વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 221) સામાન્ય રીતે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ વર્ષ કેમ જીવે છે એનું કારણ જાણવું છે ?

Man & woman

એક માતા અને એક પિતા પોતાના ઘરના દીવાનખાનામાં સોફા ઉપર બેસીને ટી..વી. નો કોઈ પ્રોગ્રામ જોઈ રહ્યાં હતાં .થોડી વાર ટી.વી. જોયાં પછી માતાએ કહ્યું :
 

” ઘણું માંડું થઇ ગયું . મને જરા થાક પણ વર્તાય છે . મને લાગે છે કે હવે મારે બેડ રૂમમાં જઈને સુઈ જવું જોઈએ .”

આમ કહીને આ માતા આવતીકાલના લંચ માટે સેન્ડવિચો તૈયાર કરવા માટે રસોડામાં ગઈ .પોપકોર્નના બાઉલ ધોઈ નાખ્યા અને આવતીકાલના સાંજના ડીનર માટે ફ્રીઝરમાંથી કેટલીક ખાદ્ય ચીજો બહાર કાઢી .સીરીયલના બોક્ષ તપાસી લીધાં કે એમાં સીરીયલ ખલાસ તો નથી થઇ ગયાં ને . સુગરના ડબ્બામાં સુગર ભરી દીધી .

આવતીકાલની સવારની કોફી બનાવવા કોફી પોટ ચાલું કર્યું . ટેબલ ઉપર સ્પુન અને બાઉલ મૂકી દીધાં .

એ પછી આ માતાએ  થોડાં ભીનાં કપડા વોશરમાંથી કાઢીને ડ્રાયરમાં નાખ્યા અને વોશરમાં મેલાં કપડાનો લોડ નાખી દીધો .એક શર્ટને ઈસ્ત્રી કરી નાખી ,એક શર્ટમાં બટન નીકળી જાય એવું હતું એને બરાબર ટાંકી દીધું.

છોકરાંઓએ ટેબલ ઉપર રમ્યા પછી વેર વિખેર સ્થિતિમાં મૂકી રાખેલાં રમકડાંને ઉપાડી લઈને ઠેકાણે મૂકી દીધા .નીચે પડેલ ફોનને ફરી ચાર્જર ઉપર મૂકી દીધો અને ટેલીફોન બુકને ટેબલના ખાનામાં મૂકી દીધી .

આ બધું પતાવી બગાસું ખાતી ખાતી એ માતા સુવા માટે બેડ રૂમ તરફ જવાં લાગી.

વચ્ચે એક ટેબલ આગળ અટકી અને ખુરશીમાં બેસી એના બાળકના શિક્ષક ઉપર એક નોટ લખવાની હતી એ લખી નાખી . છોકરાની  નિશાળમાંથી જનાર પ્રવાસ માટે આપવા માટે જરૂરી પૈસા છે કે નહી એની ખાત્રી કરી લીધી . ખુરસી નીચે છોકરાનું એક પાઠ્ય પુસ્તક પડેલું એને ઉપાડીને ઠેકાણે મુક્યું. એક મિત્રના જન્મ દિવસ પ્રસંગે પોસ્ટ કરવાના ગ્રીટિંગ કાર્ડમાં એની સહી કરીને પરબીડીયા ઉપર એદ્દ્રેસ કરી એના ઉપર સ્ટેમ્પ લગાડી દીધો.  આવતીકાલે ગ્રોસરી સ્ટોરમાંથી શું શું લાવવાનું છે એનું જલ્દી જલ્દી લીસ્ટ એક નોટમાં બનાવી નાખ્યું .આ નોટ અને પરબીડિયું એની પર્સ પાસે યાદ રહે એ રીતે મૂકી દીધાં. 

ત્યારબાદ આ માતાએ  મોં ધોયુ ,રોજની ટેવ પ્રમાણે ઉંમરને ઢોંક્વા માટેનાં રાતે લગાડવાનાં લોશન લગાડ્યા .બ્રશ ઉપર ટુથ પેસ્ટ મુકીને બ્રશ અને ફ્લોસ કરી લીધું .

એટલામાં ટી.વી.. જોઈ રહેલા પિતાનો દીવાનખાનામાંથી ઘાંટો સંભળાયો .

” અરે, હજુ ત્યાં શું કરે છે. મને તો એમ કે તું સુવા માટે ગઈ છે .” 

માતાએ જવાબ આપ્યો હું બેડ રૂમ તરફ જ જાઉં છું . આમ બોલી પાળેલા કુતરાની ડીસમાં પાણી નાખ્યું. બિલાડીને બહાર મૂકી દીધી .ઘરનાં બધાં બારણા બરાબર લોક કર્યા છે અને પેટીઓની લાઈટ ચાલુ છે કે નહી એ ચેક કરી લીધું . છોકરાઓની રૂમમાં  જઈને એક નજર કરી લીધી અને ટેબલ લેમ્પની લાઈટ ચાલુ રહી ગયેલી એને બંધ કરી દીધી.

એક બાળકનું શર્ટ નીચે પડી ગયેલું એને એની જગાએ ભેરવી દીધું ,રૂમમાં પડેલા ગંદા પગના મોજાંઓને ધોવા માટે લોન્ડ્રીની બોક્ષમાં નાખી દીધાં .એક બાળક હજુ જાગતો હતો અને લેશન કરતો હતો એની સાથે થોડી વાતચીત કરી લીધી .

એની પોતાની બેડ રૂમમાં જઈને સવારે ઊઠવા માટેનું એલાર્મ સેટ કર્યું. આવતીકાલે સવારે ઉઠીને પહેરવા માટેનો પોશાક બહાર કાઢી મૂકી દીધો. પગરખાંની રેક બરાબર ગોઠવી દીધી, બધું બરાબર કામ સંતોષકારક રીતે પતી ગયું છે એની મનમાં ખાત્રી કરી લઈને સુતા પહેલાં આ માતા રોજની નિયત સાયં પ્રાર્થના મનમાં રટવા લાગી .

આ બધા સમય દરમ્યાન ટી.વી. જોતા હતા એ  પિતાશ્રી  રીમોટ કન્ટ્રોલથી ટી .વી ની સ્વીચ બંધ કરી ઉભા થયા અને ત્યાં કોઈ સાંભળનાર હતું નહી તો પણ બોલ્યા ” હાશ , થાક્યા ,ચાલો હવે સુવા માટે જઈએ “.

ત્યારબાદ મનમાં બીજો કોઈ પણ જાતનો  વિચાર કર્યા સિવાય આ પિતાશ્રી સુવા

માટે બેડ  રૂમમાં  ગયા.

ઉપરનું લખાણ વાંચીને તમને એક સ્ત્રી અને પુરુષમાં-માતા અને પિતાની કાર્ય

પરસ્તી અને પ્રકૃતિમાં શું ફેર છે એનો કોઈ ખ્યાલ આવ્યો.?

પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ કેમ જીવે છે એનું કારણ સમજાયું ? સ્ત્રીઓ પ્રકૃતિએ જ હોય છે

કામગરી .સ્ત્રીઓ ઈચ્છે તો પણ વહેલાં મરી નથી શકતી કેમ કે મરણ આવે એ પહેલાં

એમના લીસ્ટમાં ઘણાં કામો કરવાનાં બાકી રહેતાં હોય છે અને એ કામોને પતાવી

લેવા મરણને પાછું ઠેલી શકાય એમ હોય તો એમ કરવાની પણ મનમાં ઈચ્છા

રાખતી હોય છે .!

તાંજેતરમાં જેમનું 87 વર્ષની ઉંમરે અવસાન થયું એ બ્રિટનનાં ભૂત-પૂર્વ પ્રથમ

મહિલા પ્રધાન માર્ગારેટ થેચરનું એક સુંદર  અવતરણ અત્રે ટાંકવાનું મન થાય છે .

એ અવતરણ આ છે.

“If you want something said, ask a man

If you want something done, ask a woman ”

– Margaret Thetcher

એમનો કહેવાનો અર્થ એ છે કે–

” જો તમારે માત્ર વાતોનાં વડાં જ કરવાં હોય તો પુરુષોને કહો .

અને જો તમારે કોઈ કામ પાર પાડવાનું હોય તો સ્ત્રીઓને કહો “

માર્ગારેટ થેચરનું આ તારણ પુરુષો માટે શરમ જનક અને સ્ત્રીઓ માટે હરખાવા જેવું નથી શું ?

વાચક મિત્રો , તમે આ અંગે શું માનો છો ? આપના પ્રતિભાવને કોમેન્ટ બોક્ષમાં

જણાવવા માટે ભાવભીનું ઈજન છે .


( મૂળ અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ )                             — વિનોદ પટેલ

 

5 responses to “( 221) સામાન્ય રીતે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ વર્ષ કેમ જીવે છે એનું કારણ જાણવું છે ?

 1. M.D.gandhi, U.S.A. એપ્રિલ 14, 2013 પર 3:43 પી એમ(PM)

  ભારત હોય કે પરદેશ, ભારતિય હોય કે ધોળીઆ-અશ્વેત-ચીના-મેક્સીકન, કોઈ પણ હોય, સ્ત્રી અને પુરુષની કાર્યપધ્ધતિ આજ રહેવાની. ૧૦ વાગ્યે કે કેટલા પણ વાગ્યે, બહાર જવાનું-નીકળવાનું હોય, પતિ બહાર ગાડીમાં બેસીને વાટ જોતો હોય અને પત્ની બાળકોની અને બધાની સાર સંભાળ લેવામાં-તૈયાર કરવામાં વાર લગાડે અને પતિદેવનો પીત્તો જાય, “હંમેશા મોડું જ કરવાનું….કોઈ વાર સમયસર આવવાનુંજ નહીં….!!!!” આતો આપણા ઘરની તો ઠીક, આખા જગતભરની કહાણી છે, નવાઈ લાગે છે………!!!!??????

  Like

 2. chandrakant એપ્રિલ 14, 2013 પર 11:36 પી એમ(PM)

  sachi vat 6, ? સ્ત્રીઓ પ્રકૃતિએ જ હોય છે

  કામગરી .સ્ત્રીઓ ઈચ્છે તો પણ વહેલાં મરી નથી શકતી કેમ કે મરણ આવે એ પહેલાં

  એમના લીસ્ટમાં ઘણાં કામો કરવાનાં બાકી રહેતાં હોય છે અને એ કામોને પતાવી

  લેવા મરણને પાછું ઠેલી શકાય એમ હોય તો એમ કરવાની પણ મનમાં ઈચ્છા

  રાખતી હોય છે .!

  Like

 3. nabhakashdeep એપ્રિલ 15, 2013 પર 11:35 એ એમ (AM)

  આ સંસારને મમતા ભરી રીતે જીવાડવા એકએક તે ક્ષણ ખરચે છે તેથી ચીરંજીવ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. pravinshastri એપ્રિલ 15, 2013 પર 1:43 પી એમ(PM)

  વિનોદભાઈ આપની વાત ગૃહિણીની જન્મગત મમત્વ અને સ્વેચ્છાએ સ્વીકારેલી ફરજ પરસ્તી માટે ઘણું ઘણું કહી હાત છે. ખૂબ સરસ વાત છે. ગઈકાલ અને આજના પુરુષપ્રધાન સમાજની વાત છે. આવતી કાલની સામાજીક પરિસ્થીતિ કંઈક જુદી પણ હોઈ શકે. આપણી પૌત્રી-દોહિત્રીઓ કઈ જાતની ગૃહિણી બનશે એ કલ્પનાનો વિષય છે. માતૃત્વ મમતા પ્રેમ અને ફરજો કારકિર્દીના રઘવાટમાં ધોવાઈ તો ન જાયને?
  Pravin Shastri
  http://pravinshastri.wordpress.com

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: