વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 247 ) વધુ ને વધુ મેળવવાની ઇચ્છા, પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી! ….. લેખિકા – કાજલ ઓઝા વૈદ્ય

Photo Courtesy- Divy Bhaskar

Photo Courtesy- Divy Bhaskar

-શોખ હોવો અલગ બાબત છે અને સંગ્રહખોરી અલગ. સંગ્રહખોરી આપણને શોખીનમાંથી સ્વાર્થી બનાવે છે

-વધુને વધુ મેળવવાની ઇચ્છામાં માણસ પોતાની પાસે વસ્તુઓનો સંગ્રહ કરતો જ જાય છે. એના પરિણામે એ પોતાના પ્રિયજનોથી દૂર થતો જાય છે. વિચારો અને વ્યક્તિઓનું સ્થાન હવે વસ્તુઓ લેવા લાગી છે .

 

પરદેશમાં ખાસ કરીને યુ.એસ.માં જો કોઇનાં ઘરો જોયાં હોય તો સમજાય કે ‘વાક ઇન ક્લોઝેટ્સ’ વસ્તુઓથી ઊભરાય છે. બેસમેન્ટ અને ગરાજમાં મૂકાયેલી વસ્તુઓ ક્યાં નાખવી એની પણ સમજ પડતી નથી. તેમ છતાં શોપિંગ એક એવો સિન્ડ્રોમ છે જે એ દેશમાં ચોવીસ કલાક લોકોના માથાં પર સવાર રહે છે. એન્ડ ઓફ સિઝન અને ક્લીયરન્સનાં પાટિયાં સતત ઝૂલે છે.

 

કપડાં ફાટતાં નથી, બગડતાં નથી તેમ છતાં સતત નવા ખરીદવા માટેની ભૂખ ક્યારેય મટતી નથી આ જ પરિસ્થિતિ ધીરે ધીરે આપણા દેશમાં દાખલ થઇ રહી છે.

 

જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય લિખિત આ આખો લેખ દિવ્ય ભાસ્કર.કોમ

ના સૌજન્યથી  આ લિંક ઉપર વાંચો .

__________________________________________________________________________________

કાજલ ઓઝા-વૈદ્યનો અને એમના સાહિત્યનો પરિચય

એમની વેબ સાઈટની આ લિંક ઉપર

કાજલ ઓઝા-વૈદ્યને સાંભળો આ વિડીયોમાં

કાજલ ઓઝા -વૈદ્ય નો પરિચય – વિકી પીડીઆની આ લિંક ઉપર વાંચો

4 responses to “( 247 ) વધુ ને વધુ મેળવવાની ઇચ્છા, પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી! ….. લેખિકા – કાજલ ઓઝા વૈદ્ય

 1. pragnaju મે 23, 2013 પર 1:39 પી એમ(PM)

  Kaajal Oza Vaidya, I can only say the same thing what Draupadi told Krishna….

  त्वदीयम वस्तु गोविन्द तुभ्यमेव समर्प्यते અને તેમના આ વિચારો એ કોર્પોરેટની ચેર પર બેસીને મળતો નથી. પતિ હીરા લઈ આવે એના બદલે સાંજે સરપ્રાઈઝમાં જો ગજરો લઈ આવે તો એ સ્ત્રી માટે બહુ મોંઘી ભેટ છે. આ દરેક સ્ત્રીની વાત છે. સ્ત્રી સમય સાથે બદલાઈ નથી. સ્ત્રી સ્થળ સાથે બદલાઈ નથી. સ્ત્રી આ જ છે, અહીંયા પણ, અમેરિકામાં પણ, યુરોપમાં પણ… તમે જ્યાં જાઓ ત્યાં એ ‘ઈમોશનલ’ જ છે. એનામાં માતૃત્વ અકબંધ છે. પાંચ વર્ષની છોકરી અમેરિકન હોય, ભારતીય હોય કે જાપાનીઝ હોય… પણ એ ઢીંગલી રમાડે ત્યારે મા જ હોય. એમાં કોઈ ફેર પડતો નથી. એનો પતિ બિમાર પડે ત્યારે એને એટલું જ ટેન્શન થઈ જાય જેટલું એક ગુજરાતી સ્ત્રીને થાય.

  હું જ્યારે ‘સ્ત્રી સંવેદના’ વિશે લખું છું ત્યારે મને એવું ચોક્કસ સમજાય છે કે આ કોઈ યુદ્ધ છે જ નહિ. આ કોઈ પુરુષ સાથેનો સંઘર્ષ છે જ નહિ. આ કોઈ સમોવડા થવાની લડાઈ છે જ નહિ. આ તો એના સ્ત્રીત્વને recognize કરાવવાનો બહુ બળૂકો અને બહુ જ મરણિયો પ્રયાસ છે. સ્ત્રી સર્જકને બે લાઈનની વચ્ચે વાંચનારા લોકો સ્ત્રીના સર્જનને બાંધે છે. એની બે લાઈનની વચ્ચે ફક્ત એક જ વાત છે અને એ છે ‘મુક્તિ’ એટલે કે ખાલી જગ્યા. એને ખાલી જ રહેવા દો. એ શ્વાસ લેવાની જગ્યા મળી રહેશે તો એ એનું સર્જન કરી શકશે. સ્ત્રી ચોક્કસ લખશે અને એટલું લખશે કે મને એકલીને લોકપ્રિયતાનો તાજ તમારે નહીં પહેરાવો પડે
  વિચાર કરતા કરે

  Like

 2. સુરેશ જાની મે 24, 2013 પર 12:06 એ એમ (AM)

  ગરાજ સેલ ક્યારે રાખો છો? અમારી વસ્તુઓ લઈને આવી જઈએ !

  http://gadyasoor.wordpress.com/2011/05/29/garage_sale/

  Like

 3. Anila Patel મે 24, 2013 પર 3:45 એ એમ (AM)

  સાચી વાત છે વધુ પડતી સંગ્રહ ખોરી અને શોખ પસન્દગીમા બહુ મોટી સમસ્યા ઉભી કરે છે અને સાથે સાથે વસ્તુનો યોગ્ય અને જરુરિયાતના સમયે ઉપ્યોગ પણ ના થઇ શકે એવુ બનતુ હોય છે.

  Like

 4. ગોદડિયો ચોરો… મે 24, 2013 પર 1:33 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદ કાકા,

  માનવ જાતમાંરહેલો સંઘરાખોરીનો સ્વભાવ હજુ પણ માનવનો પીછો છોડતો નથી

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: