વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 262 ) ફાધર્સ ડે ( પિતૃ દિન) પ્રસંગે પિતૃ વંદના – HAPPY FATHER’S DAY !

Happy Father's Day 2013

આ વરસે ૧૬મી જુન, ૨૦૧૩ , એ ફાધર્સ ડે ( પિતૃ દિન ) છે. અમેરિકામાં દર વર્ષે આ ફાધર્સ ડે જુન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવાની પ્રથા ચાલતી આવે છે .આ એ દિવસ છે જ્યારે સૌ સંતાનો એમના પિતૃઓને યાદ કરી એમની સેવાઓ અને ત્યાગને નવાજે છે . આ સૌ પિતૃઓમાં કાકા, મામા, દાદા ,મોટાં ભાઈ અને પિતા તુલ્ય અન્ય વડીલો જેમણે આપણા જીવનના  ઉત્કર્ષમાં ,એને નવો ઓપ આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો હોય એમનો પણ સમાવેશ કરવો જોઈએ .
 
માતા સંતાનને  નવ માસ ઉદરમાં રાખે છે અને પ્રસુતિની પીડા ભોગવે છે અને જન્મ પછી પહેલું મુખ આપણે માતાનું જોઈએ છીએ.આમ માતાનો આપણા જીવનમાં અગત્યનો હિસ્સો છે એની નાં નહી .પણ એની સાથે આપણા જીવનના ઉત્કર્ષમાં અગત્યનો ફાળો આપનાર પિતાને પણ ભૂલવા ન જોઈએ .
 
આપણે માતાની સ્મૃતિમાં મધર્સ ડે જે રીતે  ઉજવીએ છીએ એ જ રીતે આપણા જીવન ઉપરના પિતાના ઉપકારોને યાદ કરી ફાધર્સ ડે ઉજવવાની સંતાનની એક ફરજ બને છે . 
 
બહોળા સંયુક્ત કુટુંબની જવાબદારી માથે લઈને અમારા જીવનના પાયામાં સંસ્કારનું સિંચન કરનાર મારા પૂજ્ય પિતાશ્રી સ્વ. રેવાભાઈને આ ફાધર્સ ડે ઉપર નીચેની કાવ્ય રચના દ્વારા સ્મરણાંજલિ અર્પું છું .
 
  ફાધર્સ ડે ઉપર પિતૃ વંદના

Revabhai S.Patel

Revabhai S.Patel

પિતા પણ  માતાની જેમ  ખરેખર મહાન છે
માતા-પિતા મળી જીવન-ચિત્ર પુરું થાય છે
 
ઉપરથી ભલે પિતા રુક્ષ અને કઠોર જણાય છે
કિન્તુ ભીતરમાં સદા સ્નેહનો  દરિયો લહેરાય છે
 
બાળ વયમાં રખડતા આખડતા કદી ભૂલો કરતા
બોધ આપી સીધે રસ્તે દોરનાર તમો પિતા હતા
 
આંગળી પકડી તમારી ઘર મૂકી શાળાએ ગયા
પછી અભ્યાસ કરીને વધુ પ્રગતી કરતા રહ્યા
 
શાબાશી મળતી જ્યારે કશુંક એવું સારું કરતા
ન ગમતું કરીએ તો કોઈ વાર જરૂર ટપારતા
 
પિતા તમારા એ શબ્દો હમ્મેશ ચાનક ચડાવતા
રાહ ભૂલીએ કદી તો તમો સાચો રસ્તો બતાવતા  
 
જીવનનું અગત્યનું અંગ છે સહુનાં માતા-પિતા
બન્નેની સેવા અને ત્યાગ કોઈ ભોગે ન વિસારતા
 
કોઈના મા-બાપ મરે નહી એમ જગે કહેવાય છે
બન્નેના ઉન્નત પ્રેમના ગુણ ગાન સદા ગવાય છે
 
મિત્ર, ફિલસૂફ ને એક ભોમિયો બનતા હોય છે તાત  
ઘર ઘરમાં ગુંજી રહી છે આજ  તાતના પ્યારની વાત
 
ઓ પિતા તમો  ભલે  સદેહે અહીં હાજર નથી
કિન્તુ ભૂતકાળની બધી યાદો કદી ભુલાતી નથી
 
મુજ જીવનમાં અગત્યનું એક અંગ હતા તમે પિતા
પિતૃ દિને કરું બે કર જોડી તમોને હૃદયથી વંદના
 
ફાધર્સ ડે ના આજના દિવસે વિનોદ વિહારના સૌ વાચકો અને સ્નેહીજનોને હાર્દિક અભિનંદન સાથે અનેક  શુભેચ્છાઓ.–
 
‘હેપી ફાધર્સ ડે’ HAPPY FATHERS’ DAY  
                                                                                                       
 ૧૬મી જુન ,૨૦૧૩          વિનોદ પટેલ
____________________________
 
અમેરિકન પ્રેસીડન્ટ બરાક ઓબામાના આફ્રિકન પિતા બરાક ઓબામા સીનીયર એમને બાળપણમાં જ એમની માતા અને નાના નાનીના
આશરે છોડીને એમના દેશ આફ્રિકા ચાલ્યા ગયા હતા . એમના બાળપણમાં તેઓએ એમના પિતાને ફક્ત બે વખત જ ટૂંકી મુલાકાતમાં જોયા હતા .
આ સંજોગોમાં એમને એમના પિતાનો જરાએ પ્રેમ મળ્યો ન હતો .
આજે અમેરિકામાં ડાયવોર્સને પરિણામે ઘણા કુટુંબો એવાં હોય છે જ્યાં બાળકો સિંગલ પેરેન્ટના આશરે મોટાં થતાં હોય છે .બાળકોને માતાનો કે પિતાનો પ્રેમ  મળતો નથી હોતો .
પ્રેસિડન્ટ બરાક ઓબામાને  એમના પિતા પાસેથી જે પ્રેમ ન મળ્યો એનો બદલો  એમની બે દીકરીઓ મલીયા અને શાશા પ્રત્યે પ્રેમ દર્શાવીને કેવી
રીતે વાળી રહ્યા છે અને એક પિતા તરીકેની આબાદ જવાબદારી નિભાવી
રહ્યાં છે એ એમનાં પત્ની મિશેલ ઓબામાના મુખે નીચેના વિડીયોમાં
સાંભળો .
Happy Fathers Day from First Lady Michelle Obama
_________________________
 
અગાઉ ફાધર્સ ડેની પોસ્ટમાં મુક્યો હતો એ પિતૃ દિનની ભાવનાને અનુરૂપ પિતાના ગુણ ગાન કરતો એક સુંદર વીડીઓ
મને ખુબ ગમતો હોઈ એને યુ-ટ્યુબની નીચેની લીંક ઉપર ફરી 
સાંભળવાનો આનંદ લોં.
 
આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે એના સ્વર્ગસ્થ પિતાને શ્રધાંજલિ આપે છે.
 
આ અસરકારક વિડીયોના અંગ્રેજી ગીતમાં દરેક વાચકને પોતાના પિતાના જીવનની જ જાણે વાત ગાયક કરતો ન હોય એવું  લાગે તો નવાઈ નહિ .
 
 MY PAPA –  Paul Enka
 
__________________________________________
 
 
ફાધર્સ ડે(પિતૃ દિન ) અંગેનો ઇતિહાસ , લેખ અને કાવ્ય ,વિડીયો વી. વિનોદ વિહારની પોસ્ટ નંબર ૬૦ ની 
નીચેની લીંક ઉપર વાંચો .
 

5 responses to “( 262 ) ફાધર્સ ડે ( પિતૃ દિન) પ્રસંગે પિતૃ વંદના – HAPPY FATHER’S DAY !

 1. Ramesh Patel જૂન 16, 2013 પર 6:32 એ એમ (AM)

  Very Very Happy Father’s Day…Nice blog post.

  Ramesh Patel(Aakashdeep)

  Like

 2. pragnaju જૂન 16, 2013 પર 8:51 એ એમ (AM)

  ઓ પિતા તમો ભલે સદેહે અહીં હાજર નથી
  કિન્તુ ભૂતકાળની બધી યાદો કદી ભુલાતી નથી

  મુજ જીવનમાં અગત્યનું એક અંગ હતા તમે પિતા
  પિતૃ દિને કરું બે કર જોડી તમોને હૃદયથી વંદના

  ફાધર્સ ડે ઉપર હૃદયથી પિતૃવંદના

  Like

 3. chaman જૂન 16, 2013 પર 1:44 પી એમ(PM)

  Very nice poem on Masa.
  Happy Father’s Day to you also.

  Chiman Patel “chaman”

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: