વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Monthly Archives: મે 2013

( 247 ) વધુ ને વધુ મેળવવાની ઇચ્છા, પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી! ….. લેખિકા – કાજલ ઓઝા વૈદ્ય

Photo Courtesy- Divy Bhaskar

Photo Courtesy- Divy Bhaskar

-શોખ હોવો અલગ બાબત છે અને સંગ્રહખોરી અલગ. સંગ્રહખોરી આપણને શોખીનમાંથી સ્વાર્થી બનાવે છે

-વધુને વધુ મેળવવાની ઇચ્છામાં માણસ પોતાની પાસે વસ્તુઓનો સંગ્રહ કરતો જ જાય છે. એના પરિણામે એ પોતાના પ્રિયજનોથી દૂર થતો જાય છે. વિચારો અને વ્યક્તિઓનું સ્થાન હવે વસ્તુઓ લેવા લાગી છે .

 

પરદેશમાં ખાસ કરીને યુ.એસ.માં જો કોઇનાં ઘરો જોયાં હોય તો સમજાય કે ‘વાક ઇન ક્લોઝેટ્સ’ વસ્તુઓથી ઊભરાય છે. બેસમેન્ટ અને ગરાજમાં મૂકાયેલી વસ્તુઓ ક્યાં નાખવી એની પણ સમજ પડતી નથી. તેમ છતાં શોપિંગ એક એવો સિન્ડ્રોમ છે જે એ દેશમાં ચોવીસ કલાક લોકોના માથાં પર સવાર રહે છે. એન્ડ ઓફ સિઝન અને ક્લીયરન્સનાં પાટિયાં સતત ઝૂલે છે.

 

કપડાં ફાટતાં નથી, બગડતાં નથી તેમ છતાં સતત નવા ખરીદવા માટેની ભૂખ ક્યારેય મટતી નથી આ જ પરિસ્થિતિ ધીરે ધીરે આપણા દેશમાં દાખલ થઇ રહી છે.

 

જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય લિખિત આ આખો લેખ દિવ્ય ભાસ્કર.કોમ

ના સૌજન્યથી  આ લિંક ઉપર વાંચો .

__________________________________________________________________________________

કાજલ ઓઝા-વૈદ્યનો અને એમના સાહિત્યનો પરિચય

એમની વેબ સાઈટની આ લિંક ઉપર

કાજલ ઓઝા-વૈદ્યને સાંભળો આ વિડીયોમાં

કાજલ ઓઝા -વૈદ્ય નો પરિચય – વિકી પીડીઆની આ લિંક ઉપર વાંચો

( 246 ) જીવનના સંઘર્ષોમાંથી જ નવી શક્તિ પ્રાપ્ત કરો – એક માતાની દીકરીને શિખામણ ( એક પ્રેરક વિડીયો )

carrot-egg-or-coffee-bean

 દરેક વ્યક્તિના જીવનમાં એને અગણિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે .કોઈ ઓચિંતી આપત્તિ આવી જાય છે .કોઈ ખરાબ સમાચાર કે કોઈ અણધારીનિરાશાજનક પરિસ્થિતિનો શિકાર થવું પડે છે .આવા વખતે દરેક વ્યક્તિની પ્રતિક્રિયા આ સમસ્યાઓ પરત્વે એક સરખી નથી હોતી.ઘણા માણસો આવી ઓચિતી આપત્તિથી મનથી ભાંગી પડે છે જ્યારે એવા કેટલાક મજબુત મનના માણસો પણ હોય છે જેઓ આપત્તિઓને એમના ઉપર હાવી થવા દેતા નથી .આપત્તિઓમાંથી જ નવી શક્તિ પ્રાપ્ત કરી લે છે અને આગળ વધતા રહે છે .તેઓ માનતા હોય છે કે દુઃખોથી ડરી જવાથી કોઈ અર્થ સરતો નથી .

આવા વજ્ર દિલના માણસો જીવનના સંઘર્ષોનું એક નવી શક્તિમાં રૂપાંતર કરે છે .

આ જ વિષયમાં એક માતા એની દીકરીને ઉકળતા પાણીમાં ગાજર,ઈંડા અને કોફીનું ઉદાહરણ આપી સમજાવે છે એ વાત એમના પ્રવચનમાં વણી લઈને બે પ્રવક્તાઓએ નીચેના વિડીયોમાં જે સંદેશ આપ્યો છે એ ખુબ જ પ્રેરક છે .

‘When there is no struggle, there is no strength.’ એ આ વિડીયોનો મધ્યવર્તી  વિચાર છે .

બે મોટીવેશનલ વક્તાઓએ સુંદર રીતે રજુ કરેલ પ્રેરક સંદેશ આ વિડીયોમાં સાંભળો અને માણો .

A strength in adversity- Example of a mother and daughter

ઉપરના વિડીયો સંદેશના અનુસંધાનમાં વિનોદ વિહારની તારીખ ૧૦ મી નવેમ્બર ૨૦૧૧ ની પોસ્ટનો મારો લેખ સુખનાં ગુલાબ મુશીબતોના કાંટાઓમાં ખીલતાં હોય છે અહીં ક્લિક કરીનેવાંચો .

આ લેખ આજની પોસ્ટના વિષયની પૂર્તિ કરે છે ..

Animation-Have a beautiful day

( 245 ) જીવનનાં સાઈઠ વર્ષ વટાવી ગયેલ વૃદ્ધ જનો માટે એક પ્રાર્થના ( અનુવાદ )

મિત્રોના ઈ-મેલોમાં અવારનવાર ઘણી વિચારવા જેવી વાચન સામગ્રી મળતી રહે છે 
 
જે અન્ય મિત્રોમાં વહેંચવાનું દિલ થાય છે .
 
આવી એક ઈ-મેલમા મિત્ર શ્રી દિલીપ સોમૈયાએ અંગ્રેજીમાં Wonderful Prayer
 
for those pushing 60 or beyond મોકલી છે ..
 
૬૦+ વૃદ્ધજનોની આ પ્રાર્થનાનો અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને
 
આજની પોસ્ટમાં મુકેલ છે .
 
ગુજરાતી અનુવાદની નીચે મૂળ અંગ્રેજીમાં મળેલ Prayer પણ મુકેલ છે .
 
આશા છે આ અનુવાદ આપને ગમશે અને ૬૦ + ઉંમરના જ નહીં પણ અન્ય વાચકો
 
માટે એમાંથી બોધ પાઠ લેવા જેવો છે .
 
આ અંગ્રેજી પ્રાર્થના શેર કરવા માટે શ્રી સોમૈયાનો આભારી છું .
 
વિનોદ પટેલ

______________________________________________________

Old Couple- Praying

 
 
જીવનનાં સાઈઠ વર્ષ વિતાવી ગયેલ વૃદ્ધજનો માટેની એક  પ્રાર્થના  ( અનુવાદ )
 
હે સર્વ શક્તિમાન પ્રભુ તું તો જાણે જ છે કે હું હવે પ્રતિદિન ઘરડો થતો જાઉં છું .
 
 
હવે તું મને બહું વાતોડિયો થતો રોક, મને મારી ભૂતકાળની ઘટનાઓ અને રમુજી
 
વાતોને ફરી ફરીને કહેવાની અને ખાસ કરીને કોઈ પૂછે નહી તો પણ દરેક વિષયમાં
 
મારો અભિપ્રાય આપવા ટપકી પડવાની જે ટેવ પડી ગઈ છે એમાંથી હવે મને પાછો
 
વાળ . બીજી રીતે કહું તો તું મને બહિર્મુખી નહી પણ વધુ આંતરમુખી બનાવ . 
 
 
દરેક વ્યક્તિની અંગત જિંદગીમાં ઝાંકવાની અને એમની મુશ્કેલીઓ નિવારવા
 
માટેની મારા મનની ચળમાંથી મને મુક્તિ આપ.
 
દરેક વાત ગોળ ગોળ નહી પણ ખુબ જ મુદ્દાસર રીતે કરું એવી મને
 
સમજણની પાંખો  આપજે .
 
 
હે મારા પ્રાણ પ્રિય પ્રભુ , જ્યારે અન્ય માણસો મારી આગળ એમના જીવનની
 
પીડાઓ અને વ્યાધિઓ મિત્ર ભાવે રજુ કરે એને હું ધ્યાનથી સાંભળું એવું સૌજન્ય મને
 
આપજે . આવા વખતે સાંભળતાં કવચિત મને કંટાળો આવે તો એને સહન કરી લઉં
 
અને મારા હોઠ બંધ રાખીને ધીરજ  પૂર્વક સાંભળું એવું કરજે કારણ કે મારા પોતાના
 
જ જીવનમાં  દુખાવાઓ અને વ્યાધિઓ સંખ્યા બંધ રીતે ઉગ્ર સ્વરૂપે વધતાં
 
જ જાય છે . એટલા માટે જેમ જેમ વરસો વીતતાં જાય છે એમ બીજાઓ
 
સાથે આવાં દુખોની  ચર્ચા કરવાથી અંતરમાં એક જાતનો મીઠો  આનંદ
 
થતો જ હોય છે .
 
 
વખતો વખત મારાથી કવચિત ભૂલો થાય એવું પણ બની શકે છે એ સમજવા માટે
 
મને એવો સુંદર બોધપાઠ મને ભણાવ .
 
 
હું બધાં પ્રત્યે મીઠાસથી વર્તુ એવું કરજે. લોકોથી અંતર રાખીને જીવતા અને ફરતા
 
મોટા સંત મહાત્માઓ જેવા બનવાનો મને અંદરથી કોઈ અભરખો નથી .એની સાથે
 
સાથે હું એમ પણ માનું છું કે દ્વેષપૂર્ણ અને ખાટો સ્વાભાવ ધરાવતો ઘરડો
 
માણસ એ  દાનવનું સર્જન  છે .
 
 
મને ધૂની નહી પણ વિચારવંત બનાવજે , બીજાઓને મદદરૂપ થાઉં પણ મારા
 
વિચારો કોઈની ઉપર ના લાદું એ જોજે , મારા સ્વાતંત્ર્યની સાથો સાથ  બીજા
 
માણસો  મારા પ્રત્યે જે કદરની ભાવના બતાવે તો એનો ખાનદાની
 
પૂર્વક સ્વીકાર કરું એવું  કરજે .
 
 
બીજા લોકો મારી માફક લાંબુ જીવ્યાં નથી અને હું આટલું લાંબુ જીવી શક્યો છું  એ
 
માત્ર કારણથી મારામાં વધુ ઘડપણનું ડહાપણ ભરેલું છે એવાં મારા ખોટા
 
ખ્યાલોમાથી હે પ્રભુ તું મને મુક્ત કરજે .
 
 
હું ઘરડો છું એનો અર્થ એમ નથી કે હું વધુ ડાહ્યો છું .
 
 
જમાનો બદલાયો એની સાથે જે કઈ નવા ફેરફારો થયા છે એ મને કદાચ ગમતા ન
 
પણ હોય પણ એ વિષે હું મૌન સેવી મો બંધ રાખું એવું ડહાપણ મને આપજે .
 
 
હે દીનાનાથ, તને મારા મનની આ મહેચ્છાની ખબર છે જ કે જ્યારે મારી જિંદગીનો
 
અંત નજીક હોય ત્યારે હું વધુ નહી તો એક કે બે સાચા મિત્રને હું મારી
 
પાછળ મુકતો જાઉં એવું કરજે .
 
______________________________________________________
 
 
Wonderful Prayer for those pushing 60 or beyond.
 
Almighty God you know that I am growing older.
 
Keep me from becoming too talkative, from repeating all my jokes and anecdotes,and particularly keep me from falling into the tiresome habit of expressing an opinion on every subject.
 
Release me from craving to straighten out everyone’s affairs. Keep my mind free from recital of endless details.Give me wings to get to the point.
 
Give me the grace, dear GOD, to listen to others as they describe their aches and pains.
 
Help me endure the boredom with patience and keep my lips sealed,
for my own aches and pains are increasing in number and intensity,
and the pleasure of discussing them is becoming sweeter as the years go by.
 
Teach me the glorious lesson that occasionally, I might be mistaken. Keep me reasonably sweet.
 
I do not wish to be a saint (Saints are so hard to live with), but a sour old person is the work of the devil.
 
Make me thoughtful, but not moody, helpful, but not pushy, independent,yet able to accept with graciousness favors that others wish to bestow on me.
 
Free me of the notion that simply because I have lived a long time,
I am wiser than those who have not lived so long. I am older, but not necessarily wiser!
 
If I do not approve of some of the changes that have taken place in recent years,give me the wisdom to keep my mouth shut.
 
GOD knows that when the end comes,I would like to have a friend or two left.
.
 
 
 
 

Old Couple on computer

આજની પોસ્ટને બંધ બેસતું મીરાબાઈનું નીચેનું ગુજરાતી ભજન ” જુનું તો થયું રે

દેવળ, જુનું તો થયું ” સુંદર સ્વર અને સંગીત મઢયા વિડીયોમાં માણો .

આ ભજનનો અર્થ સમજવો એટલો મુશ્કેલ નથી .એમાં ઘડપણમાં ક્ષીણ થતા શરીરને

મીરાબાઈએ જુના દેવળ અને પિંજર સાથે સરખાવ્યું છે . શરીરમાંથી જીવ રૂપી હંસલો

ઉડી જાય છે ત્યારે પિંજર રૂપી શરીર કોઈ કામ વગરનું એકલું પડી રહે છે .

જુનું તો થયું રે દેવળ – ગુજરાતી ભજન -મીરાંબાઈ

જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું,

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું

આરે કાયા રે હંસા, ડોલવાને લાગી

પડી ગયા દાંત માયલી રેખુ તો રહી

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું

તારે ને મારે હંસા પ્રિત્યુ રે બંધાણી

ઉડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું

બાઇ મીરાં કહે પ્રભુ ગિરીધરના ગુણ

પ્રેમ નો પ્યાલો તમને પાવું ને પિવું

મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું

Junu To Thayu Re – Gujarati Bhajan

(244 ) ‘સેવા’ને વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ અપાવનાર ગુજરાતણ ઈલા ભટ્ટ

સેવામૂર્તિ‌  ડૉ. ઇલા ભટ્ટનાં છેલ્લાં સાઠેક વર્ષોના જીવનનો અવિભાજ્ય પર્યાય એટલે ‘સેવા’
અગાઉથી સમય નક્કી કરેલો, આગલી સાંજે ફરી સ્મરણ પાઠવેલું તોય ગૂજરાત  વિદ્યાપીઠના સ્ટુડિયોમાં હું અને આલાપ બ્રહ્મભટ્ટની ટીમ રાહ જોતા રહ્યાંને એ ન  આવ્યાં… દીર્ઘ સંવાદના વીડિયો શૂટિંગનું શિડ્યુલ હતું એટલે બીજું તો કંઇ થાય તેમ  ન હતું. અમે પેકઅપ કર્યું. મને મોબાઇલ પર તેઓ સતત અપડેઇટ કરતાં રહેલાં… પણ છેલ્લે  કહ્યું, ‘સોરી, નહીં જ પહોંચાય આજે, કારણ કે બરાબર ફસાઇ છું એક સમાધાનના કેસમાં શું  કરું મારે તો આવું બને છે, કારણ કે મારે માટે તો ‘સેવા’ પહેલી  પ્રાયોરિટી…’
સેવામૂર્તિ‌ ડૉ. ઇલા ભટ્ટ. જેમનાં છેલ્લાં સાઠેક વર્ષોના  જીવનનો અવિભાજ્ય પર્યાય એટલે ‘સેવા’… હા, આ સેવા એટલે સાદી-સીધી કે નામ-દામ  મેળવવાની સેવા નહીં. આ સેવા એટલે SEWA (Self Employed Women’s Association), સ્વાશ્રયી કામદાર મહિ‌લા સંઘ. ડૉ. ઇલા ભટ્ટ SEWAના સ્થાપક, મહિ‌લાઓ માટેની સહકારી  અને ટ્રેડ યુનિયન ચળવળનાં પ્રણેતા,Women’s World Banking સેવાનાં સ્થાપક સભ્ય, Rockfeller Foundationનાં ટ્રસ્ટી, નેલ્સન મંડેલા પ્રેરિત સંસ્થા The Eldersનાં  સભ્ય, પદ્મશ્રી (૧૯૮પ)-પદ્મભૂષણ (૧૯૮૬)-મેગ્સેસે એવોર્ડ (૧૯૭૭-હાર્વર્ડ  યુનિવર્સિ‌ટી દ્વારા માનદ ડોક્ટરેટ (૨૦૧૦)-જાપાનના નિવાનો પીસ પ્રાઇઝ (૨૦૧૦), રાજ્યસભાનાં માનદ સદસ્ય (૧૯૮૬ થી ૧૯૮૯)… યાદી કેટલી લંબાવવી?
સંયુક્ત  રાષ્ટ્ર સંઘનાં આમંત્રણથી યુનોની સંયુક્ત પરિષદને સંબોધનાર ડૉ. ઇલા ભટ્ટ આપણા  ગુજરાતનાં-અમદાવાદનાં-ખાડિયાનાં-દેસાઇની પોળનાં નિવાસી. આજે એંસી વર્ષ વટાવ્યાં  પછીય યાદ કરે છે ભાવથી એ દેસાઇની પોળના ગરબા કે જ્યાં તેમનાં મા વનલીલાબહેન અને  માસી તરુલતાબહેન લાંબા ઢાળના ગરબા ગવડાવતાં અને આજુબાજુની પોળના લોકો એ સાંભળવા  આવતા. ‘આજે જ્યાં અખાનું પૂતળું મૂક્યું છે ને તે ઘર અમારું, ત્યાં કૂવો ઢાંકીને  ચોક કર્યો છે બસ એ ગરબા ગાવાનો ચાચરચોક, અમારો,’ દસેક દિવસ પછી વિદ્યાપીઠમાં નિરાંત  જીવે સંવાદ માંડેલો ત્યારે નિજી જિંદગીમાં કેટલાંય પૃષ્ઠો ખોલ્યાં  ઇલાબહેને.
દાદા ધારાસાણા મીઠા સત્યાગ્રહની પ્રથમ ટુકડીના વડા. આમ  ફિલ્મસર્જક, કુશળ અને સેવાભાવી. ગાંધીજીને વાંચતાં વાંચતાં બધું છોડી દીધું હતું  ઇલાબહેનનો ઉછેર-ભણતર-વકીલાતનો આરંભ બધું સુરતમાં. પિતા અને કાકા બંને વકીલાત કરતાં. દાદાએ કહ્યું કે બંને છોકરા એક જ ર્કોટમાં વકીલાત કરે તે બરાબર નહીં એટલે સુરત  જવાનું થયું. મા વનલીલાબહેન બહુ ઉત્સાહી, ત્રણ ચોપડી ભણીને સાસરે આવેલાં પણ સાસરે  આવીને આગ્રહપૂર્વક ભણ્યાં.
દીકરી ઇલાએ જ્યારે બી.એ. કર્યું ત્યારે માએ  મેટ્રિક પાસ કર્યું દીકરીને વકીલ બનાવવાનું શ્રેય માને જાય. પોતે અખિલ હિ‌ન્દ  મહિ‌લા પરિષદમાં પણ કાર્ય કરે. ‘ભણવામાં રુચિ કેવી હતી, ઇલાબહેન?’ આ પ્રશ્ન પુછાતાં  જ ઇલાબહેન ભટ્ટ તરત બોલી ઊઠયાં: ‘મને મારી રુચિ ન પૂછશો. મારાં માબાપની રુચિ પૂછો. તેઓનો ઉત્સાહ એટલો હતો કે મને ભણવા બેસાડી સીધાં ત્રીજા ધોરણમાં તેર વર્ષે મેટ્રિક, સત્તર વર્ષે બી.એ., ૧૯ વર્ષે એલએલ.બી., વીસ વર્ષે મજૂર મહાજન સંઘમાં વકીલાત શરૂ, એકવીસ વર્ષે પહેલું બાળક, સત્તાવીશ વર્ષે બીજું બાળક અને પછી આઝાદ…’ તેઓની આઝાદીએ  સમાજને કેટલું આપ્યું તેની કોઇ ગણતરી કે કોઇ ભાર વગર ઇલાબહેન હળવાશ અને નિખાલસતાથી  વાતો કરતાં હતાં.
સ્વાતંત્ર્યની ચળવળનો સમય હતો એ, જ્યારે ઇલા ભટ્ટનું  તારુણ્ય અને યુવાની રંગે ચડયાં હતાં. શાળાના ગણિત શિક્ષક તલાટીસાહેબ પારસી હતા. ગણિત તો સરસ ભણાવે જ પણ હારોહાર જીવનનાં મૂલ્યોની વાતો પણ કરે. દેશને આઝાદ કરવાનો  છે, દેશનું ચારિત્ર્ય ઘડવાનું છે… એવી વાતો થતી ત્યારે. કોલેજકાળમાં તો દેશનાં  નવનિર્માણનાં સ્વપ્નો જોયાં હતાં. મહાત્માજીએ ‘શું કરવું’ અને ‘કેમ કરવું’ તે તો  સ્પષ્ટ કરી આપેલું. ગામડામાં જાવ, ત્યાં કામ કરો, ગરીબો-પછાતો-વંચિતો માટે સમય આપો  એવું કહેતાં કોલેજમાં અધ્યાપકો.
મહાત્માજીની હત્યાનો સમય બરાબર યાદ છે  ઇલાબહેનને. ‘સમાચાર મળ્યા કે બાપુની હત્યા થઇ છે ત્યારે મહોલ્લામાં ચર્ચા થયેલી કે  જરૂર કોઇ મુસલમાને માર્યા હશે ગાંધીજીને, ત્યારે મારાં બા અને બાપુજીએ સૌને કહ્યું: ના, આપણા જ લોકોએ હત્યા કરી હશે. આપણો વિરોધ કરનારા જીવ લેવા સુધી ન જાય, એ કામ તો  કોઇ અંદરના ને નજીકના જ કરી શકે… મારી બા બહુ રડી હતી.
દાદાજીએ અઠવાડિયા  સુધી મૌન રાખ્યું હતું. અમે પણ શુક્રવારે મૌન રાખતાં થયેલાં. શાળામાં શોકસભા થયેલી  તેમાં મેં રચેલી જીવનની પહેલી કવિતા રજૂ કરી બાપુને અંજલિ આપેલી…’ આજે પણ ઇલાબહેન  એગ્રેસિવ નથી, એક્ટિવિસ્ટ પણ નથી કારણ કે નાનપણમાં બીકણ, શરમાળ, હિંમત ન ચાલે એવાં. રમવા-કૂદવાનું ન મળ્યું કદી. જલદીથી મોટા ને પીઢ થઇ જવાયું. હા, સેન્સ ઓફ જસ્ટિસ  ભારે. પોતે બેઠાં હોય તે જગ્યા પર પછી કોઇ બેસે તો તેને ઉઠાડે અને ન ઊઠે તો તેને  કહે: ‘ઊભા થાવ નહીં તો હું કેસ કરીશ તમારા પર…’ આ વાત પિતાજી કહેતા. કશામાં ભાગ ન  લેવો, ડિબેટમાં બોલવું નહીં, દલીલો મનમાં હોય પણ પહેલ કરીને કૂદી પડવું એવું કંઇ  નહીં… એમાં એક ટર્નિંગ પોઇન્ટ આવ્યો ૧૯૭૧ના સેન્સસની પ્રિ-ટેસ્ટનું કામ કોલેજને  સોંપાયું. કોલેજ વતી આ કામમાં જોડાયાને નજીકના માછીવાસમાં પહેલીવાર જવાનું બન્યું. તેઓની બધી વિગતો પૂછવાની ને પછી લખવાની. ઘણો સમય માછીમારો વચ્ચે ગાળ્યો. ઘરે આવે  ત્યારે કપડાંમાંથી મચ્છીની વાસ આવે. ઘરના પૂછે તો શો જવાબ આપવો?
ઇલાબહેન  ધીમા અવાજે ભર્યા સાદે કહે છે: ‘આ સેન્સસે મારા જીવનમાં મોટો વિસ્ફોટ કર્યો પહેલો  અનુભવ હતો જિંદગીનો કે ગરીબોનાં ઝૂંપડાંમાં જવાનું ને જાણવાનું કે તે શું ખાય  છે-કેમ જીવે છે-કેટલાં જન્મે છે-એમાંથી કેટલાં મરે છે-શું છે કરતાં શું નથી? આપણા  ઘરથી આટલાક દૂર છે તે લોકો વિશે આપણને કશી ખબર નથી? આ તો બહુ સ્વાર્થી જીવન ગણાય… આ સમયમાં મારા વર્ગસાથી સાથે મૈત્રી થઇને એ પરિણયમાં પરિણમી.’
મજૂર મહાજન  સંઘમાં જોડાયાને વકીલાત શરૂ કરી ઇલાબહેને. તે સમયના સમર્થ વકીલ સોમનાથ દવેએ  ગ્રેજ્યુઇટીના બિલનું પાયાનું કામ સોંપ્યું. મજૂરોના નાના નાના પ્રશ્નોના કેસોથી  વકીલાતનો આરંભ થયો. બહુ નવું લાગતું ત્યારે કારણ બધા જ પુરુષો, ર્કોટમાં પણ અને  મહાજનમાં પણ… ‘મારા સાડલાની ર્બોડરનો રંગ કયો હશે કાલે, તેની પણ ચર્ચા થવા  લાગી… હું જરા કોન્સિયસ બની ગઇ અને તેમાંથી ઘણું શીખી’ ૧૯૬૯માં હુલ્લડ થયાં તેમાં  મિલકામદારો પહેલીવાર ભળ્યા એ ખેદજનક વાત હતી.
શ્યામાપ્રસાદ વસાવડા જનરલ  સેક્રેટરી. તેમની અને નાનાભાઇ શુક્લની સાથે હુલ્લડો દરમિયાન બહુ કામ કર્યું. મડદાં  ઊંચકી ટ્રકમાં ભર્યાં મિલકામદારોનાં ધાડેધાડાં મદદ માટે મહાજનમાં આવવા લાગ્યાં. ઇલાબહેન ભટ્ટને કામ સોંપાયું કે ‘સર્વે કરો બહેનોને ક્યાં-કેવી ઇજા થઇ છે?’ ‘આ  લોકોનાં ઘર કેમ ચાલે છે?’ અને આ સર્વેએ ઇલા ભટ્ટના જીવનનો બીજો વિસ્ફોટ કર્યો જાણવા  મળ્યું કે મિલકામદારોના-શ્રમિકોનાં ઘર તો બહેનોની કમાણીથી જ ચાલે છે. શાક વેચે છે, ખોળાં બનાવે છે, બાંધકામ મજૂરી કરે છે, લારી ખેંચે છે, ખેતમજૂરી કરે છે… અને આ  લોકોને કોઇ રક્ષણ તો નથી, કારણ કે આ સ્વાશ્રયી વર્કર નથી માટે વર્કરનો કાયદો તેને  લાગુ નથી પડતો.
એ સમયે ૮૯ ટકા કામદારો એવા હતા કે જેને સામાજિક કે કાયદાકીય  રક્ષણ તો હતું જ નહીં આ તે કેવું? ઇલાબહેન ભટ્ટે નક્કી કર્યું: ‘મારે વકીલાત નથી  કરવી. અસંગઠિતોનું સંગઠન કેમ નહીં? જેના કોઇ માલિક નથી તેનું યુનિયન ન હોય તે કેમ  ચલાવી લેવાય? જેમને કોઇ નામ જ નહોતું તેને અમે Employed એવું નામ આપ્યું.’ વર્કર  અને યુનિયન શબ્દોને રિડિફાઇન કરનાર ઇલા ભટ્ટે ૧૯૭૨માં SEWA સ્થાપી, અરવિંદ બુચ  પ્રમુખ અને ઇલા ભટ્ટ જનરલ સેક્રેટરી.
‘સેવા’નું રજિસ્ટ્રેશન કરાવવામાં નવ  મહિ‌ના સંઘર્ષ કરવો પડ્યો. સોસાયટીનો માઇન્ડસેટ કારણભૂત હતો. ઇચ્છા એવી કે આ  શ્રમજીવી અદૃશ્ય રહે તો અબોલ રહે અને તો જ શોષિત રહે ‘ચૂલાની ડિઝાઇન બદલવી જોઇએ, લારીને બ્રેક હોવી જોઇએ, લારી નીચે લટકીને સૂતાં શ્રમજીવીનાં બાળક માટે સગવડતા હોવી  જોઇએ, માણસનો માણસ તરીકે સ્વીકાર થવો જોઇએ. વસાવડાસાહેબ, શંકરલાલ બેંકર, હંસાબહેન  હજારે, ખંડુભાઇ દેસાઇ સૌની સાથે મળી ઘનિષ્ઠ કામ થયું. શનિવારે મહાજન સંઘમાં  સ્વાધ્યાય થાય તેમાં ‘ગાંધીસિદ્ધાંતો’ની ચર્ચાથી કામનો પાયો નંખાય.’
ઇઝરાયેલની લેબર એન્ડ કોઓપરેટિવ ઇન્સ્ટિ‌ટ્યુટમાં નવ માસનો ડિપ્લોમા કોર્સ  કરવા ઇલાબહેનને મોકલવામાં આવ્યાં. ત્યારે ખ્યાલ આવ્યો કે વિચાર આપણો છે, પણ તેનો  નમૂનો ઇઝરાયેલે પૂરો પાડ્યો છે. અહીંથી જીવનને સાર્થકતાનો રસ્તો મળ્યો. ‘સેવા’ દ્વારા ત્રણ વાતો અમલમાં મુકાવી: ૧. ‘અમે છીએ’ તેની નોંધ લો. ૨. ‘અમારે શું જોઇએ  છે?’ તે જાણો. ૩. ‘અમારી પ્રમાણભૂતતાનો સ્વીકાર કરો.’ પાથરણાવાળા પણ નેચરલ માર્કેટ  છે, એવું સુપ્રીમ ર્કોટ સુધી લડી સેવાએ પ્રસ્થાપિત કર્યું, મજૂરી પણ સેવા છે તેવું  સ્વીકૃત કરાવ્યું. નાના શ્રમિકોને નાનું ધિરાણ આપનાર વચેટિયાને કાઢવા બેંક શરૂ કરી. શ્રમિક રોજ એક રૂપિયો બેંકમાં મૂકી શકે, પચાસ રૂપિયા થાય એટલે બેંક તેને ધિરાણ આપે. છ રાજ્યોમાં આ સેવાબેંક આજે ધમધમે છે.
સેવાએ યુનિયન-બેંકિંગ-વીમો-કાયદાકીય  સલાહ-આવાસયોજના અને હવે માઇક્રો પેન્શનની યોજનાઓને અમલમાં મૂકી વિશ્વસ્તરે સૌને  અચંબિત કર્યાં છે. ‘સેવા’ના બાર લાખથી વધુ સભ્યો છે. ‘સેવા’નાં વિધિવત્  પ્રધાનમંત્રીપદે હવે ઇલા ભટ્ટ નથી, છતાં તેની ખાસ કાળી ઓટોરિક્ષા જોઇને કોઇપણ  અમદાવાદી કે ગુજરાતી સેવાના પર્યાય ઇલા ભટ્ટને ઓળખી જાય છે એકસોને પાંચ નાની સહકારી  મંડળીઓમાં કાર્યવ્યસ્ત ‘સેવા’ના પુરસ્કર્તા કહે છે: ‘આપણે ઊંચે જઇએ તેના બદલે  વિસ્તારમાં ફેલાઇએ તે જરૂરી છે. ઘરકામ અને માતૃત્વ બહેનો માટે બોજો નથી, તે તો  સ્ત્રીના પાવરના મોટા ર્સોસ છે.’ છેલ્લે છેલ્લે એક પ્રશ્ન પુછાયો: ‘તમને જિંદગીમાં  સૌથી વધુ શું નડ્યું છે?’ જવાબ બેધડક અને સ્પષ્ટ હતો: ‘શહેરી ભણેલા લોકોનો ટિપિકલ  માઇન્ડસેટ બહુ નડયો છે… આપણી માણસ પ્રત્યેની નિસ્બત ઘટતી જાય છે તેના બધા પ્રશ્નો  છે’ ‘
bhadrayu2@gmail.com
વિશેષ, ભદ્રાયુ વછરાજાની
 
સૌજન્ય- દિવ્ય ભાસ્કર .કોમ 

( 243 ) એક બે પગાળા કુતરાની પ્રેરક સત્ય કથા- બે વિડીયોમાં નિહાળો .

Dog Faith -2

આજે સવારે મારી ઈ-મેલ પેટી ખોલીને ઈ-મેલ વાંચતો હતો એમાં મને ગમતા હાસ્ય દરબાર બ્લોગમાં  ” બે પગાળો કુતરો ” એ નામની પોસ્ટમાં બે પગાળા કુતરાના વિવિધ ચિત્રોની સ્લાઈડ જોઈ .આ જોતાં જ મને આ કમનશીબ કુતરા વિષે વધુ જાણવાની જીજ્ઞાશા થઇ .

યુ-ટ્યુબ વિડીયોમાં શોધ કરતાં આ કુતરા વિષે ઘણા વિડીયો મળી આવ્યા .

એમાંથી બે વિડીયો પસંદ કરીને આજની પોસ્ટમાં આપ સૌને જોવા માટે મુક્યા છે .

આખા વિશ્વમાં અજોડ એવા આ બે પગા કુતરાની જીવન કહાણી જાણવા જેવી અને પ્રેરક છે . એ જન્મ્યો ત્યારથી જ એના આગલા બે પગ ન હતા . એની શ્વાન માતા આવી ખોડ વાળા બાળકને ઉછેરવા માગતી ન હતી એટલે આ ગલુડિયાને મારી નાખવાના પ્રયત્નોમાં હતી ત્યારે જ્યાં આ ગલુડિયું મોટું થયું એ કુટુંબના સભ્ય રૂબીને માતાના મુખમાંથી એને બચાવી લીધું . આખા કુટુંબે સર્વાનુમતે એને ઉછેરવાનું નક્કી કર્યું . 

વેટરનરી ડોક્ટર પાસે એને લઇ ગયા ત્યારે ડોક્ટરે પણ સલાહ આપી કે આ કુતરું કદી બે પગે ચાલી નહી શકે , આખી જિંદગી ઘસડાતાં જ ચાલવું પડશે આથી બહેતર છે કે એને સદાને માટે સુવાડી દેવામાં આવે .

આ ધાર્મિક અને શ્ર્ર્ધાવાન કુટુંબે ડોક્ટરની સલાહની વિરુદ્ધ કોઈ પણ સંજોગોમાં એને ઉછેરવાનો સર્વાનુમતે નિર્ણય લીધો. એમણે બહું જ સુચક રીતે આ બે પગા શ્વાન બાળનું નામ FAITH (વિશ્વાસ ) પાડ્યું.

આ કુટુંબના સભ્યોએ ધીરજ અને વિશ્વાસ રાખીને થેરપી દ્વારા ધીમે ધીમે બે પગે ચાલતું કરી દીધું . સહુથી વધુ તો આ કુટુંબી જનોના હૃદયના પ્રેમે જાદુ કર્યું . જાણે કે ચાર પગની શક્તિ એના બે પગમાં આવી ગઈ . એ પછી તો આ શ્વાન બધાનો માનીતો બની ગયો .

એક વખતે એના જીવન અંગે એની માતા અને ડોક્ટરને પણ શંકા હતી એ શ્વાને કમાલ કરી બતાવી .લશ્કરના જુવાનોમાં પણ એ પ્રિય બની ગયો . જુદા જુદા ટેલીવિઝન શોમાં એ દેખાવા લાગ્યો.

આ શ્વાનની શારીરિક ક્ષતિ માટે  કોઈએ દયા ખાવાની જરૂર નથી પરંતુ વિકલ સંજોગોને પાર કરી એના

જીવનને નવો અર્થ આપવા માટે એને શાબાશી અને પ્રેમ આપવાની જરૂર છે .

Dog -Faith 1

નીચેના વિડીયોમાં તમે એને ઓપરા વિમ્ફ્રીના વિશ્વ વિખ્યાત ટેલીવિઝન શોમાં

નિહાળો અને એની અદભૂત અને પ્રેરક જીવન કહાનીનો પણ અહેસાસ કરો.

Amazing Two Legged Miracle Dog – FAITH

 

આ વિડીયોમાં ગીત-સંગીત સાથે  Dog – FAITH ની વિવિધ તસ્વીરો જોવા મળશે .

World Famous Celebrity Dog Faith -Part 2

 

આ બે પગા શ્વાન ફેઈથ મનુષ્ય જાત માટે એ બોધ આપે છે કે જીવનમાં

કશું અસંભવિત હોતું નથી .તમે ગમે એવા વિપરીત સંજોગોમાં 

આવી પડો પણ જો તમારામાં ધીરજ, અડગ વિશ્વાસ-આશા

( Faith and Hope ) અને મનમાં હિમ્મત  હોય તો

તમે કોઈ પણ જાતની મુશ્કેલીઓને  ઓળંગી શકો છો

અને એવા મુકામ ઉપર પહોંચો છો  જ્યાં સૌ  

તમોને હૃદયથી પ્રેમ કરતાં થઇ જાય છે .   

  

This is an inspiring story of faith, persistance, and perseverance.

This  only known TWO LEGGED DOG in the world of its kind

teaches us that whatever challenges are you trying to

overcome today ,they could be the very things that

enable your own uniqueness to surface !

 

વિનોદ પટેલ

 

 

 

( 242 ) Maps & HISTORY of the United States-OUTSTANDING & Educational

 

This “moving” map of the country, showing it from the beginning of the 13 states and going through the present.It includes the acquisitions from England and Spain, the Slave states, the Free states, a segment on the Civil war, it  includes some mentions of Central and South America, etc. Click on each State for further info. 
 
Turn on your sound, as the narration is a significant portion of the presentation.
Click on the next  line… (When it opens, do not click on Go at the bottom ….. click on Play at the top.)
 
 
____________________________________________________________
(Thanks- Natu Patel , from his e-mail )

PRESIDENTS OF UNITED STATES