વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 212 ) જીવનને જોશથી જીવી જવા માટેની જડીબુટ્ટી- શ્રી સુરેશભાઈ જાનીનું નવું ઈ- પુસ્તક “બની આઝાદ “

Sureshbhai Jani in contemplating mood

મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે તાંજેતરમાં જ મારા સહૃદયી અને હમ સફર મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના બ્લોગ ગદ્યસુરમાં ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૩થી પોસ્ટ કરેલ વિવિધ આધ્યાત્મિક અને જીવન ઉત્કર્ષ માટેના લેખોને આવરી લઈને જીવનના ઉત્કર્ષ માટે ઉપયોગી માર્ગ દર્શન આપતું એક પ્રેરક ઈ-પુસ્તક “બની આઝાદ ” તાંજેતરમાં જ પ્રસિદ્ધ કર્યું છે .

શ્રી સુરેશભાઈએ એમની આ ઈ-બુકમાં આધ્યાત્મના વિવિધ વિષયો ઉપર વિસ્તૃત વાચન જ નહી પણ એમના આજ સુધીના જીવન દરમ્યાન જે જાણીતી આધ્યાત્મિક વિભૂતિઓના સંસર્ગમાં તેઓ આવ્યા એમના વિચારો પર મનન અને પ્રયોગો કરી જાતે જે આનંદની અનુભૂતિ કરી એ આનંદ સૌને વહેંચવાનો સક્ષમ રીતે પ્રયાસ કર્યો છે .

આધ્યત્મ માર્ગના એમના એક સહ યાત્રી અને મિત્ર શ્રી શરદ શાહ (પ્રભુશ્રી )એ આ ઈ -બુકની પ્રસ્તાવના લખી છે એમાં એમણે સાચું જ કહ્યું છે કે –

“સુરેશભાઈનું આ પુસ્તક વાચકને કોઈ મદદ નહી કરી શકે; જો ફક્ત તેને વાંચીને કોરાણે મુકી દેવામાં આવશે કે, ફક્ત મગજની ખુજલી મિટાવવા પુરતું જ વાંચવામાં આવશે.આ પુસ્તક તમને જીવનમાં પ્રયોગો કરવા પ્રેરણા આપે અને તે વાંચી તમે તમારીક્ષમતા અને સામર્થ્ય મુજબ પ્રયોગો કરશો તો અવશ્ય સુરેશભાઈનો પ્રયત્ન સફળ થશે.”

સુરેશભાઈએ ૧૭ , ફેબ્રુઆરી-૨૦૧૩ ના રોજ શરૂ કરેલ આ ઈ-બુક માટેની આધ્યત્મિક વિષયોની ખોજ અને એના ઉપર મનન અને આત્મ ખોજ કરીને કરેલ લેખન યાત્રા આ ઈ-બુક પુરતી ભલે પૂરી થઇ હોય પણ આ સદા જાગૃત અંતર યાત્રીની ખોજ આગળ પણ ચાલુ જ રહેવાની છે અને આનાથી પણ અધિક સુંદર વિચાર મોતી આપણને ભવિષ્યમાં મળ્યા જ કરશે એવી આશા રાખીએ .

શ્રી સુરેશભાઈની આ ઈ-બુક “બની આઝાદ ” મનમાં ઘર કરી ગયેલ કેટલીક માન્યતાઓના પિંજરમાંથી મુક્ત બનેલ એક આઝાદ પંખીની જેમ હળવા બની અધ્યાત્મના આકાશમાં આનંદથી ઉડવા માટેના પ્રયોગો બાદની એમની અનુભૂતિનું ફરજંદ છે .જેમણે પણ આવી સુખદ અંતર યાત્રાના પંથે જવું હશે એ સૌને માટે આ ઈ-બુક એક સરસ માર્ગ દર્શિકા જરૂર બની શકે એમ છે એમાં કોઈ શંકા નથી .

શ્રી સુરેશભાઈ કહે છે એમ ” તમે જ્યાં હો ત્યાં કશુંક ખૂટતું લાગતું હોય;જીવનમાં કશીક અધુરપ વર્તાતી હોય, તો ….

તમારે તમારી જાત સાથે જીવવાની જરૂર છે. અને તો કદાચ આ ઈ-બુક તમને એ રસ્તે ચાલતા કરી શકે…”

શ્રી સુરેશભાઈનો જીવન મંત્ર છે Live this moment powerfully જે એમની દરેક ઈ-મેલની નીચે વાંચવા મળે છે .

આ સંદર્ભમાં એમનાં એક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીનો એમને ગમતો આ સંદેશ ખુબ પ્રેરક છે .

દરેક ક્ષણમાં જીવતા રહેવા માટે,

તમે દરેક ક્ષણમાં મૃત્યુ પામો છો.

ક્ષણો આવે છે, અને જાય છે.

ફૂલની માફક તે ખીલે છે

અને કરમાય છે.

પણ દરેક ક્ષણ અને દરેક વ્યક્તિમાં

કશુંક મધુર હોય છે.

મધમાખીની જેમ દરેક ક્ષણમાંથી મધ ચૂસી લો;

અને ચાલતા રહો.

સતત વ્યસ્ત મધમાખીની જેમ બની રહો;

અને હોવાપણામાં જ સતત રહો. –

શ્રી. શ્રી. રવિશંકર

આ ઈ-બુકને પ્રિન્ટ મીડીયાના કોઈ પ્રકાશક પુસ્તક તરીકે છાપવા માટે આગળ આવશે એવી આશા રાખું છું . આવું પુસ્તક જીવન ઉત્કર્ષ ચાહતા સૌ વાચકોને માટે પ્રેરણાની પરબ બની રહેશે એમાં કોઈ શંકા નથી .

વિનોદ પટેલ


_____________________________________________

bani_azad

મિત્ર શ્રી સુરેશભાઈ જાનીની આ ઈ-બુક ” બની આઝાદ ” વાંચવા માટે પી.ડી.એફ. ફાઈલની નીચેની લિંક ઉપર ક્લિક કરવા માટે વિનંતી .

bani_azad_51 (1)

આ ઈ-બુક અંગે આપને કઈક જણાવવું હોય તો શ્રી સુરેશભાઈ જાનીનો આ ઈ-મેલ એદ્દ્રેસ ઉપર સંપર્ક કરી શકો છો.

sbjani2006@gmail.com

આ અગાઉ શ્રી સુરેશભાઈ જાનીનો પરિચય અને એમના પ્રેરક સાહિત્ય અંગે વિનોદ વિહારમાં તા.૨૨મી ફેબ્રુઆરી,૨૦૧૩ ના રોજ એક લેખ પોસ્ટ કરવામાં આવ્યો હતો એને નીચેની લિંક ઉપર વાંચી શકાશે .

શ્રી સુરેશભાઈ જાની અને એમનું પ્રેરક સાહિત્ય

Budhdh Quote -Thanks Yogesh Kanakia

3 responses to “( 212 ) જીવનને જોશથી જીવી જવા માટેની જડીબુટ્ટી- શ્રી સુરેશભાઈ જાનીનું નવું ઈ- પુસ્તક “બની આઝાદ “

  1. pragnaju માર્ચ 31, 2013 પર 11:54 એ એમ (AM)

    તમે તો અમારા મનની વાત લખી
    મુખ્ય વાત
    તમારે તમારી જાત સાથે જીવવાની જરૂર છે…

    Like

  2. aataawaani એપ્રિલ 22, 2013 પર 2:42 પી એમ(PM)

    મને પણ એમ લાગે છે કે મારે પણ જાત સાથે જ્જુમીને જીવવાની જરૂરે છે . ધન હો સુરેશ જાની

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: