મારા મિત્ર અને જાણીતા વાર્તા લેખક શ્રી આનંદરાવ લિંગાયતએ એમના ઈ-મેલમાં શ્રીમતી કુમુદબેન પરીખ લિખિત એક વેદના અને સંવેદના સભર વાર્તા ”મારા ex-Husband” મને વાચવા માટે મોકલી આપી છે .
આ વાર્તા મને ખુબ ગમતાં એને આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકોને વાચવા માટે મુકતાં ખુબ આનંદ થાય છે .
શ્રીમતી કુમુદબેન પરીખ અને એમના પતિ શ્રી ભૂપેશભાઈ પરીખ લગભગ ૪૦ વર્ષ ઉપરાંતથી કેલીફોર્નીયા , લોસ એન્જેલસમાં નિવાસ કરે છે .શ્રી ભુપેશભાઈ પરીખ જ્યાં મેં હાઈસ્કુલનો વિદ્યાભ્યાસ પુરો કર્યો હતો એ કડી શહેરના મૂળ વતની છે .
અમેરિકામાં લાંબા વસવાટ દરમ્યાન તેઓ સારું નામ અને દામ કમાયા છે. આ ઉદાર દિલ દંપતીએ કેળવણીની સંસ્થાઓમાં દાન કરીને એમના ધનનો સદુપયોગ કર્યો છે .શ્રી ભૂપેશભાઈ જે કોલેજમાં અભ્યાસ કરીને આગળ વધ્યા એ Glendale Community College ને એમણે એક મિલિયન ડોલરનું દાન કરીને એમણે માતૃ સંસ્થા પ્રત્યેના પ્રેમનાં દર્શન કરાવ્યાં છે .વતન ભારતમાં પણ સામાજિક સંસ્થાઓમાં તેઓએ ઉદારતાથી દાન આપ્યું છે .
આ પરીખ દંપતીના Glendale Community Collegeના દાન વિષે વધુ અંગ્રેજીમાં અહીં વાચો..
શ્રી આનંદરાવ લિંગાયત ઘણા વર્ષોથી ખુબ જહેમતથી એકલે હાથે “ગુંજન ” નામનું ગુજરાતી સામયિક ચલાવીને ગુજરાતી ભાષાની અસ્મિતા માટે એમની ૮૨ વર્ષની જૈફ ઉંમરે પણ ઉત્સાહ પૂર્વક ખુબ જ અગત્યનું કામ કરી રહયા છે .આ સામયિકના માધ્યમથી એમણે ઘણા ઉગતા લેખકોને પ્રોત્સાહિત કર્યાં છે, એમાંનાં શ્રીમતી કુમુદબેન પરીખ પણ એક છે .
શ્રીમતી કુમુદબેનની વાર્તાઓમાં આનંદરાવની વાર્તાઓની શૈલી અને કુશળ માવજતની અસર જણાઈ આવે છે .
શ્રીમતી કુમુદબેનની વાર્તાઓ અવારનવાર “ગુંજન ” સામયિકમાં પ્રગટ થતી રહે છે .તેઓએ આજદિન સુધીમાં બે વાર્તા સંગ્રહો – ”પ્રકૃતિનાં પગલે ” અને ” અમે ચાલ્યાં ” એ નામોથી બહાર પાડ્યા છે .
( આનંદરાવના પ્રથમ બે વાર્તા સંગ્રહોના નામો એમણે ” કંકુ ખર્યું ” અને “સુરજ ઉગ્યો ” રાખ્યાં છે ! આ નામોનું સાતત્ય કેટલું સુચક છે ! )
લેખિકા કુમુદબેન પરીખની આ વાર્તા ”મારા ex-Husband” એમના પ્રથમ વાર્તા સંગ્રહ ”પ્રકૃતિનાં પગલે ” માંથી લેવામાં આવી છે .
આ વાર્તાનાં ત્રણે પાત્રોની માનવ સહજ મનોવેદના અને લાગણીઓ વચ્ચે ભીસાયાની એક નારીની વ્યથા લેખિકાએ બહુ દ્રાવક રીતે , છતાં બહુ જ નાજુકાઈથી આલેખી છે .
આ વાર્તામાં એક નવીન વિષયને પકડીને લેખિકાએ અમેરિકાના વાતાવરણના માહોલમાં જે બ-ખુબીથી કલમ ચલાવી છે એ અસરકારક અને આકર્ષક છે .
એક જ ઘરમાં રહેતા એક ભારતીય એક્સ હસબન્ડ ગોપાલ , નવા અમેરિકન પતિ માઈક અને બે દીકરીઓની લાગણીઓના વમળમાં એના જીવનના સંજોગોએ ફસાવેલી છતાં ધીરજ રાખી બધાં પ્રત્યે પ્રેમ વરસાવતી એક નેક દિલ નારીના જીવનની વેદનાઓની આ સંવેદનશીલ વાર્તા તમને જરૂર ગમશે .
માનવીનું મન અને સમયે સમયે બદલાતા એના મનોવિચારોનો તાગ મેળવવો ઘણો મુશ્કેલ હોય છે એ આ વાર્તામાં સરસ રીતે આલેખાયું છે .
વિનોદ પટેલ
એક હૃદયસ્પર્શી વાર્તા
”મારા ex-Husband” — લેખિકા શ્રીમતી કુમુદબેન પરીખ
નીચેની લિંક ઉપર ક્લિક કરી આ વાર્તા વાંચો અને માણો .
વાચકોના પ્રતિભાવ