વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 258 ) કેટલાંક ચિતન કરવા યોગ્ય સોનેરી સુવાક્યો ……… સંકલિત

મિત્રો,
 
આદરણીય સુમિત્રાબેન ડી. નિરંકારી, છક્કડીયા ચોકડી, તા. ગોધરા, જી. પંચમહાલ,
 
ગુજરાત દ્વારા  સંકલિત કરેલ ઘણાં સુવાક્યો મિત્ર શ્રી યોગેશ કાણકીયા
 
તરફથી ઈ-મેઈલ મારફતે મને મળ્યા .
 
આ સુવાક્યોમાંથી મને ગમી ગયેલ સુવાક્યોનું ચયન કરી એને એ બન્નેના
 
આભાર સાથે આજની પોસ્ટમાં સૌ વાચક મિત્રોને વાંચવા અને વિચારવા
 
માટે  મુકતાં આનંદ અનુભવું છું.
 
ઘણીવાર નાના નાના વાક્યો આપણી ચેતના શક્તિને જાગૃત કરી જતાં હોય છે
 
કારણ કે એ કોઈના જીવનના અનુભવો અને ચિંતનમાંથી ઉદભવ્યાં હોય છે .
 
નીચે રજુ કરેલ સુવાક્યોમાંથી બધાં નહી તો થોડાં ઘણા પણ તમને ચિતન કરવા પ્રેરે
 
અને તમારા જીવન ઉત્કર્ષ માટે મદદરૂપ બને તો એને અહીં રજુ
 
કરવાનું લેખે લાગશે .
 
 
આ સુવાક્યો તમારા દિલ અને દિમાગમાં રોશની ફેલાવે એવી અભિલાષા . 
 
 
— વિનોદ પટેલ
 
____________________________________________
 
 
 જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ
 
ઈચ્છાશક્તિ હોવાં જોઈએ.
 
-સ્વામી વિવેકાનંદ
 
 પાંડિત્ય પુસ્તક વાંચવામાં છે, પુસ્તક-સંગ્રહમાં નથી. શૌર્ય તલવાર વાપરવામાં છે,
 
કેડે લટકાવવામાં નથી.
 
-કાકા કાલેલકર
 
 
   સોનેરી સુવાક્યો…
 
        
Ø      સત્ય જ જગતનો સાર છે. એનાથી વિશ્વ ટકે  છે. એના પર સોનાના ઢાંકણાનું 
 
આવરણ આવી  જાય તો તે હટાવી સત્યને પામવું તે છે સાધના.
 
Ø     ભૂતકાળનો વિચાર ન કરો,તે તો વહી ગયેલો છે. ભવિષ્ય આપણા હાથમાં
 
નથી. વર્તમાનને ઉત્તમ રીતે જીવો અને ત્રણે કાળના સ્વામી બનો.
 
Ø     પરમેશ્વર અંદરથી સૂચના આપ્યા કરે છે, એથી વધારે બીજું કંઈ તે કરતો નથી.
 
Ø      મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો  આપણને શરમ આવતી હોય તો પછી
 
મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ.
 
Ø      આજે મોટાભાગના લોકો જેને સુખ માને છે તે ખરેખર તો બીજું કંઈ નહિ,
 
માત્ર એમની ઈચ્છાઓની પૂર્તિ છે.
 
Ø      માનવ જીવન અટપટું છે. કામ,ક્રોધ,લોભ,મોહનો નચવ્યો તે નાચે છે.
 
છતાં તે માને છે કે હું જીવું છું. વિકારોથી ખરડાયેલું જીવન સાચું
 
જીવન નથી.
 
એક વિકાર શમે કે બીજો પેદા  થયા વગર રહેતો નથી.
      
વિકારની તૃપ્તિથી જે સુખ અનુભવાય છે તે ક્ષણિક છે. તેની સાથે દુ:ખ
 
જોડાયેલું જ છે. નિર્વિકાર અવસ્થા જ સાચા સુખની ક્ષણ છે.
 
Ø      મન ભારે વિચિત્ર છે. ભાવિની કલ્પના કરી દોડાદોડી કરે છે. તે જ
 
આપણને થકવી નાખે છે.  જે ક્ષણે જે જીવન જીવાતું હોય તે ક્ષણે તેની
 
સાથે એકરૂપ થઈ જીવવામાં જીવનનો આનંદ છે. ઈન્દ્રીયના સુખોથી
 
તે અનેકગણું ઊંચું છે.
 
Ø     વર્તમાનમાં જીવો. સહજ અને સારી રીતે જીવો. તેને ઈશ્વરની ઉત્તમ ભેટ સમજી
 
જીવો. આવું જીવન છે યોગ.
 
Ø      ગાડીમાં બેઠા પછી પોટલાનો ભાર આપણે ઉપાડવો પડતો નથી. ઈશ્વર
 
(અનંત ચેતના) ની ગાડીમાં ચઢી  બેસી હળવા ફુલ થઈ જાવ.
 
       પુસ્તકો વિષે સુવાક્યો
 
Ø      સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.
 
Ø      સારા પુસ્તકો જેવો કોઈ કાયમી મિત્ર નથી.
 
Ø      જે પુસ્તક તમને સૌથી વધુ વિચારવા માટે વિવશ કરે છે તે
 
પુસ્તક તમારા માટે સૌથી વધુ સહાયક નીવડે છે.
 
Ø      પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
 
Ø      પુસ્તકો સમયના વિશાળ સાગરમાં ઉભી કરવામાં આવેલી
 
દીવાદાંડી સમાન છે.
 
Ø      પુસ્તકોનું સંકલન જ આજના યુગનું વાસ્તવિક વિદ્યાલય છે.
 
Ø      જુના કપડા પહેરીને પણ નવા પુસ્તકો ખરીદવા જોઈએ.
 
Ø      વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે.
 
Ø      પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે.
 
Ø      જે પુસ્તક બંધ જ રહે છે તે કાગળના ઢગલા જેવું છે.
 
Ø      સ્વાધ્યાય દ્વારા આત્મ વિકાસ કરવાનું મોટું સાધન પુસ્તક છે.
 
Ø      પુસ્તકો જાગ્રત દેવતાઓ છે,તેમની સેવા કરીને તાત્કાલિક વરદાન
 
પ્રાપ્ત કરી શકાય છે.
 
Ø      તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે.
 
Ø      જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે
 
સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે
 
Ø      યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી
 
ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે
 
Ø      પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તો ય એની પાસે પુરતો સમય હોય છે
 
Ø      તમને જીવન પ્રત્યે પ્રેમ છે ? જો હા તો પછી સમય ગુમાવશો નહિ,
 
કારણકે જીવન સમયનું બનેલું હોય છે
 
Ø      આનંદ અને કર્મ કૌશલ્યથી કલાક નાના લાગે છે
 
Ø      જે સમયને વેડફે છે સમય તેને વેડફે છે
 
Ø      જે મિનીટ જાય છે તે પછી પાછી આવતી નથી એ જાણવા છતાય આપણે
 
કેટલી બધી મીનીટો વેડફી દઈએ છીએ
 
Ø      સમય મહાન ચિકિત્સક છે
 
Ø      મીનીટોની ચિંતા કરો, કારણકે કલાકો તો પોતાની ચિંતા સ્વયં કરી લેશે
 
Ø      સમય આવ્યા વગર વજ્રપાત થાય તો પણ મૃત્યુ નથી થતું અને સમય
 
આવી જતા પુષ્પ પણ પ્રાણ લઇ શકે છે
 
Ø      સમયથી પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય મળતું નથી
 
Ø      સમયનો જે મહતમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ છે અને તે જ સુખી છે
 
Ø      સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતા નથી
 
Ø      સમય આપણને શાણા બનાવે એ પહેલા આપણે સમયસર શાણા
 
બની જવું જોઈએ
 
જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને
 
સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.    
 
પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી
 
થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.
 
 
 
 
 
 

______________________________________

એક પ્રેરણાદાયી વિડીયો

જિંદગીમાં એક વાત તો નિર્વિવાદ છે કે કઈ પણ કિંમત ચૂકવવા સિવાય કશું પ્રાપ્ત થતું નથી .

ઈચ્છિત વસ્તુ મેળવવા માટે એને લાયક થવું પડે છે . અનેક અડચણો પાર કર્યાં પછી જ સિદ્ધિ મળી શકે છે .

જિંદગીની દોડમાં પડવું આખડવું પડે છે.જો તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવું હોય તો ઉભા થઈને ફરી દોડવું એ જ

માત્ર ઉપાય છે .

આ વાત નીચેના વિડીયોમાં સરસ રીતે રજુ કરી છે .

This is How Winners Are Made – Best Speech Ever

4 responses to “( 258 ) કેટલાંક ચિતન કરવા યોગ્ય સોનેરી સુવાક્યો ……… સંકલિત

 1. Anila Patel જૂન 8, 2013 પર 5:41 એ એમ (AM)

  સરસ સુવિચારોનુ સંકલન છે.

  Like

 2. chandravadan જૂન 11, 2013 પર 2:10 પી એમ(PM)

  Nice SUVICHARO Collection.
  Thanks for publishing as a Post on your Blog.
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: