વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 259 ) પ્રભુનાં પાદ ચિન્હો – ભક્ત અને ભગવાનનો સંબંધ

Namskar_Idol

મારાં સહૃદયી અને આદરણીય બ્લોગર મિત્ર શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ

નીરવ રવેમાં એમના સુપુત્ર શ્રી પરેશ વ્યાસનો “ફૂડપ્રિન્ટ: પર્યાવરણલક્ષી

આહારસંહિતા/પરેશ વ્યાસ” એ નામે એક સુંદર લેખ પોસ્ટ થયો છે .

ઉપરોક્ત પોસ્ટના પ્રતિભાવ રૂપે મને ગમતી એક નીચેની અંગ્રેજી ભક્તિ રચના 

The Footprints Prayer  કોમેન્ટ બોક્ષમાં મેં મૂકી હતી .

The Footprints Prayer

One night I had a dream…

I dreamed I was walking along the beach with the Lord, and Across the sky flashed scenes from my life.

For each scene I noticed two sets of footprints in the sand; One belonged to me, and the other to the Lord.

When the last scene of my life flashed before us, I looked back at the footprints in the sand. I noticed that many times along the path of my life, There was only one set of footprints.

I also noticed that it happened at the very lowest and saddest

times in my life .

This really bothered me, and I questioned the Lord about it. “Lord, you said that once I decided to follow you, You would walk with me all the way; But I have noticed that during the most troublesome times in my life, There is only one set of footprints. I don’t understand why in times when I needed you the most, you should leave me.

The Lord replied, “My precious, precious child. I love you, and I would never, never leave you during your times of trial and suffering. When you saw only one set of footprints, It was then that I carried you.

               — – Carolyn Joyce Carty

આ અંગ્રેજી ભક્તિ રચના – પ્રાર્થનાનો ગુજરાતીમાં સરસ ભાવાનુંવાદ આ વિદુષી સન્મિત્ર પ્રજ્ઞાબેને  એમના ઈ-મેલમાં મને મોકલી આપ્યો હતો .

એમાં જરા તરા ફેરફાર કરી એમના આભાર સાથે આ ગુજરાતી રચનાને નીચે મૂકી છે .મને આશા  છે આપને એ ગમશે અને મનનીય જણાશે .

 પ્રભુનાં પાદ ચિન્હો


God's Foot prints

એક રાત્રે સ્વપ્નમાં મને ભગવાન દેખાયા.

તેમણે મને કહ્યું;”મારા પ્રિય બાળક,હું હંમેશાં તારા સુખમાં કે દુઃખમાં તારી

સાથે જ રહું છું.”

હું કાયમ દરિયાકિનારે ફરવા જાઉં અને જોઉં તો મારા પગલાંની સાથે

એક જોડ પગલાં હોય જ.

મને તરત યાદ આવી જાય કે એ પગલાં તો મારા ભગવાનનાં છે કારણકે

તે હંમેશા મારી  સાથે જ રહે છે.

પરંતુ જ્યારે જોઉં કે તે મારી સાથે હોય છે તે સમય મારા જીવનનો

સુખમય સમય હોય છે.

જ્યારે  હું તકલીફમાં હોઉં અથવા દુઃખથી ઘેરાયેલો હોઉં ત્યારે માત્ર હું પગલાં

ની એક જ જોડ  જોઈ શકું છું.આમ કેવી રીતે બની શકે ?

મેં ભગવાનને પૂછ્યું: “તમે તો કહેતા હતા ને કે તમે હંમેશા મારી સાથે જ

રહો છો. તો પછી મારા ખરાબ સમયમાં હું

તમારા પગલાં કેમ નથી જોતો? હું ફક્ત મારાં પગલાં ની જ છાપ જોઉ છું .

 

મારા દુખના સમયમાં જ્યારે મારે તમારી વધારે જરૂર હતી

ત્યારે જ તમે મને છોડીને કેમ ચાલ્યા ગયા એ જ મને નથી સમજાતું !”

 

ભગવાન મધુર સ્મિત કરતાં બોલ્યા;”વહાલા બાળક, મને તારા ઉપર તો

અનહદ પ્રેમ છે તેથી તને છોડીને તો હું કદાપી ન  જઈ શકું .

જે સમયે (મુશ્કેલીના સમયે ) તું એક જ જોડ પગલાં જુએ છે, તે મારા પગલાં

હોય છે. કેમકે તે સમયે મેં તને ઉચકી લીધો હોય છે.

એ સમયે હું તને મારી કાંધ ઉપર બેસાડીને દરિયા કિનારે ચાલતો હતો ”

પ્રભુનાં આ વચનો સાંભળી મારી આંખો આંસુથી ભીંજાઈ ગઈ,હું ગળગળો થઈ ગયો.

મારું મસ્તક શરણાગતી ભાવે તેમના ચરણોમાં ઝૂકી ગયું .


________________________________________

 

મારા એવા જ બીજા સહૃદયી સન્મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના

બ્લોગ ગદ્યસુરમાં એક મનનીય  લેખ  “શરણાગતિ” બે સરસ વિડીયો

સહીત પોસ્ટ કર્યો છે .

આ લેખને આ પોસ્ટના સંદર્ભમાં એમના આભાર સાથે અહીં વાંચો .

 એમાં મુકાયેલી કોમેન્ટો પણ વાંચવા અને વિચારવા લાયક છે.

બીજું ,આ બ્લોગ વિનોદ વિહારના કોલમમાં શ્રી સુરેશભાઈ ના ઈ-પુસ્તક ” બની

આઝાદનું ” જે ચિત્ર મુક્યું છે એના ઉપર ક્લિક કરીને વાચક મિત્રોને એમાંના લેખો

વાંચવા માટે ખાસ ભલામણ છે .

તમોને એ બધા લેખો જરૂર મનના ખોરાક રૂપ જણાશે . પ્રેરક જણાશે .

 

વિનોદ પટેલ


_______________________________

Bhakt Ravidas

Bhakt Ravidas

 

પોસ્ટને અંતે ભક્ત કવિ રૈદાસનું  ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો હોય છે એ

દર્શાવતું ભજન “પ્રભુજી તુમ ચંદન હમ પાની” લોકપ્રિય ભજનિક અનુપ જ્લોટાના

સુરીલા સ્વરમાં સાંભળો અને એની સાથે ગાઓ . 

Prabhuji Tum Chandan Hum Paani ( Bhajan ) -Anup Jalota

પ્રભુજી ! તુમ ચંદન હમ પાની…

પ્રભુજી ! તુમ ચંદન હમ પાની,
જાકી અંગ અંગ બાસ સમાની … પ્રભુજી !

પ્રભુજી, તુમ ઘન બન હમ મોરા,
જૈસે ચિતવત ચંદ્ર ચકોરા … પ્રભુજી !

પ્રભુજી, તુમ દીપક હમ બાતી,
જાકી જોતિ બરૈ દિન રાતી … પ્રભુજી !

પ્રભુજ, તુમ મોતી હમ ધાગા,
જૈસે સોનહિં મિલત સુહાગા … પ્રભુજી !

પ્રભુજી, તુમ સ્વામી હમ દાસા,
ઐસી ભક્તિ કરે રૈદાસા … પ્રભુજી !

 

 

 

 

 

 

 

 

 

 

 

6 responses to “( 259 ) પ્રભુનાં પાદ ચિન્હો – ભક્ત અને ભગવાનનો સંબંધ

 1. સુરેશ જાની જૂન 9, 2013 પર 1:07 પી એમ(PM)

  એક બીજી સરસ કવિતા – અમારે એસ.એસ.સી. માં ભણવામાં આવતી હતી ….

  Lives of great men all remind us
  We can make our lives sublime,
  And, departing, leave behind us
  Footprints on the sands of time
  – Henry Wadsworth Longfellow

  આખી કવિતા આ રહી …
  http://www.potw.org/archive/potw232.html

  Like

 2. pragnaju જૂન 9, 2013 પર 2:06 પી એમ(PM)

  રૈદાસની વાણી નો એટલો વ્યાપક પ્રભાવ પડતો કે સમાજ ના બધા વર્ગો ના લોકો તેમના પ્રતિ શ્રદ્ધાળુ બની ગયાં. કહેવાય છે કે મીરાં બાઈ તેમની ભક્તિ-ભાવના થી ખૂબ પ્રભાવિત થઈ અને તેમની શિષ્યા બની ગઈ હતી.
  વર્ણાશ્રમ અભિમાન તજિ, પદ રજ બંદહિજાસુ કી
  સન્દેહ-ગ્રન્થિ ખણ્ડન-નિપન, બાનિ વિમુલ રૈદાસ કી
  આજે પણ સંત રવિદાસ ના ઉપદેશ સમાજ ના કલ્યાણ તથા ઉત્થાન માટે અત્યધિક મહત્વપૂર્ણ છે. તેમણે પોતાના આચરણ તથા વ્યવહાર થી એ પ્રમાણિત કરી દીધું હતું કે મનુષ્ય પોતાના જન્મ તથા વ્યવસાય ને આધારે પર મહાન નથી હોતો. વિચારો ની શ્રેષ્ઠતા, સમાજ ના હિત ની ભાવના થી પ્રેરિત કાર્ય તથા સદ્વ્યવહાર જેવા ગુણ જ મનુષ્ય ને મહાન બનાવવા માં સહાયક હોય છે. આજ ગુણોં ને કારણે સંત રવિદાસ એ પોતાના સમય ના સમાજમાં અત્યાધિક સન્માન મળ્યું અને આ જ કારણે આજે પણ લોકો આમને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરે છે.
  જાતિ-જાતિ માંજાતિ હૈં, જો કેતન કે પાત |
  રૈદાસ મનુષ ના જુડ઼ સકે જબ તક જાતિ ન જાત ||

  મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રૈદાસજીનો ઉલ્લેખ કરેલો છે,

  નહિ મૈં પીહર સાસરે, નહિ પિયાજી રી સાથ’
  મીરાંને ગોબિંદ મિલ્યા જી, ગુરુ મિલ્યા રૈદાસ.

  ખોજત ફિરૂં ભેદ વા ઘર કો, કોઇ ન કરત બખાની,
  રૈદાસ સંત મિલે મોહિં સતગુરુ, દીન્હી સુરત સહદાની,

  ગુરુ રૈદાસ મિલેં મોહિં પૂરે, ધૂર સે કલમ ભિડી,
  સતગુરુ સૈન દઇ જબ આકે, જોત મેં જોત રલી.

  ગુરુ મિલ્યા મ્હાને રૈદાસ્, નામ નહીં છોડું.

  કાશી નગરના ચોકમાં, મને ગુરુ મિલા રૈદાસ.

  ગુરુ મિલિયા રૈદાસજી, દીન્હી જ્ઞાન કી ગુટકી

  Like

 3. ગોદડિયો ચોરો… જૂન 10, 2013 પર 2:19 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા

  આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુ બહેનનો લેખ હોય કે પ્રતિભાવ રુપી

  સંદેશ હોય અવનવી અનન્ય અને અનોખી જાણકારી એમાં હોય છે.

  Like

 4. Ramesh Patel(Aakashdeep) જૂન 11, 2013 પર 12:08 પી એમ(PM)

  સંતોષના ઠંડા વાયરા જેવા બૃહદ અભ્યાસી લેખમાળા વાંચી આનંદ થયો. આપ સૌના યોગદાનને અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. pravinshastri જૂન 11, 2013 પર 1:47 પી એમ(PM)

  The Footprint Prayer પહેલા પણ વાંચી હતી…પુનરાવર્તન ગ્મ્યું. તમારું સંકલન હંસદૃષ્ટિનું જ હોય.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

 6. chandravadan જૂન 11, 2013 પર 2:16 પી એમ(PM)

  Vinodbhai,
  Foot Prints….translated by Pragnajuben in Gujarati.
  This Post is very nice, and nicer listening to the Bhakti Geet (Bhajan) in the voice of Anup Jalota.
  Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting ALL to Chandrapukar !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: