વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Daily Archives: જૂન 16, 2013

(263 ) ફાધર્સ ડે નિમિત્તે મિત્રો તરફથી ઈ-મેલમાં પ્રાપ્ત પિતા વિશેનું ગમતીલું સાહિત્ય

Father's Day -Father lifting thedaughter

ફાધર્સ ડે પ્રસંગે ઈ-મેલમાં અનેક હિતેચ્છુ મિત્રો તરફથી શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયા .
 
આ સંદેશાઓમાં પિતાના ગૌરવને ઉજાગર કરતી કેટલીક અંગ્રેજી અને ગુજરાતી રચનાઓ પણ પ્રાપ્ત થઇ એ
 
મને ખુબ જ ગમી ગઈ .
 
ઈ-મેલોના ઢેરમાં આવી સુંદર રચનાઓ દબાઈ જાય અને ખોવાઈ જાય એ પહેલાં એને આ બ્લોગમાં એક
 
પોસ્ટના માધ્યમથી  સૌ વાચક મિત્રોમાં વાંચવા માટે વહેંચવાની ઈચ્છા થઇ આવી .
 
એ વિચારની ફલશ્રુતિ એટલે આજની આ પોસ્ટ . આશા છે આપને એ માણવી ગમશે .
 
વિનોદ પટેલ

______________________________________________

Father Day Wishes - Dr. Kanak RAVAL

 
E-MAIL FROM Dr. Kanak Raval – 
 
Father’s Day Wishes- from Dad’s daughters .  
 
We love you so much daddy.
We, your daughters, are so grateful that you have been the strong pillar of this family.
You have been one of sources of inspiration and strength.
We are sorry for our unreasonable behavior sometimes.
We appreciate everything you have made for this family.
We love you. We care for you. We honor you.
 
Happy fathers’ day!
 
I have been blessed with your life in countless ways.
It’s my turn to honor and bless you even in my little own ways.
I want to make you a proud daddy.
 
Happy fathers’ day!
 
A father is neither a sun nor moon to light up the whole sky.
He is just a candle in the shadows of the night, shining brightly to those that surround him.
I’m grateful for the light you’ve shone dad!
 
Happy fathers’ day!
 
No one is ever caring, thoughtful, hardworking as you dad.
I don’t think I can find one even if I search this whole wide world.
 
Happy fathers’ day! Love lots!
 
I couldn’t tell you every day how grateful I am that you are my dad.
It’s not because I don’t want to.
I just choose to let it show.
 
Happy fathers’ day!
 
My dear FATHER !
I owe U the debt of life , Its infinity, colors, sounds & feelings i experience.
Plz accept my gratitude on this very special day,
Although every moment of my life is a gift from you.
 
‘Happy Fathers Day’
 
( Do visit Dr. Kanak Raval’s father, Kalaguru Ravishankar Raval’s  web site:
______________________________
 
મિત્ર શ્રી યોગેશ કણકીયાના ઈ-મેલમાંથી પ્રાપ્ત 
 
એક બાપનું હૈયું
 
ઢબૂકતો ઢોલ આંગણે મારે આજ,
પાનેતરમાં ઢબૂરાઇ છે મારી ઢીંગલી,
માથે સજ્યો છે મોડ,
ને મીંઢળ બાંધ્યું છે હાથ…..
 
પગમાં ઝાંઝર રણઝણે
હાથમાં મેંહદી ને ચૂડીઓનો શણગાર,
ભાલે સોહે ચાંદલો ને આડ,
ને વદને મઢ્યો પીઠીનો ઉજાસ……..
 
કાલે તો તું મારી આંગળી ઝાલીને
મારી સાયકલે બેસીને જતી’તી નિશાળ,
આજે કેમ રહેતો મારો જીવ ઝાલ્યો???
કેમેય જીવીશ તારા વિના !!!!!
જાય જ્યારે તું પિયુ સંગે પરદેશ!!!!
 
જીવનની આ રીત છે,તારી હો કો સંગ પ્રીત,
સોણલાનું સજાવી કાજળ આંખોમાં આજ,
પોતાનાને પારકા કરી, પારકાને પોતાના કરવા કાજ,
જુઓ ! ત્યાં મંડપનો થાંભલો પકડી
એક બાપનું હૈયું રોઇ રહ્યું છે ચોધાર આંસુએ આજ.
___________________________________
 
શ્રી યોગેશ કાણકીયા તરફથી …. ઈ-મેલમાં પ્રાપ્ત
 
સારા માતાપિતા બનવું એ તો ભગીરથ કાર્ય છે. ઊંડી સમજણ, પ્રેમનિષ્ઠા અને સમર્પણ એ માટે જોઈએ. માબાપ તરીકે આપણે સંતાનો માટે એટલું કરીશું તો પછી આપણે કાઉન્સેલર્સની અને કાયદાઓની જરૂર ઓછી પડશે.—– જયવતી કાજી
 
What father can  expect a better gift than this on Father’s  Day?
 
 My daughter’s wrote…
 
What Makes a Dad
 
God took the strength of a mountain, the majesty of a tree,
The warmth of a summer sun, the calm of a quite sea,
The generous soul of nature, the comforting arm of night,
The wisdom of the ages, the power of the eagle’s flight,
The joy of morning in spring, the faith of a mustard seed,
The patience of eternity, the depth of a family need,
Then God combined these qualities, when there was nothing more to add,
He knew his masterpiece was complete,
And so, He called it……DAD
Wishing you a very Happy Fathers Day!
It is well said that “Girl  always may not be the “Queen” to her Husband. But she is always “Princess” to her Parents.”
__________________________________________
 
શ્રીમતી યામિની ગૌરાંગ વ્યાસ ( નીરવ રવે ) – ઈ-મેલમાંથી પ્રાપ્ત
 
 પપ્પા…! /યામિની વ્યાસ
 
યામિની… નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા ?
એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?
 
સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા’ તા,
સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા’તા.
ગયો સમય મુઠ્ઠીથી સરકી શું તે પાછો ફરશે પપ્પા?
 
એક સવાલ …
 
બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી હતી,
હાથમા ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઉઠતી હતી !
ખોટું ખોટું ઘર ઘર રમતી એ ઘર ઘર ખોટ્ટું મળશે પપ્પા?
 
એક સવાલ …
 
ઉપવાસ તમારા ગોરમા મારા ઘરમાં મેવો છલકાતો’તો,
આંગળી પકડી સ્કૂલે જાતા રસ્તો આખો મલકાતો’તો!
વીત્યા એ દિવસોનો સાગર મુજ આંખોમાં તરસે પપ્પા…!
 
એક સવાલ …
______________________________

શ્રીમતી પ્રજ્ઞા વ્યાસ – નીરવ રવે

શ્રી નરેશ કાપડિયા

Parenting- સારા માં-બાપ થવું સહેલું નથી.- રજૂઆત – શ્રી નરેશ કાપડિયા

ક્લીક કરો/માણો

Parenting

________________________________

 
 Sunday-eMahefil ના સંપાદક મિત્ર શ્રી ઉત્તમભાઈ ગજ્જર ના ઈ-મેલમાંથી પ્રાપ્ત
 

Father's Day Quote - Uttam Gajjar
_________________________________

 
E-MAIL From–Kevin S @The Mind-Body Training Co —
 
On this Father’s Day, today’s video is for my Dad  and for all parents, mentors, and guides.
 
* Watch – this video —Words of Gratitude
 
 
 
 
 
 
 

( 262 ) ફાધર્સ ડે ( પિતૃ દિન) પ્રસંગે પિતૃ વંદના – HAPPY FATHER’S DAY !

Happy Father's Day 2013

આ વરસે ૧૬મી જુન, ૨૦૧૩ , એ ફાધર્સ ડે ( પિતૃ દિન ) છે. અમેરિકામાં દર વર્ષે આ ફાધર્સ ડે જુન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવાની પ્રથા ચાલતી આવે છે .આ એ દિવસ છે જ્યારે સૌ સંતાનો એમના પિતૃઓને યાદ કરી એમની સેવાઓ અને ત્યાગને નવાજે છે . આ સૌ પિતૃઓમાં કાકા, મામા, દાદા ,મોટાં ભાઈ અને પિતા તુલ્ય અન્ય વડીલો જેમણે આપણા જીવનના  ઉત્કર્ષમાં ,એને નવો ઓપ આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો હોય એમનો પણ સમાવેશ કરવો જોઈએ .
 
માતા સંતાનને  નવ માસ ઉદરમાં રાખે છે અને પ્રસુતિની પીડા ભોગવે છે અને જન્મ પછી પહેલું મુખ આપણે માતાનું જોઈએ છીએ.આમ માતાનો આપણા જીવનમાં અગત્યનો હિસ્સો છે એની નાં નહી .પણ એની સાથે આપણા જીવનના ઉત્કર્ષમાં અગત્યનો ફાળો આપનાર પિતાને પણ ભૂલવા ન જોઈએ .
 
આપણે માતાની સ્મૃતિમાં મધર્સ ડે જે રીતે  ઉજવીએ છીએ એ જ રીતે આપણા જીવન ઉપરના પિતાના ઉપકારોને યાદ કરી ફાધર્સ ડે ઉજવવાની સંતાનની એક ફરજ બને છે . 
 
બહોળા સંયુક્ત કુટુંબની જવાબદારી માથે લઈને અમારા જીવનના પાયામાં સંસ્કારનું સિંચન કરનાર મારા પૂજ્ય પિતાશ્રી સ્વ. રેવાભાઈને આ ફાધર્સ ડે ઉપર નીચેની કાવ્ય રચના દ્વારા સ્મરણાંજલિ અર્પું છું .
 
  ફાધર્સ ડે ઉપર પિતૃ વંદના

Revabhai S.Patel

Revabhai S.Patel

પિતા પણ  માતાની જેમ  ખરેખર મહાન છે
માતા-પિતા મળી જીવન-ચિત્ર પુરું થાય છે
 
ઉપરથી ભલે પિતા રુક્ષ અને કઠોર જણાય છે
કિન્તુ ભીતરમાં સદા સ્નેહનો  દરિયો લહેરાય છે
 
બાળ વયમાં રખડતા આખડતા કદી ભૂલો કરતા
બોધ આપી સીધે રસ્તે દોરનાર તમો પિતા હતા
 
આંગળી પકડી તમારી ઘર મૂકી શાળાએ ગયા
પછી અભ્યાસ કરીને વધુ પ્રગતી કરતા રહ્યા
 
શાબાશી મળતી જ્યારે કશુંક એવું સારું કરતા
ન ગમતું કરીએ તો કોઈ વાર જરૂર ટપારતા
 
પિતા તમારા એ શબ્દો હમ્મેશ ચાનક ચડાવતા
રાહ ભૂલીએ કદી તો તમો સાચો રસ્તો બતાવતા  
 
જીવનનું અગત્યનું અંગ છે સહુનાં માતા-પિતા
બન્નેની સેવા અને ત્યાગ કોઈ ભોગે ન વિસારતા
 
કોઈના મા-બાપ મરે નહી એમ જગે કહેવાય છે
બન્નેના ઉન્નત પ્રેમના ગુણ ગાન સદા ગવાય છે
 
મિત્ર, ફિલસૂફ ને એક ભોમિયો બનતા હોય છે તાત  
ઘર ઘરમાં ગુંજી રહી છે આજ  તાતના પ્યારની વાત
 
ઓ પિતા તમો  ભલે  સદેહે અહીં હાજર નથી
કિન્તુ ભૂતકાળની બધી યાદો કદી ભુલાતી નથી
 
મુજ જીવનમાં અગત્યનું એક અંગ હતા તમે પિતા
પિતૃ દિને કરું બે કર જોડી તમોને હૃદયથી વંદના
 
ફાધર્સ ડે ના આજના દિવસે વિનોદ વિહારના સૌ વાચકો અને સ્નેહીજનોને હાર્દિક અભિનંદન સાથે અનેક  શુભેચ્છાઓ.–
 
‘હેપી ફાધર્સ ડે’ HAPPY FATHERS’ DAY  
                                                                                                       
 ૧૬મી જુન ,૨૦૧૩          વિનોદ પટેલ
____________________________
 
અમેરિકન પ્રેસીડન્ટ બરાક ઓબામાના આફ્રિકન પિતા બરાક ઓબામા સીનીયર એમને બાળપણમાં જ એમની માતા અને નાના નાનીના
આશરે છોડીને એમના દેશ આફ્રિકા ચાલ્યા ગયા હતા . એમના બાળપણમાં તેઓએ એમના પિતાને ફક્ત બે વખત જ ટૂંકી મુલાકાતમાં જોયા હતા .
આ સંજોગોમાં એમને એમના પિતાનો જરાએ પ્રેમ મળ્યો ન હતો .
આજે અમેરિકામાં ડાયવોર્સને પરિણામે ઘણા કુટુંબો એવાં હોય છે જ્યાં બાળકો સિંગલ પેરેન્ટના આશરે મોટાં થતાં હોય છે .બાળકોને માતાનો કે પિતાનો પ્રેમ  મળતો નથી હોતો .
પ્રેસિડન્ટ બરાક ઓબામાને  એમના પિતા પાસેથી જે પ્રેમ ન મળ્યો એનો બદલો  એમની બે દીકરીઓ મલીયા અને શાશા પ્રત્યે પ્રેમ દર્શાવીને કેવી
રીતે વાળી રહ્યા છે અને એક પિતા તરીકેની આબાદ જવાબદારી નિભાવી
રહ્યાં છે એ એમનાં પત્ની મિશેલ ઓબામાના મુખે નીચેના વિડીયોમાં
સાંભળો .
Happy Fathers Day from First Lady Michelle Obama
_________________________
 
અગાઉ ફાધર્સ ડેની પોસ્ટમાં મુક્યો હતો એ પિતૃ દિનની ભાવનાને અનુરૂપ પિતાના ગુણ ગાન કરતો એક સુંદર વીડીઓ
મને ખુબ ગમતો હોઈ એને યુ-ટ્યુબની નીચેની લીંક ઉપર ફરી 
સાંભળવાનો આનંદ લોં.
 
આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે એના સ્વર્ગસ્થ પિતાને શ્રધાંજલિ આપે છે.
 
આ અસરકારક વિડીયોના અંગ્રેજી ગીતમાં દરેક વાચકને પોતાના પિતાના જીવનની જ જાણે વાત ગાયક કરતો ન હોય એવું  લાગે તો નવાઈ નહિ .
 
 MY PAPA –  Paul Enka
 
__________________________________________
 
 
ફાધર્સ ડે(પિતૃ દિન ) અંગેનો ઇતિહાસ , લેખ અને કાવ્ય ,વિડીયો વી. વિનોદ વિહારની પોસ્ટ નંબર ૬૦ ની 
નીચેની લીંક ઉપર વાંચો .