વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 222 ) મારાં ધર્મપત્ની સ્વ.કુસુમબેનને એમની ૨૧ મી વાર્ષિક પુણ્યતિથીએ હાર્દિક સ્મરણાંજલિ

Kusumben V.Patel Kusumben V.Patel

 
આજે ૧૪ મી એપ્રિલ ૨૦૧૩ .
 
જીવનનું ચક્ર તો ચાલ્યા જ કરે છે પણ  ભૂતકાળની કેટલીક જીવન સાથે જોડાઈ
 
ગયેલી યાદો ભૂલી ભુલાતી નથી હોતી .
 
આજથી એકવીસ વર્ષ પહેલાં તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં
 
ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસને લીધે લાંબી
 
માંદગીનું દુખ સહન કર્યા બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન
 
થયું હતું.
 
 
અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવનનો એ દિવસે કરુણ અંત આવ્યો હતો .
 
આજની પોસ્ટમાં એમની સ્મૃતિમાં એમને હાર્દિક સ્મરણાંજલિ આપવાનો ઉપક્રમ છે .
 
 
  સ્વ.કુસુમબેનને એમની ૨૧ મી વાર્ષિક પુણ્યતિથીએ
 
 
                                                    હાર્દિક શ્રધાંજલિ
 
 
ગોઝારા એ કરુણ દિને ,હૃદય ભગ્ન થયાં હતાં અમારાં,
 
પ્રભુએ એના ઘરે જ્યારે તમોને બોલાવી લીધાં હતાં .
 
નશ્વરદેહ ભલે તમારો પંચ મહાભૂતમાં ભળી ગયો,
 
મનથી તો અમારી નજીક છો એવું અમોને લાગે સદા.
 
વેદનાઓ કષ્ટો સહ્યાં તમે અપૂર્વ ધીરજ બેશબ્દ રહી,
 
જીવન અને મૃત્યુંને પણ ખરેખર તમે જીતી ગયાં.
 
પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના
 
તસ્વીરો જોઈને તમારી, તાજાં થતાં સૌ સંસ્મરણો.
 
શબ્દો ખરે ઓછા પડે ગણવા ઉપકારો અમ પર આપના
 
અર્પું તવ પુણ્ય તિથીએ  આ શ્રધાંજલિ અલ્પ શબ્દોથી.
 
 
૧૪મી અપ્રિલ,૨૦૧3.               —વિનોદ આર. પટેલ
 

ફોટો સૌજન્ય- મિત્ર શ્રી સુરેશ જાની

ફોટો સૌજન્ય- મિત્ર શ્રી સુરેશ જાની

ઉપરના પ્રથમ ફોટામાં – સ્વ .કુસુમબેન અને વિનોદભાઈ , લગ્નના દિવસે , ઓગસ્ટ 14, 1962.

બીજા ફોટામાં સ્વ .કુસુમબેન વિ .પટેલ ત્રણ બાળકો- 2 પુત્રો અને પુત્રી-સાથે – 1972

__________________

ગયા વર્ષે સ્વ. કુસુમ્બેનની ૨૦મી પુણ્ય તિથીએ આપેલ શ્રધાંજલિ વાંચવા
 

_______________________________________________

 
એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં
પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો
      – કરશનદાસ   લુહાર
 
The music in my heart I bore
Long after it was heard no more
 
   —– Wordsworth – (Solitary Reaper )
 
The song is ended …. but the melody lingers ……-Irving Berlin
 
 
 
 
 

12 responses to “( 222 ) મારાં ધર્મપત્ની સ્વ.કુસુમબેનને એમની ૨૧ મી વાર્ષિક પુણ્યતિથીએ હાર્દિક સ્મરણાંજલિ

 1. pragnaju એપ્રિલ 15, 2013 પર 9:57 એ એમ (AM)

  અમારી શ્રધ્ધાંજલી
  આપણા દુશ્મન પૅરાલેસીસ અંગે હવે તો સામાન્ય પ્રજાને ઉજાગર કરવા ખૂબ પ્રયત્ન થાય છે અને હવે તેનું પ્રમાણ પણ ઘટ્યું છે.ડીસેમ્બર ૧૯૯૫મા ડૉ. શ્યામલ મુન્શીના કાર્યક્રમમા…
  ચરણ લઇને દોડું સાથે રાખું ખુલ્લી આંખો
  ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો
  મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો
  ચાલતું હતુ અને અમારા વહેવણ વીણાબેન ઢળી પડ્યા.સ્ટેજ પરથી ડૉ. શ્યામલ મુન્શી દોડતા નીચે આવ્યા અને તુરત જ ૯૧૧ ને ફોન કર્યો.તેમણે પાણી પાવાની ના પાડી.હોસ્પીમા મગજની નસ ફાટી ગયાનું નિદાન થયું તુરત ઓપરેશન થયું અને ડોકટરે મીરેકલનો સીક્કો માર્યો તેઓ ૧૧ વર્ષ બાદ ૨૦૦૬મા ગુજરી ગયા અમને બધાએ તેમની સેવા કરવાનો લાભ મળ્યો..
  હવે મશીન સ્ટેમસેલ જુદા પાડે છે. સ્ટેમસેલ થેરાપીનો સફળતા દર વિશ્વમાં ૬૦ ટકા છે. સ્ટેમસેલથી એબેબ્રુલ,પાલ્સી, મસ્કયુલર ડિસ્ટ્રોફી,આલ્ઝાઇનર, કરોડરજજુ મણકાની ઇજા, પેરાલીસીસ ને સીવી સ્ટ્રોક સ્હિતના રોગની સારવાર ન્યૂરોમાં થાય છે.કાડિeયાલોજીમાં હાર્ટ એટેક,ડાયાબિટીસ,કિડની ફેઇલ્યોલર, બનસ્ર્સ કોઢ વગેરેમાં સ્ટેમસેલની સારવાર થાય છે. જલારામ હોસ્પિટલમાં બે કરોડરજજુ,એક બ્રેઇન હેમરેજ અને એક પેરાલીસીસ સહિત ચાર સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. ૧૨૦ બેડ સાથે નિષ્ણાત તબીબો, નર્સિંગ સ્ટાફ સાથે સુસજજ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થીયેટર, બે આઇસીયુ, ડાયાલીસીસ વિભાગ, ફિઝીયોથેરાપી અને ગાયનેક, જોઇન્ટ રીપ્લેસમેન્ટ, અને કેન્સરની સારવારના વિભાગ છે.

  સ્ટેમસેલનું હબ સાનડીએગો ગણાય …………………….

  Like

 2. nabhakashdeep એપ્રિલ 15, 2013 પર 11:21 એ એમ (AM)

  મળશે જીવનમાં માગ્યું વણમાગ્યું

  પણ તોલે ના તોલાશે

  સહધર્મચારિણીના એ મહા ત્યાગુ

  સંવેદના સભર આ સ્મરાંણજલિ અને સ્મૃતિ ફોટા વિશેષ સંદેશા જીવનના દઈ જાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 3. chandravadan એપ્રિલ 15, 2013 પર 12:15 પી એમ(PM)

  વર્ષ ૨૦૧૩ના ૧૪મી એપ્રિલનો દિવસ….એટલે સ્વ.કુસુમબેનની પુણ્યતિથીનો દિવસ.

  એ દિવસને યાદ કરતા, હું એમને શીર નમાવી વંદન કરૂં છું.

  એમની નજીકના સૌના હૈયે એમની મીઠી યાદ તાજી થઈ હશે..અને એવી યાદમાં જ એમને ખરી અંજલી છે !

  …ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 4. ગોવીંદ મારુ એપ્રિલ 15, 2013 પર 12:24 પી એમ(PM)

  સદગત કુસુમબેનને આદરપુર્વક શ્રધ્ધાંજલી….

  Like

 5. chaman એપ્રિલ 15, 2013 પર 12:30 પી એમ(PM)

  Dear Vinodbhai,
  I remeber those days.Thanks for sharing.
  Chiman

  Date: Sun, 14 Apr 2013 18:58:55 +0000
  To: chiman_patel@hotmail.com

  Like

 6. Hemant Bhavsar એપ્રિલ 15, 2013 પર 1:27 પી એમ(PM)

  Dear Vinodbhai , Thank you for sharing your deep feeling towards your wife ……Hemant

  Like

 7. chandrakant એપ્રિલ 15, 2013 પર 1:46 પી એમ(PM)

  Dear Vinodbhai
  હે નાથ! જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
  શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ;
  જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો,
  પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો.

  Like

 8. હિમ્મતલાલ એપ્રિલ 15, 2013 પર 2:49 પી એમ(PM)

  પ્રિય વિનોદભાઈ
  સ્વ .કુસુમ બેનને હું હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું
  અને તમને તમે જે પત્નીનો વિયોબનો હિંમતભેર સામનો કરીને આંનદ થી રહો છો એ બદલ શાહબાશી

  Like

 9. pravinshastri એપ્રિલ 15, 2013 પર 4:13 પી એમ(PM)

  સહજીવનનો સથવારો છૂટે ત્યારે માત્ર એક જ સહારો લઈ શકાય….કે પ્રભુએ એમને શારિરિક યાતનામાંથી મુક્ત કર્યા હતા. આપની સ્મરણાંજલી અને સ્નેહીઓની શ્રદ્ધાંજલી આપને પૂરતું પ્રેરક બળ આપી રહે, આપની સાહિત્યિક અને અન્ય પ્રવૃત્તિઓ જીવનસાથી વગર પડેલો અવકાશ પૂરતા રહે અ જ હાર્દિક શુભેચ્છા.
  પ્રવીણ સાસ્ત્રી.

  Like

 10. પરાર્થે સમર્પણ એપ્રિલ 17, 2013 પર 7:14 એ એમ (AM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

  ફુલ કુસુમ સમ કાકીને આપે સદાયે સમર્યાં

  આપી શ્રધ્ધા સુમન કેરા પુષ્પોને યાદ કર્યાં

  સ્વ. કાકીને ભાવ ભર્યાં શ્રધ્ધા સુમન અર્પણ

  “મોડો પડ્યો છું પ્રતિભાવ દેવામાં

  મને કનડૅ કોમ્પ્યુટર મારા જ ઘરમાં

  ખોલું હુ બ્લોગ મારો

  તો કહે બેડ રીકવેસ્ટ છે તમારો ”

  હમણાં જો કોઇ કૃતિ મુકવા આઠ દશ વાર સટ ડાઉન કરવું પડે છે

  Like

 11. Kanti patel ( K.D.Patel) સપ્ટેમ્બર 9, 2013 પર 7:18 પી એમ(PM)

  સ્વ.કુસુમબેનને અમે ધણાજ પ્રેમ થી ધણીયે વાર અને વારંવાર યાદ કરીયે છીયે,
  કારણ તમારા પત્ની જેવોજ ચહેરો મારી પત્નિનો ચહેરો છે.સદા હસતો ચહેરો જાણે પલપલ વસંત ની લહેર,
  પલપલ ખુશ સહેતુ મુખડું.

  હું કેટલાયે વર્ષો થી મોટી કંપનીઓ માં યોગ ની તાલિમ આપી રહ્યો છું,. મારી ઉંમર ૬૮ વર્ષ ની છે, મેં ધણાજ યોગ ના કોર્સ કર્યા છે, યોગ માં ડીપલોમા કર્યો છે,. ઓશો પાસે હતો, ધીરેન્દ્ ભ્રમચારી, મહેશ યોગી, શ્રીશ્રી રવિશંકર, શ્રી રામદેવ, મેં ધણી શીબીર વિપશ્યના ની કરી છે, સત્યનારાયણગોયનકા ના સનીઘ્યમાં.
  ખાસકરીને કૉરપોરેટ ટ્રેનીં આપી રહ્યો છું.

  મારે બે દિકરા , મોટો ભાભા ઑટોમીક રીસર્ચ સેન્ટર માં થી PhD.કરીને હાલ ટેનસી સ્ટેટ USA માં પ્રોફેસર છે .
  નાનો દિકરો સોફ્ટવેર એંનજીન્યર છે.

  ઘણા સમય પહેલા આપે મારી વીસે પુછે લું, એટલે મારો સામાન્ય પરીચય આપી રહ્યો છું.

  કાન્તિ પટેલ.

  +91 9820667320
  Resi: 022 28906815

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: