વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

(273 ) શ્રી આનંદરાવ લિંગાયતની બે ધ્યેયલક્ષી અને હૃદય સ્પર્શી વાર્તાઓ ——- (૧) ઉકાભાની હોટેલ ….અને …. (૨) આંધળો પ્રેમ

શ્રી આનદરાવ લિંગાયત -ગીત ગુંજન કાર્યક્રમમાં પ્રવચન કરતાં

શ્રી આનદરાવ લિંગાયત -ગીત ગુંજન કાર્યક્રમમાં પ્રવચન કરતાં

આ અગાઉ વિનોદ વિહારમાં લોસ એન્જેલસ રહેતા મારા મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત અને એમની

વાર્તાઓનો પરિચય આ લિંક ઉપર  કરાવવામાં આવ્યો છે .

 

એ પોસ્ટમાં જણાવ્યું છે એ  પ્રમાણે આનંદરાવે ઇન્ડો-અમેરિકન જીવનને સ્પર્શતી ઘણી ટૂંકી વાર્તાઓ લખી છે .

 

ઇન્ડો-અમેરિકન જીવનના તાણાવાણાને એમની આગવી શૈલીમાં બાખુબી રજુ કરતી હ્રદય સ્પર્શી વાર્તાઓના

આજ સુધીમાં ત્રણ પુસ્તકો- ૧.કંકુ ખર્યું..(૨)….ને સુરજ ઉગ્યો (૩) થવાકાળ… બહાર પડી ચુક્યા છે જેને

ગુજરાતી સાહિત્યના ટોચના સાહિત્યકારોએ વખાણ્યા  છે.

 

તેઓ ઘણા વર્ષોથી ઉત્તર અમેરિકામાં વસતા ગુર્જર ભાષીઓના સામયિક “ગુંજન “નું સંપાદન કરી એ દ્વારા 

ગુજરાતી ભાષાનો પ્રસાર  કરી સાથોસાથ ઘણા લેખકોને લખવા માટેની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે .હજુ ગયા 

મહીને જ તેઓએ ગીત ગુંજન કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું એમાં ઘણા નવોદિત લેખકો અને કવિઓએ

પોતની રચનાઓ વાંચી હતી .

 

શ્રી આનંદરાવ માત્ર સાહિત્ય ક્ષેત્રે જ નહીં પણ એમણે સ્થાપેલ મહાત્મા ગાંધી લેપ્રસી ફાઉંડેશન મારફતે

ગુજરાતમાં રક્તપિત્તથી પીડિત લોકો તથા અપંગજનો માટે ઉમદા સેવા પણ બજાવી રહ્યા છે.

 

અમેરિકામાં ચાર દાયકા ઉપરાંતનો વસવાટ છતાં તેઓ  વતનના લોકોને ભૂલ્યા નથી.

 

લગભગ દર વર્ષે વતનની મુલાકાત લે છે અને ગુજરાતના દુરના ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતી સેવા

સંસ્થાઓની મુલાકાતો લે છે અને લોકસેવા માટે સમય ફાળવે છે .

 

આજની પોસ્ટમાં એમની બે વાર્તાઓ– ” ઉકાભાની હોટેલ ” અને ” આંધળો પ્રેમ ”  મૂકી છે .

 

આ બન્ને વાર્તાઓમાં શ્રી આનંદ રાવની સેવા પરસ્તીની ભાવના અને ગ્રામ્ય વિસ્તારના એમના અનુભવોના

નિચોડની પ્રતીતિ તમોને થશે .

 

એમાં ગામડાના અબુધ માણસોની હૃદયની માનવતા અને એક ડોક્ટરની સેવા ભાવનાનું સરસ આલેખન

તમને વાંચવા મળશે .

 

 (૧) ઉકાભાની હોટેલ    લેખક- શ્રી  આનંદરાવ લિંગાયત

 

આ હૃદય સ્પર્શી અને માનવતાનાં મૂલ્યોને ઉજાગર કરતી વાર્તા નીચેની લિંક ઉપર ક્લિક કરીને વાંચો .

Ukabha’s Hotel -Story- Anand Rao Lingayat</a

 

  (૨) આંધળો પ્રેમ                લેખક- શ્રી  આનંદરાવ લિંગાયત

 

નીચેની લિંક ઉપર ક્લિક કરી આ વાર્તા વાંચો અને માણો .

andrao Lingayat -Story

શ્રી આનંદરાવની વાંર્તાઓ થોડી લાંબી હોવાં છતાં જો ધીરજ રાખી વાંચશો તો તમોને એના અંત સુધી

વાંચવાનું મન થશે એવી આ લેખકની આગવી સ્ટાઈલ છે .

આ બે વાર્તાઓ અંગેના આપના પ્રતિભાવો  જરૂરથી જણાવશો .

 

વિનોદ પટેલ

 

 

 

 

 

___________________________________________________________

Grandma’s Court, an English drama written and directed by Anand Rao.

Based on the original story by Kumud Parikh.

Performed Sunday, March 31st, 2013 at the Claremont Lincoln University Garrison Theater. Presented by The Indic Foundation.

Starring:

Sonal Shah (Grandmother), Puja Bhakta (Girl), Axay Shah (Sardarji), Rai Marwah (Father), Mahesh Jain (Gunda)

Additional Direction: Anandrao Lingayat

“Grandma’s Court” | March 31st 2013, Garrison Theater

6 responses to “(273 ) શ્રી આનંદરાવ લિંગાયતની બે ધ્યેયલક્ષી અને હૃદય સ્પર્શી વાર્તાઓ ——- (૧) ઉકાભાની હોટેલ ….અને …. (૨) આંધળો પ્રેમ

 1. mdgandhi21, U.S.A. જુલાઇ 10, 2013 પર 6:11 એ એમ (AM)

  Very nice stories. ખરેખર કરૂણા-આનંદ મિશ્રિત હૃદયસ્પર્શી વાર્તાઓ…

  Like

 2. pragnaju જુલાઇ 10, 2013 પર 8:22 એ એમ (AM)

  મા. શ્રી આનંદરાવ લિંગાયતની સત્ય,પ્રેમ ,કરુણા સભર બેઉ ખૂબ સુંદર વાર્તાઓ
  અને
  સંવેદનાસભર ગુજરાતી પધ્ધતિથી બોલાતા અંગ્રેજી લઘુ નાટક માણ્યો.
  શ્રીમતી કુમુદબેન પરીખની એક હૃદયસ્પર્શી વાર્તા ”મારા ex-Husband” પણ માણી
  આપની પોસ્ટો પ્રેરણાદાયી રહે છે.
  રક્તપિત અમારા દક્ષિણ ગુજરાતના મુખ્ય પ્રશ્નમાંનો છે અને એમા ખૂબ સરસ કામ ચાલે છે અને ઘણા ખરા દર્દીઓ ચેપ મુક્ત થયા છે સરકારી ધોરણે ચાલતા કાર્યક્રમમા સર્વોદય કાર્યકરોએ પણ પોતાનો મોટો ફાળો આપ્યો છે ખાસ કરીને રક્તપિતીઆઓ અસ્પશ્ય નથી તે પ્રચારમા…
  મા. શ્રી આનંદરાવને સસ્નેહ વંદન

  Like

 3. nabhakashdeep જુલાઇ 10, 2013 પર 12:02 પી એમ(PM)

  વિષય વસ્તુને હૃદય સ્પર્શી રીતે આલેખવો એ એક કળા છે. શ્રી આનંદરાવ તેના સાચા કસબી છે, એ વાર્તા વાંચતા જ અનુભવાય છે. ખૂબ જ ઉમદા ..ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 4. jjkishor જુલાઇ 10, 2013 પર 12:48 પી એમ(PM)

  વિનોદને આંગણે વિહાર ! મોસાળમાં જમણ ને મા પીરસણે !!

  સુંદર વાર્તાઓ. ધન્યવાદ અને આભાર.

  Like

 5. પરાર્થે સમર્પણ જુલાઇ 12, 2013 પર 6:32 પી એમ(PM)

  આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,

  કોઇ પણ વિષય વસ્તુને અંતરના ભાવ થકી ઉજાળવાની

  અનેરી કળા આદરણીય વડિલ શ્રી આનંદરાવ લિંગાયતમાં છે.

  સેવા અને સહકારમાં મુઠી ઉંચેરો માનવી છે.

  Like

 6. Anila Patel જુલાઇ 17, 2013 પર 6:13 એ એમ (AM)

  બન્ને વાર્તાઓ બહુજ લાગણી સભર અને હૃદયસ્પર્શી. ઉકાભા અને ગુરબક્ષ ગબ્બુ માટે ખુદાબક્ષ તો જસપુર માટે ડો. સનત અને મંગલા ખુદાબક્ષ પૂરવાર થયા-માનવતાની મહેક પણ બન્ને વરતાઓમાથી ફેલાઇ રહી છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: