વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 232 ) ગુજરાતના ૫૩મા જન્મ દિવસે અભિનંદન – જય જય ગરવી ગુજરાત

મુંબઈ રાજ્યમાંથી ૧લી મે, ૧૯૬૦ ના રોજ  ‘મહાગુજરાતની  ચળવળ’ને અંતે  દ્વિભાષી મંબાઈ રાજ્યમાંથી અલગ થઈને આપણા અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી .
 
એક અદના ગાંધી વાદી મુક સેવક રવિશંકર મહારાજને હસ્તે મંગલ દીપ પ્રગટાવીને નવી આશાઓ સાથે નવા ગુજરાત રાજ્યનો શુભારંભ કર્યો થયો હતો .
 
ગયા વર્ષે ગુજરાતના ૫૨મા સ્થાપના દિવસની તારીખ એપ્રિલ ૩૦, ૨૦૧૨ની  પોસ્ટ જેમાં ઘણી વિવિધ માહિતી આપી છે એને અહીં વાંચો .
 
પહેલી મે, ૨૦૧૩ના ગુજરાતના ૫૩મા જન્મ દિવસે તમામ વાંચકોને અભિનંદન.
 
ગુજરાત દિનની ઘણી ઘણી શુભેચ્છાઓ .
 
જય ભારત… જય જય ગરવી ગુજરાત…
 
વિનોદ પટેલ

______________________________

 
 
ગુજરાત અંગે શું તમે આ માહિતી જાણો છો ?
 
નીચેની પી.ડી.એફ .ફાઈલમાથી ગુજરાત વિષે જાણવા જેવી પુષ્કળ માહિતીથી અવગત થાઓ . 
 

Gujarati GK

______________________________________

 
ગુજરાતના ખ્યાતનામ કવિ ઉમાશંકર જોશીની ગુજરાત વિશેની નીચેની સુંદર કાવ્ય
 
રચનાને માણો .
 
ગુજરાત મોરી મોરી રે.
 
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
 
ગુજરાત મોરી મોરી રે.
 
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
 
ગુજરાત મોરી મોરી રે.
 
સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
 
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
 
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
 
ગુજરાત મોરી મોરી રે.
 
ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
 
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
 
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
 
ગુજરાત મોરી મોરી રે.
 
આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
 
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
 
હૈયાંનાં હીર પાઈ હેતભરી નીતરે,
 
ગુજરાત મોરી મોરી રે.
 
કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
 
નમણી પનિહારીને ભીને અંબોડલે,
 
નીરતીર સારસ શાં સુખ ડૂબ્યાં જોડલે,
 
ગુજરાત મોરી મોરી રે.
 
નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
 
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
 
એક વાર ગાઈને કેમ કરી ભૂલવી ?
 
ગુજરાત મોરી મોરી રે.
 
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
 
ગુજરાત મોરી મોરી રે.
 
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
 
ગુજરાત મોરી મોરી રે.
 
ઉમાશંકર જોશી

_________________________________________

 
હો રાજ મારું જીત્યું હંમેશા ગુજરાત – જય જય ગુજરાત
 
ગુજરાતના જાણીતા લોક કલાકારો-ગાયકોના કંઠે ગવાએલ ગુજરાત ગૌરવના આ
 
સરસ ગીતને માણો .
 
Jityu Hamesha Gujarat  
 

_______________________________

 
ગુજરાતી મનોરંજન નો અખુટ ખજાનો,
 
ગુજરાતી નાટકો, લોક ગીતો, જોક્સ, ચલ ચિત્રો, કવિતાઓ, વાર્તાઓ, ટુચકાઓ અને
 
એવુબીજુ ઘણુ બધુ નીચેની લિંક ઉપર માણો .
 

_______________________________________________

 
 
સતત ૧૧ વર્ષથી ગુજરાતને પ્રગતિને પંથે દોરનાર ગુજરાતના લોકપ્રિય કર્ણધાર શ્રી
 
નરેન્દ્ર મોદીની એક તસ્વીર
 
 
 
 
 
 
 

Narendra Modi -Time Cover and backyard

7 responses to “( 232 ) ગુજરાતના ૫૩મા જન્મ દિવસે અભિનંદન – જય જય ગરવી ગુજરાત

 1. pragnaju મે 1, 2013 પર 4:21 એ એમ (AM)

  આપની સુંદર પોસ્ટ રી બ્લોગ કરું છુ

  Like

 2. Pingback: જય જય ગરવી ગુજરાત | હાસ્ય દરબાર

 3. Jitendra Padh મે 2, 2013 પર 1:40 એ એમ (AM)

  apani gujaratibhasha, gujaratijati.gujarat vatan prem ne mara salaam.saras rudaysarshi lekho khub gamechhe.undu chitan,uttam gothvani ane saral sheily ma gujarati gaga vahevdavochho.ek gujarati tareke mari chhatti gaj gaj fule chhe. a postvadhu lokpariya anetamaam bandhujano mate asha na nava kiran sami labhdayi ho ej prathana,,jay maa garjaary………….

  Like

 4. pravinshastri મે 2, 2013 પર 6:16 એ એમ (AM)

  વિનોદભાઈ, ખુબ સરસ સંકલન. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

 5. Ramesh Patel મે 2, 2013 પર 9:04 એ એમ (AM)

  ખુબ સરસ સંકલન. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત

  Ramesh Patel(Aakashdeep)

  Like

 6. M.D.Gandhi, U.S.A. મે 2, 2013 પર 3:48 પી એમ(PM)

  ખુબ સરસ સંકલન. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત

  Like

 7. ગોદડિયો ચોરો… મે 4, 2013 પર 6:52 એ એમ (AM)

  આદરણીય વડિલ શ્રી વિનોદ્કાકા

  ગરવી ગુજરાતના જન્મદિન પ્રસંગે આપે જે રજુઆત કરી અને

  એથી વિશેષ તો આપ શ્રીએ જે પ્રસંગને વર્ણવી ફોટા સહિત જે લેખ

  મુકી ચાર ચાંદ લગાવી દીધ તે બદલ આપને પણ ખુબ ધન્યવાદ

  જય જય ગરવી ગુજરાત

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: