વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 245 ) જીવનનાં સાઈઠ વર્ષ વટાવી ગયેલ વૃદ્ધ જનો માટે એક પ્રાર્થના ( અનુવાદ )

મિત્રોના ઈ-મેલોમાં અવારનવાર ઘણી વિચારવા જેવી વાચન સામગ્રી મળતી રહે છે 
 
જે અન્ય મિત્રોમાં વહેંચવાનું દિલ થાય છે .
 
આવી એક ઈ-મેલમા મિત્ર શ્રી દિલીપ સોમૈયાએ અંગ્રેજીમાં Wonderful Prayer
 
for those pushing 60 or beyond મોકલી છે ..
 
૬૦+ વૃદ્ધજનોની આ પ્રાર્થનાનો અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને
 
આજની પોસ્ટમાં મુકેલ છે .
 
ગુજરાતી અનુવાદની નીચે મૂળ અંગ્રેજીમાં મળેલ Prayer પણ મુકેલ છે .
 
આશા છે આ અનુવાદ આપને ગમશે અને ૬૦ + ઉંમરના જ નહીં પણ અન્ય વાચકો
 
માટે એમાંથી બોધ પાઠ લેવા જેવો છે .
 
આ અંગ્રેજી પ્રાર્થના શેર કરવા માટે શ્રી સોમૈયાનો આભારી છું .
 
વિનોદ પટેલ

______________________________________________________

Old Couple- Praying

 
 
જીવનનાં સાઈઠ વર્ષ વિતાવી ગયેલ વૃદ્ધજનો માટેની એક  પ્રાર્થના  ( અનુવાદ )
 
હે સર્વ શક્તિમાન પ્રભુ તું તો જાણે જ છે કે હું હવે પ્રતિદિન ઘરડો થતો જાઉં છું .
 
 
હવે તું મને બહું વાતોડિયો થતો રોક, મને મારી ભૂતકાળની ઘટનાઓ અને રમુજી
 
વાતોને ફરી ફરીને કહેવાની અને ખાસ કરીને કોઈ પૂછે નહી તો પણ દરેક વિષયમાં
 
મારો અભિપ્રાય આપવા ટપકી પડવાની જે ટેવ પડી ગઈ છે એમાંથી હવે મને પાછો
 
વાળ . બીજી રીતે કહું તો તું મને બહિર્મુખી નહી પણ વધુ આંતરમુખી બનાવ . 
 
 
દરેક વ્યક્તિની અંગત જિંદગીમાં ઝાંકવાની અને એમની મુશ્કેલીઓ નિવારવા
 
માટેની મારા મનની ચળમાંથી મને મુક્તિ આપ.
 
દરેક વાત ગોળ ગોળ નહી પણ ખુબ જ મુદ્દાસર રીતે કરું એવી મને
 
સમજણની પાંખો  આપજે .
 
 
હે મારા પ્રાણ પ્રિય પ્રભુ , જ્યારે અન્ય માણસો મારી આગળ એમના જીવનની
 
પીડાઓ અને વ્યાધિઓ મિત્ર ભાવે રજુ કરે એને હું ધ્યાનથી સાંભળું એવું સૌજન્ય મને
 
આપજે . આવા વખતે સાંભળતાં કવચિત મને કંટાળો આવે તો એને સહન કરી લઉં
 
અને મારા હોઠ બંધ રાખીને ધીરજ  પૂર્વક સાંભળું એવું કરજે કારણ કે મારા પોતાના
 
જ જીવનમાં  દુખાવાઓ અને વ્યાધિઓ સંખ્યા બંધ રીતે ઉગ્ર સ્વરૂપે વધતાં
 
જ જાય છે . એટલા માટે જેમ જેમ વરસો વીતતાં જાય છે એમ બીજાઓ
 
સાથે આવાં દુખોની  ચર્ચા કરવાથી અંતરમાં એક જાતનો મીઠો  આનંદ
 
થતો જ હોય છે .
 
 
વખતો વખત મારાથી કવચિત ભૂલો થાય એવું પણ બની શકે છે એ સમજવા માટે
 
મને એવો સુંદર બોધપાઠ મને ભણાવ .
 
 
હું બધાં પ્રત્યે મીઠાસથી વર્તુ એવું કરજે. લોકોથી અંતર રાખીને જીવતા અને ફરતા
 
મોટા સંત મહાત્માઓ જેવા બનવાનો મને અંદરથી કોઈ અભરખો નથી .એની સાથે
 
સાથે હું એમ પણ માનું છું કે દ્વેષપૂર્ણ અને ખાટો સ્વાભાવ ધરાવતો ઘરડો
 
માણસ એ  દાનવનું સર્જન  છે .
 
 
મને ધૂની નહી પણ વિચારવંત બનાવજે , બીજાઓને મદદરૂપ થાઉં પણ મારા
 
વિચારો કોઈની ઉપર ના લાદું એ જોજે , મારા સ્વાતંત્ર્યની સાથો સાથ  બીજા
 
માણસો  મારા પ્રત્યે જે કદરની ભાવના બતાવે તો એનો ખાનદાની
 
પૂર્વક સ્વીકાર કરું એવું  કરજે .
 
 
બીજા લોકો મારી માફક લાંબુ જીવ્યાં નથી અને હું આટલું લાંબુ જીવી શક્યો છું  એ
 
માત્ર કારણથી મારામાં વધુ ઘડપણનું ડહાપણ ભરેલું છે એવાં મારા ખોટા
 
ખ્યાલોમાથી હે પ્રભુ તું મને મુક્ત કરજે .
 
 
હું ઘરડો છું એનો અર્થ એમ નથી કે હું વધુ ડાહ્યો છું .
 
 
જમાનો બદલાયો એની સાથે જે કઈ નવા ફેરફારો થયા છે એ મને કદાચ ગમતા ન
 
પણ હોય પણ એ વિષે હું મૌન સેવી મો બંધ રાખું એવું ડહાપણ મને આપજે .
 
 
હે દીનાનાથ, તને મારા મનની આ મહેચ્છાની ખબર છે જ કે જ્યારે મારી જિંદગીનો
 
અંત નજીક હોય ત્યારે હું વધુ નહી તો એક કે બે સાચા મિત્રને હું મારી
 
પાછળ મુકતો જાઉં એવું કરજે .
 
______________________________________________________
 
 
Wonderful Prayer for those pushing 60 or beyond.
 
Almighty God you know that I am growing older.
 
Keep me from becoming too talkative, from repeating all my jokes and anecdotes,and particularly keep me from falling into the tiresome habit of expressing an opinion on every subject.
 
Release me from craving to straighten out everyone’s affairs. Keep my mind free from recital of endless details.Give me wings to get to the point.
 
Give me the grace, dear GOD, to listen to others as they describe their aches and pains.
 
Help me endure the boredom with patience and keep my lips sealed,
for my own aches and pains are increasing in number and intensity,
and the pleasure of discussing them is becoming sweeter as the years go by.
 
Teach me the glorious lesson that occasionally, I might be mistaken. Keep me reasonably sweet.
 
I do not wish to be a saint (Saints are so hard to live with), but a sour old person is the work of the devil.
 
Make me thoughtful, but not moody, helpful, but not pushy, independent,yet able to accept with graciousness favors that others wish to bestow on me.
 
Free me of the notion that simply because I have lived a long time,
I am wiser than those who have not lived so long. I am older, but not necessarily wiser!
 
If I do not approve of some of the changes that have taken place in recent years,give me the wisdom to keep my mouth shut.
 
GOD knows that when the end comes,I would like to have a friend or two left.
.
 
 
 
 

Old Couple on computer

આજની પોસ્ટને બંધ બેસતું મીરાબાઈનું નીચેનું ગુજરાતી ભજન ” જુનું તો થયું રે

દેવળ, જુનું તો થયું ” સુંદર સ્વર અને સંગીત મઢયા વિડીયોમાં માણો .

આ ભજનનો અર્થ સમજવો એટલો મુશ્કેલ નથી .એમાં ઘડપણમાં ક્ષીણ થતા શરીરને

મીરાબાઈએ જુના દેવળ અને પિંજર સાથે સરખાવ્યું છે . શરીરમાંથી જીવ રૂપી હંસલો

ઉડી જાય છે ત્યારે પિંજર રૂપી શરીર કોઈ કામ વગરનું એકલું પડી રહે છે .

