વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 5, 2013

( 234 ) નેતાજી સુભાષચંદ્ર બોઝે આઈસીએસની નોકરીને જ્યારે ઠોકર મારી દીધી…….

Netaji_Subhas_Chandra_Bose

 
દેશના ગૌરવ અને પોતાના ફાયદા વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે…
 
નેતાજી સુભાષચંદ્ર બોઝે આઈસીએસની નોકરીને જ્યારે ઠોકર મારી દીધી
 
(સુખનો પાસવર્ડ – આશુ પટેલ)
 
નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇંગ્લેન્ડમાં આઈ.સી.એસ.ની પરીક્ષામાં (આપણે ત્યાં અત્યારે આઈ.એ.એસ. અધિકારી બનવા માટે યુપીએસસીની પરીક્ષા છે એ રીતે ત્યારે આઈ.સી.એસ. અધિકારીઓ હતા અને આઈસીએસ બનવા માટે ઇંગ્લેન્ડ જઈને પરીક્ષા આપવી પડતી.) પાસ થઈને ભારત પાછા ફર્યા ત્યારે તેમણે એક વધુ પરીક્ષા આપવાની હતી.
 
સુભાષબાબુ પરીક્ષા આપવા ગયા. એમના હાથમાં પેપર આવ્યું ત્યારે તેમણે ધ્યાનથી એ પેપર વાંચ્યું. એ પેપરમાં એક પ્રશ્ર્ન વાંચીને સુભાષબાબુ રોષે ભરાયા.
 
એ પ્રશ્ર્નમાં એક પેરેગ્રાફ અંગ્રેજીમાં અપાયો હતો જેનું વિદ્યાર્થીઓએ ભાષાંતર કરવાનું હતું. એ પેરેગ્રાફમાં એક વાક્ય હતું: ‘ઈન્ડિયન સોલ્જર્સ આર જનરલી ડિસઓનેસ્ટ.’ (એટલે કે હિન્દુસ્તાની સૈનિકો સામાન્યપણે અપ્રામાણિક હોય છે.)
 
ઘેટાંબકરાં જેવા બીજા વિદ્યાર્થીઓ તો ઊંધું ઘાલીને પેપરના જવાબ લખવા મચી પડ્યા હતા, પણ સુભાષબાબુથી એ વાક્ય સહન ન થયું. તેમણે નિરીક્ષકને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે, આ પ્રશ્ર્ન પેપરમાંથી કાઢી નાખો.
 
નિરીક્ષકે કહ્યું કે, આ પ્રશ્ર્ન યોગ્ય રીતે જ પુછાયો છે. એ એમ તમારા કહેવાથી કાઢી ના નખાય. તમે પેપરમાં જણાવ્યા પ્રમાણે ભાષાંતર નહીં કરો તો તમારે આઈસીએસ તરીકેની નોકરીમાંથી હાથ ધોઈ નાખવા પડશે.
 
એ શબ્દો સાંભળતાવેંત સુભાષચંદ્ર બોઝ ઊભા થઈ ગયા. તેમણે પેપર ફાડી નાખ્યું અને નિરીક્ષકને કહ્યું, આ રાખો તમારી નોકરી! પોતાના દેશના લોકો માટે આવી વાત મારા હાથે લખવા કરતાં તો ભૂખે મરવાનું હું પસંદ કરીશ. મારે નથી જોઈતી આ નોકરી. મારા દેશના સૈનિકો બેઈમાન છે એવું હું ક્યારેય નહીં લખું.
 
અને સુભાષબાબુ પરીક્ષા આપ્યા વિના જ ત્યાંથી રવાના થઈ ગયા.
 
સારો ભાવ મળતો હોય તો આખા દેશનો સોદો કરવા પણ તૈયાર થઈ જાય એવા આપણા હલકટ નેતાઓને આવા કિસ્સાનું રોજ પ્રાત:કાળે સ્મરણ કરાવવું જોઈએ.
 
( સૌજન્ય- મુંબઈ સમાચાર )
 

_____________________________________________________________________

નેતાજી સુભાષચંદ્ર બોઝની જીવન ઝરમર

અહીં વિકિપીડીયાની આ લિંક ઉપર વાંચો

Subhash Quote