વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 254 ) ઝંઝીર કુતરાએ ૧૯૯૩ના મુંબાઈ બોમ્બ બ્લાસ્ટમાં બજાવેલી અજબ કામગીરી – એક સ્મરણાંજલિ

( To see the bigger sized picture – click on this picture )

Zanjeer, The Golden Labrador Who Saved Thousands Of Lives.

Zanjeer, The Golden Labrador Who Saved Thousands Of Lives.

 
માર્ચ ૧૯૯૩માં આતંક વાદીઓએ મુંબાઈ શહેમાં જુદી જુદી જગાઓએ મુકેલ બોમ્બના વિસ્ફોટથી આખું શહેર જ નહી આખો દેશ પણ ધણ ધણી ઉઠ્યો હતો .
 
આ ભયાનક સીરીયલ બોમ્બ બ્લાસ્ટમાં ૨૫૭ માણસો કરુણ રીતે મૃત્યુને શરણ થયા હતા અને ૭૧૩ માણસો નાની મોટી ઇજાઓથી ઘવાયા હતા .
 
આ આતંકવાદી બોમ્બ બ્લાસ્ટમાં અગત્યનો ભાગ ભજવનાર એક પોલીસ ખાતામાં કામગીરી બજાવનાર એક હીરોનું નામ ઝળકી ઉઠ્યું હતું .
 
આ હીરો કોઈ માનવી નહી પણ પોલીસ ડીપાર્ટમેન્ટનો વફાદાર અને લાડીલો ઝંઝીર નામનો  ગોલ્ડન લેબ્રાડોર કુતરો .
 
રૂટર સમાચાર  સંસ્થાના  સત્તાવાર સમાચારો પ્રમાણે પોલીસના બોમ્બ બ્લાસ્ટ  ડીપાર્ટમેન્ટમાં કામગીરી બજાવતા આ કુતરો ઝંજીર હજારોની સંખ્યામાં લોકોના જાન બચાવવા માટે નિમિત્ત બન્યો હતો .
 
આ કુતરાએ ૩૩૨૯ કિલો કરતાં વધુ વિસ્ફોટક  RDX પદાર્થો ,600 detonetors and 6406 rounds of live ammunition સૂંઘીને પોલીસોને શોધી આપ્યાં હતા .
 
આ મુંબઈની ખતરનાક બોમ્બ ઘટના બની ત્યારબાદના દિવસોમાં પણ ઝાઝીર ત્રણ વધુ બોમ્બ બ્લાસ્ટ થતા અટકાવવા માટે કારણભૂત બન્યો હતો .
 
જો આ ઝંઝીર કુતરાએ આવી શ્રેષ્ઠ કામગીરી બજાવી ન હોત તો આ બોમ્બ ધડાકાઓની કુલ ખુવારીનો આંકડો ક્યાં પહોંચી ગયો હોત એની કલ્પના જ આપણને હચમચાવી  મુકે છે .
 
આ પોલીસ ખાતાનો વફાદાર સભ્ય ઝંઝીર ૨૦૦૦ની સાલમાં કેન્સરના રોગમાં મૃત્યું  પામ્યો હતો.એ વખતે એની ઉંમર આઠ વર્ષની હતી .
 
ઉપરના ચિત્રમાં પોલીસ ખાતાના આ વફાદાર સભ્ય ઝંઝીરને એક મનુષ્યની માફક વિધિપૂર્વક પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ ની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાઈ રહ્યા છે એ દર્શાવવામાં આવ્યું છે .
 
આ ચિત્ર અને સમાચાર વિગતો ઈ-મેલથી મોકલવા માટે હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ અને શ્રી નરસિંહભાઈ પટેલનો આભારી છું .
 
આપણે માણસોના કાર્યોને યાદ કરીએ એની સાથે આ ઝંઝીર જેવા અજબ કામગીરી બતાવનાર મુક હીરોને ભૂલવા ન જોઈએ .
 
આજની પોસ્ટમાં હજારો માણસોના જીવ બચાવનાર આ મુક પોલીસ સાથી ઝંઝીરને એક સ્મરણાંજલિ આપવાનો આનંદ છે . 
 
 
 વિકિપીડીયાની આ લિંક http://en.wikipedia.org/wiki/Zanjeer_(dog)  ઉપર ઝંઝીર કુતરાની ઓળખ મેળવો.
 
વિનોદ પટેલ
 

4 responses to “( 254 ) ઝંઝીર કુતરાએ ૧૯૯૩ના મુંબાઈ બોમ્બ બ્લાસ્ટમાં બજાવેલી અજબ કામગીરી – એક સ્મરણાંજલિ

 1. pragnaju જૂન 2, 2013 પર 6:49 એ એમ (AM)

  ઝંઝીર ને સ્મરાણંજલી

  Like

 2. સુરેશ જાની જૂન 2, 2013 પર 11:48 એ એમ (AM)

  ચુંટેલા કુતરાઓ આમ કરે? !!

  Like

 3. Anila Patel જૂન 3, 2013 પર 2:43 એ એમ (AM)

  માણસ કૂતરા સાથે રહે છે છતા એના જેવો વફાદાર નથી અને વાઘ સાથે નથી રહેતો છતા એના કરતા વધારે ઘાતકી છે.

  Like

 4. P.K.Davda જૂન 27, 2013 પર 4:55 એ એમ (AM)

  આ વાત એ સમયે મેં છાપાંમાં વાંચેલી. આજે ફરી વાંચીને વાત તાજી થઈ.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: