વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 6, 2013

(257) ૬૦ વર્ષમાં કોંગ્રેસની કરતુત: આટલો આચર્યો ભ્રષ્ટાચાર ! -કાન્તિ ભટ્ટ

( Please click on the picture to see it in bigger size. )

Let the common man  die for everyone's Sins!- Laxman's Cartoon

Let the common man die for everyone’s Sins!- Laxman’s Cartoon

ભારતમાંનાં કુલ ૩૯૦ જેટલાં કોર્પોરેશનો-નેહરુનાં ‘મંદિરો’-નાં કોંગ્રેસી પૂજારીઓ ભગવાનની ઐસી તૈસી કરીને અબજો રૂપિયાની પ્રસાદી ઝાપટી ગયા છે.

જવાહરલાલ નહેરુને પ્રાઈવેટ એન્ટરપ્રાઇઝ પર ભારે પૂર્વગ્રહ હતો. તેમણે પબ્લિક સેક્ટરના કોર્પોરેશનને જબ્બર વિશ્લેષણો આપીને તેમને ‘ટેમ્પલ્સ ઓફ મોર્ડન ઇન્ડિયા’ કહેલા. અને પછી તો આધુનિક ભારતના મંદિરો એટલા ભ્રષ્ટ બન્યા કે ભ્રષ્ટાચારનાં ધામ બની ગયા.

મારે ‘ઇનફ ઇઝ ઇનફ’ નામના પુસ્તકનું રસદર્શન ફરી મુલતવી રાખીને કોંગ્રેસ નામની વાડ ચીભડાં ગળવાને બદલે કેમ બે હાથે રસગુલ્લા ઝાપટે છે તેનાં મારી પાસેના આધાર પ્રમાણેના થોડાક દાખલા દેવા છે. નહેરુને વહાલા થવા ઉપરાંત પબ્લિક કોર્પોરેશન રચીને તેમાંથી મલાઇ ઝાપટવા કોંગ્રેસીઓએ સ્ટીલ, ડ્રગ્ઝ, ફર્ટિલાઇઝર, એન્જિનિયરિંગ, કન્સલ્ટન્સી, ફાર્મિંગ અનાજની આયાત માટેના ફૂડ કોર્પોરેશન, ખાણ, ઓઇલ રિફાઇનરી, હોટલ ઉદ્યોગ કોમોડિટી ટ્રેડિઁગમાં પણ પબ્લિક સેક્ટરનો ગંદવાડ નાંખ્યો. કોંગ્રેસે કાંઇ બાકી રાખ્યું નહોતું.

હું જન્મભૂમિમાં પત્રકાર હતો ત્યારે જગ્ગુબાબુ અન્ન પ્રધાન હતા અને અનાજની આયાત માટે ફૂડ કોર્પોરેશન રચાયું તે કોંગ્રેસી પ્રધાનો માટે મોટા ભ્રષ્ટાચારનો સોર્સ બનેલું. મારા એક વકીલ મિત્રે મારો ગેરલાભ લીધો. મને તેની ઓફિસમાં બોલાવી કહ્યું ‘મારો હાથ દુ:ખે છે. આ એટેચી લઇને મારી સાથે ચાલ.’ મહુવાનો મિત્ર એટલે અમે ફૂડ કોર્પોરેશનના જનરલ મેનેજર પાસે ગયા. તેને એટેચી આપી. મેનેજરે એટેચી ખોલીને તેમાંથી રૂપિયાની થપ્પીઓ કાઢીને બરાબર ગણીને તેના ટેબલના ખાનામાં નાખી. મેં તિરસ્કારની નજરે વકીલ સામે જોયું. મેનેજર સામે જોયું. બન્ને નફફટાઇથી હરામજાદાની જેમ હસતા હતા.

ટૂંકમાં ખરેખર તો આ વકીલ જગ્ગુબાબુનો દલાલ હશે. ફૂડ કોર્પો.ના ગોદામો ભાડે લેવા વગેરેથી માંડીને અનેક પ્રકારના સોદામાં કરોડોનો ભ્રષ્ટાચાર થતો હતો. ફૂડ કોર્પો.ના મેનેજરને જે થોકડો અપાયો તેમાંથી અમુક જગ્ગુબાબુને પહોંચાડવાનો છે તેમ મને કહેવામાં આવ્યું!!!

નહેરુની ધૂન પ્રમાણે સ્વતંત્ર ભારતમાં ૧૯૬૯માં ડઝનબંધ પબ્લિક કોર્પો.માં સરકારનું રૂ. ૬૦૦૦ કરોડ, પછી ૧૯૭૪માં રૂ. ૬૦૦૦ કરોડથી વધતું વધતું ૧૯૯૦માં રૂ. ૨૩,૦૦૦૦ કરોડ (રૂ. ૨.૩ ટ્રિલિયન ) થઇ ગયું. સરકારના ડેફિસિટ બજેટમાં કોર્પોરેશનોએ રૂ. ૫૦૦૦૦ કરોડ ફાળવ્યા ! આ આંકડા મને એસ. કે. મઝુમદાર નામના અર્થશાસ્ત્રી દ્વારા મળ્યા છે. કુલ્લે ભારતમાં ૩૯૦ જેટલા કોર્પોરેશનો નામના નહેરુના ‘મંદિરો’ના કોંગ્રેસી પૂજારીઓ ભગવાનની ઐસી તૈસી કરીને અબજો રૂપિયાની પ્રસાદી ઝાપટી ગયા.

એ કોંગ્રેસી કલ્ચરની જનેતા મરી ગયા પછી તેને પચાવનારી જોગમાયા ચૂપચાપ કોંગ્રેસીઓના ખેલ આજે જોયા કરે છે. કોંગ્રેસે ૧૯૯૦ના દાયકામાં જનતાને આડે હાથે લૂંટી છે તેમ કહેવાતું પણ આજે જેના હાથમાં સત્તા છે તે બે હાથે અને દોથે દોથે લૂંટે છે. કેટલોક ભ્રષ્ટાચાર રેશમી વાઘા સાથે ચલાવાયો. Read more of this post