વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 269 ) ડોક્ટરની ડાયરી- સત્ય ઘટનાત્મક વાર્તા – લેખક ડો. શરદ ઠાકર

Dr. Sharad Thaker

Dr. Sharad Thaker

મારા સ્નેહી મિત્ર અને ગુજરાતી નેટ જગતમાં વાચકોમાં ખુબ વંચાતા બ્લોગ Sunday-e-Mahefil ના બ્લોગર સુરત નિવાસી શ્રી ઉત્તમભાઈ ગજ્જરે એમના ઈ-મેલમાં મને ડો.શરદ ઠાકર લિખિત એક સરસ સત્ય ઘટનાત્મક વાર્તા વાંચવા મોકલી, એ વાંચતાં જ મને ગમી ગઈ .

વિનોદ વિહારના વાચકો માટે આ સુંદર વાર્તાને  આજની પોસ્ટમાં મૂકી છે . આશા છે આપને  એ જરૂર વાંચવી ગમશે .

શ્રી ઉત્તમભાઈ એમના ઈ-મેલમાં એમની પસંદગીની વાચન સામગ્રી અવાર નવાર મને મોકલતા રહે છે . છેલ્લાં ઘણા વર્ષોથી લેક્ષિકોનના માધ્યમથી તેઓ અને એમના સહયોગીઓ ગુજરાતી ભાષાની અસ્મિતા માટે બહું જ અભિનંદનીય કાર્ય કરી રહયા છે .

શ્રી મહેન્દ્ર મેઘાણીની માફક  મોતીચારો ચણતા હંસ જેવી હંસ દ્રષ્ટિથી ગુજરાતી સાહિત્યમાંથી મેળવેલ સાહિત્ય સામગ્રી એમના બ્લોગ મારફતે તેઓ સૌના લાભાર્થે પીરસી ગુજરાતી ભાષા માટેની સુંદર અને ઉપયોગી સેવા શ્રી ઉત્તમભાઈ એમના નિવૃતિકાળમાં હાલ બજાવી રહ્યાં છે . 

અગાઉ ડો.શરદ ઠાકરની એક સત્ય ઘટનાટમક વાર્તા ” દવાની સાથે સાથે દિલથી કરેલી દુવાઓ પણ કામ કરે છે” વિનોદ વિહારની પોસ્ટ નંબર ૫૯ માં એમના પરિચય સાથે મૂકી હતી .

આજે પોસ્ટ કરેલ એમની વાર્તા પણ એક સત્ય ઘટનાત્મક વાર્તા છે .લેખકના અમેરિકાના પ્રવાસ દરમ્યાન એમના મેડીકલ કોલેજ કાળના એમના મિત્ર અને ન્યુ જર્સી ખાતે જે.એફ.કે.જનરલ હોસ્પિટલમાં સૌના માનીતા ડોક્ટર કિરીટ પટેલને માત્ર નામ ઉપરથી એમનું જ સરનામું શોધીને મળે છે . એમના આ જુના મિત્ર સાથે ગાળેલ સમય અને ભારતની હોસ્પિટલોની સરખામણીમાં અમેરિકાની હોસ્પિટલ સેવાઓનું એમની આગવી શૈલીમાં સરસ વર્ણન કર્યું છે .

આ વાર્તાના મુખ્ય પાત્ર ડો. કિરીટ પટેલ ગુજરાતમાં , મહેસાણા જિલ્લામાં આવેલ કલોલ પાસેના નાના ગામ મોખાસણ ( મારા વતનના ગામ ડાંગરવા નજીકનું જ ગામ )ના સામાન્ય સ્થિતિના એક ખેડૂત પુત્ર છે .પોતાની આવડત અને મહેનતથી ન્યુ જર્સીમાં હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કેવું નામ અને દામ કમાયા છે એ વાંચીને આપણને આ ડોક્ટર ઉપર માન અને એક ભારતીય તરીકે ગૌરવની લાગણી થાય છે .

ડોક્ટર કિરીટ પટેલ ૧૦ મીલીયન ડોલરની કિંમતના રાજ મહેલ જેવા  મોટા બંગલામાં રહેતા હોવા છતાં ઘરમાં સહજાનંદ સ્વામીનું મંદિર એક રૂમમાં સ્થાપીને  પિતાએ આપેલ ધાર્મિક સંસ્કારોને અને  એમના વતન મોખાસણના મૂળ ધર્મને જાળવી રાખ્યો છે એ બદલ એમને ધન્યવાદ ઘટે છે .મને આ વાર્તા ગમવાનું મુખ્ય કારણ આ જ છે .

અમેરિકામાં ભૌતિક સંપતિ વચ્ચે રહીને પણ ડોક્ટર કિરીટ પટેલની જેમ પોતાના વતનના મૂળને ભૂલવુ ન જોઈએ . 

ડોક્ટર કિરીટ પટેલ જેવી સફળ કારકિર્દી ધરાવતા ભારતીય મૂળના ઘણા ડોક્ટરો આજે અમેરિકાના દરેક ખૂણે  સારું  દામ  અને નામ કમાઈ સારી સેવા કરી રહ્યા એ જોઈને અને જાણીને આનંદ થાય છે .

વિનોદ પટેલ

______________________________________

ડોક્ટરની ડાયરી- સત્ય ઘટનાત્મક વાર્તા – લેખક ડો. શરદ ઠાકર

ઉપરના આમુખ પછી ડો. શરદ ઠાકરની સત્ય ઘટનાત્મક વાર્તા

-ડોક્ટરની ડાયરી  નીચેની લિંક ઉપર માણો .

https://sites.google.com/site/semahefil/sm-273-doctor-ni-daayari

ડોક્ટર શરદ ઠાકર અને એમના સાહિત્યનો સુંદર પરિચય એમના શ્રી

દેવાંગ ભટ્ટ સાથેના એક ઇન્ટરવ્યુંને રજુ કરતા નીચેના યુ-ટ્યુબ

વિડીયોમાંથી મળી રહેશે .

આ વિડીયોમાં પોતાના જીવનની કથા કહેતા ડોક્ટર શરદ ઠાકરને

સાંભળીને તમને લાગશે કે એમનું જીવન જ એમની અનેક વાર્તાઓ

જેવી જ એક વાર્તા છે .

 DR. SHARAD THAKER – INTERVIEW -ATITHI

______________

આભાર –શ્રી ઉત્તમભાઈ ગજ્જર,  Sunday-e- Mahefil  અને દિવ્ય ભાસ્કર

 

 

 

 

 

6 responses to “( 269 ) ડોક્ટરની ડાયરી- સત્ય ઘટનાત્મક વાર્તા – લેખક ડો. શરદ ઠાકર

 1. pragnaju જૂન 30, 2013 પર 3:14 એ એમ (AM)

  ખૂ…બ સરસ
  એમના ભાષણમા સંવેદના માણવાની મઝા ઔ ર……..

  Like

 2. pravinshastri જૂન 30, 2013 પર 7:11 એ એમ (AM)

  હું એમની સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ વાંચ્તો રહું છું. શરદભાઈને શાંભળવાનીતક ગુજરાત દર્પણની સાહિત્ય સભામા મળી હતી. એમની વાત બ્લોગમાં સામેલ કરવા બદલ ધન્યવાદ. ઊત્ત્મભાઈ મારા વડિલ મિત્ર છે. એ ઓ અમેરિકા આવ્યા હતા ત્યારે મારે ત્યાં પધાર્યા હતા. સુરતમાં એમની સાથે મુલાકાત થઈ હતી.

  Like

 3. chandravadan જૂન 30, 2013 પર 10:38 એ એમ (AM)

  દેવાંગ ભટ્ટે કરેલા ડો. શરદ ઠક્કરના “ઇઅનટરવ્યુ”આધારીત મેં ડો. શરદભાઈને વધું જાણ્યા…એક ડોકટર અને એક સાહિત્યકાર સ્વરૂપે !

  જાણી, મને આનંદ થયો.

  એમની કલમે અનેક સત્ય આધારીત વાર્તાઓ…એક સાહિત્યકાર તરીકે નામના મેળવનાર વ્યક્તિ.

  જનતા એમની અનેક નવી વાર્તાઓ વાંચે એવી આશા.

  એક ડોકટર કે એક ડોકટર તરીકે કે એક સાહિત્યકાર તરીકે એમની જીવનસફર ચાલું રહે અને એનો લાભ અનેકને મળે એવી આશા. કરેલા કાર્યો માટે અભિનંદન !

  ….ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

  Like

 4. harshendra v dholakia જૂન 30, 2013 પર 7:44 પી એમ(PM)

  dr શરદ ઠાકર નો વાર્તાલાપ ખુબજ સરસ હતો. આનંદ આવ્યો. આવા સાહિત્યકાર ની રચનાઓ સતત માણવા મળતી રહેં તેવી શુભકામનાઓ…..

  Like

 5. nabhakashdeep જુલાઇ 6, 2013 પર 12:59 પી એમ(PM)

  ગૌરવ છે આપણું ને એ આપણી શોભા છે. માણ્યા ને માણતા રહીશું આપની આ કલમને.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 6. Pingback: ડોકટર શરદ ઠાકર અને એક ડાયરી | ચંદ્ર પુકાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: