વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 250 ) માણસ જોઈએ છે…….ક્યાં છે માણસ…..! મળશે ?

હાસ્ય દરબાર બ્લોગમાં એક જોક “માણસ જોઈએ છે” પોસ્ટ થયેલી વાંચી .

છોટૂભા એ છાપામાં જાહેરાત આપી ” માણસ જોઈએ છે. સાઇકલ ચાલાવતાં આવડવું જોઈશે. બે વાર જમવા નું મળશે.”

જીવલા ને થયું બે વાર જમવાનું મળશે એટલે નોકરી તો લેવા જેવી.

જીવલો ગયો છોટુભાને ઘેર ને કહ્યું નોકરી માટે આવ્યો છુ. કયાઁ છે સાઇકલ ?

છોટૂભા : આ રહી

જીવલો:- કામ શું કરવા નું છે ?

છોટૂભા:- કામ કઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે ગોળીબાર હનુમાન જવાનું. ત્યાં જમી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું. બે જ ધક્કા છે.”

આ જોકમાં છે એવા છોટુભા જેવા ઘણા ખંધા માણસો  આપણા સમાજમાં હોય છે જે પોતાની લુચ્ચાઈથી બીજાને છેતરીને પોતાનું કામ કરાવી  લેવામાં જબરા માહિર હોય છે .

આ “માણસ જોઈએ છે ” એ જોકના પ્રતિભાવમાં અમદાવાદ નિવાસી અધ્યાત્મ માર્ગના પ્રવાસી મારા મિત્ર શ્રી શરદભાઈએ જે લખ્યું એ મને ખુબ ગમ્યું .

” ભઈ, માણસ મળે છે ક્યાં? કોઈ હિન્દુ મળે, કોઈ મુસલમાન મળે,કોઈ ખ્રિસ્તી તો કોઈ શીખ મળે, કોઈ ભારતિય તો કોઈ અંગ્રેજ મળે કોઈ ગુજરાતી તો કોઈ મારવાડી મળે અરે કોઈ ડોક્ટર તો કોઈ વકીલ મળે, કોઈ સ્ત્રી તો કોઈ પુરુષ મળે, પણ માણસ આ જગતમાં નસીબ જોગે કે પૂણ્ય પ્રતાપે જ મળે છે.”

શ્રી શરદભાઈની આ કોમેન્ટ એ આજની પોસ્ટનું પ્રેરણા બીજ છે  .

એમની વાત કેટલી સાચી છે . આજે એની બીજી ઓળખાણોમાં ખરેખરો માણસ તો જાણે ખોવાઈ ગયો હોય એમ નથી લાગતું ?

માણસ અને એની માણસાઈ અંગે પૂજ્ય મોરારીબાપુએ એમની એક કથામાં કહેલી આ વાતની યાદ તાજી થઇ .

ઉનાળાના દિવસો હતા .એક ભિખારી ઘેર ઘેર ફરીને ભીખ માગી રહ્યો હતો .

એને ખુબ તરસ લાગતાં એક બંગલા આગળ એક પૈસા પાત્ર શેઠ બહાર વરંડામાં ઉભા હતા એમને સંબોધીને ભીખારીએ આજીજી કરી :

” શેઠ મને ખુબ તરસ લાગી છે ,પીવા માટે મને થોડું પાણી આપો તો મોટી મહેરબાની .”

શેઠ કહે : “હાલ ઘરમાં કોઈ માણસ નથી પછી આવજે .”

ભિખારી કહે : ” શેઠ તમે થોડી મિનીટો માટે માણસ બની જાઓ અને મને પાણી આપો તો કેવું ?.”

આપણે ત્યાં આવા શેઠ જેવા પૈસાનો મદ રાખતા અને માણસાઈ ભૂલેલા માણસોનો તોટો નથી .

અખબારો , ટી .વી. અને અન્ય સમાચાર માધ્યમોમાં રોજ સવારે ખુન ખરાબી , સ્ત્રીઓ ઉપરના અત્યાચારો જેવા સમાચારોની પરંપરા ચાલતી જોઈએ અને સાંભળીએ છીએ ત્યારે માણસની માણસાઈ ઉપરથી આપણો વિશ્વાસ ડગી જાય છે .માનવ આપણને એક દાનવના રૂપે દેખાય છે .   

       આ વિષયમાં મેં વાંચેલી એક રેડ ઈન્ડીયન વૃદ્ધ માણસે એના પૌત્રને  કહેલી માણસની ઓળખાણને ઉજાગર કરતી એક સરસ દ્રષ્ટાંત કથા અહીં રજુ કરું છું .

આ વાત પ્રમાણે આ રેડ ઈન્ડીયન વૃધ્ધે એના પૌત્રને એક દિવસ બોધ આપતાં કહ્યું કે દરેક માણસમાં બે વરુઓ(wolves ) વસતાં હોય છે .

એક વરુ એ ભલાઈ, પ્રેમ ,કરુણા અને એવા બધા સારા ગુણોનું પ્રતિક છે જ્યારે બીજું વરુ એ બુરાઈ, ક્રોધ, તિરસ્કાર જેવાં બધા દુર્ગુણોનું પ્રતિક છે .

આ બે વરુઓ વચ્ચે સતત લડાઈ ચાલતી રહે છે.

પૌત્ર પૂછે છે કે દાદા આ બે વરુઓમાં ક્યા વરુની જીત થાય છે ?

દાદા જવાબ આપે છે કે તમે જે વરુને ખવડાવી પીવડાવીને મોટું કર્યું હશે એ વરુની જ

જીત થશે .

Two wolves inside us

આમ હોવા છતાં માણસાઈનું ચિત્ર એટલું બેડોળ નથી . નાના માણસોમાં ઘણીવાર કહેવાતા મોટા માણસો કરતાં અવાર નવાર માણસાઈનાં દર્શન થતાં હોય છે . એવા વખતે આપણને આશા બંધાય છે કે ના જગતમાંથી માણસાઈ હજી મરી પરવારી નથી .

એક ગરીબ માણસમાં પણ કેવી માનવતા પડેલી હોય છે એનો પુરાવો તમારે જોઈતો હોય તો તમારે નીચેનો વિડીયો અચૂક જોવો જ જોઈએ .

આ વિડીયોમાં બતાવ્યું છે કે એક ભલાઈનું કામ કરવાથી એનો કેવો સરસ બદલો મળતો હોય છે .

અંગ્રેજીની એક કહેવત One honest deed begates another આ વિડીયોમાં યથાર્થ થતી જોવા મળશે .

એક હોમલેસ ભિખારીના ભિક્ષા પાત્રમાં ભૂલથી એક મહિલાની બહું જ કીમતી વીંટી પડી જાય છે .

આ ગરીબ માણસ એ વીંટીને વેચીને પૈસા ઉપજાવવાને બદલે એના મૂળ માલિકને શોધીને વીંટી પરત કરે છે .

આ પ્રસંગમાંથી સર્જાય છે માણસાઈની પરંપરા . એની ભલાઈનો આ હોમલેસ ગરીબ માણસને કેવો સરસ બદલો મળે છે એ તો આ વિડીયો તમે જોશો એટલે તમે પણ મારી જેમ તાજુબ થશો .

Homeless man who returned ring reunites with family

આ પોસ્ટના વિષયને અનુરૂપ મને ખુબ ગમેલી ૧૯૬૪ની ફિલ્મ સંત જ્ઞાનેશ્વરનું આ પ્રેરક અને મારું પ્રિય  ગીત ”  જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો ” ને નીચેના વિડીયોમાં સ્વર કિન્નરી લતા મંગેશકરના કોકિલ કંઠે માણો .

Jyot Se Jyot Jagate Chalo – Sant Gyaneshwar 1964


Thank you God ...for

7 responses to “( 250 ) માણસ જોઈએ છે…….ક્યાં છે માણસ…..! મળશે ?

 1. સુરેશ જાની મે 28, 2013 પર 11:01 એ એમ (AM)

  નાના માણસોમાં ઘણીવાર કહેવાતા મોટા માણસો કરતાં અવાર નવાર માણસાઈનાં દર્શન થતાં હોય છે .
  ——
  એકદમ સાચી વાત. આવું જ કાંઈક ઉ.જો.એ લખેલું છે.

  Like

 2. Anila Patel મે 29, 2013 પર 3:33 એ એમ (AM)

  નઠારાની સાથે સારા માણસો જરુર વસતાજ હોયછે. પાડાને વાંકે પખાલીને ડામ ના દેવાય. એ ધ્યાનમા રાખવુ ઘટે. કોઇ કોમનુ લેબલ લાગેલુ હોય એ બધા સરખા હોય એવુ માનવુ ભૂલ ભરેલુ છે

  Like

 3. P.K.Davda મે 29, 2013 પર 7:02 એ એમ (AM)

  આજે માણસોની સંખ્યા તો વધતી જાય છે પણ માણસાઈ ઘટતી જાય છે. “હું માનવી માનવ થાઉં તો ઘણૂં” કવિતાની પંક્તિઓ યાદ આવી ગઈ.

  Like

 4. chandravadan મે 29, 2013 પર 7:31 એ એમ (AM)

  માણસ શરીરે દેખાઈ છે તેવોને તેવો…પણ અંદરથી “માનવતા” જણાય છે ઓછી.

  શું એમાં માણસનો વાંક કે કળિયુગની અસર ?

  કળિયુગ હોય તો પણ માણસની સ્વતંત્રતા તો હજુ ખરી….તો વાંક માણસનો ?
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Vinodbhai..Another nice Post !

  Like

 5. jjkishor મે 29, 2013 પર 12:14 પી એમ(PM)

  માણસ ! શોધવા જેવી ચીજ ! ઢૂંઢતે રહે જાઓગે.

  Like

 6. jagdish48 મે 30, 2013 પર 1:39 એ એમ (AM)

  “તમે જે વરુને ખવડાવી પીવડાવીને મોટું કર્યું હશે એ વરુની જ
  જીત થશે .”
  પોસ્ટર તથા ઉપરનું વાક્ય બહુ જ ચોટદાર છે.
  સ્ત્રી-પુરુષ, જાતિ, ધાર્મિક અનુયાયીઓ એ બધા જ ‘શરીરો’ છે માનવી એ બધામાં જ છે ફક્ત શોધવાનો છે.

  Like

 7. Vinod R. Patel મે 30, 2013 પર 4:45 એ એમ (AM)

  આ પોસ્ટમાં મુકેલ હોમલેસભાઈના વિડીયો ઉપરથી પ્રેરણા લઈને હ્યુસ્ટનથી હાસ્ય લેખક અને કવિ શ્રી

  ચીમનભાઈ પટેલ (ચમન) એ એક તાન્કા લખીને ઈ-મેલથી મોકલી આપ્યું છે એને એમના આભાર

  સાથે નીચે મુકું છું .– વી .પ .
  _________________________

  વિનોદભાઇ,

  તમે મોકલેલ ટપાલ પરથી મેં એક તાન્કા લખ્યું;

  (પૂર્વભૂમિકાઃ એક ‘હોમલેસ’…ભીખમાં ભૂલથી મળી માંઘી વીંટી નારીની …’યુ ટ્યુબ’ વિડીયો પર …)

  ‘હોમલેસ’ (એક તાન્કા)

  ‘હોમલેસ’ એ,

  ભીખમાં મળી મોઘી

  વીંટી, નારીની !

  પરત કરી, ચડ્યો-

  છાપે; મળ્યા કુટુંબી!!

  ચીમન પટેલ ‘ચમન’ (૨૮મે’૧૩)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: