વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 265 ) કેપ્ટન નરેન્દ્ર ફણસે ( ’જિપ્સી’) અને જિપ્સીની ડાયરી – એક કરવા જેવો પરિચય / Fathers’ Day

કેપ્ટન નરેન્દ્ર ફણસે

કેપ્ટન નરેન્દ્ર ફણસે

મારા ગુજરાતી બ્લોગ જગતમાં પ્રવેશ પછી જે અનેક શુભેચ્છક મિત્રોનો પરિચય પામવા હું સદભાગી બન્યો છું ,એમાંના એક કેલીફોર્નીયા નિવાસી સહૃદયી મિત્ર શ્રી નરેન્દ્રભાઈ ફણસે ( જીપ્સી ) પણ છે .

કેપ્ટન નરેન્દ્રભાઈ મારા બ્લોગ વિનોદ વિહારની મુલાકાત લઈને કોઈ

કોઈ વાર એમના પ્રતિભાવથી મને પ્રેરિત  કરતા રહે છે .

ઉદાહરણ રૂપે , April 17, 2012 ના એમના પ્રતિભાવમાં એમણે આ પ્રમાણે લખ્યું હતું .

I often visit your blog, Vinodbhai, but am posting my comment after a long time.

I admire your philosophy of life.

Share happiness as much as one can, is the key, as you said.

Your memorial blog for Mrs. Patel is touching indeed.

Such warmth, such love! Yes, such warm memories are like the flowers in the diary of our life.

Open a page and the fragrance permeates, and that is what you have done. My compliments to you.

Captn. Narendra

શ્રી નરેન્દ્રભાઈનો સૌથી પથમ વાર  પરિચય મારા ખુબ નજીકના મિત્ર શ્રી સુરેશભાઈએ એમની સાથેની મારી એક ટેલીફોન વાતચીતમાં કરાવતાં કહ્યું હતું કે તમારી નજીકમાં જ લોસ એન્જેલસમાં કેપ્ટન નરેન્દ્રભાઈ રહે છે એમનો પરિચય તમારે કરવા જેવો છે .

ભારતીય સેનામાં  અને ખાસ કરીને  પંજાબના મોરચે ખેલાયેલી ૧૯૭૧ની લડાઇ વખતે એમણે બજાવેલી સુંદર કામગીરીની સુરેશભાઈએ જણાવેલ માહિતીથી હું એમના વ્યક્તિત્વથી આકર્ષિત થયો હતો .

ત્યારબાદ એમના બ્લોગ GYPSY’S DIARY ની મુલાકાત લઈને એમાં એમણે પોસ્ટ કરેલા એમના ભૂતકાળના અનુભવોને આધારિત લેખો વાંચતાં જ ગુજરાતી ભાષા ઉપરની એમની ગજબની પકડથી હું અંજાયો હતો .

ગુજરાતી સાહિત્યને શ્રી નરેન્દ્રભાઈએ પુસ્તકના રૂપે બે નજરાણા પેશ કર્યાં છે , એ છે (૧ ) પ્રથમ પુસ્તક ‘બાઈ’ – પોતાની માતાની મરાઠીમાં લખાયેલી આત્મકથાનો અનુવાદ અને

(૨) ગુજરાતી સાહિત્ય વર્તુળોમાં ખૂબ પંકાયેલું પુસ્તક -જીપ્સીની ડાયરી .

મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ એમના  બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં કેપ્ટન નરેન્દ્રભાઈના આ બે પુસ્તકો સાથે એમનો  સુંદર પરિચય કરાવ્યો છે .

વધુમાં એમના બીજા બ્લોગ ગદ્ય સુર ( હવે સુર સાધના ) માં  આયો ગોરખાલી – કેપ્ટન નરેન્દ્ર એ નામે જીપ્સીનો પરિચય કરાવ્યો છે એ પણ વાંચવા જેવો છે .

આ બે બ્લોગોમાં શ્રી સુરેશભાઈએ શ્રી નરેન્દ્રભાઈનો જે રીતે તસ્વીરો સાથે અને બીજા સંદર્ભોને ટાંકીને પરિચય કરાવ્યો છે એ કાબિલે તારીફ છે . એટલે મારે એમના વિષે વધુ લખવાનું રહેતું નથી .

તાંજેતરમાં કેપ્ટન નરેન્દ્રભાઈ તરફથી મને તારીખ ૧૭મી જૂનનો ઈ-મેલ મળ્યો એમાં એમણે એક ખુશીના સમાચાર આપતાં લખ્યું કે —

જિપ્સીની ડાયરીના સહયાત્રીઓને સાદર નમસ્કાર.

બે વર્ષના અવકાશ બાદ આપને આ યાત્રામાં ફરીથી જોડાવા નિમંત્રણ આપું છું. આજનો અંક ગઇ કાલે, એટલે પિતાવંદનાના દિવસે લખાયો અને આજે આપની સમક્ષ પ્રસ્તુત કરૂં છું.

આશા છે આપ જિપ્સીનું આમંત્રણ સ્વીકારશો.

Capt. Narendra

ફાધર્સ ડે ના દિવસે બે વર્ષના વિરામ પછી એમના બ્લોગ ના

પુનરાગમનનું હાર્દિક સ્વાગત છે .

આ શુભ દિને એમણે જે પ્રથમ પોસ્ટ મૂકી એમાં એમના પૂજ્ય પિતાશ્રી

સાથેના એમના ભૂતકાળને તાજો કરી સુંદર શબ્દોમાં એમને અંજલિ

આપી છે .

ફાધર્સ ડેના માહોલમાં લખાયેલ કેપ્ટન નરેન્દ્રભાઈનો આ લેખ

Fathers’ Day એમના બ્લોગ  GYPSY’S DIARY માં વાંચો .

.

એમ કહેવાય છે કે જેવું શીલ એવી શૈલી .શ્રી નરેન્દ્રભાઈના માટે આ

કેટલું સત્ય છે !

શુભેચ્છક ,

વિનોદ પટેલ

 

6 responses to “( 265 ) કેપ્ટન નરેન્દ્ર ફણસે ( ’જિપ્સી’) અને જિપ્સીની ડાયરી – એક કરવા જેવો પરિચય / Fathers’ Day

  1. સુરેશ જાની જૂન 20, 2013 પર 8:13 એ એમ (AM)

    ‘ આયો ગોરખાલી’ નો પરિચય ગદ્યસૂર પર કરાવ્યો, એ દિવસનો મુલાકાતીઓનો આંક હજુ સુધી ટોચ પર જ રહ્યો છે.
    મારો એમની સાથે પરિચય ‘બાઈ’ પુસ્તકથી થયો.
    કમનસીબી એટલી જ કે, તેમને રૂબરૂ મળવાનું સૌભાગ્ય હજી સુધી પ્રાપ્ત થયું નથી.

    Like

  2. chandravadan જૂન 20, 2013 પર 9:57 એ એમ (AM)

    ફાધર્સ ડે ના દિવસે બે વર્ષના વિરામ પછી એમના બ્લોગ ના

    પુનરાગમનનું હાર્દિક સ્વાગત છે .
    Welcoming Capt. Narendra to the Blog Jagat !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you all at Chandrapukar !

    Like

  3. Ramesh Kshatriya જૂન 20, 2013 પર 10:24 એ એમ (AM)

    realy heart touching article, it brought my childhood before my eyes, thanks 4 this opportunity.

    Like

  4. Capt. narendra જૂન 20, 2013 પર 4:00 પી એમ(PM)

    Your tribute is really touching. I do not deserve all these compliments, but selfless friends like you, Sureshbhai, Dr. Mistry always admire and value friendship. The result is seen in what you have written. I thank you from the bottom of my heart.

    Like

  5. nabhakashdeep જૂન 22, 2013 પર 9:49 એ એમ (AM)

    આદરણીયશ્રી નરેન્દ્રભાઈ..માતૃભૂમિના રખવૈયા ને માનવીય અભિગમ સાથે સાહિત્ય ઉપવનના માળી. એક સાહિત્યકારની સઘળી ખૂબીઓ સાથે, જીવન અનુભવની કહાણીઓની મહામૂલિ ભેટ દીધી.

    આપના ભાવ ભરેલા હૃદયનો પરિચય આપની સાથેની વાતોમાં થયા વગર રહેતો નથી. આપે સુંદર વસાવેલા મહામૂલા પુસ્તકોની ભેટ , લક્ષ્મી નારાયણ મંદિરના પુસ્તકાલયમાં આપ્યા ને સાથે સાથે મને

    આપના હસ્તાક્ષર સાથે બે પુસ્તકો ભેટ ઘરે મોકલાવ્યા..૧)કૃષ્ણ અને માનવ સંબંધો’ ૨) હયાતી-શ્રી હરીન્દ્ર દવે(કાવ્ય) ..એ આપની સદા મીઠી યાદ બની રહેશે.આપના બ્લોગ થકી જીવવા વીશે ઘણું જાણવા મળે છે. …આપ સર્વ રીતે સુખી રહો એવી પ્રભુ પાર્થના.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  6. Pingback: ( 618 ) કેપ્ટન નરેન્દ્ર ફણસે, એક મળવા જેવા માણસ….પરિચય….શ્રી પી.કે.દાવડા | વિનોદ વિહાર

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.