વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 227) ‘માનવ કમ્પ્યુટર’ શકુંતલા દેવીનું ૮૦ વર્ષે અવસાન – પરિચય અને હાર્દિક શ્રધાંજલિ

Human Computer Shakuntaladevi

 

બેંગ્લોર, તા. ૨૧

ગણિત જેવા જટીલ વિષય પર મહારત ધરાવતા અને ‘માનવ કોમ્પ્યુટર’ તરીકે જાણીતા શકુંતલા દેવીનું બેંગલોરમાં ૮૦ વર્ષની વયે અવસાન થયું છે.

અઘરામાં અઘરી ગણતરીઓને ક્ષણવારમાં કરી શકવાની ક્ષમતાના કારણે તેમનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં પણ સમાવાયું હતું. શકુંતલા દેવીના શૈક્ષણિક ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે તેમનું આજે સવારે ૮.૨૫ કલાકે નિધન થયું હતું. શ્વાસનતંત્રની ગંભીર તકલીફના કારણે તેમને થોડા સપ્તાહો અગાઉ દવાખાનામાં દાખલ કરાયા હતા. તેમની હૃદય અને કિડનીની બીમારી પણ વકરી હતી.

ગણિતને ગમ્મત બનાવી દેતા અનેક પુસ્તકો લખનારા શકુંતલા દેવી ગઇ સદીની કોઇપણ તારીખે કયો વાર હતો તે પણ પળવારમાં કહી દેતા. તેમના પિતા સર્કસમાં કામ કરતા. ત્રણ વર્ષની ઉંમરે શકુંતલા દેવીની ગણતરીઓ કરવાની ક્ષમતાને પિતાએ પારખી લીધી હતી. ૬ વર્ષની ઉંમરે તેમણે મૈસુરની યુનિ.માં જાહેર કાર્યક્રમ દરમિયાન પોતાની આ કુદરતી ક્ષમતાનો પરિચય કરાવ્યો હતો. ૧૯૭૭માં શકુંતલા દેવીએ ૨૦૧ આંકડાના નંબરનું ૨૩મું વર્ગમૂળ માત્ર માનસિક ગણતરીઓ દ્વારા જ કાઢી બતાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં ઘણા જાણીતા શકુંતલા દેવી ૧૬ આંકડાના નંબરનો બીજા ૧૬ આંકડાના નંબર સાથે મનમાં જ સરવાળો કરી તેના પરિણામે તે જ આંકડા સાથે ગૂણીને ક્ષણવારમાં જવાબ આપી શકતા.

 શકુંતલા દેવીએ તેમના આ અજોડ કળા અંગે એકવાર કહ્યું હતું કે ”આ તો કુદરતની ભેટ, એક દિવ્ય આવડત છે.” નવેમ્બર ૧૯૩૯માં રૃઢીચુસ્ત કન્નડ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શકુંતલાજી એક કુશળ જ્યોતિષી હતા અને જન્મના સમય તેમજ તારીખના આધારે તેમણે અનેક લોકોને ઉપાયો પણ સૂચવેલા. તેઓ હંમેશા કહેતા કે બાળકો ગણિતથી આટલા ડરે છે શા માટે? ખોટા વલણ અને ગણિતને માત્ર એક વિષય તરીકે જોવાથી જ ગણિત ભારેખમ લાગે છે.

( Courtesy- Gujarat Samachar )

Shakuntala devi -Numbers link us all together-Interview with Russia Today

_________________________________

શકુંતલા દેવી વિષે વધુ અંગ્રેજીમાં વિકિપીડીયાની આ લીંક ઉપર જાણો .

http://en.wikipedia.org/wiki/Shakuntala_Devi

3 responses to “( 227) ‘માનવ કમ્પ્યુટર’ શકુંતલા દેવીનું ૮૦ વર્ષે અવસાન – પરિચય અને હાર્દિક શ્રધાંજલિ

 1. સુરેશ એપ્રિલ 23, 2013 પર 8:41 એ એમ (AM)

  નોકરી કરતો હતો ત્યાં એમની હેરતભરી કાબેલિયત જાતે જોયેલી છે.

  Like

 2. pragnaju એપ્રિલ 23, 2013 પર 10:38 એ એમ (AM)

  અત્યાર સુધી તો ‘એક માત્ર’ ‘હ્યુમન કોમ્પ્યુટર’ તરીકે ઓળખાતા શ્રીમતી શકુંતલા દેવી આજે ૮૦ વર્ષની વયે આ દુનિયાથી વિદાય થયા. એમના વિશે એક- બે નહિ પણ હજારો સિદ્ધિઓ રચાયેલી છે.
  We will miss you Mrs. Shakuntalaaji!
  ભારતમાં ઘણા જાણીતા શકુંતલા દેવી ૧૬ આંકડાના નંબરનો બીજા ૧૬ આંકડાના નંબર સાથે મનમાં જ સરવાળો કરી તેના પરિણામે તે જ આંકડા સાથે ગૂણીને ક્ષણવારમાં જવાબ આપી શકતા. દેવીએ તેમના આ અજોડ કળા અંગે એકવાર કહ્યું હતું કે ”આ તો કુદરતની ભેટ, એક દિવ્ય આવડત છે. રૃઢીચુસ્ત કન્નડ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શકુંતલાજી એક કુશળ જ્યોતિષી હતા અને જન્મના સમય તેમજ તારીખના આધારે તેમણે અનેક લોકોને ઉપાયો પણ સૂચવેલા. તેઓ હંમેશા કહેતા કે બાળકો ગણિતથી આટલા ડરે છે શા માટે? ખોટા વલણ અને ગણિતને માત્ર એક વિષય તરીકે જોવાથી જ ગણિત ભારેખમ લાગે છે.

  Like

 3. chandrakant એપ્રિલ 23, 2013 પર 2:24 પી એમ(PM)

  ૧૯૭૭માં શકુંતલા દેવીએ ૨૦૧ આંકડાના નંબરનું ૨૩મું વર્ગમૂળ માત્ર માનસિક ગણતરીઓ દ્વારા જ કાઢી બતાવ્યું હતું. dear vinodbhai
  નશ્વરદેહ ભલે તમારો પંચ મહાભૂતમાં ભળી ગયો,

  મનથી તો અમારી નજીક છો એવું અમોને લાગે સદા.

  વેદનાઓ કષ્ટો સહ્યાં તમે અપૂર્વ ધીરજ બેશબ્દ રહી,

  જીવન અને મૃત્યુંને પણ ખરેખર તમે જીતી ગયાં.

  પ્રેમ,નમ્રતા, કરુણા,પરિશ્રમી જીવન તમારું ભૂલાય ના

  તસ્વીરો જોઈને તમારી, તાજાં થતાં સૌ સંસ્મરણો.

  શબ્દો ખરે ઓછા પડે ગણવા ઉપકારો અમ પર આપના

  અર્પું શ્રધાંજલિ અલ્પ શબ્દોથી.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.