વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 230 ) એક ચિત્ર-કાવ્ય રચના……( એક વિકલાંગ ચિત્રકારની કેફિયત )

 બે હાથ ન હોવા છતાં માત્ર મોં વડે પીંછી પકડીને રાધા-કૃષ્ણનું સરસ રંગીન ચિત્ર બનાવી રહેલ એક વિકલાંગ કલાકાર (સૌજન્ય- ગુગલ )

બે હાથ ન હોવા છતાં માત્ર મોં વડે પીંછી પકડીને રાધા-કૃષ્ણનું સરસ રંગીન ચિત્ર બનાવી રહેલ એક વિકલાંગ કલાકાર (સૌજન્ય- ગુગલ )

 
 
ઉપરનું આ અજ્ઞાત વિકલાંગ કલાકારનું ચિત્ર દિલને સ્પર્શી ગયું .આ ચિત્ર જોઈને મારા મનમાં જાગેલાં વિચાર-સ્પંદનોમાંથી નીચેની એક કાવ્ય રચના અનાયાસે રચાઈ ગઈ
 
 
એક વિકલાંગ ચિત્રકારની કેફિયત
 
 
હાથ મારા બે , ભલે કુદરતે  છીનવી  લીધા હશે
 
ભીતર પડેલી મારી  કલા સુઝને કોણ છીનવી શકે.
 
 
ધાર્યું મનમાં હતું મારે રાધા-કૃષ્ણનું ચિત્ર બનાવવું
 
મોં ને હાથ બનાવી જુઓ બનાવ્યું કેવું કમાલનું !
 
 
હાથ,પગ અને અન્ય અંગો જરૂરી હશે જીવનમાં
 
કિન્તુ એથીએ વધુ જરૂરી છે ભીતરી હામ હૃદયમાં
 
 
દયા કદી ન ખાશો મિત્રો કે મારે બેઉ હાથ નથી
 
હાથ વિહોણો પણ શું હું અન્યો જેવો ચિત્રકાર નથી !
 
 
કુદરતે ભલે મારા જીવન માટેનું ચિત્ર બગાડી દીધું ,
 
મારા જીવન જુસ્સાએ જુઓ કેવું ચિત્ર સુધારી દીધું !
 
 
વિનોદ પટેલ
 
 

Jai Shri Krishna- in few lines

3 responses to “( 230 ) એક ચિત્ર-કાવ્ય રચના……( એક વિકલાંગ ચિત્રકારની કેફિયત )

 1. pragnaju એપ્રિલ 27, 2013 પર 7:10 એ એમ (AM)

  કુદરતે ભલે મારા જીવન માટેનું ચિત્ર બગાડી દીધું ,

  મારા જીવન જુસ્સાએ જુઓ કેવું ચિત્ર સુધારી દીધું !

  સુંદર અભિવ્યક્તી

  એક અંગ ની શક્તિ ઓછી હોય તો કુદરત બીજા અંગોનો બમણો વિકાસ કરે છે.

  દ્રુષ્ટિહીનની મનની આંખ ખોલે છે………

  Like

 2. jagdish48 એપ્રિલ 30, 2013 પર 2:53 પી એમ(PM)

  દયા કદી ન ખાશો મિત્રો કે મારે બેઉ હાથ નથી

  હાથ વિહોણો પણ શું હું અન્યો જેવો ચિત્રકાર નથી ! ખુમારી –

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: