વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની ઓન લાઈન આનંદ યાત્રા

(257) ૬૦ વર્ષમાં કોંગ્રેસની કરતુત: આટલો આચર્યો ભ્રષ્ટાચાર ! -કાન્તિ ભટ્ટ

( Please click on the picture to see it in bigger size. )

Let the common man die for everyone's Sins!- Laxman's Cartoon

Let the common man die for everyone’s Sins!- Laxman’s Cartoon

ભારતમાંનાં કુલ ૩૯૦ જેટલાં કોર્પોરેશનો-નેહરુનાં ‘મંદિરો’-નાં કોંગ્રેસી પૂજારીઓ ભગવાનની ઐસી તૈસી કરીને અબજો રૂપિયાની પ્રસાદી ઝાપટી ગયા છે.

જવાહરલાલ નહેરુને પ્રાઈવેટ એન્ટરપ્રાઇઝ પર ભારે પૂર્વગ્રહ હતો. તેમણે પબ્લિક સેક્ટરના કોર્પોરેશનને જબ્બર વિશ્લેષણો આપીને તેમને ‘ટેમ્પલ્સ ઓફ મોર્ડન ઇન્ડિયા’ કહેલા. અને પછી તો આધુનિક ભારતના મંદિરો એટલા ભ્રષ્ટ બન્યા કે ભ્રષ્ટાચારનાં ધામ બની ગયા.

મારે ‘ઇનફ ઇઝ ઇનફ’ નામના પુસ્તકનું રસદર્શન ફરી મુલતવી રાખીને કોંગ્રેસ નામની વાડ ચીભડાં ગળવાને બદલે કેમ બે હાથે રસગુલ્લા ઝાપટે છે તેનાં મારી પાસેના આધાર પ્રમાણેના થોડાક દાખલા દેવા છે. નહેરુને વહાલા થવા ઉપરાંત પબ્લિક કોર્પોરેશન રચીને તેમાંથી મલાઇ ઝાપટવા કોંગ્રેસીઓએ સ્ટીલ, ડ્રગ્ઝ, ફર્ટિલાઇઝર, એન્જિનિયરિંગ, કન્સલ્ટન્સી, ફાર્મિંગ અનાજની આયાત માટેના ફૂડ કોર્પોરેશન, ખાણ, ઓઇલ રિફાઇનરી, હોટલ ઉદ્યોગ કોમોડિટી ટ્રેડિઁગમાં પણ પબ્લિક સેક્ટરનો ગંદવાડ નાંખ્યો. કોંગ્રેસે કાંઇ બાકી રાખ્યું નહોતું.

હું જન્મભૂમિમાં પત્રકાર હતો ત્યારે જગ્ગુબાબુ અન્ન પ્રધાન હતા અને અનાજની આયાત માટે ફૂડ કોર્પોરેશન રચાયું તે કોંગ્રેસી પ્રધાનો માટે મોટા ભ્રષ્ટાચારનો સોર્સ બનેલું. મારા એક વકીલ મિત્રે મારો ગેરલાભ લીધો. મને તેની ઓફિસમાં બોલાવી કહ્યું ‘મારો હાથ દુ:ખે છે. આ એટેચી લઇને મારી સાથે ચાલ.’ મહુવાનો મિત્ર એટલે અમે ફૂડ કોર્પોરેશનના જનરલ મેનેજર પાસે ગયા. તેને એટેચી આપી. મેનેજરે એટેચી ખોલીને તેમાંથી રૂપિયાની થપ્પીઓ કાઢીને બરાબર ગણીને તેના ટેબલના ખાનામાં નાખી. મેં તિરસ્કારની નજરે વકીલ સામે જોયું. મેનેજર સામે જોયું. બન્ને નફફટાઇથી હરામજાદાની જેમ હસતા હતા.

ટૂંકમાં ખરેખર તો આ વકીલ જગ્ગુબાબુનો દલાલ હશે. ફૂડ કોર્પો.ના ગોદામો ભાડે લેવા વગેરેથી માંડીને અનેક પ્રકારના સોદામાં કરોડોનો ભ્રષ્ટાચાર થતો હતો. ફૂડ કોર્પો.ના મેનેજરને જે થોકડો અપાયો તેમાંથી અમુક જગ્ગુબાબુને પહોંચાડવાનો છે તેમ મને કહેવામાં આવ્યું!!!

નહેરુની ધૂન પ્રમાણે સ્વતંત્ર ભારતમાં ૧૯૬૯માં ડઝનબંધ પબ્લિક કોર્પો.માં સરકારનું રૂ. ૬૦૦૦ કરોડ, પછી ૧૯૭૪માં રૂ. ૬૦૦૦ કરોડથી વધતું વધતું ૧૯૯૦માં રૂ. ૨૩,૦૦૦૦ કરોડ (રૂ. ૨.૩ ટ્રિલિયન ) થઇ ગયું. સરકારના ડેફિસિટ બજેટમાં કોર્પોરેશનોએ રૂ. ૫૦૦૦૦ કરોડ ફાળવ્યા ! આ આંકડા મને એસ. કે. મઝુમદાર નામના અર્થશાસ્ત્રી દ્વારા મળ્યા છે. કુલ્લે ભારતમાં ૩૯૦ જેટલા કોર્પોરેશનો નામના નહેરુના ‘મંદિરો’ના કોંગ્રેસી પૂજારીઓ ભગવાનની ઐસી તૈસી કરીને અબજો રૂપિયાની પ્રસાદી ઝાપટી ગયા.

એ કોંગ્રેસી કલ્ચરની જનેતા મરી ગયા પછી તેને પચાવનારી જોગમાયા ચૂપચાપ કોંગ્રેસીઓના ખેલ આજે જોયા કરે છે. કોંગ્રેસે ૧૯૯૦ના દાયકામાં જનતાને આડે હાથે લૂંટી છે તેમ કહેવાતું પણ આજે જેના હાથમાં સત્તા છે તે બે હાથે અને દોથે દોથે લૂંટે છે. કેટલોક ભ્રષ્ટાચાર રેશમી વાઘા સાથે ચલાવાયો.
મહારાષ્ટ્રના નાણાં પ્રધાન વન વિકાસ કોર્પો.ના ચેરમેન હતા ત્યારે તેના ઉપર કારસો આવ્યો કે તેણે અમુક ખુરશી વગર ટાંટિયા પછાડતા કોંગ્રેસીઓને ઊંચા પગારભથ્થા સાથે ડાયરેકટરો નીમવા ભારતના ૨૦ રાજ્યોમાં જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં ત્યાં આડા અવળા અનેક બિનજરૂરી કોર્પોરેશનો સ્થાપીને તેને અધ્યક્ષ પદે કે ડિરેક્ટરપદે બેકાર કોંગ્રેસીઓને નીમ્યા. મોટા ભાગના કોર્પોરેશનો નુકસાન કરતા હતા. પણ પાંચસોથી હજાર નક્કામા અને બેશરમ કોંગ્રેસીઓના પગાર ભથ્થા ચાલુ હતા. છેલ્લાં ૬૦ વર્ષમાં તમને કોઇને ખબર ન પડે તેવી રીતે (ઉપરની રીતે) કોંગ્રેસે જનતાને લૂંટી છે.

નહેરુ પછી લાલબહાદુર શાસ્ત્રી મરી ગયા પછી કોંગ્રેસનું પોત પણ મરી ગયું છે. મહારાણી વિક્ટોરિયાની પ્રમાણિકતાને અનુસરવા લાલબહાદુર શાસ્ત્રીએ કોંગ્રેસીઓને અપીલ કરેલી. રાણીએ બ્રિટનમાં જે નવો આવકવેરો લદાયો તે વેરો પોતાની આવકને લાગુ પડે તેવી સામે ચાલીને ઇચ્છા બતાવી. તે સમયના બ્રિટિશ નાણાપ્રધાન રોબર્ટ પીલે રાણીને ખુશ કરવા તેના વર્ષાસનને વેરામુકત રાખવાની દરખાસ્ત કરી ત્યારે બ્રિટિશ સરકાર ભીડમાં હતી. રાણીએ પચ્ચીસ લાખ પાઉન્ડની બજેટમાં ખાધ હતી તે રકમ પાછી આપી દીધી. વેરો ભરીને! આપણા મોટાભાગના કોંગ્રેસી પ્રધાનો પછી અમુક ભાજપના પ્રધાનો મફતનો અને હરામનો સરકારી માલને ખાવામાં ઉસ્તાદ છે એવું તમને નથી લાગતું. પ્રધાનોને કાગળ ઉપર તો ઓછો દેખાય તેવો પગાર મળે પણ મફત બંગલા, મફત વીજળી, ટેલિફોન, મુસાફરી, સ્પેશિયલ જેટ વિમાનો વગેરે મફત, મફત અને મફત મળે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુરોધ અને સહકારથી વસતિ નિયંત્રણની સ્કીમોમાં જનતાને મફત કે સસ્તા કોન્ડોમ, વહેંચવાના હતા. ૧૯૯૮માં હિન્દુસ્તાન લેટેક્સ નામની પબ્લિક કંપની ઇન્ટ્રાયુટેરીન ડિવાઇસ, મોઢેથી લેવાની કોન્ટ્રાસેપિ્ટવ અને કોન્ડોમ બનાવતી હતી. ૧૯૯૭ સુધી હિન્દુસ્તાન લેટેક્સ નિષ્ઠાથી કેરળમાં કામ કરતું હતું. પણ પછી રેણુકા ચૌધરી નામની રૂપાળી લલના જે પોતાના નખ અને પાનીઓને સુંદર રાખવામાં મશહૂર હતી તેના હાથમાં હેલ્થ ખાતાની સત્તા આવી ત્યારે પબ્લિક કંપનીને પાછળ રાખીને ત્રણ ખાનગી કંપનીઓને કોન્ટ્રાકટ આપ્યો હતો ! રેણુકા ઉપર પછી આરોપ આવેલો કે આ કાંડમાં તેને પૈસા મળેલા.

આંધ્રના તે સમયના મુખ્ય પ્રધાને હિન્દુસ્તાન લેટેક્સના ભ્રષ્ટ ઓફિસરો અને ચૌધરી સામે તપાસની માગણી કરેલી. રેણુકા ચૌધરી ચૂંટણી હારી ગયા અને આજે કોંગ્રેસના સ્પોકસ પરસન ઉર્ફે કોંગ્રેસના કૌભાંડના કે ગતકડાનાં બચાવ કરનારા ઊંઠા ભણાવનાર માત્ર રહ્યાં છે.

-કાન્તિ ભટ્ટ

(Source- http://www.divyabhaskar.co.in/article/ABH-corruption-of-congress-in-60-years-3458502.html)

_________________________________________

THE HELL

( Please click on this picture to read in bigger sized letters )

The Hell - Courtesy- Mr. Yogesh Kanakia

The Hell – Courtesy- Mr. Yogesh Kanakia

2 responses to “(257) ૬૦ વર્ષમાં કોંગ્રેસની કરતુત: આટલો આચર્યો ભ્રષ્ટાચાર ! -કાન્તિ ભટ્ટ

 1. ગોદડિયો ચોરો… જૂન 10, 2013 પર 1:33 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  આ ખબુચિયાઓએ સાઇઠ વર્ષમાં કેટલીય ષષઠી પુર્તિઓ ઉજવી એમના સગલાંના

  ઝુંપડાંના મહેલો બનાવી નાખ્યા છે

 2. Rameshn Patel જૂન 7, 2013 પર 11:02 એ એમ (AM)

  શ્રી કાન્તિભટ્ટની કોલમ સદા ધારદાર હોય છે..અસલી કોંગ્રેસ ..ખોવાઈ ગઈ છે..ખંધા શાસકો લૂંટે જાય છે અને દરોડા તમારે ઘેર પડે છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: