વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 12, 2013

( 238 ) મધર્સ ડે – માતૃ સ્મૃતિ – માતૃ વંદના – કાવ્યાંજલિ ….

દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે જન્મ દાતા માનું સન્માન કરવાના હેતુથી મધર્સ

ડે – માતૃ દિન ઉજવાય છે .

 

માતૃ દિન એટલે આપણા જીવનમાં માતાએ આપેલ ત્યાગ, બલિદાન અને પ્રેમને

યાદ કરી માનું જાહેરમાં ઋણ સ્વીકારવાનો દિવસ .

 

આ વરસે ૧૨મી મે ૨૦૧૩ નો દિવસ એ આવો મધર્સ ડે નો દિવસ છે .

 

આ દિવસે સંતાનો પોતાની માતાને યાદ કરી એના ઉપકારો અને ત્યાગ માટે જુદી

જુદી રીતે માતાને અંજલી આપશે .

 

મધર્સ ડે નો ઇતિહાસ અને મારા સ્વ. માતુશ્રી શાંતાબેન (અમ્મા) ની જીવન ઝાંખી

 

ગયાં વર્ષે ૧૩મી માર્ચ, ૨૦૧૨ ના મધર્સ ડે દિવસની પોસ્ટમાં રજુ કરેલ મધર્સ ડે નો

ઇતિહાસ અને મારા સ્વ. માતુશ્રી શાંતાબેન ( અમ્મા ) ની પ્રેરક જીવન ઝાંખી વિગેરેને

નીચેની લિંક ઉપર વાંચો .

 

મધર્સ ડે – માતૃ સ્મૃતિ અને માતૃ વંદનાનો દિવસ 

 

તારીખ ૧૩મી ઓક્ટોમ્બર ૨૦૧૨ ની પોસ્ટ (109 )માં મુકેલ માતા અંગેનાં સુવાક્યોને

માણો અને મારાં માતુશ્રી સ્વ.શાંતાબેનની સુખદ ભૂતકાળની જૂની યાદગાર તસ્વીરો

નિહાળો .

 

(109 ) મા તે મા,બીજા બધા વગડાના વા …સુવાક્યો અને….. માતૃ સ્મૃતિ

 

આ મધર્સ ડે ના દિવસે મારાં માતુશ્રીને યાદ કરી ગયા વરસે મુકેલ મારા નીચેના

કાવ્યને દોહરાવીને કાવ્યાંજલિ આપું છું . 

 

માતૃવંદના

Shantabaen

માતુશ્રી શાંતાબેન – અમ્મા ( ફોટો-૧૯૭૯ )

 

ઓ મા સદેહે અહીં નથી એ કેમે કરી મનાય ના

સ્મરણો તારાં અગણિત બધાં જે કદી ભૂલાય ના

મા કોઈની મરશો નહી એવું જગે કહેવાય છે

જીવનસ્ત્રોત માના વિયોગની ખોટ સદા વર્તાય છે

માનવીના હોઠ ઉપર જો કોઈ સુંદર શબ્દ હોય તે મા

વરસાદ કરતાં ય પ્રેમે ભીંજવતો સાદ હોય એ મા

સ્મિત કરતી તસ્વીર ભીંતે પૂજ્યભાવે નીરખી રહ્યો

ભૂલી સૌ વિયોગ દુખ તવ મુક આશિષ માણી રહ્યો

ભજન,કીર્તન,ભક્તિ,વાંચન અને વળી તવ રસોઈકળા

ગજબ પરિશ્રમી હતી તારી હરરોજની એ દિનચર્યા

કર્તવ્ય પંથે અટલ રહી સૌની ચિંતા માથે લઇ

અપૂર્વ ધીરજ બેશબ્દ રહી વેદનાઓ સહેતી રહી

પડકારો ભર્યા કાંટાળા રાહે માંડી ચરણો ધૈર્યથી

ગુલાબો સૌ ખીલવી ગયાં અવ જીવન પંથમાં પ્રેમથી

ચંદન સમું જીવન તમારું ઘસાયું કાળ પથ્થરે

કરી લેપ એનો હૃદયમાં સુગંધ માણી રહ્યાં અમે

પ્રેમ,નમ્રતા, કરુણા અને તવ પ્રભુમય જીવનને વંદી રહ્યો

દીધેલ સૌ સંસ્કાર બળે આજ ખુમારી ભેર જીવી રહ્યો

શબ્દો ખરે જ ઓછા પડે ગણવા ઉપકારો મા-બાપના

કિન્તુ અલ્પ શબ્દો થકી માતૃદિને મા કરું હૃદયથી વંદના .

કાવ્ય રચના —- વિનોદ આર. પટેલ

હે મા ,તેરી સુરત સે અલગ  ……  ભગવાન કી સુરત ક્યા હોગી !

On this Mothers Day we bow to all mothers for their contribution

in their children’s lives.

HAPPY MOTHER’S DAY

Mother's day- rose-2

 

વિનોદ પટેલ

_______________________________________

 

માતાના પ્રેમ અને ત્યાગને ઉજાગર કરતી  બે  મનપસંદ કાવ્ય રચનાઓને માણી

માતાઓને અંજલિ આપીએ .

 

આદ્ય કવિ દલપતરામની એક સુંદર રચના

 

હતો હું સૂતો પારણે પુત્ર નાનો

રડું છેક તો રાખતું કોણ છાનો

મને દુખી દેખી દુખી કોણ થાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

 

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે

પીડા પામું પંડે તજે સ્વાદ તો તે

મને સુખ માટે કટુ કોણ ખાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

 

લઈ છાતી સાથે બચી કોણ લેતું

તજી તાજું ખાજું મને કોણ દેતું

મને કોણ મીઠા મુખે ગીત ગાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

 

પડું કે ખડું તો ખમા આણી વાણી

પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી

પછી કોણ પોતાતણું દૂધ પાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

 કવિ દલપતરામ

Chiman patel

 

માતમાં ….. ચીમન પટેલ “ચમન”

 

શીતળતા ચાંદની નીતરે છે માતમાં,

ઉષ્મા સૂર્યની હૂંફમાં મળે છે માતમાં.

ઊંચાઇ પર્વતોની મપાય છે માતમાં,

પાણી પાતાળના પિવાય છે માતમાં.

લંબાઇ નદીઓની દેખાય છે માતમાં,

ઊંડાઇ દરિયાની મપાય છે માતમાં.

ઉડ્ડયન પંખીઓનું મણાય છે માતમાં,

વફાદરી પશુઓની જણાય છે માતમાં.

ગગડાટ વાદળનો સંભળાય છે માતમાં,

હાલરડાનું સંગીત સમજાય છે માતમાં.

નમ્રતા નારીની પણ નીતરે છે માતમાં,

મર્દાનગી મર્દની જોવા મળે છે માતમાં.

સારા શિક્ષણની એક શાળા છે માતમાં,

બધાજ ધર્મોની એક માળા છે માતમાં.

ભોળપણ બાળકનું છલકાય છે માતમાં,

ચતુરાઈ ચાણક્યની ‘ચમન”છે માતમાં.

* ચીમન પટેલ “ચમન”

ચીમન પટેલ “ચમન”ના બ્લોગ “चमन” के फूल  માંથી સાભાર

_________________________________

 

માતાના પ્રેમ અને ત્યાગનું ગુણગાન કરતા મને ગમેલા બે વિડીયો મુકેલ છે .

આશા છે તમોને પણ એટલા જ ગમશે .

AAO AAO TUMHEN BATAAOON KE MAA KYA HAI, (GHAR KA CHIRAG -1967), sung so emotionally by Lataji

Hey Maa [Full Song]

 

મમતામયી માકા દિલ કભી દુખાવો નહી .યહી વેદ હૈ યહી કુરાન , યહી હૈ બ્રહ્માકા જ્ઞાન

 

 

 

 

 

 

Mother's day -rose-buke-sparkling

( 239 ) માતાનું ઋણ- સ્વ. ડો.સુરેશ દલાલનું એક સુંદર પ્રવચન , મધર્સ ડે -ભાગ -2

સ્વ. ડો.સુરેશ દલાલનું માતા વિશેનું એક સુંદર પ્રવચન

                                         (ફોટો સૌજન્ય- ગુગલ ,ઈમેજ )

આદરણીય શ્રી મફતલાલભાઈનાં દિવંગત માતુશ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતાને અંજલિ આપવા યોજેલ કાર્યક્રમમાં પૂજ્ય મોરારિબાપુના સાન્નિધ્યમાં શ્રી સુરેશ દલાલનું ‘મા’ વિશેનું જે સુંદર વક્તવ્ય આપ્યું હતું એને વાંચવા માટે નીચે ક્લિક કરો.

માતાનું ઋણ-પ્રવક્તા ડો, સુરેશ દલાલ

આ પ્રવચન વાંચીને આપને એની પ્રતીતિ જરૂર થશે કે તેઓ એમના અનેક લેખો અને કાવ્યોમાં તેઓશ્રી શબ્દોના જાદુગર  તો હતા જ  પરંતુ એમના પ્રવચનોમાં પણ તેઓ વિષયના ભીતરમાં જઈને એક યાદગાર પ્રવચનથી પ્રખર અને પ્રવાહી વક્તાની છાપ પણ મૂકી જતાં હતા.

____________________________________________________________

મા -મારી પહેલી મિત્ર – ભગવતીકુમાર શર્મા

૮૦ ઉપરની ઉમર વટાવી ગયેલ સુરત નિવાસી એક નીવડેલ લેખક, કવિ અને પત્રકાર શ્રી ભગવતીકુમાર

શર્માનું માતા અંગેનું એક સરસ કાવ્ય અક્ષરનાદ બ્લોગના આભાર સાથે નીચેની લિંક ઉપર માણો .

http://aksharnaad.com/2009/01/31/the-best-friend-mother

Happy Mother’s Day to Every Mom Everywhere!