વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 253 ) ૮૦ વર્ષના એક વૃદ્ધ જાપાનીઝે માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો

Yuichiro Miura (right), shown here with his son Gota, on Mount Evrest

Yuichiro Miura (right), shown here with his son Gota, on Mount Evrest

 
તારીખ ૨૩મી મે,૨૦૧૩ના રોજ ગુરુવારે એક ૮૦ વર્ષના વૃદ્ધ જાપાનીઝ યુઇચિરો મિઉરાએ વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટની ટોચે પહોંચીને એક નવો ઇતિહાસ સર્જ્યો છે .
 
આ જાપાનીઝ આરોહક સાથે એમનો ૪૩ વર્ષનો પુત્ર અને અન્ય બે જાપાનીઝ તથા છ નેપાળી શેરપાઓએ આ સાહસ સફળતાપૂર્વક પાર પાડયું હતું.
 
સર એડમન્ડ હિલેરી અને તેનઝિંગ(નોર્વે)એ ૬૦ વર્ષ પહેલાં જે રસ્તે માઉન્ટ એવરેસ્ટ શિખર સૌથી પ્રથમ વખત સર કરવાનું બહુમાન મેળવ્યું હતું તે જ રૂટ લઈને મિઉરા અને તેના નવ સભ્યોની ટીમે એવરેસ્ટ સર કર્યું હતું.
 
યુઇચિરો મિઉરાની  આ સિદ્ધિમાં વધુ નવાઈની અને નોંધનીય બાબત એની ૮૦ વર્ષની ઉંમર ઉપરાંત આ સાહસિકનો મેડિકલ ઇતિહાસ છે..
 
યુઇચિરો મિઉરા પર ચાર વખત હાર્ટસર્જરી થઇ ચૂકી છે જેમાંની એક તો બે માસ પહેલાં જ કરવામાં આવી હતી .
 
૨૦૦૯માં સ્કેટિંગ સાહસ વખતે થયેલા અકસ્માતમાં તેનો બસ્તિપ્રદેશ ભાંગી ગયો હતો અને જાંઘમાં ફ્રેક્ચર થયું હતું.
 
આમ છતાં મીઉરાએ કહ્યું હતું કે આ સાહસમાં મેં ક્યારેય થાક લાગ્યાનો અનુભવ કર્યો ન હતો ,એ કેટલું આશ્ચર્ય જનક કહેવાય !
 
મિઉરાની ટોકિયો ઓફિસે જ્યારે મીઉરા અને એમની ટીમે એવરેસ્ટ સર કર્યાનો આખરી ફોન આવ્યો ત્યારે તેની પત્ની અને બે પુત્રીઓ સહિતના પરિવારજનો અને રિપોર્ટરો આનંદથી ઝૂમી ઊઠયાં હતાં.
 
વિશ્વની આ સૌથી શ્રેષ્ઠ લાગણી છે, તેમ યુઇચિરો મિઉરાએ શિખરની ટોચ પરથી તેના પરિવારને કરેલા ફોનમાં કહ્યું હતું .
 
આ જ જાપાનીઝે એની 70  અને 75 વર્ષની ઉંમરે પણ એવરેસ્ટ ઉપર સફળતાથી શિખર સર કર્યું હતું .
 
મિઉરાએ કહ્યું હતું કે ૮૦ વર્ષની મોટી ઉંમરે હું આ શિખર સર કરીને મોટી સિદ્ધિ મેળવી શકીશ તેની કદી કલ્પના પણ કરી ન હતી .
 
 
૮૦ વર્ષના આ સફળ જાપાનીઝ પર્વત ખેડુંની આ સિદ્ધિ દરેક વૃધ્ધજનો માટે એક
 
પ્રેરણા સ્ત્રોત છે કે મનમાં જો દ્રઢ ઈચ્છા શક્તિ સાબુત હોય તો  કોઈ પણ કાર્ય કરવા
 
માટે ઉંમર નડતી નથી .
 
 
ઉંમરમાં વૃદ્ધ પણ મન અને હૃદયથીથી યુવાન એવા આ જાપાનીઝ યુઇચિરો
 
મિઉરાની ઐતિહાસિક સિદ્ધિને નીચેના બે વિડીયોમાં નિહાળો .
 

Eighty-Year-Old Japanese Becomes Oldest Person to Climb Mt Everest

 

80-year-old Japanese man summits Everest.

 

 

7 responses to “( 253 ) ૮૦ વર્ષના એક વૃદ્ધ જાપાનીઝે માઉન્ટ એવરેસ્ટ સર કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો

 1. pragnaju મે 31, 2013 પર 11:19 પી એમ(PM)

  ખૂબ પ્રેરણાદાયી વાત

  Like

 2. ગોદડિયો ચોરો… જૂન 1, 2013 પર 4:51 એ એમ (AM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  એવરેસ્ટ શિખર જ્યારે એડમંડ હિલેરી અને શેરપા તેનસિંગે સર કરેલું

  તેના સમાચાર અને ફોટા છાપામાં જોયેલા તેવી ઘણી વાતોની યાદ પરખાઇ

  ને આપના દ્વારા રજુ કરાયેલી પ્રેરક વાત જાણવા મલી

  Like

 3. Anila Patel જૂન 1, 2013 પર 5:11 એ એમ (AM)

  ખૂબ ખૂબ ધન્ય્વાદને પાત્ર. અહિતો 68મા ખખડી જવાયુ છે.ખૂબજ દ્રઢ મનોબળ કહેવાય.

  Like

 4. Hemant Bhavsar જૂન 1, 2013 પર 3:58 પી એમ(PM)

  Inspiration for youngsters , Thank you for sharing …..Hemant

  Like

 5. pravinshastri જૂન 1, 2013 પર 4:51 પી એમ(PM)

  વિનોદભાઈ, જાપનીશ ડોસાને તો સૌ કોઈ ધન્યવાદ આપશે. પણ હું તો તમને અભિનંદન આપીશ. માહિતીનું યથાયોગ્ય સંકલન અને ઍડિટિંગની હથોટી ધન્યવાદને પાત્ર છે. તમારો બ્લોગ એટલે કે જાણે એક મનગમતું સામયિક.

  Like

 6. chaman જૂન 2, 2013 પર 9:14 એ એમ (AM)

  આ વાંચીને મને આ તાન્કા લખવાની પ્રેરણા મળીઃ
  ઉમ્મરે એંસી,
  ‘એવરેસ્ટ’ ટોચની,
  મેળવી સિદ્ધી!!
  ઘરડા બધા હવે,
  ઘડીભર જુવાન!
  ચીમન પટેલ ‘ચમન’

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: