ઉપરના સ્લાઈડ શોમાં આતાજી તમને જુદાં જુદાં સ્વરૂપે જોવા મળશે .એમના સીનીયર સેન્ટરના વિદેશી મિત્રો સાથેની તસ્વીરો એમ જણાવે છે કે મારા જેવા અનેક ગુજરાતી મિત્રો તો એમને ચાહે છે જ ઉપરાંત એમના અમેરિકન મિત્રોમાં પણ એ એટલાં જ પ્રિય છે .
યુવાનોને પણ શરમાવે એવી તાજગી અને તરવરતાથી ફિનીક્સ, એરિઝોનામાં એક સાવજની જેમ એકલા રહેતા ૯૩ વર્ષના મારા સહૃદયી મિત્ર શ્રી હિમતલાલ જોશી જેમને પ્રેમથી બધા આતાજીના હુલામણા નામે સંબોધન કરે છે, એમના વિષે લખવાની મારા મનની ઘણા સમયની ઈચ્છાની આજે એમના ૯૩મા જન્મ દિને પૂર્તિ કરતાં , હું મનમાં ખુબ જ આનંદ અનુભવું છું .
‘આતાવાણી’ – ૯૩ વરસના નવયુવાન બ્લોગરનો બ્લોગ
આતાજી એટલે ગુજરાતી બ્લોગ જગતનું એક મોટું આશ્ચર્ય .
આજે આતાજી જે રીતે એમની ૯૩ વર્ષની જૈફ ઉંમરે પણ ખુબ જ ઉત્સાહથી એમના બ્લોગ આતાવાણી નું સરસ સંપાદન કરી રહ્યા છે એ એક વિક્રમ છે .
એમના બ્લોગ આતાવાણીમાં ડોકિયું કરતાં તમોને એમના જીવનના અનુભવો, લેખો ,કાવ્યો ,ગઝલો વિગેરે સાહિત્ય વાંચશો તો તમને એમની જીંદાદીલી અને સદા બહાર સ્વભાવનો સહેજે પરિચય થઇ જશે આતાની જીવનસફરના અનુભવોનાં પાનાં વાંચવાનો આનંદ અદ઼્ભુત છે.
આતાજીનો પરિચય
જન્મ તારીખ-૫, એપ્રિલ, ૧૯૨૧
એમનો ટૂંકો પરિચય આપતાં આતાજી લખે છે :
“હું ૪૦ વરસથી અમેરિકામાં વસતો પણ અમેરિકન સીટીઝન ન થએલો અને મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી આશરે ૩૦ મીલ દુર દેશીન્ગા નામના ગામડામાં જન્મેલો ૯૦ વરસની ઉમર ભોગવી ચુકેલો દીકરાઓથી હઝારો માઈલ દુર મારા પોતાનાજ ઘરમાં એકલો રહેતો ગુજરાતી હું છું
જ્યારે બીજું વિશ્વ યુદ્ધ જોરશોરથી ચાલી રહ્યું હતું. ત્યારે હું આર્મીમાં ભરતી થઇ ગયો.
जिन्दगी है मोज में । भर्ती होजा फोज मे ।
हाथमें बन्दुक लेके गोली चलाए जा।
૧૯૪૫ ની સાલમાં લડાઈ બંધ થઇ. મારા જેવા અંગ્રેજોના બેવફા સૈનિકોને જલ્દી છુટા કર્યા પછી, હું અમદાવાદ પોલીસ ફોર્સમાં દાખલ થયો.
પછી વહેલો નિવૃત થયો અને મારા નાનાભાઈના તેડાવવાથી અમેરિકા આવ્યો. ૬ દિવસ આરામ કર્યાં પછી નોકરીની શરૂઆત કરી. પ્રિન્ટીંગ પ્રેસમાં કમાયો અને એરિઝોનામાં પોતાની કમાણીથી રોકડા પૈસાથી ઘર ખરીદ્યું. છાપાઓમાં લેખો લખ્યા. લેખોએ મને ઘણી પ્રસિદ્ધિ અપાવી.
ડો. કનક રાવલ જેવા મિત્રો મળ્યા. શ્રી સુરેશ જાનીએ મારો ઉત્સાહ ખુબ વધાર્યો.
ચાર વર્ષ પહેલાં, મારી પત્નીના પરલોક ગયા પછી હું બહુ ઉદાસ રહેતો હતો; પણ મને પોતાના દાદાથી અધિક ચાહતી મને મારી પૌત્રી કરતાં અધિક વહાલી લિયા નામની મારી ગોરી મિત્ર લિયા (Leah) એ મારી ઉદાસીનતા દુર કરી.
क्रूज़ के टेबल पे मुजको मिली ‘लिया’। बीबी गुजर जानेका जो गम था, भुला दिया ।
આતાવાણી ઉપર અને એમના દરેક ઈ-મેલની નીચે તમને આ જીવન મન્ત્ર જોવા મળશે .
सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
Teachers open door,But you must enter by yourself.
આતાજી જેમના ઉપર એક દીકરાની જેમ પ્રેમ વરસાવે છે એ શ્રી સુરેશભાઈ જાનીએ એમના બ્લોગ ગદ્યસુરમાં બે વર્ષ પહેલાં આ બાણું વરસના જુવાન શ્રી હિમતલાલ જોશી (આતા ) નો સુંદર શબ્દોમાં તસ્વીરો અને વિડીયો સાથે જે પરિચય કરાવ્યો છે એને નીચેની લીંક ઉપર વાંચો.
શ્રી સુરેશ જાનીએ આતાજી વિષેની એક કોમેન્ટમાં સાચું જ કહ્યું છે કે –
“આ માણસ મને ગમે છે. કારણ કે,આ ઉમ્મરે સ્વાભાવિક એવી આધ્યાત્મિક વાતોમાં એને રસ નથી. એના પ્રિય દાર્શનિક ‘બૃહસ્પતિ’ અને ‘ચાર્વાક’ છે. છતાં એ કોઈ પણ આસ્તિક કરતાં ભગવાનની વધારે નજીક છે. એનાં લખાણોમાં શરાબ. સુંદરી, તસ્કરો, ગઠિયાઓ અવારનવાર પધારતા રહે છે. અને છતાં આ માણસ એ બધાની સાથે જલકમલવત વ્યવહાર રાખે છે.તમને આ માણસ ગમ્યો?”
એક પ્રેમાળ વ્યક્તિત્વ ધરાવનાર આતાજી
મુરબ્બી આતાજી મને અવાર નવાર એમના ઈ-મેલ મારફતે એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપતા રહે છે જેમાં એમના હૃદયના પ્રેમનાં દર્શન થતાં રહે છે .
મારા બ્લોગ વિનોદ વિહારમાં મુકાતી ઘણી પોસ્ટમાં એમનો પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરે છે .
તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨ – મારા ૭૬ મા જન્મ દિવસ પ્રસંગે એમનો પ્રેમ અને નિખાલસતા ભર્યો નીચે પ્રમાણે ઈ-મેલ મને મોકલ્યો હતો ..
January 19, 2012
સ્નેહી ભાઈશ્રી વિનોદભાઈ પટેલ
સૌ પ્રથમ તમને તમારા જન્મ દિવસની વધાઈ આપુ છું.
તમે તમારા કઠોર દિવસો ઠોકર મારીને દુર હડસેલી દીધા .અને તમારા નામ પ્રમાણે “વિનોદ વૃતિ “ટકાવી રાખી તમારી પાસેથી ઘણું શીખવા જેવું ,અને જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું છે.
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.
