણના રંગ ફાગ,

મધુ કોયલના રાગ

છોડી વેરની આગ,

ખેલો લઈને ગુલાલ

રંગભરી રમે નવોઢા ભોળી

આજ આવી છે રંગીલી હોળી

ઢોલ વાગ્યા હોળીના,

લઈ કેસરિયા વ્હાલ

વ્રજમાં નાચે રે કાન,

ભેટો લઈને ગુલાલ

લાવો ધાણી ખજૂરની ઝોળી

આજ આવી છે રંગીલી હોળી

રમેશ પટેલ

( આકાશ દીપ )

___________________________________________

હોળીનો પર્વનો ઇતિહાસ અને અન્ય માહિતી માટે વિનોદ વિહારની ગયા વર્ષની હોળી
પર્વની ની આ પોસ્ટ વાંચો .
આ પોસ્ટમાં પણ મારા મિત્ર શ્રી રમેશ પટેલની એક બીજી સુંદર હોળી અંગેની કાવ્ય
રચના પણ માણો .

______________________________________

ફિલ્મ સિલસિલામાં આપણા પ્રિય હિન્દી ફિલ્મ કલાકારો અમિતાભ બચ્ચન , રાખી ,જ્યાં ભાદુરી અને રાજીવકુમારને હોળીના રંગમાં રંગાઈને હોળી ગીત ” રંગ બરસે , ભીગી ચુનરિયા “ગાતાં અને ઝૂમતાં આ વિડીયોમાં નિહાળો .
Rang Barse – Full Holi Song – Film Silsila

<span style=";"

સૌ વાચક મિત્રોને હોળી પર્વ મુબારક . અભિનંદન .
વિનોદ પટેલ

2 Pea cock-Vasant

3 responses to “(209 ) રંગ અને ઉમંગનો તહેવાર એટલે હોળી

 1. pragnaju માર્ચ 26, 2013 પર 5:38 એ એમ (AM)

  મઝાની રંગ રસની લહાણી કરી.
  બેવડાય છતાં એક અગત્યની વાત મૂકું છું
  મન વિચારે ચઢ્યું…
  ;…થી વધુ લોકોને ઝેરી રંગની અસર થવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  ભોગ બનેલાઓમાં વધુ કરીને બાળકોનો સમાવેશ થાય છે’ વિ સમાચારો વર્ષોથી હોળી ગાળામા આવતા જ
  રહે તો વર્ષોથી જે પ્રચાર/ વિનંતી કરીએ છીએ તે સ્વીકારીએ ઇકો ફ્રેંડલીહોળી..
  હોળી અને ધૂળેટીના રંગોત્સવની ઉજવણીમાં છૂટથી વપરાતા કેમિકલ મિશ્રિત રંગો ચામડીને હાનિકર્તા છે તેને બદલે હર્બલ રંગો વાપરવા હિ‌તાવહ છે. તેમજ પાણીનો બગાડ પણ ઓછો થાય છે.
  કેમિકલયુક્ત રંગોથી ચામડીના રોગ થાય છે. જ્યારે કેસૂડાના પાણીથી રંગે રમવાથી ચામડી ગૌર બને છે.કેસૂડો ઉપરાંત પલાસ અને ખાખરા જેવા વૃક્ષોના ફૂલોમાંથી કેસરી રંગ મળે છે. કપાસના ફૂલના અર્કમાં લીંબુનો રસ મેળવવાથી લાલ રંગ મળે છે. હળદરમાંથી ઘાટો પીળો રંગ મળે છે જેને સાબુના દ્રાવણ સાથે મિશ્રણ કરતા લાલ રંગ આપે છે. આવી તો અનેક વનસ્પતિ છે જેમાંથી પ્રાકૃતિક અને નિર્દોષ રંગ મળે છે જે સહેજ પણ નુકશાનકારક નથી.
  અબીલ-ગુલાલની સાથે સુકી હોલી.દાડમની છાલને સૂકવી, ખાંડીને શ્રેષ્ઠ પ્રકારનો સિલ્વર રંગ બને છે, રજકાના પાનમાંથી લીલો, પારિજાતમાંથી કેસરી રંગ, હરડેમાંથી પીળો રંગ, કાથામાંથી લાલ રંગ, ખાવાના સોડામાંથી પણ લાલ રંગ મળે છે. જાંબુમાંથી જાંબલી અને બીટમાંથી ગુલાબી રંગ મળે છે.
  પાણી બચાવવાના આ અભિયાનમાં અબીલ ગુલાલની સાથે સુકી હોળીનો ભાવ વ્યકત કરતાં સુંદર સ્લોગન
  ‘ હોલી મેં પાની કોન બહાયેંગે, પાની ભવિષ્યકે લીએ બચાયેંગે અગર એસે હી પાની ખત્મ હો ગયા તો કયાં આસું કી નદીયા બહાયેંગે ?
  હેપી સૂકી હોલી-

  Like

 2. Ramesh Patel માર્ચ 26, 2013 પર 11:36 એ એમ (AM)

  આપને તથા પરિવારને હોળીની ખૂબખૂબ શુભેચ્છાઓ.

  આભાર અમારી ખુશહાલી ગુલાલમય બનાવવા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. આપણુ ગુજરાત માર્ચ 26, 2013 પર 7:07 પી એમ(PM)

  આપને પણ રંગબેરંગી હોળીની શુભકામનાઓ..Very Colorful Slideshow .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: