વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: મે 2013

( 253 ) ૮૦ વર્ષના એક વૃદ્ધ જાપાનીઝે માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો

Yuichiro Miura (right), shown here with his son Gota, on Mount Evrest

Yuichiro Miura (right), shown here with his son Gota, on Mount Evrest

 
તારીખ ૨૩મી મે,૨૦૧૩ના રોજ ગુરુવારે એક ૮૦ વર્ષના વૃદ્ધ જાપાનીઝ યુઇચિરો મિઉરાએ વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટની ટોચે પહોંચીને એક નવો ઇતિહાસ સર્જ્યો છે .
 
આ જાપાનીઝ આરોહક સાથે એમનો ૪૩ વર્ષનો પુત્ર અને અન્ય બે જાપાનીઝ તથા છ નેપાળી શેરપાઓએ આ સાહસ સફળતાપૂર્વક પાર પાડયું હતું.
 
સર એડમન્ડ હિલેરી અને તેનઝિંગ(નોર્વે)એ ૬૦ વર્ષ પહેલાં જે રસ્તે માઉન્ટ એવરેસ્ટ શિખર સૌથી પ્રથમ વખત સર કરવાનું બહુમાન મેળવ્યું હતું તે જ રૂટ લઈને મિઉરા અને તેના નવ સભ્યોની ટીમે એવરેસ્ટ સર કર્યું હતું.
 
યુઇચિરો મિઉરાની  આ સિદ્ધિમાં વધુ નવાઈની અને નોંધનીય બાબત એની ૮૦ વર્ષની ઉંમર ઉપરાંત આ સાહસિકનો મેડિકલ ઇતિહાસ છે..
 
યુઇચિરો મિઉરા પર ચાર વખત હાર્ટસર્જરી થઇ ચૂકી છે જેમાંની એક તો બે માસ પહેલાં જ કરવામાં આવી હતી .
 
૨૦૦૯માં સ્કેટિંગ સાહસ વખતે થયેલા અકસ્માતમાં તેનો બસ્તિપ્રદેશ ભાંગી ગયો હતો અને જાંઘમાં ફ્રેક્ચર થયું હતું.
 
આમ છતાં મીઉરાએ કહ્યું હતું કે આ સાહસમાં મેં ક્યારેય થાક લાગ્યાનો અનુભવ કર્યો ન હતો ,એ કેટલું આશ્ચર્ય જનક કહેવાય !
 
મિઉરાની ટોકિયો ઓફિસે જ્યારે મીઉરા અને એમની ટીમે એવરેસ્ટ સર કર્યાનો આખરી ફોન આવ્યો ત્યારે તેની પત્ની અને બે પુત્રીઓ સહિતના પરિવારજનો અને રિપોર્ટરો આનંદથી ઝૂમી ઊઠયાં હતાં.
 
વિશ્વની આ સૌથી શ્રેષ્ઠ લાગણી છે, તેમ યુઇચિરો મિઉરાએ શિખરની ટોચ પરથી તેના પરિવારને કરેલા ફોનમાં કહ્યું હતું .
 
આ જ જાપાનીઝે એની 70  અને 75 વર્ષની ઉંમરે પણ એવરેસ્ટ ઉપર સફળતાથી શિખર સર કર્યું હતું .
 
મિઉરાએ કહ્યું હતું કે ૮૦ વર્ષની મોટી ઉંમરે હું આ શિખર સર કરીને મોટી સિદ્ધિ મેળવી શકીશ તેની કદી કલ્પના પણ કરી ન હતી .
 
 
૮૦ વર્ષના આ સફળ જાપાનીઝ પર્વત ખેડુંની આ સિદ્ધિ દરેક વૃધ્ધજનો માટે એક
 
પ્રેરણા સ્ત્રોત છે કે મનમાં જો દ્રઢ ઈચ્છા શક્તિ સાબુત હોય તો  કોઈ પણ કાર્ય કરવા
 
માટે ઉંમર નડતી નથી .
 
 
ઉંમરમાં વૃદ્ધ પણ મન અને હૃદયથીથી યુવાન એવા આ જાપાનીઝ યુઇચિરો
 
મિઉરાની ઐતિહાસિક સિદ્ધિને નીચેના બે વિડીયોમાં નિહાળો .
 

Eighty-Year-Old Japanese Becomes Oldest Person to Climb Mt Everest

 

80-year-old Japanese man summits Everest.