જુનું તો થયું રે દેવળ – ગુજરાતી ભજન -મીરાંબાઈ

જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું,

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું

આરે કાયા રે હંસા, ડોલવાને લાગી

પડી ગયા દાંત માયલી રેખુ તો રહી

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું

તારે ને મારે હંસા પ્રિત્યુ રે બંધાણી

ઉડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું

બાઇ મીરાં કહે પ્રભુ ગિરીધરના ગુણ

પ્રેમ નો પ્યાલો તમને પાવું ને પિવું

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું

Junu To Thayu Re – Gujarati Bhajan

9 responses to “( 245 ) જીવનનાં સાઈઠ વર્ષ વટાવી ગયેલ વૃદ્ધ જનો માટે એક પ્રાર્થના ( અનુવાદ )

 1. હિમ્મતલાલ મે 20, 2013 પર 1:59 પી એમ(PM)

  પ્રિય વિનોદ વધારે કેમકે તમે ગુજરાતીમાં ભાષાંતર વધારે ભાઈ બહુ સુંદર વા કહી છે .ઘણું શીખવા મળ્યું .જીવનમાં ઉતારવા જેવું છે .મારેતો ખાસ શીખવા જેવું છે .કેમકે હું તો દોઢ વખત 60 વટાવી ચુક્યો છું . તમારો અને ભાઈ સોમૈયાનો હું ઘણો આભાર માનું છું તમારો આભાર વધારે કેમકે તમે મહેનત લઈને ગુજરાતીમાં ગુજરાતીમાં ભાષાંતર કર્યું .

  Like

 2. સુરેશ જાની મે 21, 2013 પર 12:25 એ એમ (AM)

  જમાનો બદલાયો એની સાથે જે કઈ નવા ફેરફારો થયા છે એ મને કદાચ ગમતા નપણ હોય પણ એ વિષે હું મૌન સેવી મો બંધ રાખું એવું ડહાપણ મને આપજે .
  ———–
  સાચી વાત…

  Like

 3. Anila Patel મે 21, 2013 પર 6:31 એ એમ (AM)

  દ્વેશપૂર્ણ અને ખાટો સ્વભાવ ધરાવતો માણસ એ દાનવનુ સ્રજન છે”- સનાતન સત્ય છે . આ બધાએ કર્વા જેવી પ્રાર્થના છે. હકીકત કોઇ સ્વિકારી શક્તુ નથી અને સ્વભાવ બદલાઇ શકતો નથી એય એક વાસ્તવિકતા છે છતા આ પ્રાર્થના દરરોજ એકવખત નિત્ય નિયમ પ્રમાણે કરવામા આવે તો થોડુઘણુતો પરિવર્તન અવશ્ય થાયજ એમ મારુ માનવુ છે.–બહુજ સરસ વિચારો.

  Like

 4. pragnaju મે 21, 2013 પર 10:08 એ એમ (AM)

  ખૂબ સરસ
  હવે ઘરડાની સખ્યા વધતી જાય છે
  કુટૂંબમા અને સમાજમા અનેક નવા પ્રશ્નો પણ સર્જાય છે
  આવી નાની વાત સ્વીકારી એ…
  મૂળ તો આપણી પવિત્રતા ,પરિસ્થિતીનો સ્વીકાર અને નિસ્વાર્થ પ્રેમ જેટલો હશે તેટલી શાન્તી લાગશે

  Like

 5. Ramesh Patel મે 21, 2013 પર 11:19 એ એમ (AM)

  સાઈઠ પછી એમ જ લાગે છે કે આપણે દુનિયાના સૌથી શાણા માણસ છીએ..એ કબૂલતા પણ નથીકરતા કે જમાનો રોકેટ ગતીએ ધસી રહ્યો છે ને કે આપણે આઉટ ડેટેડ થતા જવાના ચાન્સ વધી રહ્યા છે.

  સરસ ગુજરાતી લેખન આપની અભ્યાસુ સંવેદના થકી..આદરણીયશ્રી વિનોદભાઈ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 6. chandravadan મે 21, 2013 પર 11:26 એ એમ (AM)

  ૬૦+ એટલે ઘરડાઓ નહી પણ ૬૦+ના યુવાનો.

  સારી સમજ આપતી પોસ્ટ !

  “જુનું થયું રે દેવળ” ગમ્યું

  ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 7. ગોદડિયો ચોરો… મે 24, 2013 પર 1:38 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદ કાકા,

  સાઇઠમાં જ ઇચ્છાઓની હાઇટ વધી જાય ત્યારે જિવનમાં સુખી

  થવા માટેનો સુદર ભાષામાં સજાવેલ સુંડલો આપે ભાવ થકી

  ભર્યો છે.

  વાહ કાકા વાહ

  Like

 8. dhavalrajgeera મે 31, 2013 પર 8:13 એ એમ (AM)

  If I do not approve of some of the changes that have taken place in recent years,give me the wisdom to keep my mouth shut…………………………… મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું.

  Like

 9. હિમ્મતલાલ જૂન 13, 2013 પર 1:37 પી એમ(PM)

  બહુ સરસ પ્રાથનાઓ છે . વિનોદભાઈ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: