વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 243 ) એક બે પગાળા કુતરાની પ્રેરક સત્ય કથા- બે વિડીયોમાં નિહાળો .

Dog Faith -2

આજે સવારે મારી ઈ-મેલ પેટી ખોલીને ઈ-મેલ વાંચતો હતો એમાં મને ગમતા હાસ્ય દરબાર બ્લોગમાં  ” બે પગાળો કુતરો ” એ નામની પોસ્ટમાં બે પગાળા કુતરાના વિવિધ ચિત્રોની સ્લાઈડ જોઈ .આ જોતાં જ મને આ કમનશીબ કુતરા વિષે વધુ જાણવાની જીજ્ઞાશા થઇ .

યુ-ટ્યુબ વિડીયોમાં શોધ કરતાં આ કુતરા વિષે ઘણા વિડીયો મળી આવ્યા .

એમાંથી બે વિડીયો પસંદ કરીને આજની પોસ્ટમાં આપ સૌને જોવા માટે મુક્યા છે .

આખા વિશ્વમાં અજોડ એવા આ બે પગા કુતરાની જીવન કહાણી જાણવા જેવી અને પ્રેરક છે . એ જન્મ્યો ત્યારથી જ એના આગલા બે પગ ન હતા . એની શ્વાન માતા આવી ખોડ વાળા બાળકને ઉછેરવા માગતી ન હતી એટલે આ ગલુડિયાને મારી નાખવાના પ્રયત્નોમાં હતી ત્યારે જ્યાં આ ગલુડિયું મોટું થયું એ કુટુંબના સભ્ય રૂબીને માતાના મુખમાંથી એને બચાવી લીધું . આખા કુટુંબે સર્વાનુમતે એને ઉછેરવાનું નક્કી કર્યું . 

વેટરનરી ડોક્ટર પાસે એને લઇ ગયા ત્યારે ડોક્ટરે પણ સલાહ આપી કે આ કુતરું કદી બે પગે ચાલી નહી શકે , આખી જિંદગી ઘસડાતાં જ ચાલવું પડશે આથી બહેતર છે કે એને સદાને માટે સુવાડી દેવામાં આવે .

આ ધાર્મિક અને શ્ર્ર્ધાવાન કુટુંબે ડોક્ટરની સલાહની વિરુદ્ધ કોઈ પણ સંજોગોમાં એને ઉછેરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો. એમણે બહું જ સુચક રીતે આ બે પગા શ્વાન બાળનું નામ FAITH (વિશ્વાસ ) પાડ્યું.

આ કુટુંબના સભ્યોએ ધીરજ અને વિશ્વાસ રાખીને થેરપી દ્વારા ધીમે ધીમે બે પગે ચાલતું કરી દીધું . સહુથી વધુ તો આ કુટુંબી જનોના હૃદયના પ્રેમે જાદુ કર્યું . જાણે કે ચાર પગની શક્તિ એના બે પગમાં આવી ગઈ . એ પછી તો આ શ્વાન બધાનો માનીતો બની ગયો .

એક વખતે એના જીવન અંગે એની માતા અને ડોક્ટરને પણ શંકા હતી એ શ્વાને કમાલ કરી બતાવી .લશ્કરના જુવાનોમાં પણ એ પ્રિય બની ગયો . જુદા જુદા ટેલીવિઝન શોમાં એ દેખાવા લાગ્યો.

આ શ્વાનની શારીરિક ક્ષતિ માટે  કોઈએ દયા ખાવાની જરૂર નથી પરંતુ વિકલ સંજોગોને પાર કરી એના

જીવનને નવો અર્થ આપવા માટે એને શાબાશી અને પ્રેમ આપવાની જરૂર છે .

Dog -Faith 1

નીચેના વિડીયોમાં તમે એને ઓપરા વિમ્ફ્રીના વિશ્વ વિખ્યાત ટેલીવિઝન શોમાં

નિહાળો અને એની અદભૂત અને પ્રેરક જીવન કહાનીનો પણ અહેસાસ કરો.

Amazing Two Legged Miracle Dog – FAITH

 

આ વિડીયોમાં ગીત-સંગીત સાથે  Dog – FAITH ની વિવિધ તસ્વીરો જોવા મળશે .

World Famous Celebrity Dog Faith -Part 2

 

આ બે પગા શ્વાન ફેઈથ મનુષ્ય જાત માટે એ બોધ આપે છે કે જીવનમાં

કશું અસંભવિત હોતું નથી .તમે ગમે એવા વિપરીત સંજોગોમાં 

આવી પડો પણ જો તમારામાં ધીરજ, અડગ વિશ્વાસ-આશા

( Faith and Hope ) અને મનમાં હિમ્મત  હોય તો

તમે કોઈ પણ જાતની મુશ્કેલીઓને  ઓળંગી શકો છો

અને એવા મુકામ ઉપર પહોંચો છો  જ્યાં સૌ  

તમોને હૃદયથી પ્રેમ કરતાં થઇ જાય છે .   

  

This is an inspiring story of faith, persistance, and perseverance.

This  only known TWO LEGGED DOG in the world of its kind

teaches us that whatever challenges are you trying to

overcome today ,they could be the very things that

enable your own uniqueness to surface !

 

વિનોદ પટેલ

 

 

 

2 responses to “( 243 ) એક બે પગાળા કુતરાની પ્રેરક સત્ય કથા- બે વિડીયોમાં નિહાળો .

 1. Vinod R. Patel મે 18, 2013 પર 9:22 એ એમ (AM)

  શ્રી સુરેશભાઈ જાનીએ ઈ-મેલમાં મોકલેલ કોમેન્ટ —

  From Suresh Jani

  To vinodbhai patel

  There is some problem with WP. Kindly put this comment on my behalf please.

  ———————

  સરસ ગોતી લાવ્યા. હજારો સુવિચારો કે બોધ કથાઓ કરતાં આવી જીવન જીવવાની ઝંખના અને ઝઝૂમતા આત્માઓની સત્યકથાઓ અનેક ગણી ચઢિયાતી છે.

  ૧૮૪૯ ના ગોલ્ડ રશ વખતે તમારી પૂર્વમાં આવેલ ‘ડેથ વેલી’ માં ચાર કુટુમ્બો ખોટા રસ્તે ચઢી ગયા હતા, અને અનેક આપત્તિઓ છતાં એને ઓળંગી હતી; એની કથા હમણાં જ વાંચી. સર્વાઈવલ ને માનવ સંકલ્પની એ ગાથા કદી ભુલાય એવી નથી.

  ————-

  I have stopped writing lengthy aticles now; but the true story I referred to about Death Valley …

  http://en.wikipedia.org/wiki/Death_Valley_'49ers

  The story is so exciting, I read it in just one sitting. Perhaps you may write a sequel spreading over 6-

  8 parts on this basis.

  Like

 2. Laynal Parmar જુલાઇ 10, 2017 પર 10:25 એ એમ (AM)

  પ્રેમ બધું શક્ય બનાવે છે. ખોડંગાતા કોઈ જીવનને આપણો દિલથી કરેલો પ્રેમ નિશ્ચિતપણે શક્તિ પ્રદાન કરે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: