વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 272 ) એક હૃદયસ્પર્શી વાર્તા ”મારા ex-Husband” — લેખિકા શ્રીમતી કુમુદબેન પરીખ

 મારા મિત્ર અને જાણીતા વાર્તા લેખક શ્રી આનંદરાવ લિંગાયતએ એમના ઈ-મેલમાં શ્રીમતી કુમુદબેન પરીખ લિખિત એક વેદના અને સંવેદના સભર વાર્તા  ”મારા ex-Husband” મને વાચવા માટે મોકલી આપી છે .
આ વાર્તા મને ખુબ ગમતાં એને આજની પોસ્ટમાં વિનોદ વિહારના વાચકોને વાચવા માટે મુકતાં ખુબ આનંદ થાય છે .

શ્રીમતી કુમુદબેન પરીખ અને એમના પતિ શ્રી ભૂપેશભાઈ પરીખ લગભગ ૪૦ વર્ષ ઉપરાંતથી કેલીફોર્નીયા , લોસ એન્જેલસમાં નિવાસ કરે છે .શ્રી ભુપેશભાઈ  પરીખ જ્યાં મેં હાઈસ્કુલનો વિદ્યાભ્યાસ પુરો કર્યો હતો એ કડી શહેરના મૂળ વતની છે .

અમેરિકામાં લાંબા વસવાટ દરમ્યાન તેઓ સારું નામ અને દામ કમાયા છે. આ ઉદાર દિલ દંપતીએ કેળવણીની સંસ્થાઓમાં દાન કરીને એમના ધનનો સદુપયોગ કર્યો છે .શ્રી ભૂપેશભાઈ જે કોલેજમાં અભ્યાસ કરીને આગળ વધ્યા એ  Glendale Community College ને એમણે એક મિલિયન ડોલરનું દાન કરીને  એમણે માતૃ સંસ્થા પ્રત્યેના પ્રેમનાં  દર્શન કરાવ્યાં છે .વતન ભારતમાં પણ સામાજિક સંસ્થાઓમાં તેઓએ ઉદારતાથી દાન આપ્યું છે .

આ પરીખ દંપતીના  Glendale Community Collegeના દાન વિષે વધુ અંગ્રેજીમાં અહીં વાચો..

 શ્રી આનંદરાવ લિંગાયત ઘણા વર્ષોથી ખુબ જહેમતથી એકલે હાથે “ગુંજન ” નામનું ગુજરાતી સામયિક ચલાવીને  ગુજરાતી ભાષાની અસ્મિતા માટે એમની ૮૨ વર્ષની જૈફ ઉંમરે પણ ઉત્સાહ પૂર્વક ખુબ જ અગત્યનું કામ કરી રહયા છે .આ સામયિકના માધ્યમથી એમણે ઘણા ઉગતા લેખકોને પ્રોત્સાહિત કર્યાં છે, એમાંનાં શ્રીમતી કુમુદબેન પરીખ પણ એક છે .

શ્રીમતી કુમુદબેનની વાર્તાઓમાં આનંદરાવની વાર્તાઓની શૈલી અને કુશળ માવજતની અસર જણાઈ આવે છે .

શ્રીમતી કુમુદબેનની વાર્તાઓ અવારનવાર “ગુંજન ” સામયિકમાં પ્રગટ થતી રહે છે .તેઓએ આજદિન સુધીમાં બે વાર્તા સંગ્રહો – ”પ્રકૃતિનાં  પગલે ” અને ” અમે ચાલ્યાં ” એ નામોથી બહાર પાડ્યા છે .

( આનંદરાવના પ્રથમ બે વાર્તા સંગ્રહોના નામો એમણે  ” કંકુ ખર્યું ” અને  “સુરજ ઉગ્યો ” રાખ્યાં છે ! આ નામોનું સાતત્ય  કેટલું સુચક છે ! )  

લેખિકા કુમુદબેન પરીખની આ વાર્તા ”મારા ex-Husband” એમના પ્રથમ વાર્તા સંગ્રહ ”પ્રકૃતિનાં  પગલે ” માંથી લેવામાં આવી છે .

આ વાર્તાનાં ત્રણે પાત્રોની માનવ સહજ મનોવેદના અને લાગણીઓ વચ્ચે  ભીસાયાની એક નારીની વ્યથા લેખિકાએ બહુ દ્રાવક રીતે , છતાં બહુ જ નાજુકાઈથી આલેખી છે .

આ વાર્તામાં એક નવીન વિષયને પકડીને લેખિકાએ અમેરિકાના વાતાવરણના   માહોલમાં જે બ-ખુબીથી કલમ ચલાવી છે એ અસરકારક અને આકર્ષક છે .

એક જ ઘરમાં રહેતા એક ભારતીય એક્સ હસબન્ડ ગોપાલ ,  નવા અમેરિકન પતિ માઈક અને બે દીકરીઓની લાગણીઓના વમળમાં એના જીવનના સંજોગોએ ફસાવેલી છતાં ધીરજ રાખી બધાં પ્રત્યે પ્રેમ વરસાવતી એક નેક દિલ નારીના જીવનની વેદનાઓની આ સંવેદનશીલ વાર્તા તમને જરૂર ગમશે .

માનવીનું મન અને સમયે સમયે બદલાતા એના મનોવિચારોનો  તાગ મેળવવો ઘણો મુશ્કેલ હોય છે એ આ વાર્તામાં સરસ રીતે આલેખાયું છે .

વિનોદ પટેલ

એક હૃદયસ્પર્શી વાર્તા 
”મારા ex-Husband”  —   લેખિકા શ્રીમતી કુમુદબેન પરીખ
નીચેની લિંક ઉપર ક્લિક કરી આ વાર્તા વાંચો અને માણો .
( હવે પછીની પોસ્ટમાં સિદ્ધ હસ્ત વાર્તાકાર શ્રી આનંદરાવ લિંગાયતની
એક ધ્યેયલક્ષી અને હૃદય સ્પર્શી વાર્તા ” ઉકાભાની હોટલ ” માટે રાહ
જોવા વિનંતી છે .)
 
__________________________________
 
 
JUST BELIEVE ( INSPIRING QUOTES IN VIDEO )
 
 
 
 
 
 
 
 

8 responses to “( 272 ) એક હૃદયસ્પર્શી વાર્તા ”મારા ex-Husband” — લેખિકા શ્રીમતી કુમુદબેન પરીખ

 1. chandravadan જુલાઇ 7, 2013 પર 9:49 એ એમ (AM)

  એક જ ઘરમાં રહેતા એક ભારતીય એક્સ હસબન્ડ ગોપાલ , નવા અમેરિકન પતિ માઈક અને બે દીકરીઓની લાગણીઓના વમળમાં એના જીવનના સંજોગોએ ફસાવેલી છતાં ધીરજ રાખી બધાં પ્રત્યે પ્રેમ વરસાવતી એક નેક દિલ નારીના જીવનની વેદનાઓની આ સંવેદનશીલ વાર્તા તમને જરૂર ગમશે .

  માનવીનું મન અને સમયે સમયે બદલાતા એના મનોવિચારોનો તાગ મેળવવો ઘણો મુશ્કેલ હોય છે એ આ વાર્તામાં સરસ રીતે આલેખાયું છે .

  વિનોદ પટેલ
  Vinodbhai,
  Goonjan’s Anandji….This Varta was via the Email.
  You had nicely told it as a SAAR above.
  Nice KALAM of Kumudben.
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Avjo !

  Like

 2. pragnaju જુલાઇ 7, 2013 પર 10:05 એ એમ (AM)

  ધન્ય શ્રીમતી કુમુદબેન પરીખ
  કલ્પનાતીત વાતની સુંદર રજુઆત,
  નારીની સંવેદનશીલતા,સહનશીલતા પ્રધાન ‘બ્યુટીફૂલ માઇન્ડ” ને વંદન

  Like

 3. હિમ્મતલાલ જુલાઇ 7, 2013 પર 10:08 એ એમ (AM)

  વિનોદભાઈ બહુ દર્દ નાક વાર્તા છે . બહુ ગમી

  Like

 4. Vasant Patel જુલાઇ 8, 2013 પર 4:48 પી એમ(PM)

  It is beutiful story but can not be Practical . and we should be Practical in Life . It is Not the time of Ramayan,Mahabharat where other influences like TV, Internet and Other Technology were absence, Promises were obeyed and mind set were not changed in any trouble, Values like Trust and obedient and love were at its best status.

  Like

 5. સુરેશ જાની જુલાઇ 9, 2013 પર 12:59 એ એમ (AM)

  અદ્‍ભૂત વાર્તા. કદાચ અમેરિકા જેવા મુક્ત દેશમાં જ આ સંભવી શકે.
  ———————–
  આવી જ બીજી વાર્તા – કદાચ આણંદરાવની લખેલી – વાંચી હતી; જેમાં એક હિન્દુ વિધવા દીકરા અને વહુના ત્રાસ સામે પાડોશી અમેરિકનની સજ્જનતાથી દોરવાઈ, તેની સાથે લગ્ન કરે છે. એ વાર્તા પણ બહુ જ ગમી હતી.

  ચીલાચાલુ પ્રેમકથાઓ કરતાં માનવતાનાં મૂલ્યોને ઊજાગર કરતી આવી કથાઓ મુઠ્ઠી ઊંચેરી લાગે છે.

  Like

 6. પરાર્થે સમર્પણ જુલાઇ 12, 2013 પર 6:35 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

  શ્રીમતી કુમુદબેન દ્વારા લખયેલ વાર્તા હદય સ્પર્શી છે.

  Like

 7. maya જૂન 27, 2015 પર 8:01 પી એમ(PM)

  i want read this story but link did not work , so please post story hear.

  thanks
  maya

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: