વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 233 ) ઘોડા ઉપર સવાર થઈને પતિ ગૃહે લગ્ન માટે જનાર હિંમતવાન યુવતી રજનીની અનોખી દાસ્તાન ( સત્ય ઘટના )

Bride on horse goes to Bride groom

તમોએ એક પુરુષ વરરાજાને ઘોડા ઉપર બેસીને વાજતે ગાજતે સાજન માજન સાથે દુલ્હનના ઘેર જાન લઈને પરણવા માટે જતો જોયો હશે પણ  એક લગ્ન ઉત્સુક કન્યાને ઘોડા ઉપર સવાર થઈને  જાન લઈને એના પતિના ઘર સુધી લગ્ન માટે જતી જોઈ નહી હોય !
 
સામાન્ય રીતે જાન લઇને કન્યાના ઘર સુધી જવાનો  યુવકોનો જન્મસિદ્ધ અધિકાર માનવામા આવતો હોય છે .
 
પરંતુ કોઈને જલ્દી માન્યામાં ન આવે એવી એક સત્ય ઘટના ભારતમાં મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના  સતવાડા ગામમાં તારીખ ૨૪મી એપ્રિલ ૨૦૧૩ ના રોજ  પાટીદાર સમાજના એક લગ્ન પ્રસંગમાં જોવા મળી હતી .
 
આ દિવસે ૨૫ વર્ષીય કાયદાનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની રજની દુલ્હનનો શણગાર સજી ધજીને ઘોડા પર બેસીને એક કલાક લાંબા ચાલેલા નાચ-ગાનાના કાર્યક્રમ સાથેની બારાતનું મુખ્ય આકર્ષણ હતી. આ લગ્નની જાન ગામમાંથી પસાર થઇને વરરાજાના ઘેર લગ્ન મંડપમાં પહોંચી અને વર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો .
 
આ બહાદુર દુલ્હન રજનીના ૩૦ વર્ષીય સરકારી નોકરી કરતા પતિ પ્રવીણ પાટીદારે આ નવા શિરસ્તા અંગે ગર્વ પ્રદર્શિત કર્યો હતો કે એની થનાર પત્ની જાન લઈને એના
ઘેર સુધી આવી. એના પાટીદાર સમાજમાં ઘણાં લાંબા સમયથી  ભુલાવી દેવામાં આવેલી આ પરંપરા ફરી એકવાર સજીવન થઇ એનો આનદ વ્યક્ત કર્યો હતો.
 
સમાજના વરિષ્ઠ લોકોએ પણ રજનીના આ ક્રાંતિકારી પગલાનુ સમર્થન કર્યું હતું અને વર્ષો જૂની પરંપરાને ફરીથી જીવિત કરવાની હિમ્મત બતાવવા બદલ એની પ્રસંશા કરી હતી .
 
દુલ્હા પ્રવીણભાઈના પિતા ઇશ્વરલાલ પટેલે જણાવ્યું કે એમણે લગ્નનું કાર્ડ એક મહિના પહેલા છપાવ્યુ હતું . આ નિમન્ત્રણ કાર્ડમાં એમણે મહિલા સશક્તિકરણ માટે આ પરંપરા ચાલુ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. શ્રી ઈશ્વરભાઈએ કહ્યું હતું કે એમના પરિવારની ઇચ્છા હતી કે ભૂલાઈ ગયેલ પરંપરાને સજીવન કરવામાં આવે અને અમારી થનારી વહુ જાન લઇને અમારા ઘર સુધી આવે અને લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડે .
 
આ પરંપરા અનુસાર પહેલા દુલ્હનના માતા પિતા એને નારિયેલ ભેટ કરે છે . આ વિધિ પૂર્ણ થાય ત્યારબાદ યુવતી ઘોડા પર સવાર થઇને વરના ઘર સુધી મંડપ સુધી આવે છે .વર અને પરિવારના લોકો  દુલ્હનનું સ્વાગત કરે છે. વર સમક્ષ દુલ્હન લગ્નનો પ્રસ્તાવ મુકે છે. યુવતી વરને પૂછે છે કે એ તેની સાથે લગ્ન કરવા એ રાજી છે ?
 
ત્યારબાદ લગ્ન વિધિ શરુ થાય છે અને વર- કન્યા લગ્ન સંબંધથી જોડાય છે .કાયદાનો અભ્યાસ કરતી રજની માને છે કે એનું આ પગલું મહિલાઓના  સશક્તિકરણમાં મદદરૂપ થશે અને  સ્ત્રીઓ પ્રત્યે હાલ સમાજમાં જે બુરાઈઓ થતી માલુમ પડે છે એને નાબુદ કરવામાં પણ મદદ કરશે .
 
આ રીતે લગ્નનો નવો ચીલો પાડવાની દુલ્હન રજનીએ બતાવેલ હિમ્મત, અને સમાજમાં સ્ત્રી સન્માનની ભાવના બતાવી સ્ત્રીઓનું ગૌરવ બરકરાર કરવા બદલ એના પતિ પ્રવીણ પાટીદાર અને એમના પિતા ઈશ્વરભાઈ પાટીદારને ધન્યવાદ ઘટે છે .
 
આજે સમાજમાં રજની જેવી હિંમતવાન સ્ત્રીઓની તાતી જરૂર નથી શું ?
 
સ્ત્રી શશક્તિકરણ  જિંદાબાદ . 
 
વિનોદ પટેલ
________________________________________
 
નીચેના વિડીયોમાં ઘોડા ઉપર અસવાર થઈને વાજતે ગાજતે ગામમાંથી પસાર થતી વરના ઘેર લગ્ન માટે જતી હિંમતવાન દુલ્હન રજની અને એનું સ્વાગત
કરવા આતુર દુલ્હા પ્રવીણભાઈ પાટીદારને નિહાળો .
 
Bride goes on horse to groom’s house, asks for his hand
 
 

___________________________________________________________________

 

(source:http://articles.timesofindia.indiatimes.com/2013-04-6/indore/38842158_1_baraat-marriage-procession-horse)

(આભાર- શ્રી વિજયભાઈ ચૌહાણ- ઈ-મેલમાં ખબર આપવા માટે )

 

 
 
 

9 responses to “( 233 ) ઘોડા ઉપર સવાર થઈને પતિ ગૃહે લગ્ન માટે જનાર હિંમતવાન યુવતી રજનીની અનોખી દાસ્તાન ( સત્ય ઘટના )

 1. pragnaju મે 3, 2013 પર 6:18 એ એમ (AM)

  Rajni, law student, dressed in best bridal finery, mounted a horse and took her marriage procession to the groom’s house through her village આ રીત મહિલાઓના સશક્તિકરણમાં મદદ કરશે અને સમાજમાંથી કેટલીક બુરાઈઓનો ખાત્મો પણ કરશે.

  Like

 2. Hemant Bhavsar મે 3, 2013 પર 6:57 એ એમ (AM)

  Yes ! We are moving at 21st century , Computers and global worlds news is part of life , it is sad our community still give importance of Man , Good example to respect the woman in our society . Congrats Rajni for an incredible move ……

  Like

 3. chaman મે 3, 2013 પર 8:42 એ એમ (AM)

  વિનોદભાઇ,
  તમારી આ મેલ વાંચી મને આ લખવાની પ્રેરણા મળી.Don’t know why I get square in the beginning of a word.I talked to Vishal Monpora but he could not understand why?Can you ask your son in law on this/Do you see it when you open my mail?Let me know.Thanks.chaman

  Date: Thu, 2 May 2013 18:26:03 +0000
  To: chiman_patel@hotmail.com

  Like

 4. Ramesh Patel મે 3, 2013 પર 11:23 એ એમ (AM)

  સામાજિક રીતે આવી પહેલ એ વર અને કન્યા બંને કુટુમ્બીજનોની ઉદ્દાત ભાવનાનું પ્રતિક છે…સરસ સંદેશ મહિલાના સન્માન માટેનો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. ગોદડિયો ચોરો… મે 4, 2013 પર 6:48 એ એમ (AM)

  આદરણીય વડિલ શ્રી વિનોદ્કાકા

  મહિલા સશક્તિકરણની આ પ્રકિયા માટે બહેન શ્રી રજની તેમના

  પતિદેવ પ્રવિણભાઇ તેમજ કુટુંબીજનોને ખુબ ધન્ય્વાદ

  એથી વિશેષ તો આપ શ્રીએ જે પ્રસંગને વર્ણવી ફોટા સહિત જે લેખ

  મુકી ચાર ચાંદ લગાવી દીધ તે બદલ આપને પણ ખુબ ધન્યવાદ

  Like

 6. Vinod R. Patel મે 5, 2013 પર 3:04 પી એમ(PM)

  અશ્વ સવારી કરીને લગ્ન કરવા જતી કન્યા વિશેની આ પોસ્ટમાંથી પ્રેરણા લઈને

  હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ-ચમન-એ એમની ઈ-મેલમાં નીચેની સરસ

  તાન્કા રચના મોકલી છે એ બદલ એમનો આભાર .–વિનોદ પટેલ ૫-૪-૨૦૧૩

  તાન્કા (કન્યાની અશ્વસવારી)

  ઘોડે ચડીને,

  પરણતા પુરુષો,

  જોયા છે ઘણા!

  ઘોડા પર આ કન્યા,

  શીખવે નવો પાઠ?

  •ચીમન પટેલ ‘ચમન’ (૦૨મે’૧૩)

  Like

 7. chandravadan મે 6, 2013 પર 4:57 એ એમ (AM)

  A Bride on a Horse.
  A Revolution in the Hindu tradition of a Bridegroom coming on the horse.
  Nice !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: