વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: મે 27, 2013

( 250 ) માણસ જોઈએ છે…….ક્યાં છે માણસ…..! મળશે ?

હાસ્ય દરબાર બ્લોગમાં એક જોક “માણસ જોઈએ છે” પોસ્ટ થયેલી વાંચી .

છોટૂભા એ છાપામાં જાહેરાત આપી ” માણસ જોઈએ છે. સાઇકલ ચાલાવતાં આવડવું જોઈશે. બે વાર જમવા નું મળશે.”

જીવલા ને થયું બે વાર જમવાનું મળશે એટલે નોકરી તો લેવા જેવી.

જીવલો ગયો છોટુભાને ઘેર ને કહ્યું નોકરી માટે આવ્યો છુ. કયાઁ છે સાઇકલ ?

છોટૂભા : આ રહી

જીવલો:- કામ શું કરવા નું છે ?

છોટૂભા:- કામ કઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે ગોળીબાર હનુમાન જવાનું. ત્યાં જમી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું. બે જ ધક્કા છે.”

આ જોકમાં છે એવા છોટુભા જેવા ઘણા ખંધા માણસો  આપણા સમાજમાં હોય છે જે પોતાની લુચ્ચાઈથી બીજાને છેતરીને પોતાનું કામ કરાવી  લેવામાં જબરા માહિર હોય છે .

આ “માણસ જોઈએ છે ” એ જોકના પ્રતિભાવમાં અમદાવાદ નિવાસી અધ્યાત્મ માર્ગના પ્રવાસી મારા મિત્ર શ્રી શરદભાઈએ જે લખ્યું એ મને ખુબ ગમ્યું .

” ભઈ, માણસ મળે છે ક્યાં? કોઈ હિન્દુ મળે, કોઈ મુસલમાન મળે,કોઈ ખ્રિસ્તી તો કોઈ શીખ મળે, કોઈ ભારતિય તો કોઈ અંગ્રેજ મળે કોઈ ગુજરાતી તો કોઈ મારવાડી મળે અરે કોઈ ડોક્ટર તો કોઈ વકીલ મળે, કોઈ સ્ત્રી તો કોઈ પુરુષ મળે, પણ માણસ આ જગતમાં નસીબ જોગે કે પૂણ્ય પ્રતાપે જ મળે છે.”

શ્રી શરદભાઈની આ કોમેન્ટ એ આજની પોસ્ટનું પ્રેરણા બીજ છે  .

એમની વાત કેટલી સાચી છે . આજે એની બીજી ઓળખાણોમાં ખરેખરો માણસ તો જાણે ખોવાઈ ગયો હોય એમ નથી લાગતું ?

માણસ અને એની માણસાઈ અંગે પૂજ્ય મોરારીબાપુએ એમની એક કથામાં કહેલી આ વાતની યાદ તાજી થઇ .

ઉનાળાના દિવસો હતા .એક ભિખારી ઘેર ઘેર ફરીને ભીખ માગી રહ્યો હતો .

એને ખુબ તરસ લાગતાં એક બંગલા આગળ એક પૈસા પાત્ર શેઠ બહાર વરંડામાં ઉભા હતા એમને સંબોધીને ભીખારીએ આજીજી કરી :

” શેઠ મને ખુબ તરસ લાગી છે ,પીવા માટે મને થોડું પાણી આપો તો મોટી મહેરબાની .”

શેઠ કહે : “હાલ ઘરમાં કોઈ માણસ નથી પછી આવજે .”

ભિખારી કહે : ” શેઠ તમે થોડી મિનીટો માટે માણસ બની જાઓ અને મને પાણી આપો તો કેવું ?.”

આપણે ત્યાં આવા શેઠ જેવા પૈસાનો મદ રાખતા અને માણસાઈ ભૂલેલા માણસોનો તોટો નથી .

અખબારો , ટી .વી. અને અન્ય સમાચાર માધ્યમોમાં રોજ સવારે ખુન ખરાબી , સ્ત્રીઓ ઉપરના અત્યાચારો જેવા સમાચારોની પરંપરા ચાલતી જોઈએ અને સાંભળીએ છીએ ત્યારે માણસની માણસાઈ ઉપરથી આપણો વિશ્વાસ ડગી જાય છે .માનવ આપણને એક દાનવના રૂપે દેખાય છે .   

       આ વિષયમાં મેં વાંચેલી એક રેડ ઈન્ડીયન વૃદ્ધ માણસે એના પૌત્રને  કહેલી માણસની ઓળખાણને ઉજાગર કરતી એક સરસ દ્રષ્ટાંત કથા અહીં રજુ કરું છું .

આ વાત પ્રમાણે આ રેડ ઈન્ડીયન વૃધ્ધે એના પૌત્રને એક દિવસ બોધ આપતાં કહ્યું કે દરેક માણસમાં બે વરુઓ(wolves ) વસતાં હોય છે .

એક વરુ એ ભલાઈ, પ્રેમ ,કરુણા અને એવા બધા સારા ગુણોનું પ્રતિક છે જ્યારે બીજું વરુ એ બુરાઈ, ક્રોધ, તિરસ્કાર જેવાં બધા દુર્ગુણોનું પ્રતિક છે .

આ બે વરુઓ વચ્ચે સતત લડાઈ ચાલતી રહે છે.

પૌત્ર પૂછે છે કે દાદા આ બે વરુઓમાં ક્યા વરુની જીત થાય છે ?

દાદા જવાબ આપે છે કે તમે જે વરુને ખવડાવી પીવડાવીને મોટું કર્યું હશે એ વરુની જ

જીત થશે . Read more of this post