 

 

( 252 ) ઉપનિષદ ગંગા

ઉપનિષદ વિષે વિડીયો મારફતે જ્ઞાન પ્રાપ્ત કરવાની અણમોલ તક

મારા મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના બ્લોગ ગદ્ય સુરમાં દુર દર્શન ઉપર દર્શાવાતી ઉપનિષદ વિશેની ધારાવાહિક શ્રેણીના

પ્રથમ પાંચ હપ્તાના વિડીયો પોસ્ટ કર્યાં છે એને એમના આભાર સાથે અહીં રી-બ્લોગ કરું છું .

નવરાશે ઉપનિષદ વિષે આ બધા વિડીયો જોઈને આપણી વૈદિક સંસ્કૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરવાની આ તકનો લાભ લેવા જેવો છે .

ઉપનિષદો વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે

વિકિપીડીયાની આ લિંક ઉપર – ઉપનિષદ વિષે પ્રારંભિક જ્ઞાન .

http://gu.wikipedia.org/wiki/%E0%AA%89%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B7%E0%AA%A6

વિનોદ પટેલ

સૂરસાધના

‘દૂર દર્શન’ પર પ્રસિદ્ધ થયેલી ધારાવાહિક આધ્યાત્મિક શ્રેણી હવે યુ ટ્યુબ પર…

સાભાર – શ્રી. શૈલેશ મહેતા

ભાગ -૧ 

ભાગ -૨ 

ભાગ -૩ 

ભાગ -૪ 

ભાગ – ૫ 

ભાગ -૬

 

અને બીજા ૧૮૨ ભાગ પણ યુ ટ્યુબ પરથી મળી જશે ! 

http://www.youtube.com/results?search_query=Upanishad+Ganga+&oq=Upanishad+Ganga+&gs_l=youtube.12..0l10.752.752.0.3061.1.1.0.0.0.0.639.639.5-1.1.0…0.0…1ac.1.11.youtube.ZywUYcb2ITE

View original post

(251) માણસાઈનો રકાસ…… લેખિકા- સ્નેહા પટેલ

જાણીતા બ્લોગર  સ્નેહા પટેલના અક્ષિતારક બ્લોગમાં પોસ્ટ થયેલો  “માણસાઈનો રકાસ ” એ નામનો સુંદર લેખ ઈ-મેલમાં મેં વાંચ્યો .મને એ ખુબ ગમ્યો .

આ અગાઉની વિનોદ વિહારની પોસ્ટ નંબર ( 250 ) “માણસ જોઈએ છે…….ક્યાં છે માણસ…..! મળશે ?” ના  વિષયની પૂર્તિ કરતા આ લેખને સ્નેહાબેનના આભાર સાથે આજની પોસ્ટમાં રી-બ્લોગ કરું છું .

આ લેખમાં સ્નેહાબેને ગરમીના દિવસોમાં ઘાયલ થઈને નીચે પડેલ એક ભલા ભોળા કબુતર અંગે સામાન્ય લોકો કેવો વર્તાવ દાખવે છે એની નજરે જોએલી કરુણ સત્ય ઘટનાનું સુંદર શબ્દોમાં આલેખન કર્યું છે .

લેખિકાના સંવેદનશીલ હૃદયની લાગણીઓનો આ લેખમાં પડઘો પડે છે .

આશા છે આપને પણ આ લેખ ગમશે

વિનોદ પટેલ

_____________________________________________

 

માણસાઈનો રકાસ

 

આજકાલની ગરમી વિશે બહુ નહી લખુ. બધા અનુભવે જ છે. વળી મોબાઈલ -નેટ માં આવતા મેસેજીસ પણ યાદ કરાવતા રહે છે કે પશુ-પક્ષીઓને ગરમીથી બચાવવા માટે પાણી પાવો , તમારી અંદરની છુપી માનવતાને બહાર આવવા એક તક આપો વળી ‘એનિમલ હેલ્પલાઈન નંબર’ પણ ઠેર ઠેર મળી ! કેટલા દયાળુ જીવ, વાહ .

આ બધાંની વચ્ચે નજરે પડેલી એક સત્ય ઘટના લખ્યાં વિના નથી રહી શકતી.

આજે ૧૧ વાગ્યે બપોરે (આમ તો બપોર ના કહેવાય પણ ભવિષ્યમાં કદાચ ગરમીમાં બપોર ૧૦ વાગ્યાથી  સાંજના ૮ સુધી થઈ જશે એમ લાગે છેએટલે ૧૧ વાગ્યાના બપોરના સમયે એક ભોળુ ભટાક્ડું કબૂતર ઊડતું..ઊડતું અચાનક મારી બાજુના ફ્લેટની દિવાલે જઈને અથડાયું અને ધબાક…! જ્યાં પડ્યું ત્યાં અને તેમ જ પડી રહ્યું. સાવ અધમૂઉં થઈ ગયેલું. એનામાં કોઈ જ તાકાત નહોતી કે એ હલન ચલન કરી શકે, ડોક એક બાજુ વળી ગયેલી, એક બાજુની પાંખ ખુલ્લી અને એક બાજુની બંધ.એની એ સ્થિતિમાં સુધારો કરવા માટે કોઈ જ ઉપાયો હવે શકય નહોતા. તાકાતવિહીન..ભીંજાયેલ આંખો, અસહાય-લાચાર મોઢું માણસોને કહેતું હતું, ‘હવે મારુઁ જીવન તમારા અને તમારી ‘એનિમલ હેલ્પ લાઈન’ ના ભરોસે જ છે, બચાવી લો ભગવાનને ખાતર..આજીજીઓનો ઢગલો –

‘મારે હજુ જીવવું છે..પ્લીઝ..કંઈક કરો.’

હવે આપણે માણસજાત તો બહુ દયાળુ. બધા જ ટોળે વળીને એને ઘેરી વળ્યાં ..દરેકે પોત પોતાના અનુભવોના પીટારાઓ ખોલવા માંડયા – શિખામણોના ઢગલા ખડકાવા માંડ્યા ! એટલામાં સોસાયટીનો ચોકીદાર એક પાણીની બોટલ લઈને આવ્યો અને એ કબૂતરને પાણી પાવા માંડ્યો..એક જણ એને પૂંઠાની મદદથી પવન નાંખવા લાગ્યો અને બાકીના બધા દિલ પર હાથ મૂકીને એ દ્રશ્ય જોતા પોત-પોતાનો મહામૂલો સમય આપતા ઉભા રહ્યા..(!!!!!)પણ કોઈ જ ઉક્તિ કારગર ના નીવડી..એ અબોલ જીવનું આયખું કદાચ આટલું જ હશે અને એણે આશાભરી આંખે માનવમેદનીને જોતા જોતા જ છેલ્લાં શ્વાસ છોડ્યાં. અને આ શું ?

ત્યાં ઉભેલા દરેક લોકોનો વ્યવહાર તરતા જ બદલાઈ ગયો,

‘અરે યાર, આ તો મરી ગયું. આપણા સફાઈ કામદારો તો આને હાથ પણ  નહી લગાડે.અને મ્યુનિસિપાલટીની ગાડી તો છેક બપોરે આવશે. પાંચ વાગ્યા પછી. ત્યાં સુધીમાં તો ગરમીમાં આના શરીરમાંથી અસહ્ય વાસ વછૂટવાનું ચાલુ થઈ જશે..હવે આ બલાનું શું કરવું ?’

ત્યાં તો ભીડમાંથી એક અતિ બુધ્ધિશાળી વ્યક્તિએ એક વચેટનો રસ્તો સુઝાડ્યો..અમારી અને એમની સોસાયટીની વચ્ચે એક કંપાઉન્ડ વોલ જ હતી..એક પુંઠું લઈને કબૂતરની ડેડબોડીને ઉચકીને નાંખ્યું અમારી સોસાયટીમાં,

‘હાશ- ચાલો, બલા ટળી..હવે તો એ ‘સારથીવાળા’એ જોવાનું કે આનું શું કરવું , એના મૃત શરીરની વાસ હવે એ લોકો સહન કરશે..આપણે શું? આપણે તો આપણાથી બનતું કર્યુ.આપણો અમૂલ્ય સમય આપ્યો .બસ આનાથી વધુ તો શું હોય ? હવે કામ ધંધે લાગીએ, ચાલો દોસ્તો..આવજો..સાંજે મળ્યા આ જ બાંક્ડે..!!

તો આ હતો ભરઉનાળામાં સૂર્યની ગરમીને પણ શરમાવતો ખુલ્લે આમ લાગણીશીલતા – સંવેદનો…આ બધા શબ્દોનું ઊઘાડે-છોગ નીલામ કરતો માણસાઈનો રકાસ.

 

આભાર- સ્નેહા પટેલ, અક્ષિતારક બ્લોગ

___________________________________________________

 

ઉપરના લેખમાંના કબુતર જેવું કોઈ પક્ષી હોય કે કુતરા, બિલાડા , વાનર કે વાઘ

સિંહ  જેવાં પ્રાણી હોય , એ બધાંમાં માનવ જેવી જ લાગણી અને સંવેદનાઓ હોય છે

જેનાં દર્શન તેઓ આપણને અવાર નવાર કરાવી જતાં હોય છે .

નીચેના વિડીયોમાં એક અબોલ શ્વાન માતા એક  Autistic બાળક પ્રત્યે પ્રેમની કેવી

સંવેદના વ્યક્ત કરે છે એ જોઈને તમે તાજુબ થશો .

માનવતાને ભૂલેલા માનવો આ  પ્રેમાળ શ્વાન માતા જેવી શ્વાનતા બતાવે

તો કેવું સારું ?

A Loving  Mother Dog takes care of little boy with Down syndrome.

 

 

( 250 ) માણસ જોઈએ છે…….ક્યાં છે માણસ…..! મળશે ?

હાસ્ય દરબાર બ્લોગમાં એક જોક “માણસ જોઈએ છે” પોસ્ટ થયેલી વાંચી .

છોટૂભા એ છાપામાં જાહેરાત આપી ” માણસ જોઈએ છે. સાઇકલ ચાલાવતાં આવડવું જોઈશે. બે વાર જમવા નું મળશે.”

જીવલા ને થયું બે વાર જમવાનું મળશે એટલે નોકરી તો લેવા જેવી.

જીવલો ગયો છોટુભાને ઘેર ને કહ્યું નોકરી માટે આવ્યો છુ. કયાઁ છે સાઇકલ ?

છોટૂભા : આ રહી

જીવલો:- કામ શું કરવા નું છે ?

છોટૂભા:- કામ કઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે ગોળીબાર હનુમાન જવાનું. ત્યાં જમી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું. બે જ ધક્કા છે.”

આ જોકમાં છે એવા છોટુભા જેવા ઘણા ખંધા માણસો  આપણા સમાજમાં હોય છે જે પોતાની લુચ્ચાઈથી બીજાને છેતરીને પોતાનું કામ કરાવી  લેવામાં જબરા માહિર હોય છે .

આ “માણસ જોઈએ છે ” એ જોકના પ્રતિભાવમાં અમદાવાદ નિવાસી અધ્યાત્મ માર્ગના પ્રવાસી મારા મિત્ર શ્રી શરદભાઈએ જે લખ્યું એ મને ખુબ ગમ્યું .

” ભઈ, માણસ મળે છે ક્યાં? કોઈ હિન્દુ મળે, કોઈ મુસલમાન મળે,કોઈ ખ્રિસ્તી તો કોઈ શીખ મળે, કોઈ ભારતિય તો કોઈ અંગ્રેજ મળે કોઈ ગુજરાતી તો કોઈ મારવાડી મળે અરે કોઈ ડોક્ટર તો કોઈ વકીલ મળે, કોઈ સ્ત્રી તો કોઈ પુરુષ મળે, પણ માણસ આ જગતમાં નસીબ જોગે કે પૂણ્ય પ્રતાપે જ મળે છે.”

શ્રી શરદભાઈની આ કોમેન્ટ એ આજની પોસ્ટનું પ્રેરણા બીજ છે  .

એમની વાત કેટલી સાચી છે . આજે એની બીજી ઓળખાણોમાં ખરેખરો માણસ તો જાણે ખોવાઈ ગયો હોય એમ નથી લાગતું ?

માણસ અને એની માણસાઈ અંગે પૂજ્ય મોરારીબાપુએ એમની એક કથામાં કહેલી આ વાતની યાદ તાજી થઇ .

ઉનાળાના દિવસો હતા .એક ભિખારી ઘેર ઘેર ફરીને ભીખ માગી રહ્યો હતો .

એને ખુબ તરસ લાગતાં એક બંગલા આગળ એક પૈસા પાત્ર શેઠ બહાર વરંડામાં ઉભા હતા એમને સંબોધીને ભીખારીએ આજીજી કરી :

” શેઠ મને ખુબ તરસ લાગી છે ,પીવા માટે મને થોડું પાણી આપો તો મોટી મહેરબાની .”

શેઠ કહે : “હાલ ઘરમાં કોઈ માણસ નથી પછી આવજે .”

ભિખારી કહે : ” શેઠ તમે થોડી મિનીટો માટે માણસ બની જાઓ અને મને પાણી આપો તો કેવું ?.”

આપણે ત્યાં આવા શેઠ જેવા પૈસાનો મદ રાખતા અને માણસાઈ ભૂલેલા માણસોનો તોટો નથી .

અખબારો , ટી .વી. અને અન્ય સમાચાર માધ્યમોમાં રોજ સવારે ખુન ખરાબી , સ્ત્રીઓ ઉપરના અત્યાચારો જેવા સમાચારોની પરંપરા ચાલતી જોઈએ અને સાંભળીએ છીએ ત્યારે માણસની માણસાઈ ઉપરથી આપણો વિશ્વાસ ડગી જાય છે .માનવ આપણને એક દાનવના રૂપે દેખાય છે .   

       આ વિષયમાં મેં વાંચેલી એક રેડ ઈન્ડીયન વૃદ્ધ માણસે એના પૌત્રને  કહેલી માણસની ઓળખાણને ઉજાગર કરતી એક સરસ દ્રષ્ટાંત કથા અહીં રજુ કરું છું .

આ વાત પ્રમાણે આ રેડ ઈન્ડીયન વૃધ્ધે એના પૌત્રને એક દિવસ બોધ આપતાં કહ્યું કે દરેક માણસમાં બે વરુઓ(wolves ) વસતાં હોય છે .

એક વરુ એ ભલાઈ, પ્રેમ ,કરુણા અને એવા બધા સારા ગુણોનું પ્રતિક છે જ્યારે બીજું વરુ એ બુરાઈ, ક્રોધ, તિરસ્કાર જેવાં બધા દુર્ગુણોનું પ્રતિક છે .

આ બે વરુઓ વચ્ચે સતત લડાઈ ચાલતી રહે છે.

પૌત્ર પૂછે છે કે દાદા આ બે વરુઓમાં ક્યા વરુની જીત થાય છે ?

દાદા જવાબ આપે છે કે તમે જે વરુને ખવડાવી પીવડાવીને મોટું કર્યું હશે એ વરુની જ

જીત થશે . Read more of this post

( 249 ) USEFUL HEALTH RELATED TIPS ( NEW )

HEALTH-1

Health -2

Health-3

haealth-5

Health-6

haealth-6

Health-10

Health-11

Health-13

health-16

Health-7

Health-18

Health-17

__________________________
Thanks- Mr. Vijay Chauhan, San Diego (From his E-mail)

HappyWeekend3

Thanks – Mr.Yogesh Kanakia

( 248 ) શ્રી પી.કે. દાવડાનો એક હળવો લેખ “વિવેચક દાવડા” અને એમની બે કાવ્ય રચનાઓ

P.K.Davda

P.K.Davda

શ્રી પી.કે. દાવડા વિનોદ વિહારના અને અન્ય જાણીતા બ્લોગોના વાચકોને  સુપરિચિત છે . આ અગાઉ એમના કેટલાક ચિંતનશીલ  લેખો આ બ્લોગમાં સ્થાન પામ્યા  છે અને વાચકોને એ ગમ્યા પણ છે .

દાવડાજી એમની નિવૃતિના સમયનો સદુપયોગ કરી એમની ગદ્ય અને પદ્ય રચનાઓ વખતો વખત એમના ઈ-મેલમાં બ્લોગર મિત્રોને મોકલી આપતા હોય છે .

આ ઈ-મેલોંમાંથી મને ગમેલો એક લેખ ” વિવેચક દાવડા” આજની પોસ્ટમાં મુક્યો છે  જે આપને પણ વાંચવો ગમે એવો હળવો લેખ છે .

એમની બે કાવ્ય રચનાઓ  “દાવડા ભગતના કોમપુ-ગપ્પા”  અને ” કાવ્યાષ્ટક ” પણ નીચે પ્રસ્તુત છે .

એમની રચનાઓમાં એમનો અનુભવ , વાંચન અને એમની સાહિત્ય પ્રીતિનાં દર્શન આપણને થાય છે .

એમના નીચેના લેખમાં એમના કાવ્યોનું વિવેચન કરતાં એમણે લખ્યું છે કે – “દાવડાની કવિતામાં ક્યાંક ને કયાંક એમનું વ્યક્તિત્વ ઝળકે છે.” આ વાત એમના લેખોને પણ એટલી જ લાગુ પડે છે . 

” વિવેચક દાવડા ” લેખમાં દાવડાજીએ હળવી શૈલીમાં પોતાને જ નિશાન બનાવી એમના સાહિત્ય સર્જનની આલોચના કરી છે એ ઘણી રસિક છે .

વિનોદ પટેલ

________________________________________________

વિવેચક દાવડા

વ્યવસાયે તો હું સિવીલ એંજીનીઅર છું, પણ ૨૦૦૯માં મને મન થયું કે લાવ કવિ બનું. મેં કવિતાઓ લખવાનું શરૂ કર્યું. ૨૦૦૯ મા બ્લોગ્સ એની ચરમ સીમાએ હતા એટલે મેં એવા બ્લોગ શોધી કાઢ્યા કે જેમા હું પોતે જ મારી કવિતા મૂકી શકું. સંચાલક તો માત્ર નામના મોડરેટર હોય, એટલે બીજે દિવસે મારી કવિતા પ્રગટ થઈ જતી.

ઘણી બધી કવિતાઓ લખી, છંદમાં, સ્વછંદમાં, રાગમાં , વિરાગમાં , આમ અનેક પ્રકારની કવિતાઓ લખી, પણ પછી થયું કે આપણું નામ થયું નથી તો ચાલો લેખ લખીએ.

બસ આડેધડ લખવાનું શરૂ કરી દીધું. કોઈપણ વિષય પર, કંઈપણ લખવાનું શરૂ કર્યું અને બ્લોગમાં મૂકી દીધું. એ પણ પ્રગટ થઈ ગયા, છતાં મારૂં નામ થયું નહિં.

હવે સાહિત્યનો માત્ર એક જ પ્રકાર બાકી રહ્યો છે અને તે છે વિવેચન. વિવેચક બનવાની ઈચ્છાના મૂળમા મારી એક માન્યતા રહેલી છે કે સારો કવિ કે સારો લેખક ન થઈ શકે એ સારો વિવેચક બની શકે. વિચારને અમલમાં મૂકવા શરૂઆત તો કરવી પડે ને? કોની કવિતાઓ અને કોના લેખનું વિવેચન કરૂં? મને થયું કે પોતાના ઉપર જ પ્રયોગ કરવામા સલામતી છે, એટલે હું મારી કવિતાઓ અને મારા લેખોનું જ વિવેચન કરૂં છું.

દાવડાની કવિતાઓઃ

દાવડાએ અનેક વિષય લઈ કવિતાઓ લખી છે. વિષયની વિવિધતા ઉપરથી દાવડાનું આંકલન કરવું શક્ય નથી, એમણે ગમે ત્યારે ગમે તે વિષય પર કવિતા લખી છે. આશ્ચર્યની વાત તો એ છે એમની એક જ કવિતામાં બે ત્રણ વિષય પણ જોવા મળે છે. હોળી વિષેની કવિતાઓમાં નેતાઓને ભાંડે છે, પ્રેમની કવિતામાં બ્રેકઅપની વાત કરે છે, ગિરધારીની કવિતામા કોમપ્યુટરની વાત કરે છે; અરે એ તો છપ્પામાં ગુગલ અને યાહુને ઘૂસાડે છે. ક્યારેક છંદમાં લખે છે, તો ક્યારેક પ્રચલિત ભજનોના ઢાળની કોપી કરે છે. એ કહે છે કે ઢાળને કોપી/પેસ્ટ નો નિયમ લાગુ પડતો નથી.

બ્લોગ વિષે એમણે અનેક કવિતાઓ લખી છે. એ કવિતાઓમાં દાવડા બ્લોગ્સને વખાણે છે કે વખોડે છે એ સમજવું મુશ્કેલ થઈ પડે છે. બ્લોગના ભજન ગાય છે, બ્લોગના છપ્પા રચે છે, અરે બ્લોગના ચારણી છંદ પણ એમણે લખ્યા છે. બ્લોગમાં સુંદર સ્ત્રીઓને વધારે પ્રતિભાવ મળે છે એ દર્શાવવા દાવડાએ લખ્યું છે,

 

“બ્લોગણનો ફોટો, રચનાથી મોટો, વખાણ થાતા અતિ ભારી,

જોઈને  મોઢાં, તાણે  તું  ટીલાં, બ્લોગર  તારી  બલિહારી.”

 

અહીં દાવડાના સ્ત્રી દાક્ષ્સ્ણ્યના અભાવને બદલે પુરૂષોના સ્વભાવ પર કટાક્ષ સ્પષ્ટ દેખાય છે.

દાવડાના કાવ્યો પરલક્ષી કે સર્વલક્ષી ન હોતાં સ્વલક્ષી વધારે છે. પ્રત્યેક કવિતામાં ક્યાંક ને કયાંક એમનું વ્યક્તિત્વ ઝળકે છે. એક મુલાકાતમાં દાવડાએ કહ્યું હતું કે મોટાભાગની કવિતાઓના વિષય એમને ટોઈલેટમાં સ્ફૂર્યા છે, કારણ કે કવિતા કરવાનો સમય એમને ત્યાં જ મળે છે.

આના ઉપરથી એમના કાવ્યોની ગુણવત્તા સમજી શકાય એમ છે. દાવડા જાણે છે કે એમની કવિતાઓને કોઈ ગંભીરતાથી લેતું નથી એટલે તો હમણાં હમણાં એમની કવિતાઓ હાસ્ય દરબારમા પણ જોવા મળે છે. કુલ મળીને દાવડા ૨૧ મી સદીના કવિઓની હરોળના છે.

દાવડાના લેખઃ

કવિતાની જેમ જ દાવડા અનેક વિષય ઉપર લેખ લખે છે. સ્વતંત્રતા પહેલાના ભારતીયની પ્રતિમા એમનામાં સ્પષ્ટ દેખાય છે. ભૂતની જેમ ભૂતકાળને એ વળગી રહ્યા છે. જૂનો જમાનો, જૂના સાહિત્યકારો, જૂના અખબાર, જૂની સમાજ વ્યવસ્થા અને જૂના રીવાજો, બસ આવા વિષય ઉપર જ લખ્યા કરે છે. એમા એમનો વાંક નથી, ૭૭ વર્ષની વયે એમને પોતાને નવામાં તો ન જ ખપાવી શકે. ક્યારેક પોતાના ભૂતકાળના અનુભવો લખે છે, ક્યારેક એંજીનીઅર તરીકે પોતાની સફળતા અને નિષ્ફળતાની વાતો કરે છે.

શાળા અને શિક્ષણ વિષે જાણે કે નિષ્ણાત હોય તેમ અનેક લેખ લખ્યા છે. એમના લેખના શીર્ષક પણ અજબના હોય છે, “હુકમડર, ફંડર ફો?” હવે આનો શું અર્થ કાઢવો? ભાષા, વ્યાકરણ અને જોડણીનું ક્યાંયે ઠેકાણું હોતું નથી. તેઓ કહે છે કે મને જોડણીની જોડણી જ ચોક્ક્સ રીતે ખબર નથી. લેખની સંખ્યા જોઈને લાગે કે તેમને લખવા માટે વિચારવાની જરૂર પડતી નહિં હોય, બસ વગર વિચારે લખ્યા કરે છે. એમના લખાણમા ઊંડાણ નથી, લંબાઈ નથી અને પહોળાઈ પણ નથી. એંજીનીઅર હોવાથી બે ને બે ચાર જેવી ચોખ્ખી વાતો હોય છે, કલ્પનાનો સદંતર અભાવ જોવા મળે છે. પ્રેમ વિશે લખે ત્યારે પણ એ પ્રેમનું વર્ગમૂળ શોધવા પ્રયત્ન કરતા જણાય છે. એકંદર જોતાં કવિ અને લેખક તરીકે દાવડાએ સમાજને કોઈ યોગદાન આપ્યું નથી, ઉલ્ટાનું કંઈપણ આપ્યા વગર મોટા ગજાના મિત્રો સમાજમાંથી મેળવી લીધા છે.

(વિવેચક તરીકે આ મારો પહેલો જ પ્રયત્ન છે. જો આમા પણ નિષ્ફળતા મળસે તો સાહિત્યની ચોથી કેટેગરી ‘બબૂચક’ સિવાય મારા માટે કાંઈ વધતું નથી.)

 

-પી.કે.દાવડા

              ____________________________________________________

શ્રી પી.કે. દાવડાની બે કાવ્ય રચનાઓ

( આપણા આદ્ય કવિ અખા ભગતના છપ્પાને યાદ અપાવે એવા આ આધુનિક કવિ દાવડાજી એ ” દાવડા ભગતના કોમપુ -ગપ્પા ” શિર્ષક હેઠળની નીચેની એક હળવી કાવ્ય રચના તમને માણવી ગમશે .અન્ય બ્લોગોમાં પણ આ રચના અગાઉ પ્રગટ થઇ છે .)

દાવડા ભગતના કોમપુ -ગપ્પા 

કોમપ્યુટરની જૂઓ કમાલ, બંધ પડે તો થઈ જાય હાલ ,

દિમાગથી  વિચારવું પડે, યાદ   શક્તિની  સીમા   નડે;

દાવડા જો  કોમપુ  ના હોય, સંપર્ક  રાખે ક્યાંથી  કોઈ?

 

હાર્ડ ડીસ્ક કોમપુમાં ખાસ, થાય કરપ્ટ તો ત્રાસમ ત્રાસ,

સંઘરે  ફોટા, સંઘરે  લેખ,  સંઘરે  કવિતા, ગીત અનેક,

દાવડા એના  નખરા  જોઈ, ફલેશ-પેન રાખે  સૌ કોઈ.

 

મેમરી  બાઈ તો  નાના ઘણા, તો  પણ એના  નખરા ઘણા,

જ્યારે પણ એ ઓવર્ફ્લો થાય, સ્ક્રીન આખું રંગીન થઈ જાય,

નખરાળી  જો  નાટક  કરે, દાવડા તો  શું  કોમપ્યુટર  કરે?.

 

કોમપુમાં  પ્રોસેસર  ખાસ, પ્રોસેસર  જો  આપે   ત્રાસ,

કોમપુ જો થઈ જાય ગરમ, વાપરનારના ગાત્ર નરમ;

પ્રોસેસરની  અનેક  જાત,  પ્રોસેસર  બહુ ઊંચી નાત.

 

ઊંદર આંગળી ચીંધે જ્યાં, કોમપુ ઝટ પહોંચી જાય ત્યાં,

શોધી  કાઢે  ઢગલામાં સોઈ, છે આના જેવું બીજું  કોઈ?

દાવડા કોમપુમાં માઉસ મહાન, જાણે ગણેશજીનું વાહન.

 

કી  બોર્ડથી થાય  કામ  ઘણા, કામોની  ના  રાખે મણા,

ડીલીટ કરો તો કચરો સાફ, બોલ્યું ચાલ્યું થઈ જાય માફ;

દાવડા  સારૂં ‘સેવ’ કરે,  વિશ્વમા   ઈજ્જત  સાથે   ફરે.

 

કોમપુના દરવાજા ખુલા,  વાપરનારમા ખપે સમતુલા,

વાપરનારનું  ચંચળ  મન, બિન  વસ્ત્રોના આવે  તન;

દાવડા કોમપ્યુટર વરદાન, જેવું  માનસ  એવું  દાન.

 

દાવડાએ  નિવૃતિ લીધી, કોમપ્યુટરને સોંપી  દીધી,

કોમપ્યુટરથી મિત્રો મળ્યા, દાવડાના કંટાળા ટળ્યા,

દાવડા કોમપ્યુટર વરદાન, વાપરવામા રાખો ભાન.

-પી. કે. દાવડા

__________________________

                    કાવ્યાષ્ટક                   

(૧)

ઓ   બીજ ત્રીજના ચાંદ, સૌને  તું  સુંદર લાગે,

                    કિન્તુ મુજને તું વિધવાના તુટ્યા કંગનસમ ભાસે.                   

(૨)

પાષાણને કંડારીને મનુષ્યે તમને ઈશ્વર કર્યા,

                  તમે  વેર લેવા મનુષ્યને પાષાણહ્રદયી કર્યા.                   

(૩)

બિલાડી આડી ઉતરી તો મનુષ્યને અપશુકન થયું,

                 મનુષ્ય  આડો  ઉતર્યો   તો  બિલાડીનું  શું  થયું?                   

(૪)

મા-બાપે  મહેનત કરીને  બાળકો  મોટા  કર્યા,

                    બદલો  દેવા, બાળકોએ  વૃધ્ધાશ્રમ ઊભા કર્યા.                   

(૫)

લોકો  બધા ટોળે વળી નિહાળતા ધ્યાનથી તને,

વાત તારી સાંભળવા ઉત્સાહી ને  તલ્લીન બને,

ઓ પ્રભુ માણસ મટાડી, ટી.વી. બનાવી દે મને.  

                  (૬)                 

પસ્તાવાના વિપુલ ઝરણે ડૂબકી મેં લગાવી

ન્યાયાધિસે કબુલ ગણીને કેદમા નાખી દીધો;

ના કીધેલી, વકીલે મુજને, તોય એનું ન માન્યુ,

                   શાને, સાચું સમજી લઈને, માન્યું તારું કલાપી?                    

(૭)

ક્યાં  છે મારા છકો મકો  ને ક્યાં છે મારા  જેક અને જીલ?

                    ગુમાઈ ગયા છો તમે વર્ષોથી, કોના  નામે  કરૂં  હું  વિલ?                     

(૮)

કદી  ચૂંટ્યા  નથી  ફૂલો, કદી  વેણી  નથી ગુંથી,

અમે ચાંદો  નથી જોયો  કદી  પતનીની સૂરતમા,

                        છતાં  બ્લોગોની ચાહતમા અમે  કવિતા કરી બેઠા.                           

-પી. કે. દાવડા

__________________________________________________________

 

શ્રી દાવડાજીનો એક સરસ લેખ

” ગુજરાતી કવિતામાં જીવનના પાઠો ”

વેબ ગુર્જરી બ્લોગમાં અગાઉ પ્રગટ થયો છે એને વે.ગુ.ના આભાર સાથે  અહીં વાંચો .