એમના ઈ-મેલનો આ રહ્યો મારો પ્રત્યુત્તર—
આદરણીય મુરબ્બી શ્રી આતાજી,
આપની મારા ૭૬મા જન્મ દિનની શુભેચ્છાઓ માટે આપનો દિલથી આભાર માનું છું.
તમારા જવાબે મને શરમિંદો કર્યો !હું એક સામાન્ય માણસ છું.તમારા જેવા નેવું વર્ષના
મુરબ્બીએ મારી પાસેથી શું શીખવાનું હોય ?તમે આ ઉમરે પણ શરીર અને મનથી શશક્ત છો.
હાસ્ય દરબાર બ્લોગમાં તમારી “વિનોદ વૃતિ “નાં અવારનવાર દર્શન થતાં હોય છે.
આ ઉમરે પણ તમે જિંદગીને આનંદથી માણી રહ્યા છો . દવાની એક પણ ગોળી લેતા નથી.
એટલે તમારી પાસેથી મારે ઘણું ઘણું શીખવાનું છે.
તમારા જવાબમાં તમારો મારા પ્રેત્યેનો ઉમળકો અને પ્રેમ ભાવ દેખાય છે, એ બદલ આપનો
શીરગુઝાર છું.
આતાજી ,તમો સો વર્ષનું નિરામય આયુષ્ય ભોગવો એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે.
વિનોદભાઈના પ્રણામ
આતાજીએ અમેરિકામાં એમના આંગણે મોર પાળ્યો .
એમની એક ઈ-મેલમાં આતાજી આમ જણાવે છે .
આઠેક વરસ પહેલાં મેં એરીજોનાનું વાતાવરણ જોઈ મોર પાળવાનું નક્કી કર્યું .અમે સરદાર નગર અમદાવાદમાં રહેતાં ત્યારે એક મોર પાળેલો. .
મોર પાળતાં પહેલાં વિશાલ પાંજરું બનાવવું જરૂરી હોય છે. અને મેં એ નો પણ ખ્યાલ રાખેલોકે ખર્ચ ઓછો આવવો જોઈએ.મેં ઘર ખરીદેલું ત્યારે ખોદકામના કરવત જેવા કપ ફૂટના ઘણા સાધનો અને થાંભલા જેવી લાકડ કૂટ પણ સાથે આવેલી . મેં એક માણસને પાંજરું બનાવવા માટે કહેલું .તેણે મને ફક્ત મજુરીના ૨૦૦ ડોલર કીધા .પછી હું ૮૩ વરસનો ભાયડો વળગી પડ્યો . કામ કરતી વખતે હું ચીન ની દીવાલ બનાવવા વાળા માણસોને યાદ કરતો . બહુ મેહનત પડી પણ એકલે હાથે કામ કરી બતાવવાના ઉત્સાહે મહેનત લાગવા નો દીધી .
પછી હું મોરના નાના બચ્ચા લઇ આવ્યો .બચ્ચા નાના હોય ત્યારે નર માદા ની ખબર પડતી નથી હોતી .પણ સદભાગ્યે એક મોર અને ઢેલ હતાં વખત જતાં બચ્ચાં થયાં . અને પછી આતા ના આંગણામાં
મોર ગેહકાટ કરવા માંડ્યા . હું નથી માનતો કે મારા સિવાય કોઈ દેશી એ અમેરિકામાં મોર પાળ્યા હોય .( July 29, 2012 )
આતાજીની જીવન કથની ખુબ જ રસિક છે . એમના જીવનના પ્રસંગો જ્યારે વાંચીએ ત્યારે એક સત્ય ઘટનાત્મક સરસ નવલકથા વાંચતા હોઈએ એવો અહેસાસ થયાં કરે .
એમના બીજા એક ઈ-મેલમાં એ લખે છે —
વિનોદભાઈ મારા બંને દીકરા એન્જી. છે અને અમેરિકામાં સારી રીતે સ્થિર છે . તેઓએ પણ ઉઘાડે પગે બકરીયું ચરાવી છે .મે એક ભજન બનાવ્યું છે . તેની એક લીટી આપના માટે नंगे पैर बकरिया चराई कोलेज डिग्री पाई कोलगेटने उसकी कला परख कर नै नै शोध करवाई …..संतोभाई समय बड़ा हरजाई વિનોદ ભાઈ હાલ જે બજારમાં” આઈરીશ સ્પ્રિંગ “નામનો સાબુ વેચાય છે .એ ઉઘાડે પગે બકરીયું ચરાવનાર ની શોધ નું પરિણામ છે.
થોડા દિવસો પહેલાં જ આતાજીએ એક ઈ-મેલમાં એમની એક સરસ ગઝલ મોકલી હતી .
આતાજીને નીચેના વિડીયોમાં એમની આ સ્વ-રચિત ગઝલ ગાતા જુઓ અને સાંભળો .
આ વિડીયો તૈયાર કરવાનો યશ આતાજીના નજીકના મિત્ર હિતેશભાઈ અને એમના પત્ની મીતાબેનને જાય છે .
कामिल पुरुष मुझको मिला खुशनूद हुवा ,मिलनेके बाद- વિડિઓ
આખી ગઝલ નીચે પ્રમાણે છે .
कामिल पुरुष मुझको मिला खुशनूद हुवा मिलनेके बाद
सब जंजाले (आधी व्याधि )छुट गई ह है बुनको मिल जानेके बाद ….1
एकही दिक् था मेरा वो दिल मैंने अर्पण किया
अब किसीको न दे सकुंगा उनको दे देनेके बाद ….. 2
ख़र्च किया वो धन था तेरा धन था तेरा धन कमालेनेके बाद
बाक़ी धन खर्चेगा कोई तेरे मर्जानेके बाद ………3
“आता ” मायूस होके एकदिन बैठाथा ज़ेरे शज़र
चल बसी मायूसी उनकी कामिल मिलजाने के बाद …4
આ ગઝલનો મારો ગુજરાતી ભાષામાં કરેલ તરજુમો આ પ્રમાણે છે .
મનમાં આનંદ વર્ષા થઇ ગઈ, એક ઓલિયો સંત મળી જતાં
આધી વ્યાધી બધી થઇ ગાયબ આ સંતની મુલાકાત થતાં
એક જ દિલ હતું મારું એ એને ખુશીથી અર્પણ કરી દીધું
દિલ એને આપ્યાં પછી ભલે કોઈને હવે આપી ન શકું
તારુ કમાયેલું ધન એ જ કે જે અન્ય માટે ખર્ચી દીધું
તારા મરણ પછી ,બીજાંઓ ખર્ચશે બાકી ધન તારું
ઉદાસ દિલે આતા એક દિન વૃક્ષ તળે બેઠા હતા
ઉદાસી બધી થઇ ગાયબ,આ ઓલિયા સંત મળી જતાં
વિનોદ પટેલ
હાસ્ય દરબાર બ્લોગમાં ઝળકતા શ્રી આતાજી
આતાજી એમના બ્લોગ આતાવાણીમાં અવિરત પણે પોસ્ટ ઉપર પોસ્ટ મુકતા જ રહે છે પરંતુ એ ઉપરાંત હાસ્ય દરબાર બ્લોગમાં પણ અવાર નવાર એઈ રચનાઓ મોકલતા રહે છે અને કોમેન્ટ આપતાં રહે છે .
આતાજીની ૯૩ મી વર્ષગાંઠના અભિનંદન,શુભેચ્છાઓ અને લાંબા સ્વસ્થ જીવનની પ્રભુ પ્રાર્થના
ડો વીવેકનું આ ગીત યાદ આવે છે
ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.
આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.
તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે.
યુગોની પ્યાસ, જૂઠી આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
એ સઘળું આજે તો થશે ‘હતી’ કે આજે તારી વર્ષગાંઠ છે.
ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
એ આવશે સદી સદી સુધી કે આજે તારી વર્ષગાંઠ છે !
અને તમારી હીજ્ર વેદના પણ અનુભવાઇ છે ત્યારે…
તારા વિના કશે મન લાગતું નથી,
જીવી શકાય એવું જીવન લાગતું નથી.
પોતીકા થઈ ગયા’તા આ વૃક્ષો ને ખેતરો,
ને આપણા થયા’તા નદી ને સરવરો;
એમાનું કોઈ પણ સ્વજન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.
murabbi attabhai ne janamdivase mara vandan.tene janya pachhi ma ne mahendra bhai xaverchand meghani ni seva yaad avi gai. parmatmt attabhai ne dirghau bakshe ave parathana. Ma ne enternet upar pratham prichy shri suresh jani e karavelo.temano pan prem vishray tem nathi……………..apno vachak/chhahak…..Jitendra padh
ખમીરવંતા આતાજી ૧૧૧ વર્ષ સૂધી તો આપણા બ્લોગ જગતના વાચકોને પ્રસાદી પિરસતા રહેશે જ તેની મને સંપૂર્ણ ખાત્રી છે. વિનોદભાઈ તમે આતાજીને સારી રીતે ઊઘાડ્યા છે એમ કહું તો અનર્થ ન કરતા. એમના જીવનને જાણવાનો સારો લાભ મળ્યો છે એમ કહું તો ખોટું નહીં. પ્રેરણા દાયક જીવન જીવી રહ્યા છે.
પ્રવીણ શાસ્ત્રી.
આતાજીની ૯૩ મી વર્ષગાંઠના અભિનંદન,શુભેચ્છાઓ અને લાંબા સ્વસ્થ જીવનની પ્રભુ પ્રાર્થના
ડો વીવેકનું આ ગીત યાદ આવે છે
ધરા, ઘટા, હવા રહ્યાં ઝૂમી કે આજે તારી વર્ષગાંઠ છે,
સમગ્ર કાયનાત છે નવી કે આજે તારી વર્ષગાંઠ છે.
આ વાત વધતી જિંદગીની છે, નથી સમીપ સરતા મૃત્યુની;
ઉજવ આ આજને ફરી ફરી કે આજે તારી વર્ષગાંઠ છે.
તુષાર જે રીતે ગુલાબના અધર ચૂમે છે રોજ એ રીતે,
તને ચૂમી રહી છે જિંદગી કે આજે તારી વર્ષગાંઠ છે.
યુગોની પ્યાસ, જૂઠી આશ ને અધૂરી ઇચ્છા હો કે ઝંખના,
એ સઘળું આજે તો થશે ‘હતી’ કે આજે તારી વર્ષગાંઠ છે.
ભલે વરસમાં ફક્ત એકવાર આવતો હો આ દિવસ છતાં
એ આવશે સદી સદી સુધી કે આજે તારી વર્ષગાંઠ છે !
અને તમારી હીજ્ર વેદના પણ અનુભવાઇ છે ત્યારે…
તારા વિના કશે મન લાગતું નથી,
જીવી શકાય એવું જીવન લાગતું નથી.
પોતીકા થઈ ગયા’તા આ વૃક્ષો ને ખેતરો,
ને આપણા થયા’તા નદી ને સરવરો;
એમાનું કોઈ પણ સ્વજન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.
અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું,
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું;
ખુદનું વતન હવે વતન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.
સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને,
બસ આતવા જનમ મહીં મળવાની રાહ જોઇએ;
આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી,
તારા વિના કશે મન લાગતું નથી.
અમારે માટે તમે પ્રેરણા રુપ છો…
LikeLike
“હે આતાજી કેમ છો પાપાજી રોટલો ને મરચું ખાતાજી
ત્રાણું વર્ષે સહુને શરમાવતાજી હાસ્ય દરબારે હસાવતાજી”
પરમ આદરણીય આતાજીને જન્મ દિવસની ખુબ શુભ કામના
” નામ છે હિંમત ને કળાયેલ મોરની કરે કિંમત ”
બ્લોગ જગતે આતાજીને વધાઇ આપનારા વિનોદી વિનોદ કાકાને સો સો સલામ
LikeLike
આતાજીની ૯૩ મી વર્ષગાંઠના અભિનંદન,શુભેચ્છાઓ અને લાંબા સ્વસ્થ જીવનની પ્રભુ પ્રાર્થના
LikeLike
I SALUTE TO THIS YOUNG MAN – WHO HAS CONTRIBUTED A LOT TO US – WE MUST INSPIRE FROM HIS WRITTING –
LikeLike
93મા જન્મદીવસે વડીલશ્રી. આતાજી પ્રસન્ન તથા મીઠડા રહી..સ્વસ્થ જીવનની દીલી,શુભેચ્છાઓ….
LikeLike
આવનારી પેઢીને આપનું વ્યક્તિત્વ પ્રેરક રહ્યું છે અને રહેશે…
વંદન સહ
ખૂબ ખૂબ અભીનંદન
LikeLike
સુધારો –
સાંપ્રત પેઢીને આપનું વ્યક્તિત્વ પ્રેરક રહ્યું છે અને આવનારી પેઢી માટે પ્રેરક રહેશે…
વંદન સહ
ખૂબ ખૂબ અભીનંદન
LikeLike
આતા ઘણું જીવો.
LikeLike
murabbi attabhai ne janamdivase mara vandan.tene janya pachhi ma ne mahendra bhai xaverchand meghani ni seva yaad avi gai. parmatmt attabhai ne dirghau bakshe ave parathana. Ma ne enternet upar pratham prichy shri suresh jani e karavelo.temano pan prem vishray tem nathi……………..apno vachak/chhahak…..Jitendra padh
LikeLike
એરીઝોના રહીશ, હિમંતભાઈ જોષીજી,
એ તો, બ્લોગ જગતના લાડલા આતાજી,
વર્ષો ભલે વહે, આતાજી તો યુવાન રહે,
એવી યુવાનીમાં ૯૩મી વર્ષગાંઠ ઉજવે,
“નો ઈંગલીશ પ્લીઝ”ના બ્લોગસુત્રનું માન રાખજો
અને, આ સમયે “હેપી બર્થડે”એમને ના કહેશો,
૯૩મી વર્ષગાંઠે “જન્મ દિવસના અભિનંદન” કહેજો,
ચંદ્ર કહે ઃ “આતાવાણી”નો બ્લોગ ચાલું રહે,
આતા વિચારોથી ખુશી સૌ કોઈ અનુભવતા રહે !
ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
Vinodbhai..Nice Post.
LikeLike
khubj sunder AATAJI ni olakhan prathamvarj thai.mara sasatang pranam.aapno pan sunder p
LikeLike
ખમીરવંતા આતાજી ૧૧૧ વર્ષ સૂધી તો આપણા બ્લોગ જગતના વાચકોને પ્રસાદી પિરસતા રહેશે જ તેની મને સંપૂર્ણ ખાત્રી છે. વિનોદભાઈ તમે આતાજીને સારી રીતે ઊઘાડ્યા છે એમ કહું તો અનર્થ ન કરતા. એમના જીવનને જાણવાનો સારો લાભ મળ્યો છે એમ કહું તો ખોટું નહીં. પ્રેરણા દાયક જીવન જીવી રહ્યા છે.
પ્રવીણ શાસ્ત્રી.
LikeLike
Pingback: ( 1002 ) આતાજી ( હિમતલાલ જોશી ) ની ચિર વિદાય…… શ્રધાંજલિ | વિનોદ વિહાર
Thanks for sharing.
LikeLike